________________
અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૪૦ થી ૯૪૨
ભુખથી પીડાઈને તે પ્રતિમાને ચાટવા લાગ્યા.
કોઈ દિવસે ભોજન તૈયાર કરીને પહેલા મિત્રના બે બાળકોને તે લાવ્યો. પછી તે બંનેને છૂપાવી દીધા. પહેલા મિત્રને બાળકો પાછા આપતો નથી. માંગ્યા ત્યારે કહ્યું કે – તે બંને બાળકો વાંદરા થઈ ગયા છે. પહેલો મિત્ર આવ્યો. તેને પ્રતિમાના સ્થાને બેસાડ્યો. વાંદરાને છુટા મૂક્યા. બંને વાંદરા કિલકિલાટ કરતા આવીને પહેલા મિત્રને વળગી ગયા.
૨૦૩
બીજા મિત્રએ તે પહેલાં મિત્રને કહ્યું – આ તમારાને બે પુત્રો પહેલા મિત્રએ પૂછ્યું. કઈ રીતે મારા બંને પુત્રો વાંદરા થઈ ગયા? તેણે જવાબ આપ્યો – જે રીતે દીનારના અંગારા થઈ ગયા, તે રીતે તારા પુત્રો વાંદરા થઈ ગયા. એ પ્રમાણે પહેલા મિત્ર સમજી ગયો. તેણે નિધાનનો ભાગ આપી દીધો. આ તે મિત્રની ઔત્પાત્તિકી બુદ્ધિ.
(૨૩) શિક્ષાશાસ્ત્ર - ધનુર્વેદ, ત્યાં એક કુલપુત્ર ધનુર્વેદમાં કુશળ હતો. તે ક્યાંક પણ જઈને કોઈ શ્રેષ્ઠી પુત્રને ધનુર્વિધા શીખડાવે છે. એ રીતે તે ધન કમાયો. તેઓએ પણ ઘણું દ્રવ્ય આપ્યું, જ્યારે જશે ત્યારે તેને મારીશું એમ વિચાર્યુ. ઘરથી નીકળતા, કોઈ ઉપાયથી તે ધન આપતો નથી. તેણે જાણી લીધું કે આ લોકો તેને માવાના છે.
ત્યારપછી તેણે સંજ્ઞાતકોને સમજાવ્યું કે હું રાત્રિના છાણના પિંડને નદીમાં ફેંકીશ. તેથી આપો. તેણે ગોલકને દ્રવ્યની સાથે વાળી દીધા. આ અમારી વિધિ છે કે તિથિ અને પૂર્વેમાં તેને બાળક સાથે નદીમાં ફેંકીએ છીએ. એ પ્રમાણે દ્રવ્ય વહેવડાવીને તે નાસી ગયો.
આ તેની ઔત્પાતિકી બુદ્ધિ.
(૨૪) અર્થશાસ્ત્ર - એક પુત્ર અને બે શોક્ય હતી. પુત્રાદિ માટે વિવાદ થયો. રાણીએ કહ્યું કે – મારે પુત્ર થશે, તે આ અશોકવૃક્ષની નીચે રહીને આ વિવાદનો ન્યાય કરશે. ત્યાં સુધી તમે બંને વિશેષથી ખાઓ-પીઓ. જેનો પુત્ર ન હતો, તેણી વિચારે છે કે આટલો કાળ પ્રાપ્ત થયો. પછી ન જાણે શું થશે? તેણીએ રાણીની વાત કબૂલ રાખી. રાણી સમજી ગઈ, નક્કી આ પુત્ર તેણીનો નથી. આ તે રાણીની ઔત્પાતિકી બુદ્ધિ.
(૨૫) ઈચ્છા - એક સ્ત્રીનો પતિ મૃત્યુ પામ્યો. દ્રવ્યને વ્યાજે મૂક્યું આવતું નથી. તેણીએ તેના પતિના મિત્રને કહ્યું – તું આ ધનાદિ વહન કર. તે મિત્ર બોલ્યો – જો મને તેમાંથી ભાગ આપે તો રાખું. તેણી બોલી – તું જે ઈચ્છે તે ભાગ મને આપજે. તે મિત્ર તે સ્ત્રીને તુચ્છ ભાગ આપે છે. તેણી આવો ભાગ લેવા તૈયાર ન હતી. વિવાદ થયો. અમાત્યએ બોલાવીને બે ઢગલા કર્યા. મિત્રને પૂછ્યું – તું શું ઈચ્છે છે ? મિત્રએ મોટો ઢગલો ઈષ્ટ છે તેમ કહ્યું. અમાત્ય બોલ્યો કે તે ઢગલો આને આપી દે. કેમકે તને જે ઈષ્ટ હોય તે દેવાનું કહેલ છે. આ તે કારણિકની ઔત્પાતિકી બુદ્ધિ.
(૨૬) શતાહસ [લાખ] – કોઈ એક પરિભ્રષ્ટ [પરિવ્રાજક] હતો. તેની પાસે એક લાખ મૂલ્યનું ખોર [પાત્ર] હતું. તેણે કહ્યું – જો મને કોઈ અપૂર્વ વસ્તુ સંભળાવે,
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
તેને હું આ પાત્ર આપી દઈશ, તે વાત ત્યાં રહેલા કોઈ સિદ્ધ પુત્રએ સાંભળી. તેણે કહ્યું – તારા પિતા, મારા પિતાના પુરેપુરા એક લાખ રૂપિયાના દેવાદાર છે. જો તે આ વાત પહેલાં સાંભળી હોય તો મને તે લાખ રૂપિયા આપી દે, જો કદાપી ન સાંભળેલ હોય તો આ પાત્ર આપી દે, તે શરત જીતી ગયો. આ તે સિદ્ધપુત્રની ઔત્પાતિકી બુદ્ધિ.
ઔત્પાતિકી બુદ્ધિ [દૃષ્ટાંત સહિત કહી.
હવે વૈનયિકી બુદ્ધિના લક્ષણો પ્રતિપાદિત કરતાં કહે છે – • નિયુક્તિ-૯૪૩ :
ભાર નિસ્તરણ સમર્થ, ત્રિવર્ગ સૂત્રમાર્થનો સાર ગ્રહણ કરેલ, ઉભયલોકના ફળવાળી, વિનયથી ઉદ્ભવેલ તે વૈનયિકી બુદ્ધિ હોય છે. • વિવેચન-૯૪૩ :
૨૦૮
આ અતિ ગુરુ કાર્ય છે, દુઃસાધ્ય નિર્વહત્વથી ભાર જેવો ભાર, તેના નિસ્તરણમાં સમર્થ, તે ભારનિસ્તરણ સમર્ચ, ત્રણ વર્ગો તે ત્રિવર્ગ-લોક રૂઢિથી ધર્મ, અર્થ, કામ. તેને પ્રાપ્ત કરવાના ઉપાયને પ્રતિપાદન-નિબંધન સૂત્ર છે, તેનો અર્થ, પ્રમાણસાર. જે બુદ્ધિમાં રહેલા છે તે અથવા ત્રિવર્ગ એટલે પ્રૈલોક્ય [તેના સારરૂપ]
[શંકા] અધ્યયનમાં અશ્રુત નિકૃત અભિનિ કે અધિક અધિકારમાં ઔત્પાતિકી આદિ બુદ્ધિ ચતુષ્ક કહેલ છે. ત્રિવર્ગ સૂત્રાર્થના ગૃહીત સારત્વમાં અશ્રુત નિઃસૃતત્વ કહ્યું તે વિરુદ્ધ નથી? શ્રુતાભ્યાસ વિના ત્રિવર્ગનો સૂત્રાર્થ ગૃહીત સારત્વ સંભવતો નથી. [સમાધાન અહીં પ્રાયઃ વૃત્તિને આશ્રીને અશ્રુતનિતૃત્વ કહેલ છે તેથી સ્વા શ્રુતનિકૃત ભાવે દોષ નથી.
‘ઉભયલોક ફલવાળી’ આલોક-પરલોકના ફલવાળી. ‘વિનય સમુત્થા’ વિનયથી ઉદ્ભવેલ બુદ્ધિ હોય છે.
આ બુદ્ધિના જ શિષ્યજનના અનુગ્રને માટે ઉદાહરણો વડે સ્વરૂપને દર્શાવતા
કહે છે –
• નિયુક્તિ-૯૪૪,૯૪૫ :
(૧) નિમિત્ત, (૨) અર્થશાસ્ત્ર, (૩) લેખ-લિપિ, (૪) ગણિત, (૫) કૂવો, (૬) અશ્વ, (૭) ગોડો, (૮) લક્ષણ, (૯) ગ્રંથિ, (૧૦) ઔષધ, (૧૧) ગણિકા અને રથિક, (૧૨) સીતા સાડી લાંબુ ઘાસ ક્રૌંચ પક્ષીને ડાબે, (૧૩) નીવૌદક (૧૪) ગાય ઘોડો અને વૃક્ષથી પડવું [આટલા દૃષ્ટાંતો છે.
• વિવેચન-૯૪૪,૯૪૫ :
બંને ગાથાનો અર્થ કથાનકથી જાણવો. તે આ પ્રમાણે –
(૧) નિમિત્ત - એક સિદ્ધપુત્રને બે શિષ્યો હતા. બંનેને નિમિત્ત જોતાં શીખવેલ હતું. કોઈ વખતે તેઓ તૃણ અને કાષ્ઠ લેવાને નીકળ્યા. તેઓએ હાથીના પગલાં જોયા. એ કે કહ્યું કે – આ હાથણીના પગલાં છે. કઈ રીતે તું એમ કહે છે ? તેના મૂત્રની ધારા જોઈને. વળી તે હાથણી એક આંખે કાણી છે. કઈ રીતે ? તેણીએ એક જ પડખાનું ઘાસ ખાધેલું છે. તેણે કાયિકી-મૂત્ર વડે જ જાણેલ કે સ્ત્રી છે કે પુરુષ