________________
પીઠિકા-નિ ૮
૩૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
• વિવેચન-૮ :
ત્રણ પ્રકારે. જે સડે તે શરીર. ઔદારિકાદિ પાંચમાંથી કોઈ એક જીવે છે તે જીવ. તેના પ્રદેશો તે “જીવ પ્રદેશો”, એમ કહેતા ભિક્ષનું પણ ભિક્ષથી જુદું છે, તેવી જુદાપણાંની શંકા ન થાય, માટે તે પ્રદેશો જીવ સાથે એકમેકપણે છે. આ કથન વડે
જીવોમાં પ્રદેશપણું નથી” તેવા વાદીના મતને નિરાકૃત કર્યો. જો નિuદેશવ ન હોય તો એક જ જીવના શરીરમાં હાથ, પગ, ઉરૂ, ગર્દનાદિના સંસર્ગનો અભાવ થાય, તેનું એકપણું થઈ જાય.
કેવી રીતે? હાથ આદિથી સંયુકત જીવના પ્રદેશોનો ઉત્તમાંગ આદિ સંબદ્ધ આત્મપ્રદેશથી ભેદભેદ વિકતાની ઉપપત્તિ ન થાય.
પ્રિન] જીવ પ્રદેશો વડે શું કરે છે? ગ્રહણ કરે છે. તુ શબ્દથી જણાવે છે - સર્વદા ગ્રહણ કરતો નથી. પણ ભાષા બોલવી હોય ત્યારે ગ્રહણ કરે છે. * * * આ કથનથી નિષ્ક્રિય આત્મવાદનું ખંડન કરેલ છે. જો તે નિષ્ક્રિય હોય તો ચાપટુત, અનુNat, સ્થિર, એકરૂપપણે રહેવાથી બોલવાના અભાવનો પ્રસંગ આવે. આમાં શું બોલ છે ? ભાષા બોલે છે.
પ્રશ્ન ભાષા બોલે છે.” કહેતા જ સ્પષ્ટ છે, પછી “ભાષા બોલે છે” એ અતિતિ પદની શી જરૂર ? (ઉત્તર) એમ નથી, અમારો અભિપ્રાય તમે જાણ્યો નથી. કેમકે બોલાય તે જ ભાષા કહેવાય, પૂર્વે કે પછી નહીં. આ અર્થ બતાવવા ભાષા શબ્દ લીધો. તેથી દોષ નથી.
હવે ત્રણ શરીર કયા કયા છે ? તે સમજાવે છે. • નિયુક્તિ-૯ :
ઔદારિક, વૈક્રિય, આહાક શરીરી ભાષા ગ્રહણ કરે છે અને મૂકે છે સત્ય, સત્યામૃષા, મૃણા અને અસત્યામૃષા ચાર ભેદે ભાષા છે.
• વિવેચન-૯ :- [નિયુક્તિદીપિકામાં ઘણાં વિજાપસ્થી છે.]
દારિક શરીરવાળો આત્મા સાથે અભેદપણે લેવાથી કે પ્રત્યય લોપથી દારિક શરીરવાળો એમ જાણવું. તે રીતે વૈક્રિય શરીરવાળો, આહારક શરીવાળો લેવું. આ ત્રણેમાંથી કોઈપણ ગ્રહણ કરે છે અને મૂકે છે. તે શબ્દના પ્રાયોગ્યપણે તેના ભાવે પરિણત થયેલ દ્રવ્ય સમૂહરૂપ જે ભાષા છે, તે બોલાતી હોવાથી ભાષા કહેવાય.
તે ભાષા કેટલા ભેદે છે? ચાર – (૧) સજ્જનોનું હિત કરે તે સત્ય. સંત એટલે મુનિ, તેને ઉપકાર કરનારી અથવા મૂળ અને ઉત્તરગુણ તે સંત, તેને ઉપઘાત ન કરે માટે સત્યા અથવા સત્ત તે જીવાદિ પદાર્થો, તેનું હિત કરનાર કે ખાતરી કરાવનાર જનપદ સત્યાદિ ભાષા તે સત્યાભાષા.
તેનાથી વિપરીત ક્રોધાશ્રિતાદિ ભેદ વાળી તે મૃષાભાષા. તે બંને સ્વભાવવાળી વસ્તુના એક દેશની ખાતરીવાળી તે ઉત્પન્નમિશ્રાદિ ભેદવાળી તે સત્યામૃષા ભાષા. તે ત્રણેથી જુદી, શબ્દમાત્ર સ્વભાવવાળી - આમંગણી આદિ ભેદયુક્ત તે અસત્યામૃષાભાષા છે. તે બધું સૂત્રથી જાણવું. [31/3]
પ્રિન] દારિકાદિ શરીરી ભાષા ગ્રહણ કરે અને મૂકે છે, તે મૂકેલી ભાષા ઉત્કૃષ્ટથી કેટલે દૂર જાય ? સમસ્ત લોક સુધી જાય.
પ્રિન] પાંચમી ગાથાના અર્થમાં કહ્યું કે બાર યોજનથી વધુ દૂરથી આવેલો શબ્દ ન સાંભળે, કેમકે દ્રવ્યોનું પરિણામ મંદ પડી જાય છે, તો શું દ્રવ્યો તેનાથી દૂરથી પણ આવે ? અને આ સંબંધે નિરંતર તેની વાસનાનું સામર્થ્ય છે, તો તેથી બહાર પણ થાય છે કે ?
[ઉત્તર) તે વાત સાચી છે કે ભાષા બહાર પણ જાય છે, કેટલાંકને આશ્રીને સમસ્ત લોક કે લોકાંત સુધી જાય છે. જો એમ છે તો -
• નિર્યુક્તિ-૧૦ :કેટલાં સમયે લોક ભાષાથી નિરંતર ઋષ્ટ થાય છે. લોકના કેટલામાં ભાણે ભાષા છે? ભાષા કેટલામો ભાગ છે? • વિવેચન-૧૦ ;
જે જોવાય તે લોક. કેટલાં સમયે ભાષા વડે ૧૪-રાજ ક્ષેત્રલોકમાં વ્યાપ્ત થાય છે ? ભાષા નિરંતર સૃષ્ટ, વ્યાપ્ત, પૂર્ણ થાય છે. લોકના કેટલા ભાગમાં ભાષાનો કેટલો ભાગ હોય છે ?
• નિયુક્તિ -૧૧ -
ચાર સમયમાં લોક ભાષા નિરંતર ધૃષ્ટ થાય છે. લોકનો ચરમત પૂરાતા, ભાષાનો પણ છેડો આવે છે.
• વિવેચન-૧૧ :
ચાર સમયમાં આદિ સૂગાવતું. [પ્રશ્ન સર્વથા ભાષા વડે કે કોઈ વિશિષ્ટ ભાષા વડે ? વિશિષ્ટ ભાષા વડે. [શા માટે ?] કોઈ મંદ પ્રયત્ન વકતા હોય છે, તે અભિન્ન શબ્દ દ્રવ્યોને જ છોડે છે, તે મૂકેલાં ભાષા દ્રવ્યો અસંખ્યય સ્કંધો રૂપે હોવાથી અને સ્થળરૂપે હોવાથી તે ભૂદાઈ જાય છે, ભેદાયેલા સંગાતા યોજન જઈને શબ્દનું પરિણામ ત્યજી દે છે, અને કોઈ મહાપ્રયનવાળો લેવા-મૂકવાના પ્રયનો વડે ભેદીને જ છોડે છે, તે સૂક્ષ્મ અને બહુપણે હોવાથી અનંત ગુણવૃદ્ધિએ વધતાં છો દિશામાં લોકાંત સુધી પહોંચે છે. બીજા દ્રવ્યો તેના પરાઘાતથી વાસિત થઈને વાસના વિશેષથી સમસ્ત લોકને પૂરે છે.
અહીં ચાર સમયના ગ્રહણથી ત્રણ અને પાંચ સમયનું ગ્રહણ તુલા આદિના મધ્યમ ગ્રહણ માફક જાણવું.
ત્રણ સમયમાં કેવી રીતે આંતરારહિત ભાષા વડે લોક ધૃષ્ટ થાય ? લોકના મધ્ય રહેલ વક્તાય પુરપથી નીકળેલ ભાષા દ્રવ્યો પહેલાં સમયે છ એ દિશામાં લોકાંતમાં દોડે છે. કેમકે જીવ અને સૂક્ષ્મ પુદ્ગલની અનુશ્રેણિ ગતિ છે. બીજા સમયે છ એ દંડરૂપે ચારે દિશામાં વધતાં મંથાનના દાંડારૂપે થાય છે. બીજા સમયે જુદા જુદા આંતરા પૂરવાથી પૂર્ણ લોકમાં વ્યાપ્ત થાય છે. એ ત્રણ સમય આશ્રીને કહ્યું. પણ જો બોલનારો લોકાંતે રહેલ હોય, તે ચારે દિશામાં કે કોઈપણ દિશામાં કસ નાડી બહાર