________________
ઉપોદ્ઘાત નિ ૧૭૧,૧૭૨
સાર્થવાહપુત્ર તેના મિત્રો.
૧૨૯
• વિવેચન-૧૭૧,૧૭૨ :
- x - અવસર જાણીને સંમોહ નિમિત્તે હું ઉપન્યાસ કરીશ –
ધન સાર્થવાહ આદિ ગાયાર્યને કથાનકથી જાણવો. - x - તે આ પ્રમાણે - ધન નામે સાર્યવાહ હતો. તેણે દેશાંતરે જતાં ઘોષણા કરાવી. તે કહે છે – તે કાળે તે સમયે પશ્ચિમ વિદેહક્ષેત્રમાં ધન નામે સાર્થવાહ હતો. તે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરથી
વસંતપુરે વાણિજ્ય અર્થે ચાલ્યો. તેણે ઘોષણા કરાવી કે – જે મારી સાથે આવશે. તેના યોગ-ક્ષેમ હું વહન કરીશ. તે આ પ્રમાણે – આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, ઔષધ, ભૈષજ કે બીજા જે કંઈથી વિષાદ પામે તે બધું.
તે સાંભળીને ઘણાં તટિક, કાર્યટિક આદિ આવ્યા. યાવત્ તેની સાથે સાધુનો ગચ્છ પણ ચાલ્યો. તે કાળ કયો હતો ? ચરમ ઉનાળો. તે સાથે જ્યારે અટવી મધ્યે પહોંચ્યો. ત્યારે વર્ષારાત્ર-ચોમાસું બેઠું. ત્યારે તે સાર્થવાહ અતિ દુર્ગમ પંથ છે, તેમ જાણી ત્યાં જ સાથે નિવેશ કર્યો. ચોમાસું રહ્યા. તે રહી પડતાં આખો સાર્થ પણ ત્યાં રહ્યો. જ્યારે તે સાર્થિકોને ભોજન પીરસ્યુ ત્યારે કંદ-મૂલ-ફલ ખાવાનું આરંભ્યુ ત્યારે સાધુઓ દુઃખી થયા કે જો કંઈપણ કલ્પતું મળશે, તો લઈશું. એ પ્રમાણે કાળ વીતવા લાગ્યો.
થોડું ચોમાસુ રહ્યું. ત્યારે ધનસાર્થવાહને ચિંતા થઈ કે – આ સાર્થમાં કોઈ દુઃખી છે? ત્યારે યાદ આવ્યું કે મારી સાથે સાધુઓ આવ્યા છે, તેમને કંદ આદિ કલ્પતા નથી. તે તપસ્વીઓ દુઃખી છે. કાલે દાન કરીશ, એમ વિચારી પ્રભાતે નિમંત્રિને કહ્યું – આમાં અમારું કંઈ કલ્પે તો ગ્રહણ કરશો ? આપને શું કલ્પશે ? અકૃત્-અકારિત ભિક્ષા માત્ર કે ઘી વગેરે. પછી તેણે સાધુને વિપુલ પ્રમાણમાં પ્રાસુક ઘી વહોરાવ્યું. તે યથાયુષ્ય પાળીને કાળમાસે કાળ કરીને તે દાનના ફળથી [સમ્યકત્વ પામી] ઉત્તકુરુમાં મનુષ્ય થયો.
ત્યાંથી આયુક્ષય થતાં સૌધર્મકલ્પે દેવપણે ઉત્પન્ન થયો.
ત્યાંથી ચ્યવીને આ જ જંબુદ્વીપમાં પશ્ચિમ વિદેહમાં ગંધિલાવતી વિજયમાં વૈતાઢ્ય પર્વતમાં ગાંધાર જનપદમાં ગંધસમૃદ્ધ વિધાધર નગરમાં અતિબલરાજાના પૌત્ર શતબલ રાજાના પુત્ર મહાબલ નામે રાજા થયો.
ત્યાં સુબુદ્ધિ શ્રાવક મંત્રી એવા પ્રિયમિત્ર વડે નાટક-પ્રેક્ષણમાં આક્ષિપ્ત મનવાળા એવા તેને બોધ પમાડ્યો. બાકી એક માસનું આયુ રહેતા, છેલ્લે બાવીશ દિવસના ભક્ત પ્રત્યાખ્યાન કરી, મરીને ઈશાન કલ્પમાં શ્રીપ્રભ નામક વિમાનમાં લલિતાંગ નામે દેવ થયો. ત્યાંથી વીને આ જ જંબુદ્વીપમાં પુષ્કલાવતી વિજયમાં લોહાર્ગલ નગરનો સ્વામી વજંઘ નામે રાજા થયો. ત્યાં પત્ની સહિત, પાછલી વયમાં
દીક્ષા લઉં, એમ ચિંતવેલું પણ પુત્ર વડે વાસગૃહમાં ધૂપ-ધુમાડાના યોગે મારી નંખાયો. મરીને ઉત્તકુમાં પોતાની પત્ની સહિત યુગલિક રૂપે જન્મ્યો. ત્યાંથી સૌધર્મકભે દેવ થયો. ત્યાંથી ચ્યવીને ફરી મહાવિદેહ ક્ષેત્રમાં ક્ષિપ્રિતિષ્ઠિત નગરમાં વૈધપુત્ર રૂપે
31/9
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ જન્મ્યો, જે દિવસે જન્મ્યો, તે દિવસે એકસાથે આ ચાર વયસ્ય જન્મ્યા – રાજપુત્ર, શ્રેષ્ઠીપુત્ર, અમાત્યપુત્ર, સાર્થવાહપુત્ર. તેઓ મોટા થયા. અન્ય કોઈ દિવસે તે વૈધના ઘેર એકસાથે ભેગા થઈને બેઠા હતા. ત્યાં કોઈ સાધુમહાત્મા ભિક્ષાર્થે આવ્યા કે જે કૃમિ કુષ્ઠ રોગથી પીડિત હતા.
તે બધાં મિત્રો સાથે પ્રણય અને હાસ્ય કરતા તે વૈધપુત્રને બોલ્યો. આ લોકમાં તમારી સાથે બધું ખાધું-પીધું, પણ કોઈ તપસ્વી કે અનાથની ચિકિત્સા ન કરી. વૈધપુત્ર બોલ્યો – કરીશ. પણ મારી પાસે ઔષધ નથી. તે મિત્રો બોલ્યા-અમે મૂલ્ય આપીશું. શું ઔષધ જોઈશે ? વૈધપુત્રે કહ્યું – કંબલ રત્ન, ગોશીષ ચંદન અને ત્રીજું સહસપાક તેલ. ત્યારે તે બધું શોધવા નીકળ્યા. ત્યારે તેમણે જાણ્યું કે – અમુક વણિક પાસે આ ઔષધાદિ છે.
૧૩૦
તે મિત્રો તેમની પાસે ગયા, બે લાખ મુદ્રા લીધી. વણિક્ સંભ્રાંત થઈ બોલ્યો – શું આપું ? તેઓએ કહ્યું કે કંબલ રત્ન અને ગોશીર્ષ ચંદન આપો. વણિકે પૂછ્યું – આનું શું પ્રયોજન છે ? તેઓએ કહ્યું સાધુની ચિકિત્સા કરવી છે. વણિકે કહ્યું
-
• મારે મૂલ્ય નથી જોઈતું. એમ જ લઈ જઈને ચિકિત્સા કરો. મને પણ ધર્મ થશે. તે વણિક્ વિચારે છે કે – જો આ બાળકોને ધર્મની ઉપર આવી શ્રદ્ધા હોય તેટલી તો મારા જેવા મંદપુણ્ય કે જે આલોક પ્રતિબદ્ધ છે, તેને આવી શ્રદ્ધા નથી. તે સંવેગ પામ્યો, તથારૂપ સ્થવીરો પાસે દીક્ષા લઈને સિદ્ધિ ગતિ પામ્યો.
આ મિત્રો પણ તે ઔષધ લઈને, તે સાધુની પાસે તે જે ઉધાનમાં પ્રતિમા ધ્યાને સ્થિત હતા. ત્યાં ગયા. ત્યાં પ્રતિમાસ્થિત તેમને વંદન કરીને અનુજ્ઞા માંગી કે – હે ભગવન્ ! અમોને અનુજ્ઞા આપો. અમે આપને ધર્મવિઘ્ન કરવા આવેલ છીએ. તે વાત નિર્યુક્તિકાર કહે છે -
નિર્યુક્તિ-૧૭૩,૧૭૪ :
તે મિત્રોએ વૈધપુત્રના ઘેર કોઢના કીડાથી પીડિત કોઈક મુનિને જોઈને, તેઓ વૈધપુત્રને કહે છે, તમે આ મુનિની ચિકિત્સા કરો... લક્ષપાક તેલ વૈધપુત્રે આપ્યું, વણિકે રત્નકંબલ અને ગોશીષ ચંદન આપીને દીક્ષા લીધી. તે વક્િ તે જ ભવે આંતકૃત્ કેવલી થઈ મોક્ષે ગયો.
• વિવેચન-૧૭૩,૧૭૪ :
[કથાનકનો શેષ ભાગ અહીં કહે છે –] ત્યારપછી તેલ વડે તે સાધુને અત્યંગન કર્યુ. તે તેલ રોમકૂપો વડે બધું જ વ્યાપ્ત થયું. તે વ્યાપ્ત થતાં બધાં કૃમિઓ ક્ષોભ પામ્યા, તેમના ચાલવાથી તે સાધુને અતીવ વેદના થઈ. ત્યારે તે કૃમિને નીકળતા જોઈને કંબલ રત્ન વડે તે સાધુને પ્રાવૃત્ત કર્યા-ઢાંકી દીધા. તે શીતલ હતું. તેલ ઉષ્ણતાવાળું હતું. કૃમિઓ તેમાં ચોંટી ગયા. ત્યારે પહેલાથી લાવેલા ગાયના મડદામાં તે કૃમિને નાંખ્યા. તે બધાં જ કૃમિ નીકલી ગયા, પછી તેણે સાધુને ચંદન વડે લિપ્ત કર્યા.
પછી આશ્વાસિત કર્યા. એ પ્રમાણે એક-બે-ત્રણ વખત તે સાધુને અત્યંગન કરી