________________
પીઠિકા-નિ ૨
સમજેલા અને વિશેષ પ્રકારે હૃદયમાં ધારવો તે ‘ધારણા' છે. કાર ક્રમ જણાવવાનું છે. આ પ્રમાણે ચાર જ ભેદો થાય છે. અભિનિબોધિક જ્ઞાનને ભેદે છે માટે ભેદો, વિકો, અંશો એ પર્યાય શબ્દો છે. તે જ વસ્તુઓ ભેદ વસ્તુઓ છે. કઈ રીતે ? અવગ્રહણ વિના ઈહિત ન થાય. નિશ્ચય વિના ધારણા ન થાય. અથવા આ પ્રમાણે મતિજ્ઞાનના સંક્ષેપથી અવિશિષ્ટ અવગ્રહ આદિ ભાવ સ્વરૂપની અપેક્ષાયો બતાવ્યા. હવે વિસ્તારથી ભેદ કહે છે.
• નિયુક્તિ -3 -
આર્થોનું આવગ્રહણ તે અવગ્રહ, વિચારા તે ઈહા, અર્થ નક્કી કરવો તે અપાય, તેને ધારી રાખવો તે ધરણા.
• વિવેચન-3 -
જે શોધાય છે, પમાય છે, સમજાય છે તે રૂપ વગેરે અર્યો છે. તે અર્થોનું દર્શન થયા પછી તુરંત ગ્રહણ થાય તે અવગ્રહ કહેવાય છે.
પ્રિ વસ્તુના સામાન્ય વિશેષાત્મકપણાથી અવિશિષ્ટપણાથી પહેલાં દર્શન છે, પણ જ્ઞાન નથી. એમ તમે દર્શન કેમ બતાવ્યું ? જ્ઞાનને પ્રબળ આવરણ છે અને દર્શનને ઓછું આવરણ છે, તેથી દર્શન પહેલાં કહ્યું. તે અવગ્રહ બે ભેદે - વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ.
વ્યંજનાવગ્રહ એટલે શું? દીવા વડે ઘડો દેખાય તેમ જેના વડે પદાર્થ જણાય તે વ્યંજન. તે ઉપકરણ ઈન્દ્રિય સંબંધી બોધ અથવા શબ્દ આદિ પરિણત દ્રવ્ય સંઘાત છે. ઉપકરણ ઈન્દ્રિય વડે જે સમજાય તે શબ્દાદિ પરિણત દ્રવ્ય તે વ્યંજન છે, તેઓનો અવગ્રહ તે વ્યંજનાવગ્રહ છે. આ વ્યંજનાવગ્રહ આંખ અને મનને વજીને જાણવો. કેમકે આંખ અને મનને પદાર્થોનો દૂરથી જ બોધ થાય છે. તે સંબંધી અપાયકારિત્વ પાંચમી ગાયામાં કહેશે. જેમકે – શબ્દ સૃષ્ટને સાંભળે છે, ઈત્યાદિ.
વ્યંજનાવગ્રહના છેલ્લા સમયથી જે શબ્દાદિ અર્થનો બોધ ગ્રહણ થયો તે અથવિગ્રહ છે. અર્થાત્ સામાન્ય માત્ર નિર્દેશ વિના ગ્રહણ થાય, તે એક સમય સંબંધી બોધ છે. તે અથવગ્રહ પછીની વિચારણાને ઈહા કહે છે. અર્થાત અવગ્રહ પછી અને અવાય પૂર્વે સભૂત અર્થ વિશેષના ઉપાદાન અભિમુખ અને અસભૂત અર્થ વિશેષના ત્યાગરૂપ છે. જેમકે પ્રાયઃ મધુરવાદિ શબ્દો શંખના હોવા જોઈએ, પણ ખર, કર્કશ, નિષ્ફરતાદિ રણશીંગાના શબ્દો નથી એવી મતિ વિશેષ તે ઈહા છે.
વિશિષ્ટ અવસાય અર્થાત્ નિર્ણય, નિશ્ચય કે અવગમ તે અવાય કહેવાય છે. જેમકે - આ રણશીંગડાનો જ અવાજ છે, એવી અવધારણા. શબ્દ વ કારના અર્થમાં છે. તે અવધારણ અર્થે છે.
પછી તે વિસરાઈ ન જાય અને યાદ આવે માટે તેને ધારી રાખવું તે ધારણા છે. પુન: શGદ 4 કાર અર્થમાં છે. - x • ધારી રાખવું તે જ ધારણા કહેવાય છે. આના વડે શાસ્ત્રનું પરતંત્રપણું કહ્યું. એમ તીર્થકર અને ગણધરો કહે છે.
આ પ્રમાણે શબ્દને આશ્રીને શ્રોમેન્દ્રિય નિબંધન અવગ્રહાદિ પ્રતિપાદિત કર્યા
૨૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ છે. શેષ ઈન્દ્રિય નિબંધન પણ રૂપાદિ ગોચર ઠુંઠ, પુરષ, કોઠપુટ, સંમૃત, માંસ, કમળની નાલ આદિમાં તે પ્રમાણે જાણવું. એ રીતે મનના પણ સ્વપ્નમાં શબ્દાદિ વિષય અવરહાદિ જાણવા. અન્યત્ર સ્વપ્નમાં ઈન્દ્રિય વ્યાપારના અભાવમાં મન દોડે તે જાણવું.
વ્યંજનાવગ્રહ ચાર પ્રકારે છે, કેમકે આંખ અને મનને લઈને છે. અથવગ્રહ છ ભેદે છે – કેમકે તે બધી ઈન્દ્રિયોમાં સંભવે છે. એ પ્રમાણે ઈહા આદિ પણ પ્રત્યેકના છ પ્રકારો જ છે. એ પ્રમાણે બધાં મળીને ૨૮ મતિજ્ઞાનના ભેદો જાણવા. બીજા આચાર્ય કહે છે - અર્થોના અવગ્રહણમાં અવગ્રહ નામે મતિજ્ઞાનનો જ ભેદ છે, એમ ઈહાદિમાં પણ યોજવું. * * * * * * * હવે અવગ્રહાદિનો કાળપ્રમાણ જણાવે છે -
• નિયુક્તિ -૪ :
અવગાહ એક સમયનો, ઈહા અને અપાય અંતર્મુહૂર્તનો અને ધારણાનો કાળ અસંખ્યાત કે સંખ્યાત કાળ જાણવો.
• વિવેચન-૪ : મૂર્ણિમાં અહીં બે સુંદર દેટાંતો મૂકેલ છે.].
તેમાં પૂર્વોક્ત લક્ષણવાળો અર્થાવગ્રહ નિશ્ચયથી એક સમયનો છે. તે કાળ એ પરમનિકટ સમય કહેવાય છે. તે પ્રવચનમાં કહેલ-કમળના કોમળ સેંકડો પાંદડા કોઈ બળવાનું મનુષ્ય તીણ ધારથી છેદે કે જુનું કપડું ફાડતાં ત્યારે એક પત્ર કે તાંતણાને તોડતા જેટલો કાળ થાય, તેમાં સંખ્યાત સમય જાય, તેમાંનો એક સમય લેવો. સાંવ્યવહારિક અથવગ્રહ કે વ્યંજનાવગ્રહ તો પૃથક પૃથક્ માત્ર અંતર્મુહૂર્ત લેવો. ઇહા અને અપાય પણ તેમજ જાણવા. - X - X - અહીં ઇહા અને અપાય પ્રત્યેક અઘમુિહૂર્વના છે. મુહૂર્ત શબ્દથી બે ઘટિકા પરિમાણ કાળ જાણવો. તેનું અડધું તે મુહiઈ. ‘તુ' શબ્દથી મુહાઈ એ વ્યવહાર અપેક્ષાથી છે. તેવથી
તમુહૂર્ત છે. બીજા આચાર્યો કહે છે, અહીં મુહૂર્તાન્ત શબ્દ છે, તેનો અર્થ અંતર્ તે મધ્ય છે. તેથી ઇહા અને અપાય અંતમહdના જ જાણવા.
કલન તે કાળ. જેની હદ પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર આદિના આટલા માપવાળી નથી. તે અસંખ્ય કાળ છે તે પલ્યોપમાદિ લક્ષણ રૂપ છે. જે ગણાય તે સંખ્યા. આટલી સંખ્યા પક્ષ, માસાદિ ગણાય. એ રીતે સંખ્યાનું માપ છે. સંખ્યા સાથે ૨ શબ્દથી અંતમુહર્તાની ધારણા થાય છે. એમ જાણવું. તેનો ભાવાર્થ આ છે - ‘અવાય’ પછીનો ઉત્તકાળ અવિસ્મૃતિરૂપ અંતર્મુહૂર્ત છે એ પ્રમાણે સ્મૃતિનો પણ કાળ છે. પણ વાસનારૂપ તો તેના આવરણના ક્ષય-ઉપશમ નામે સ્મૃતિ ધારણાના બીજરૂપે સંચેય વર્ષના આયુવાળા જીવોની અપેક્ષાએ અસંખ્યય કાળ છે અને તે પોપમાદિ આયુવાળા જીવોની અપેક્ષાચી છે.
અવગ્રહાદિ કહીને હવે શ્રોબેન્દ્રિયાદિનો વિષય કહે છે - • નિયુક્તિ -૫ :સ્કૃષ્ટ શબ્દોને સાંભળે, રૂપ અ ને જુએ, ગંધરસસ્પર્શ ત્રણે બદ્ધ