________________
ઉપોદ્ઘાત નિ ૧૬૪
૧૨૭
છે. બાકીના મધ્યમ આઠ ભાગ તે કુલકર રૂપે હોય. તેથી કહ્યું કે ત્રણ ભાગમાં મધ્યમ આઠ ભાગને કુલકર કાળ જાણવો. ભાગદ્વાર કહીને ઉપપાત દ્વાર કહે છે - તે પાતળા રાગદ્વેષવાળા છે. પ્રેમ - રાગ. આ વિમલવાહનાદિ બધાં દેવલોકમાં ઉત્પન્ન થયા.
અમે જાણતા નથી કે કયા દેવલોકમાં ? તેથી કહે છે – • નિયુક્તિ-૧૬૫+વિવેચન :
બે કુલકરો સુવર્ણકુમાર દેવોમાં, બે ઉદધિકુમારમાં, બે દ્વીપકુમામાં અને એક નાગકુમારદેવમાં ઉત્પન્ન થયા. આ ઉપપાત અનુક્રમે વિમલવાર્તા આદિનો જાણવો. હવે તેમની સ્ત્રી અને હાથીનો ઉપાત -
નિયુક્તિ-૧૬૬+વિવેચન :
(સાત) હાથીઓ, ચંદ્રયશા આદિ છ સ્ત્રીઓ નાગકુમારમાં ઉત્પન્ન થઈ, બીજા કહે છે - એક જ હાથી અને છ સ્ત્રીઓ નાગકુમારમાં ઉત્પન્ન થઈ, બાકીનાનો અધિકાર નથી. એક સાતમી - નાભિ કુલકરની પત્ની મરુદેવી મોક્ષમાં ગયા. ઉપપાત દ્વાર કહ્યું. હવે નીતિ દ્વાર કહે છે –
• નિયુક્તિ-૧૬+વિવેચન :
હક્કાર, મક્કાર અને ધિક્કાર દંડનીતિઓ વર્તે છે. તેમાં જે વિશેષ છે તેને હું યથાક્રમે વર્ણવીશ. આનુપૂર્વી - પરિપાટી, ક્રમથી.
• નિર્યુક્તિ-૧૬૮ :
પહેલાં અને બીજીની પ્રથમા, ત્રીજા અને ચોથાની પહેલા સહિત નવી બીજી, પાંચમાં, છઠ્ઠા અને સાતમાની પહેલા બે સહિત ત્રીજી નીતિ.
• વિવેચન-૧૬૮ :
પહેલા અને બીજા કુલકને પહેલી ‘હક્કાર' નામે દંડનીતિ હતી. ત્રીજા અને ચોથા કુલકરને વધારાની નવી બીજી પણ હતી. અથતિ થોડો જ અપરાધ હોય તો પહેલી વડે દંડ કરે છે, મોટા અપરાધીને બીજી એટલે કે નવી દંડનીતિ અપનાવે, તે ‘મક્કાર' નામે હતી તથા પાંચમા, છઠ્ઠા અને સાતમાને ત્રીજી ધિક્કાર નામે દંડનીતિ હતી. આ ત્રણે લઘુ-મધ્યમ-ઉત્કૃષ્ટ અપરાધમાં જાણવી એમ ગાથાર્થ કહ્યો.
• નિયુક્તિ-૧૬૯ -
બાકીની દંડનીતિ ભરતરાજાની માણવકનિધિમાં હોય છે. ઋષભદેવને ગૃહસ્થાવાસમાં અસંસ્કૃત આહાર હતો.
• વિવેચન-૧૬૯ :
ભરત રાજાની માણવક નિધિમાં બાકીની દંડનીતિ હોય છે. અહીં વર્તમાન ક્રિયા નિર્દેશ બધી અવસર્પિણીની સ્થિતિ દશવિ છે. બીજી પણ અતીત કે આગામી અવસર્પિણીમાં આ જ ન્યાયે પ્રાયઃનીતિનો ઉત્પાદ હોય છે. તે ભરતના પિતા ઋષભનાથ હતા. તે ઋષભને ગૃહવાસમાં અસંસ્કૃત આહાર-સ્વભાવ સંપન્ન આહાર હતો. તેને દેવેન્દ્રના આદેશથી દેવો દેવકુટુ-ઉત્તરકુરુ ફોગના સ્વાદિષ્ટ ફળો અને ક્ષીર સમુદ્રનું
૧૨૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ પાણી લાવીને આપતા હતા.
આ મૂળ નિયુક્તિગાથાનું ભાષ્યકારનું વ્યાખ્યાન કહે છે – • ભાષ્ય-3 -
પહેલી પરિભાષા, બીજી મંડલીબંધ, શ્રીજી કારાગૃહ, ચોથી ચામડીનો છેદ, એ ચાર પ્રકારે ભરત મહારાજની દંડનીતિ જાણવી.
વિવેચન-3 -
ભરતની બાકીની નીતિ માણવક વિધિથી છે” તેમ કહ્યું, તે આ પ્રમાણે - (૧) પરિભાષણા • કોપથી તિરસ્કાર કરવો. (૨) “આ સ્થાનથી ન જતો.' તેમ અપરાધીને કહેવું. તે મંડલીબંધ. (3) ચારક-કેદખાનું (૪) છવિચ્છેદ હાથ, પગ, નાસિકાનો છેદ કરવો. આ ભરતની ચાર પ્રકારે દંડનીતિ છે.
બીજા એ રીતે કહે છે - ખરેખર પરિભાષણા અને મંડલિબંધ એ બંને બાપભનાથે જ ઉત્પન્ન કરેલી હતી. ચાક અને છવિચ્છેદ એ માણવક નિધિથી ઉત્પન્ન થયેલી. ભરત ચક્રવર્તીની આ ચાર ભેદે નિધિ હતી.
પણ આ ભરત કોણ ? ઋષભનાથનો પુત્ર. તો પછી ઋષભનાથ કોણ ? તેની વક્તવ્યતાને જણાવતા કહે છે – અથવા કુલકર વંશ કહ્યો. હવે પૂર્વે સૂચવેલ ઈક્વાકુવંશ પ્રતિપાદિત કરે છે. તે ઋષભનાથથી ઉત્પન્ન થયો.
તેથી તેની વક્તવ્યતા કહે છે – • નિર્યુક્તિ-૧૩૦ :
નાભિરાજા, વિનીતાનગરી જન્મભૂમિ, મરુદેવી માતા, ઉત્તરાષાઢા નps, પૂર્વજન્મે વજનાભ રાઇ, સવિિસદ્ધ વિમાનથી રયવ્યા.
• વિવેચન-૧૩૦ :
આ નિર્યુક્તિ ગાથા ઘણાં અર્થની પ્રતિપાદક છે. • x • નાભિ નામે કુલકર થયા. તેનું વિનીતા ભૂમિમાં પ્રાયઃ અવસ્થાન હતું, મરુદેવી તેની પત્ની હતી. પૂર્વભવે કોઈ વૈરનાભ નામે રાજા હતો, દીક્ષા લઈને તીર્થકર નામ ગોત્ર કર્મ બાંધ્ય, મરીને સવર્થિસિદ્ધ વિમાને દેવ થયો. ત્યાંથી તે મરુદેવીની કુક્ષિમાં તે વિનીતાભૂમિમાં સર્વાર્થસિદ્ધ વિમાનથી ચ્યવીને ઋષભનાથ નામે જન્મ્યો.
અહીં જે પૂર્વભવે વૈરનાભ હતો, જે રીતે સમ્યકત્વ પામ્યો. જેટલાં ભવો સમ્યકત્વ પામીને સંસારમાં પર્યટન કર્યું, જે રીતે તેણે તીર્થકર નામગોગકર્મ બાંધ્યું. તે બતાવવાનું કહે છે.
• નિયુક્તિ-૧૩૧,૧૭૨ષ્પક્ષેપ ગાથા-૧ -
ધન્ય સાવિાહે ઘોષણા કરાવી. સાર્થની સાથે યતિઓનું ગમન. વષઋિતુમાં અટવીમાં વાસ. ઘણાં દિવસે ધન્યને ચિંતા. ઘીનું દર્શન.
ત્યાંથી ઉત્તરકરમાં યુગલિક, ત્યાંથી સૌધર્મકહ્યું, ત્યાંથી મહાવિદેહ મહાબલ રાજા, ત્યાંથી ઈશાન જો લલિતાંગ દેવ, ત્યાંથી વજર્જઘરાજી.. ઉત્તરમાં સુગલિક, સૌદામ જે દેવ, પછી મહાવિદેહમાં વૈધપુત્ર. રાજપુx, જેઠી-અમાત્ય