________________
પીઠિકા-નિ ૬૦,૬૧
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
અપતિપાતિ તો આનુગામુક જ હોય, પણ આનુગામુક પ્રતિપાતિ કે અપતિપાતિ ગમે તે હોય, જે પડે તે પ્રતિપાતિ અને પડેલ હોય તે દેશાંતરમાં ઉત્પન્ન પણ થાય, પણ તે રીતે અનાનુગામુક ન હોય.
હવે પ્રતિપાત અને ઉત્પાત દ્વાર કહે છે – • નિયુક્તિ -૬૨,૬૩ :
દ્રવ્ય, હોમ, કાળ, ભાવમાં એક સમયે ઉત્પાત, પ્રતિપાત, ઉભય અને બાહ્ય અવધિમાં ભજના હોય છે... અત્યંતર અવધિમાં એક સમયે ઉતાદ અને પ્રતિપાત સાથે ન હોય, પણ તે બેમાંથી એક હોય.
• વિવેચન-૬૨,૬૩ :
જોનાર બહાર જે અવધિ તે એક દિશામાં અથવા ઘણી દિશામાં વિછિન્ન હોય તે બાહ્ય છે. તેનો લાભ તે બાહ્ય અવધિ કહેવાય. આ બાહ્ય અવધિ પ્રાપ્તિમાં ભજના જાણવી. પ્રિ] શાની ? ઉત્પાદ, પ્રતિપાદ, તદુભય ગુણ એક સમયમાં થાય.
કયા વિષયમાં? દ્રવ્યના વિષયમાં.
એ પ્રમાણ ક્ષેત્ર, કાળ, ભાવના વિષયમાં પણ જાણવું. - x • તેના ભાવાર્ય આ છે - એક સમયમાં દ્રવ્યાદિ વિષયમાં બાહ્ય અવધિજ્ઞાનનો કદાચ ઉત્પાદ થાય તો કદાચ વ્યય પણ થાય, કોઈ વખત બંને ન થાય. જેમ કોઈ દાવાનળ એક કાળે જ એક બાજુએ દીપે [બળ] અને બીજી બાજુએ બુઝે તેમ એક ભાગમાં અવધિ થાય અને બીજે નષ્ટ થાય.
અહીં જોનારને સર્વ બાજુએ સંબદ્ધ દીવાની પ્રભાના સમૂહ માફક હોય તે અવધિને અત્યંતર અવધિ કહે ચે, તેની લબ્ધિ અત્યંતર લબ્ધિ છે. તું શબ્દ વિશેષણ રૂપ છે, તેથી તે લબ્ધિ હોય ત્યારે ઉત્પાત અને પ્રતિપાત બંને એક સમયમાં ન હોય, “દ્રવ્યાદિના વિષયમાં'' એ પદો અનુવર્તે છે. ઉત્પાદ હોય અથવા પ્રતિપાત એક સમયમાં હોય. મfપ શબ્દ “જ'કાર અર્થમાં છે. તેનો ભાવાર્થ એ છે કે - પ્રદીપનો ઉત્પાદ અથવા પ્રતિપાત એક સમયમાં એક જ હોય. પણ અગ્યેતર અવધિમાં બંને સાથે ન હોય, • x - જેમ આંગળીનું આકુંચન અને પ્રસારણ સાથે ન હોય. પ્રતિપાત અને ઉત્પાદ દ્વાર કહ્યા.
નિર્યુક્તિ-૪રમાં કહ્યું કે - “સંગેય મનોદ્રવ્ય વિષયમાં અવધિમાં લોક અને પલ્યોપમ ભાગ'' તેમાં દ્રવ્યાદિ ત્રણનો પરસ્પર ઉપનિબંધ કહ્યો. હવે દ્રવ્ય-પર્યાયના પ્રસંગથી જ ઉત્પાદ-પ્રતિપાત અધિકાર કહે છે –
• નિયુક્તિ-૬૪ -
એક દ્રવ્યથી અસંખ્યાત અને સંખ્યાત પચયિોને પણ જુએ છે, જઘન્યથી બમણા બે પર્યાય એટલે વદિ ચારને જુએ છે.
• વિવેચન-૬૪ :
પરમાણુ આદિ એક દ્રવ્યને જોતો દ્રવ્યના સંબંધથી ઉત્કૃષ્ટથી અસંખ્યય, મધ્યમથી સંગેય તેના પર્યાયોને જુએ. જઘન્યથી એક દ્રવ્યમાં બે પર્યાયો જુએ.
અહીં એવું કહે છે કે- વર્ણ, ગંધ, રસ, સ્પર્શોને જ દરેક દ્રવ્યમાં જુએ, એક દ્રવ્યમાં અનંતા પયયિો ન જુએ, પણ સામાન્યથી તો દ્રવ્યો અનંતા હોવાથી અનંતા દ્રવ્યોના અનંતા પર્યાયો ઉત્કૃષ્ટથી જુએ.
હવે જ્ઞાન દર્શન વિભંગ દ્વારોના અવયવોને કહે છે – • નિર્યુક્તિ-૬૫ -
આકાર અને અનાકાર એવા અવધિજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન ઉપરના શૈવેયક સુધી જઘન્યથી સમાન છે. પછી અસંખ્યયોજન છે.
• વિવેચન-૬૫ -
જે વિશેષ ગ્રહણ કરે તે સાકાર, તે જ જ્ઞાન કહેવાય છે. જે સામાન્ય ગ્રાહક છે, તે અવધિ હોય કે વિભંગ હોય તે અનાકાર છે, તેને જ દર્શન કહે છે. તે સાકાર અને અનાકાર અવધિ-વિભંગ જઘન્યથી તો તુલ્ય જ છે. અહીં સમ્યગ દષ્ટિનું અવધિ અને મિથ્યાદર્શનીનું તે વિભંગ જ છે.
લોકપુરુષની ગ્રીવા સમાન નવ રૈવેયક છે. તું શબ્દ 'પ' ના અર્થમાં છે, તેથી એમ જાણવું કે ભુવનપતિથી લઈને નવ વૈવેયક સુધી આ જ જાય છે, કે સાકાર-અનાકાર અવધિ વિભંગજ્ઞાન જઘન્યથી લઈને તુલ્ય છે, પણ ઉત્કૃષ્ટથી તુલ્ય નથી. અનુત્તર વિમાનોમાં મિથ્યાષ્ટિ ઉત્પન્ન ન થાય, તેથી અવધિજ્ઞાન દર્શન જ હોય છે, તે અવધિ હોમની અપેક્ષાથી અસંખ્યય યોજન હોય છે. હવે દેશ દ્વાર -
• નિર્યુક્તિ -૬૬ :
નારક, દેવ, તીર્થકરોને અત્યંતર અવધિ હોય છે અને સંd બાજુથી જુએ છે, બાકીના દેશથી જુએ છે.
• વિવેચન-૬૬ -
નારત - શબ્દાર્થ પૂર્વે કહેલ છે. તીર્થને કરવાના સ્વભાવવાળા તે તીર્થકરો. વ શબ્દ ‘જકાર અર્થમાં છે. • x - આ નારક, દેવ, તીર્થકરો અવધિજ્ઞાનથી અબાહ્ય હોય છે. અર્થાત અવધિથી ઉપલબ્ધ ક્ષેત્રની અંદર વર્તે છે. કેમકે જેમ દીવો ચારે બાજુ પ્રકાશે છે, તેમ આ ત્રણેનું અવધિ બધી બાજુએ જુએ છે. તેથી તેઓ અર્થથી અબાહ્ય અવધિવાળા છે. એટલે કે બધી જ દિશા અને વિદિશામાં જોઈ શકતા હોવાથી બાહ્ય અવધિવાળા નથી. ‘અતુ' શબ્દ “જ'કાર અર્થમાં છે.
પ્રશ્ન અવધિની બાહ્ય એમ કહેવાથી જ ચોતરફ જુએ છે, તે સિદ્ધ છે, પછી બધી દિશામાં દેખે છે, એમ વધુ કહેવાની શી જરૂર છે ? [ઉતર] ના, એમ નથી, અવધિનું અબાહાત્વ કહેવાથી અને અત્યંતર અવધિવ છતાં બધાં બધી દિશામાં જોઈ શકતા નથી. કેમકે અવધિના વિચિત્રપણાથી દિગંતરાલ દેખાતા નથી. તેથી તે લખવું ઉચિત છે. બાકીના મનુષ્યો અને તિર્યંચો એક દેશથી જુએ છે. અહીં એમ સમજવું કે બધાં અવધિજ્ઞાની મનુષ્ય અને તિર્યંચો દેશથી દેખે છે એમ નહીં, પણ તેમાંના બાકીના જીવો દેશથી જુએ છે. અથવા બીજી રીતે વ્યાખ્યા કરે છે -
નાક, દેવ, તીર્થંચ અવધિથી અબાહ્ય છે અર્થાત તે નિયત અવધિવાળા જ