________________
પીઠિકા-નિ ૬
• વિવેચન-૬ :
બોલાય તે ભાષા, મોઢેથી શબ્દપણે છોડેલ દ્રવ્ય પુદ્ગલનો સમૂહ, તેની સમશ્રેણિ તે ભાષાસમશ્રેણિ છે. વિશ્રેણિ ભેગી ન લેવા માટે સમશ્રેણિ લીધી છે. અહીં શ્રેણિ-ક્ષેત્ર પ્રદેશની પંક્તિઓ. તે બધાં વક્તાની છએ દિશામાં હોય છે. જેમાં ઉત્કૃષ્ટ થયેલ ભાષા પ્રથમ સમયે જ લોકના અંત સુધી દોડે છે. તે શ્રેણિ સાથે ભાષા સમશ્રેણિ એકમેકપણે રહેલી છે. જેના વડે અવાજ થાય તે શબ્દ - ભાષાપણે પરિણત પુદ્ગલ સશિ. તે શબ્દ જે પુરુષ, અશ્વ આદિ સંબંધી સાંભળે - ગ્રહણ કરે - ઉપલબ્ધ કરે એ બધાં પર્યાયિો છે તેનાથી મિશ્ર શબ્દને સાંભળે છે. પરમાર્થ એ કે - મુખથી નીકળેલ તથા તેનાથી ભાવિત વચમાં રહેલા શબ્દ દ્રવ્યો તેનાથી મિશ્ર થયેલને સાંભળે..
વિશ્રેણિમાં રહેલ શ્રોતા તો મુખથી નીકળેલ શબ્દો સમશ્રેણિએ જતાં જોડેના દ્રવ્યોને તેવા શબ્દ પરિણામ સ્થાપવા માટે નિયમથી પરાઘાત કરે, તેથી સાંભળે અથતુિ વાસિત શબ્દો સાંભળે, મુખતી નીકળેલા નહીં. શા માટે ? મુખથી નીકળેલ શબ્દો સમશ્રેણિએ જાય, કાનમાં પ્રતિઘાત ન કરે અથવા વિશ્રેણિમાં રહેલો જ વિશ્રેણિ કહેવાય. જેમ સત્યભામાને ભામા કહે છે, તેમ અહીં પણ જાણવું. હવે કયા યોગે આ વાદ્રવ્યોનું ગ્રહણ તથા મૂકવું થાય છે અથવા કેવી રીતે થાય છે ? તે કહે છે -
• નિયુક્તિ-૭ :
કાયયોગથી દ્રવ્યો ગ્રહણ કરે, વાક્રયોગથી તેને છોડે છે. એકાંતરે તેને ગ્રહણ કરે છે અને એકાંતરે તેને મૂકે છે.
• વિવેચન-૭ :
કાયાથી નિવર્સે તે કાયિક, યોગ-વ્યાપાર, તેના વડે ક્રિયા કે કર્મ થાય છે. વક્તા કાયા વડે શબ્દ દ્રવ્યોને ગ્રહણ કરે છે, વ શબ્દ નિશ્ચય અર્થમાં છે. તેનો
વ્યવહિત સંબંધ છે, એટલે કાયા વડે જ લે છે, ઉત્પન્ન કરે છે - સર્જે છે - મૂકે છે. વક્તા વચનયોગથી તે પુદ્ગલોને મૂકે છે.
કેવી રીતે લે છે અને મૂકે છે ? પ્રત્યેક સમયે કે આંતરે આંતરે ? એકાંતરે જ લે છે અને મૂકે છે. તેનો ભાવાર્થ આ છે - દરેક સમયે લેવની અને મૂકવાની ક્રિયા સાથે જ થાય છે. જેમ એક ગામથી બીજે ગામ તે ગામાંતર કહેવાય. તેમ એક પુરષથી બીજો પુરુષ તે પુરુષાંતર કહેવાય. એ પ્રમાણે એકાંતર એટલે પ્રત્યેક સમયે એવો અર્થ કરવો.
(પ્રજ્ઞાકાયા વડે જ ગ્રહણ કરે તે યુક્ત છે, કેમકે તેમાં આત્માનો વ્યાપાર છે, પણ વાચા વડે મૂકે છે કઈ રીતે ? અથવા આ વાયોગ શું છે ? શું વાક્ય જ વ્યાપારથી ઉત્પન્ન થયેલ છે કે તેના વિસર્ગનો હેત કાય સંરંભ છે ? જો પહેલાંનો વિકલ્પ હોય તો તે અયુક્ત છે. તેનું યોગપણું સ્વીકારતા નથી અને એકલો વા જીવનો વ્યાપાર નથી. કેમકે તે પુદ્ગલ માસના પરિણામરૂપે સ વગેરે માફક છે અને
૩૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ યોગ તો શરીરવાળા આત્માનો વ્યાપાર છે, તે ભાષા વડે શબ્દના દ્રવ્ય સમૂહરૂપે ભાષા ઉત્પન્ન ન થાય અને તમે તો પૂર્વે કહ્યું કે તે ભાષા જ મૂકે છે, જો બીજો પક્ષ લો, તો તે કાયિક વ્યાપાર છે, કાયિક વડે જ મૂકે છે એમ સિદ્ધ થાય ?
| [સમાધાન] એમ નથી. તમે અમારો અભિપ્રાય જાણ્યો નથી. કેમકે જે શરીરનો યોગ છે, તે જ વાગ્યોગ અને મન સાથે મનોયોગ છે. જો કાય વ્યાપાર ન હોય તો સિદ્ધની માફક વાચાનો અભાવ જ થઈ જાય. આત્માનો શરીર વ્યાપાર થતાં જેના વડે શબ્દ દ્રવ્યનું ઉપાદાન કર્યું તે કાયિક યોગ છે કાયા સંરંભ વડે એ જ પુદ્ગલ મૂકે તે વાચિક યોગ છે. કાયા મનના દ્રવ્યોને ગ્રહણ કરે તે માનસ યોગ છે. • x - આમ અમારું વચન નિર્દોષ છે.
એકાંતરે લે અને મૂકે તેમાં કેટલાંક આચાર્યો એવો અર્થ કરે છે કે રત્નાવલી માફક એક મોતી, બીજું રત્ન, વળી મોતી એ ક્રમ છે. પણ તેમ માનવામાં સૂમ વિરોધ છે. કેમકે શાસ્ત્રમાં કહ્યું છે કે- “પ્રત્યેક સમયે આંતરર વિના લે છે.” એ વિધાનમાં વાંધો આવશે.
(પ્ર] આંતરે નીકળે, નિરંતર નહીં. એક સમયે ગ્રહણ કરે, એક સમયે નીકળે, તેથી તમારા વચનમાં વિરોધ આવે છે. [ઉત્તર) • x • અહીં પ્રથમ સમયથી આરંભીને પ્રતિસમયે ગ્રહણ કરે છે, તેમ મૂકવાનું નથી, કેમકે પ્રથમ સમયે લીધા વિના ક્યાંથી મૂકે ?
[પ્રશ્ન નિસર્ગની અપેક્ષાએ ગ્રહણ પણ સાંતર બતાવે છે ? [ઉત્તર) ના, તેમ નથી. કેમકે ગ્રહણ સ્વતંત્રપણે છે, મૂકવાનું લીધા પછી હોવાથી પરસંગ છે. કેમકે જે લીધેલું નથી તે મૂકાતું નથી. તેથી જ પૂર્વ પૂર્વ ગ્રહણ સમય અપેક્ષાથી આંતરાનો વ્યપદેશ છે. તથા એક સમયે ગ્રહણ કરે અને એક સમયે મૂકી દે. તેનાથી એમ કહે છે - પહેલાં સમયે જે દ્રવ્યો ગ્રહણ કર્યા તે બધાં જ બીજા સમયે છોડી દે છે અથવા એક સમય વડે જ ગ્રહણ કરે છે, પહેલાં સમયે મૂકતો નથી તથા છેલ્લા સમયે છોડે છે, પણ ગ્રહણ કરતો નથી. વચ્ચેના સમયમાં ગ્રહણ અને મૂકવું અર્થ પ્રમાણે છે.
પ્રિન] આત્માના ગ્રહણ અને નિસર્ગ એ બે પરસ્પરવિરોધી પ્રયત્નો એક સમયે કેવી રીતે થાય ? [ઉત્તર] આ દોષ નથી, કેમકે એક સમયે કર્મનું આદાન નિસર્ગ ક્રિયાવતું તથા ઉત્પાદ-વ્યય ક્રિયાવ તથા અંગુલિ આકાશ દેશ સંયોગવિભાગ ક્રિયાવત્ બે ક્રિયાના સ્વભાવની ઉપપત્તિ થાય.
કાયા વડે ગ્રહણ કરે તે કાયિક યોગ પાંચ પ્રકારે છે - દારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્મણ. તે પાંચ પ્રકારે કાયા વડે ગ્રહણ કરે છે કે બીજી રીતે તે શંકાને નિવારવા માટે કહે છે –
• નિયુક્તિ -૮ -
ત્રણ પ્રકારના શરીરમાં જીવના જીવ પ્રદેશો હોય છે. જેના વડે ભાષાના દ્રવ્ય સમૂહને ગ્રહણ કરી, બોલનાર ભાષા બોલે છે.