________________
પીઠિકા-નિક પ૬
જ' કારાર્થે છે. કોને હોય? નરને લઈ જાય તે નક, તેમાં થાય તે નારકો. તે નારકોને તથા સ્વર્ગમાં રહે તે દેવો, તેને હોય છે.
કાનન+TTPવ - સ્થિત દીવાની જેમ સાથે ન જનાર, fષ - એક દેશ જાય તેવા સ્વભાવવાળ, જેમ દેશાંતર જતા પુરુષનું એક લોચન ઉપઘાત પામેલ હોય તેવું. આવું ત્રણે પ્રકારનું અવધિજ્ઞાન મનુષ્ય અને તિર્યંચને હોય છે. આનુગામુક કહ્યું, હવે અવસ્થિતદ્વારના અવયવોને કહે છે –
• નિયુક્તિ -૫૩,૫૮ -
ફોને આશીને કાળથી 31-સાગરોપમ અવસ્થાન, દ્રવ્યમાં અંતમુહૂર્ત અને સાતઆઠ સમય સુધી મર્યાયિોને જુએ... અવધિજ્ઞાનનો ઉત્કૃષ્ટ કાળ ૬૬સાગરોપમથી અધિક છે અને જઘન્ય એક સમય છે.
• વિવેચન-૫૩,૫૮ :
અવસ્થિત તે અવસ્થાન. તે અવધિજ્ઞાનનું આધાર, ઉપયોગ તથા લબ્ધિથી ચિંતવે છે. ક્ષેત્ર તેનો પહેલો આધાર છે માટે ક્ષેત્ર સંબંધી કહે છે. અવિચલિત હોય તે 33-સાગરોપમ સુધી અનુત્તર દેવોને હોય. તે કાળ આશ્રયી પણ બતાવી દીધું. દ્રવ્ય સંબંધી અવધિનું ઉપયોગ થાન ભિન્ન મુહર્ત છે. દ્રવ્ય - જે દ્રવે છે, તે તે પચયિોને પામે છે તે, આ દ્રવ્યના વિષયમાં. - x • પર્યવો આશ્રીને સાત આઠ સમય છે. બીજા કહે છે કે - પર્યવોમાં સાત સમયનું છે અને ગુણોમાં આઠ સમયનું છે. TM • સહવર્તી તે ગુણો - શુક્લત આદિ. પર્યાયો ક્રમવર્તી નવા-જૂના આદિ છે.
આ દ્રવ્ય, ગુણ, પર્યાયોમાં સૂકમપણાથી સ્ટોક ઉયોગપણું છે.
અહીં લબ્ધિથી અવસ્થાન કહે છે. અદ્ધિા - કાળ. તે અવધિજ્ઞાનની લબ્ધિને આશ્રીને ચિંતવે છે. તેમાં અન્ય ક્ષેત્રાદિમાં ૬૬-સાગરોપમ છે. ‘' વિશેષણનાં અર્થમાં છે, તેથી સાધિક ૬૬-સાગરોપમ ઉત્કૃષ્ટ કાળ.
જઘન્યથી દ્રવ્યાદિમાં એક સમયનું અવસ્થાન છે. તે મનુષ્ય અને તિર્યંચને આશ્રીને સપ્રતિપાત ઉપયોગને આશ્રીને અવિરુદ્ધ છે. દેવ અને નારકોને પણ છેલ્લા સમયે સમ્યકત્વ પ્રાપ્ત થાય અને પછી સ્ત્રવે તો એક સમયનું વિભંગજ્ઞાનથી અવધિજ્ઞાન થાય, તેથી તેમાં કોઈ વિરોધ નથી.
આ રીતે અવસ્થિત દ્વાર કહીને ચલ દ્વાર કહે છે – • નિયુક્તિ-૫૯ -
હોમ અને કાળની વૃદ્ધિ કે હાનિ ચાર પ્રકારે છે. દ્રવ્યમાં વૃદ્ધિ કે હાનિ બે પ્રકારે છે અને પયરયમાં છ પ્રકારે છે.
• વિવેચન-૫૯ - મૂર્ણિમાં આ વ્યાખ્યા ઘણાં વિસ્તારથી છે.)
ચલ અવધિ વર્ધમાન કે ઘટનાર હોય છે. તે વૃદ્ધિનહાનિ, ફોન અને કાળને આશ્રીને જિનેશ્વરે ચાર પ્રકારે બતાવી છે, તે આ રીતે – અસંખ્યય ભાગ વૃદ્ધિ, સંખ્યય ભાગ વૃદ્ધિ, સંગેય ગુણ વૃદ્ધિ, અસંખ્યય ગુણ વૃદ્ધિ. એ પ્રમાણે હાનિમાં પણ સમજવું. પણ અનંત ભાગ કે અનંત ગુણ વૃદ્ધિ કે હાનિ ન થાય. કેમકે ફોન
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ કે કાળમાં અનંતુ અવધિજ્ઞાનથી દેખાતું નથી. પણ તે ચાર સિવાયની પણ અનંત ભાગ વૃદ્ધિ - અનંતગુણ વૃદ્ધિ દ્રવ્યોમાં થાય છે, તેમ હાનિનું પણ જાણવું. કેમકે પુદ્ગલ દ્રવ્યો અનંતા છે અને તે અવધિજ્ઞાની જુએ છે તથા પર્યાયોમાં પણ છે ભેદ ઉપરોક્ત દ્રવ્યો જેવા છે, કેમકે પર્યાયો પણ અનંતા છે, તે છ ભેદ આ પ્રમાણે - અનંતભાગ વૃદ્ધિ, અસંખ્યાત ભાગ વૃદ્ધિ, સંખ્યાત ભાગ વૃદ્ધિ, સંખ્યાતગુણ વૃદ્ધિ, અસંખ્યાત ગુણવૃદ્ધિ, અનંત ગુણ વૃદ્ધિ. તેમ હાનિ પણ જાણવી.
પ્રિન] ક્ષેત્રની અસંખ્યય ભાગાદિની વૃદ્ધિમાં તેના આધ્યેયરૂપ દ્રવ્યો પણ તેના નિબંધન હોવાથી અસંગેય ભાગાદિ વૃદ્ધિ જ હોય, તે પ્રમાણે પર્યાયમાં પણ છે, તો છ સ્થાનક ક્યાંથી થાય ?
[ઉત્તર સામાન્ય ન્યાયથી આ કહ્યું જો ક્ષેત્ર અનુવૃત્તિથી પુદ્ગલો ગણીએ તો તમે કહ્યું તેમ જ થાય, તેવું જ પર્યાયમાં છે. પણ અહીં પોતાના ફોનથી અનંતગણાં પુદ્ગલો છે, તેથી અનંતગણાં પર્યાયો છે, માટે જે કહ્યું તે યોગ્ય છે. કેમકે દરેક પ્રતિનિયત વિષય છે.
ચલ દ્વાર કહ્યું, હવે તીવ્ર અને મંદ દ્વાર કહે છે – • નિયુક્તિ -૬૦,૬૧ -
એક જીવને અસંખ્યાત કે સંખ્યાત સ્પર્ધક હોય છે. એક સ્પર્ધકમાં ઉપયોગ હોય ત્યારે નિયમો સર્વમાં ઉપયોગ હોય છે. અનુગામી, અનનુગામી, મિશ્ર તથા પ્રતિપતિ, આપતિપતિ, મિશ્ન એ છ પ્રકારના સાધક મનુષ્ય અને તિર્યંચને હોય છે.
• વિવેચન-૬૦,૬૧ :
આ સ્પર્ધકો તે અવધિજ્ઞાનના નિર્મમ હારો છે અથવા ગોખ કે જાળી આદિમાંથી આવતી દીવાની પ્રભા જેવા સ્પર્ધકો છે. તે એક જીવના અસંખ્યાત કે સંખ્યાત હોય છે. તેમાં એક સ્પર્ધકના ઉપયોગમાં નિયમથી સર્વે સ્પર્ધકો ઉપયોગમાં આવે છે. કેમકે સ્પર્ધકો ઘણાં પણ જીવનો ઉપયોગ એક જ હોય છે, જેમ બે લોચનનો ઉપયોગ એક જ છે અથવા પ્રકાશમય હોવાથી દીવાની માફક સ્પર્ધકો બધું સાથે જ જુએ છે.
પ્રશ્ન-તીવ-મંદ દ્વારનો ચાલતો વિષય છોડીને સ્પર્ધકના અવધિનું સ્વરૂપ બતાવતાં ક્રમ વિરોધ ન થાય ? પ્રાયઃ અનુગામુક, અપતિપાતિ લક્ષણવાળા સ્પર્ધકો તીવ્ર છે, તેથી વિપરીતમાં મંદ છે અને બંને સ્વભાવવાળા મિશ્ર સ્પર્ધકો છે.
હવે બીજી ગાથાની વ્યાખ્યા -
સ્પર્ધકનું સ્વરૂપ પહેલી ગાથામાં બતાવ્યું. તેમાં અનુગમન સ્વભાવવાળા તે આનુગામુક. વિપરીત તે અનાનુગામુક, ઉભય સ્વભાવી તે મિશ્ર. પડવાના સ્વભાવવાળા તે પ્રતિપાતિ ઈત્યાદિ • x • આ બધાં સ્પર્ધક મનુષ્ય અને તિર્થયના અવધિજ્ઞાનમાં જ હોય છે.
[પ્ર] આનુગામુક અને અપતિપાતિમાં શો ફેર ? તેથી વિપરીતમાં શો ફેર ?