________________
ઉપોદ્દાત નિ ૧૫૩,૧૫૪
૧૫
તેણે તે કઈ રીતે જાણવું? જાતિસ્મરણથી વણિકd યાદ કર્યું. ત્યારે જે કોઈ અપરાધ કરે, તેને તેઓ કહેતા. ત્યારે તે દંડ કરતો. કયો દંડ? “હાકાર”. હા! તેં ખોટું કર્યું. ત્યારે દંડ્ય વ્યક્તિ જાણતો કે મારું બધું લુંટાઈ ગયું. આના કરતા તો મારું મૃત્યુ કે શિરચ્છેદ સારો તો આવી વિડંબના ન પામત. એ પ્રમાણે ઘણો કાળ હાકાર દંડ વર્યો. તેને ચંદ્રયશા નામે પત્ની હતી. તેની સાથે ભોગ ભોગવતા એક યુગલને જન્મ આપ્યો. તે યુગલે કાલાંતરે બીજાને જન્મ આપ્યો. એમ સાત કુલકરો ઉત્પન્ન થયા.
આ પ્રથમાનુયોગથી જાણવાં. બધાંનો જન્મ અહીં જ કહેવો. પૂર્વભવ જમદ્વાર કહ્યું. હવે કુલકરનામોને પ્રતિપાદન કરે છે –
• નિર્યક્ત-૧૫૫+વિવેચન :
અહીં પહેલો વિમલવાહન, પછી ચક્ષુમાન, યશસ્વી, ચોથો અભિચંદ્ર, પછી પ્રસેનજિત, મરદેવ અને સાતમો નાભિ. ભાવાર્થ સુગમ છે. નામ દ્વાર કહ્યું.
હવે પ્રમાણદ્વારનો અવયવાર્થ કહે છે - • નિયુકિત-૧૫૬+વિવેચન :
પહેલાંની ઉંચાઈ ૯૦૦ ધનુષ્ય હતી, પછી અનુક્રમે - ૭૫૦,૭૦૦૬૫૦,૬૦૦,૫૫૦ અને પર૫ ધનુષ હતી. પ્રમાણ દ્વાર કહ્યું.
હવે કુલકરોના સંહનન અને સંસ્થાન કહે છે. • નિયુક્તિ-૧૫+વિવેચન :
સર્વે કુલકરો વજઋષભનારાય સંઘયણવાળા અને સમચતુસ્ત્ર સંસ્થાનવાળા હતા. વર્ણદ્વાર સંબંધે જણાવતાં કહે છે - જેનો જે વર્ણ હતો તે પ્રત્યેકને હું કહીશ.
• નિયુક્તિ-૧૫૮+વિવેચન :
ચાખાનું, યશસ્વી, પ્રસેનજિતુ આ ત્રણ પ્રિયંગુ વર્ણવાળા હતા. અભિચંદ્ર ચંદ્ર જેવા ગૌરવર્ણવાળા અને બાકીના નિર્મળ સુવર્ણ જેવા વર્ષના હતા. બાકીના એટલે વિમલવાહનાદિ. ભાવાર્થ સુગમ છે. ઘણા - છાયા.
વર્ણદ્વાર પૂરું થયું. હવે સ્ત્રીદ્વાર જણાવતાં કહે છે - • નિયુક્તિ-૧૫લવિવેચન :
ચંદ્રયશા, ચંદ્રકાંતા, સુરૂપ, પ્રતિરૂપા, ચક્ષકાંતા, શ્રીકાંતા અને મરદેવી અનુક્રમે કુલકર પત્નીના નામો છે. આ બધી સ્ત્રીઓ સંઘયણ આદિથી કુલકર તુલ્ય જ જાણવી. તેથી કહે છે –
• નિયુક્તિ-૧૬૦+વિવેચન :
સંઘયણ, સંસ્થાન, ઉચ્ચવા પોતાના કુલકરને અનુરૂપ આ સ્ત્રીઓના જાણવા. જો કે ઉંચાઈનું પ્રમાણ કંઈક ન્યૂન હોય તેવો મત છે. તો પણ કંઈક ન્યૂનતા હોવાથી તેને ભેદ ગણેલ નથી. વર્ણથી બધી જ પ્રિયંગુવર્ણવાળી હતી તે ગાથાર્થ છે.
શ્રીદ્વાર કહ્યું, હવે આયુદ્વાર - • નિયુક્તિ -૧૬૧ - પહેલાં કુલકરનું આયુ પલ્યોપમના દશમાં ભાગનું જાણવું. ત્યારપછી
૧૨૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ બીજાનું આયુષ્ય અસંખ્યાત પૂ, તે પણ અનુકમે ઓછા ઓછા જાણવા. નાભિકુલકરનું સંખ્યાત પૂર્વ છે.
• વિવેચન-૧૬૧ -
પહેલા કુલકર વિમલવાહનનું આયુ પલ્યોપમનો દશમો ભાગ છે પછી બીજાનું પલ્યોપમનો અસંખ્યાતભાગ, તે અનુક્રમે ઘટતું બીજા-બીજાનું આયુ જાણવું. ત્યાંથી નાભિકુલકરનું સંખ્યાત પૂર્વ જાણવું. આ વ્યાખ્યા યોગ્ય છે.
બીજા કહે છે - પહેલાં કુલકરનું આયુ પલ્યોપમનો દશમો ભાગ, પછી બાકીનાનું સમુદિતપણે પલ્યોપમનો અસંખ્ય ભાગ છે અર્થાતુ બીજાનું પલ્યોપમનો અસંખ્યાત ભાગ, બાકીનાનું તેનાથી અસંખ્યાત ભાગ, અસંખ્યાત ભાણ ઘટાડતાઘટાડતા નાભિનું અસંખ્યય પૂર્વ હતું. પણ આ વ્યાખ્યા અયોગ્ય છે. કેમ ? પાંચના અસંખ્યય ભાગ ૪ ભાગ ન આવે. કઈ રીતે ? પલ્યોપમના ૨૦ ભાગ કરાય છે. તેના આઠ ભાગમાં કુલકરની ઉત્પત્તિ છે. પહેલાં કુલકરનું દશ ભાગ આયુ, બાકીનાનું પાંચેનું અર્ધરૂપથી ૪૦માં ભાગથી અસંખ્યાત-અસંખ્યાત ભાગ આયુ તથા પણ અધથી કંઈક ન્યન ૪૦મો ભાગ રહેશે. જે કારણે પલ્યોપમના આઠ-આઠ ભાગે આ થાય છે, તેથી પણ દશ ભાગમાં બે જતાં અસંખ્યાત પંચ ભાગ થાય. અડધાંનું જે અડધું તે કંઈક ન્યૂન તે ૪૦મો ભાગ છે. તે આ રીતે –
પલ્યોપમના આઠ ભાગમાં બાકીના કુલકરની ઉત્પત્તિ છે. તેમાં પણ પહેલાંનું દશમો ભાગ આયુષ્ય કહ્યું, તે જતાં બેનો વીસમો ભાગ જતાં છેલ્લે ૪૪ ભાગ રહેશે. તે સંખ્યાતા છે. • x • ઈત્યાદિ. પણ આ ગણિત અનિષ્ટ છે.
મરદેવીનું આયુ સંખ્યય વર્ષ હોવાતી નાભિકુલકરનું આયુ પણ સંખ્યાત વર્ષ જ હોય. કેમકે કેવળજ્ઞાનીને અસંખ્યાત વષયુષ જ હોય છે. [મર દેવા કેવલી થયા હતા તેથી કહે છે –
• નિયુક્તિ-૧૬ર+વિવેચન :
જે આયુષ્ય કુલકરોનું હોય, તે જ આયુ કુલકરોની સ્ત્રીઓનું પણ હોય. સંખ્યાના સામ્યથી તે જ કહેવાય છે. તથા જે પહેલા કુલકનું આયુ હોય, તે જ હાથીનું હોય છે. એ પ્રમાણે બાકીના કુલકરના હાથીનું પણ આયુ કુલકર સમાન જાણવું.
હવે ભાગ દ્વાર કહે છે કયા કુલકરનો કેટલે ભાગ આયુ છે. • નિર્યુક્તિ-૧૬૩+વિવેચન :
જે કુલકરનું જેટલું આયુ હોય, તેનો દશમો ભાગ સરખાં વહેંચી મધ્યના આઠ ભાગનો ત્રીજો ભાગ કુલકર કાળ જાણવો. તે જ કહે છે -
• નિયુક્તિ-૧૬૪ :- (નિયુક્તિદીપિકામાં વિસ્તૃત વિવેયન છે.)
પહેલો ભાગ કુમારપણે, છેલ્લો ભાગ વૃદ્ધભાવમાં હોય. પાતળા પડેલા રાગ-દ્વેષવાળા તેઓ બધાં દેવલોકમાં ઉત્પન્ન થયા.
• વિવેચન-૧૬૪ - કુલકરાયુના દશ ભાગોમાં પહેલો ભાગ કુમારપણે લેવો. છેલ્લો ભાગ વૃદ્ધપણે