________________
પીઠિકા-નિ પ અને ઋષ્ટને જાણે છે.
• વિવેચન-૫ :
વ્યંજનાવગ્રહના નિરૂપણાના દ્વારમાં શ્રોમેન્દ્રિયાદિનું પ્રાપ્તપ્રાપ્ત વિષયપણું બતાવ્યું જ છે, તો અહીં ફરી શા માટે કહો છો? ત્યાં તે ગાથાના વ્યાખ્યાન દ્વાર વડે કહ્યું અને અહીં સૂત્ર ગાથાથી કહ્યું માટે દોષ નથી. પૃષ્ટ એટલે શરીરમાં ધૂળ ચોટે તેમ. સાંભળે - પર્યાયો ગ્રહણ કરે. [શું ?] જેના વડે અવાજ થાય તે શબ્દ. શબ્દને પ્રાયોગ્ય દ્રવ્ય સમૂહ. અર્થાત્ તે કાન ઈન્દ્રિયમાં સૂક્ષમત્વ તથા ભાવુકવ હોવાથી અને પ્રયુર દ્રવ્યપણે હોવાથી શ્રોબેન્દ્રિયનું બીજી ઈન્દ્રિયો કરતાં પ્રાયઃ વધુ પટવ હોવાથી સ્પષ્ટ માત્ર જ શબ્દ દ્રવ્યના સમૂહને ગ્રહણ કરે છે.
ન દેખાય તે રૂ૫, તે રૂ૫ આંખે પુદ્ગલો સ્પર્યા વિના જ અનાલિંગિત જ દેખાય છે. પણ ગંધાદિવત્ સંબદ્ધ નથી. તુ શબ્દનો અર્થ નિશ્ચય છે. રૂપ અસ્પૃષ્ટને જ જુએ છે, કેમકે ચક્ષનું અપાયકારિત્વ છે. પુન: શબ્દથી “યોગ્ય સ્થાનમાં રહેલું જ" જુએ, દેવલોકાદિ નહીં.
સુંઘાય તે ગંધ, સ્વાદ લેવાય તે રસ, સ્પર્શાય તે સ્પર્શ. - x - બદ્ધ સૃષ્ટ • નવા શરાવલામાં પાણી નાંખતા એકરૂપે થઈ જાય, તેમ આત્મા સાથે પુદ્ગલો એકમેક થઈ જતાં ગંધાદિ જણાય છે. • x -
ગંધ આદિ બદ્ધનો જ સ્પર્શ થાય છે, અસ્પષ્ટનો બંધ થવો અયોગ્ય છે, તેથી સ્કૃષ્ટ શબ્દ ઉચ્ચારવો, પણ તે ગતાર્થપણાથી અનર્થક છે ? સર્વ શ્રોતા સાધારણવથી શારંભે આ દોષ નથી. ત્રણ પ્રકારના શ્રોતા છે. કેટલાંક ઉદ્ઘાટિતજ્ઞ, કેટલાંક મધ્યમબુદ્ધિ અને પ્રપંચિતજ્ઞ. તેમાં આ બીજાના અનુગ્રહને માટે કહ્યું છે, માટે દોષ નથી અથવા વિશેષણ સમાસ કરવાથી અદોષ છે. તેથી પૃષ્ટ-બદ્ધ સમાસ કર્યો ઈત્યાદિ - ૪ -
(શંકા એમ વિચારતાં પણ પૃષ્ટ ગ્રહણ કંઈક વધુ છે, કેમકે જે બદ્ધ છે પૃષ્ટવ સાથે આવ્યભિચારી છે. ઉભયપદ વ્યભિચારમાં જ વિશેષણ - વિશેષ ભાવ જોયેલો છે, જેમકે નીલકમળ, પણ બદ્ધ પૃષ્ટમાં તેવો વ્યભિચાર નથી. સમાધાન એવો દોષ નથી. કેમકે એક પદના વ્યાભિચારમાં પણ વિશેષણ-વિશેષ્ય ભાવ જોયેલો છે. • x - x - આલિંગિત આંતરા વિના આત્મપદેશોએ ગ્રહણ કરેલ ગંધાદિ બાદરપણાથી, અભાવકવણી, અલ્પ દ્રવ્યરૂપવંચી ઘાણાદિના આપદુત્વથી ગ્રહણ કરે, પછી ધાણેન્દ્રિય તેનો નિશ્ચય કરે. આ પ્રમાણે ગાથાની વ્યાખ્યા કરવી.
શંકા આપે કહ્યું કે - યોગ્ય દેશમાં રહેલ રૂપને જુએ છે. પણ અયોગ્ય દેશમાં રહેલને નહીં. તેમાં આંખનો યોગ્ય વિષય કેટલો ? અથવા દૂWી આવેલા શબ્દાદિને કાન વગેરે કેટલાં દૂરથી ગ્રહણ કરે ? કાન જઘન્યથી અંગુલના અસંખ્યાત ભાગ માગણી અને ઉત્કૃષ્ટ બાર યોજનથી સાંભળે. રૂપ જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી એક લાખ યોજન સુધી જુએ. ધાણ, સ, સ્પર્શ ઈન્દ્રિયો જઘન્યથી ગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી નવ યોજનથી આવેલું ગ્રહણ કરે છે. આ
૩૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ યોજન આમાંગલથી જાણવો.
પ્રિન] આથી વધુ પ્રમાણમાં ચક્ષુ આદિ રૂપાદિને કેમ ન ગ્રહણ કરે ? સામર્થ્યનો અભાવ છે. બાર યોજન તથા નવ યોજનથી વધુ દૂરથી આવેલા શબ્દાદિ દ્રવ્યોમાં તેવા યોગ્ય પરિમાણનો અભાવ છે અને મન સંબંધી તો ફોગ સંબંધી વિષયનું પરિમાણ જ નથી, કેમકે પુદ્ગલ મગના વિષયના નિબંધનનો અભાવ છે. મનને પુદ્ગલનો નિબંઘન થતો નથી તથા તેને વિષયનો પરિણામ નથી. જેમકે કેવળજ્ઞાન. પણ જેને વિષય પરિમાણ છે, તેને પુદ્ગલનું નિબંધન નિયત છે, જેમ અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનનું છે, તેમ અહીં જાણવું.
પ્રશ્ન આપે જે હમણાં કહ્યું કે- આંખ અને મનનું પ્રાપ્તકારીત્વ છે, તથા સ્કૃષ્ટ શબ્દને સાંભળે તે આગળ કહીશું. તો હવે તે કહો - આંખ યોગ્ય દેશમાં રહેલ અપ્રાપ્ત પદાર્થને મન માફક દૂરથી જાણે તે એવી રીતે કે જો પ્રાપ્ત થાય તો તેના અનુગ્રહથી ઉપઘાત થાય છે, માટે આંખ દૂરથી પદાર્થને જુએ છે, સ્પર્શન ઈન્દ્રિયનો આ વિપક્ષ છે.
[પ્રશ્ન સૂયદિ જોતાં ઉપઘાત થાય છે માટે તમારો હેતુ સિદ્ધ છે • x - x- [સમાધાન] અમારા પ્રાપ્તિ નિબંધન નામક હેતુને વિશે પણ અર્થ નિરાકૃત કરેલો છે ઈત્યાદિ [આ વાદનો વિષય છે, અમે અમારા કાર્યક્ષેત્રમાં તેનો સમાવેશ કરેલો ન હોવાથી અનુવાદ કરતાં નથી.)
|[પ્રશ્ન આંખના કિરણો આંખથી બહાર નીકળીને તે પદાર્થને ગ્રહણ કરે છે, તેઓના તેજવ અને સૂક્ષ્મત્વથી અગ્નિ આદિના સ્પર્શ થવા છતાં પણ દાહ આદિનો અભાવ છે, તેનું શું ? (ઉત્તર) તમે અમારા હેતુને પૂર્વે અનુગ્રહ ઉપઘાતના ભાવ સંબંધી કહ્યું, તે અયુક્ત છે. આંખના કિરણો પડદાની બહાર જતાં નથી, માટે ઉપપતિથી ગ્રહણ કરવા અશક્ય છે.
પ્રિન પડદામાં રહેલ પદાર્થની ઉપલબ્ધિ ન હોવાથી તેનું અસ્તિત્વ નથી? [ઉત્તર] વ્યાં પડદામાં રહેલ ચીજને જોવા તો ક્ષયોપશમ આત્માને નથી, તેથી દેખાતી નથી. •x• x - ઈત્યાદિ લાંબી ચર્ચામાં વાદ અને પ્રતિવાદ છે, જે અમારા કાર્યક્ષેત્રમાં અમે સ્વીકારેલ નુણી, વળી મધ્ય અનુવાદથી તે સમwnય પણ નક્કી છે તેના તજજ્ઞ પાસે પ્રત્યક્ષ સમજવું પડે માટે અમે તે સમગ્ર વૃત્તિ અહીં છોડી દીધેલ છે.)
પ્રસ્તુત વિષય - શબદ પૃષ્ટ થયેલો જાણે છે, ઈત્યાદિ. શબ્દના પ્રયોગથી ઉત્કૃષ્ટ થયેલ જ ફક્ત શબ્દ દ્રવ્યોને ગ્રહણ કરે છે કે તેનાથી ભાવિત થયેલા બીજાને કે બંને મિશ્ર થયેલા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે ? માત્ર ઉત્કૃષ્ટ દ્રવ્યોને નહીં. પણ તેમના વાસકપણાથી તેને યોગ્ય લોકના દ્રવ્યોના આકુળપણાથી મિશ્ર કે વાસિત દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે બતાવે છે –
• નિયુક્તિ -૬ :
ભાષાની સમશ્રેણિમાં રહેલ શબ્દ જે સાંભળે છે, તે મિશ્ર શબ્દ સાંભળે છે. વિશ્રેણીમાં રહેલ જે શબ્દ સાંભળે છે, તે પરાઘાત થયાં પછી સાંભળે છે.