________________
ઉપોદ્ધાત નિ ૧૮૩
૧૩૫
પછી તીર્થકર ભગવંતને, માતાસહિત પ્રણામ કરીને અતિ દૂર નહીં તે રીતે રહીને ગીતગાન કરતી ઉભી રહે છે.
ત્યારપછી ઉર્વલોકમાં વસનારી આઠ દિશાકુમારીઓ – મેઘંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોયધારા, વિચિત્રા, વારિસેના અને બલાહકા, આ બધી પણ પૂર્વોક્ત વિધિથી આવીને મેગવાદળને વિક્ર્વીને ભગવંતના જન્મભવનની ચોતરફ એક યોજનમાં અતિ જળન થાય, અતિ માટી ન થાય તે રીતે છૂટો છૂટો સ્પર્શત રજ-રેણુ વિનાશક, સુગંધી જળની વર્ષા વરસાવીને પુણ્યના વાદળ વિકર્ષે છે. વિક્ર્વીને જળ, સ્થલ દીપતા એવા ઘણાં વંતસ્થાયી પંચવર્ણા પુષ્પોને જાનુ પ્રમાણ ઉંચા રહે તેવી પુષ્પ વર્ષા કરે છે. પૂર્વવત્ ગીતગાન કરતી રહે છે.
ત્યારપછી પશ્ચિમ રુચકમાં વસનારી આઠ દિશાકુમારીઓ - નંદોતરા, નંદા, આનંદા, નંદિવર્ધના, વિજયા, વૈજયંતી, જયા, અપરાજિતા તે પ્રમાણે જ આવીને ચાવતુ તમે ભયભીત ન થશો, તેમ કહીને તીર્થકર ભગવંતને માતા સહિત પૂર્વમાં હાથમાં દર્પણ લઈ ગીતગાતી રહે છે.
એ પ્રમાણે દક્ષિણરુચકવાસિની આઠ – સમાહારા, સુપદત્તા, યશોધરા, લક્ષમીમતી, ભોગવતી, ચિત્રગુપ્તા અને વસુંધરા એ આઠે પૂર્વવતુ આવીને ચાવતું ભુવનને આનંદ આપનાને જનનિસહિત દક્ષિણમાં હાથમાં મૂંગાર લઈને ગીતગાન કરતી રહે છે.
એ પ્રમાણે પશ્ચિમ રુચકવાસિની પણ આઠ – ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પડાવતી, કનાસા, નવમિકા, સીતા અને ભદ્રા. આ બધી પણ તીર્થકરને માતા સહિત પશ્ચિમેથી હાથમાં વીંઝણો લઈ ગીતગાતી રહે છે.
એ પ્રમાણે ઉત્તર ગુચકવાસિની પણ આઠ - અલંબુસા, મિશ્રકેશી, પુંડરિકિણી, વાણી, હાસા, સર્વપ્રભા, શ્રી અને હી, તે પ્રમાણે જ આવીને તીર્થકરને માતાસહિત ઉત્તરમાં બહુ દૂર નહીં, તેમ હાથમાં ચામર લઈ ગીત ગાતી રહે છે.
પછી વિદિશા રચકમાં વસનારી ચાર વિધકુમારી સ્વામિની-ચિત્ર, ચિત્રકનકા, સતેરા, સૌદામિની. તે પ્રમાણે જ આવીને મિલોકબંધુ પ્રભુને માતા સહિત ચારે દિશામાં હાથમાં દ્વિપીકા લઈને બહુ દૂર નહીં તેવા સ્થાને ગીતગાન કરતી ઉભી રહે છે.
ત્યારપછી મધ્યમરુચકવાસી ચાર દિકકુમારી પ્રધાનો - રુચકા, ચકાંશા, સુરૂપા, ચકાવતી. તે પ્રમાણે જ આવીને ચાવતુ ઉપરોધ રહિત જઈને ભવ્યજનકુમુદપંડ મંડન ભગવંતની ચાર આંગળ વજીને નાભિનાળને છેદે છે, ખાડો ખોદે છે, નાભિનાલને ખાડામાં દાટે છે, રત્ન અને વજથી ખાડો પૂરે છે, હરિતાલિકા - દુવ વડે પીઠને બાંધે છે.
તીર્થકર ભગવંતના જન્મ ભવનથી પૂર્વ-દક્ષિણ-ઉત્તરમાં ત્રણ કદલીગૃહો વિદુર્વે છે, તેના બહુ મધ્યદેશ ભાગમાં ત્રણ ચંદ્રશાળા વિદુર્વે છે, તેના બહુમધ્ય ભાગમાં ત્રણ સિંહાસન વિકર્ષે છે. તીર્થકર ભગવંતને હથેળીમાં ગ્રહણ કરીને અને માતાની
૧૩૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ બાહા પકડીને દક્ષિણના કદલીગૃહની ચંદ્રશાળાના સિંહાસને બેસાડીને શતપાક, સમ્રપાક તેલ વડે અત્યંગન કરે છે, સુગંધી ગંધવર્તક વડે ઉદ્વર્તન કરે છે. પછી તીર્થકર ભગવંતને કર કમલ યુગલનો રોધ કરીને અને માતાને સારી રીતે બાળા વડે ગ્રહણ કરીને પૂર્વના કદલીગૃહની ચંદ્રશાળાના સિંહાસને બેસાડે છે.
ત્યાં સ્નાન વિધિ કરે છે. ગંધ કાષાયિક વાથી અંગ લુંછે છે સરસ ગોશીષચંદન વડે લેપન કરે છે. દિવ્ય દેવદૂષ્યયુગલ પહેરાવે છે. સર્વ અલંકારથી વિભૂષિત કરે છે. પછી ઉત્તરના કદલીગૃહની ચંદ્રશાળામાં સીંહાસને બેસાડે છે.
પછી આભિયોગિક વડે લઘુ હિમવંત પર્વતથી સરસ ગોશી"ચંદન કાઠ મંગાવે છે, અરણી વડે અતિ ઉત્પન્ન કરે છે. તેનાથી ગોશીપચંદન કાષ્ઠનો અગ્નિ ઉજવાલિત કરે છે, અગ્નિહોમ કરે છે, ભૂતિકર્મ કરે છે, રક્ષાપોટલી કરે છે, તીર્થકર ભગવંતના કર્ણમૂલ પાસે બે પાષાણવર્તકને બે હાયના સંપુટમાં અને તીર્થકરમાતાને બાહુ વડે ગ્રહણ કરીને જ્યાં ભગવંતનું જન્મ ભવન છે, જ્યાં શય્યા છે, ત્યાં લાવે છે, તીર્થકરની માતાને ત્યાં શય્યામાં બેસાડે છે, ભગવંતને તેની પાસે સ્થાપન કરે છે. ત્યારપછી તીર્ષકને માતા સહિત જ્યાં છે, ત્યાંથી બહુ દૂર નહીં તેમ ગીગાન કરતી રહે છે.
આ જ વાતનો ઉપસંહાર કરતાં કહે છે – • નિયુક્તિ-૧૮૮ :
સંવતક વાયુ, મેઘવૃષ્ટિ, અરિસો, શૃંગાર, વીંઝણો, ચામર, દીપક, રક્ષા એ પ્રમાણે છપ્પન દિકકુમારી કરે છે.
• વિવેચન-૧૮૮ :
અર્થ કહેવાઈ ગયો. દ્વાર યોજના માત્ર બતાવે છે – ઉક્ત પ્રયોજન માટે સંવર્તક મેઘને વિકર્યો છે. અરીસા લઈને ઉભે છે, તે રીતે મૂંગાર, વીંઝણો, ચામર, દીપક પણ જાણવા અને રક્ષા દિકકુમારીઓ કરે છે.
ત્યારપછી દેવેન્દ્ર શકનું વિવિધ મણિના હજારો કિરણોથી રંજિત સીંહાસન ચલિત થાય છે. તીર્થકર ભગવંતને અવધિજ્ઞાનથી જુએ છે જલ્દી પાલક વિમાન વડે આવે છે. અહીં મૂર્ણિમાં આ વર્ણન ઘણું જ સુંદર અને ઘણાં જ વિસ્તારથી કરેલ છે, ખરેખર / વાચવા લાયક છે.)
તીર્થકર ભગવંત અને માતાને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે, વંદનનમસ્કાર કરે છે, વંદી-નમીને આ પ્રમાણે કહે છે - હે રત્નકુક્ષિઘારિકા ! તમને નમસ્કાર થાઓ. હું દેવેન્દ્ર શક આદિ તીર્થકર ભગવંતનો જન્મ મહિમા કરીશ. તમારા વડે ઉપરોધ ન થાઓ. એમ કહીને અવસ્થાપિની નિદ્રા આપે છે. તીર્થંકરનું પ્રતિરૂપક વિકર્ષે છે. તીર્થકરની માતા પાસે રાખે છે. તીર્થકર ભગવંતને બે હાથના સંપુટમાં ગ્રહણ કરે છે.
ત્યારપછી પોતાના પાંચ રૂપને વિકર્ષે છે – એક ઈન્દ્ર જિનેન્દ્રને ગ્રહણ કરે છે. બે ઈન્દ્રો બંને તરફ ચામર વીંઝે છે, એક ઉજ્જવળ આતપગને ગ્રહણ કરે છે.