________________
અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૪૦ થી ૯૪૨
પછી તેણે પોતાની માતાનો રાજમાં ઠાઠમાઠથી પ્રવેશ કરાવ્યો. એ પ્રમાણે કાળક્રમે અભય અમાત્ય [મહામંત્રી] થયો.
આ તે બાળકની ઔત્પાતિકી બુદ્ધિ.
(૫) પટ [વસ્ત્ર] બે જણ પોતાના વસ્ત્ર મૂકીને ન્હાવા ગયા. એકનું વસ્ત્ર મજબૂત હતું, બીજાનું વસ્ત્ર જીર્ણ હતું. જીર્ણ વસ્ત્રવાળો મજબૂત વસ્ત્ર લઈને ચાલ્યો ગયો. મજબૂત વસ્ત્રવાળો તેની પાસે પોતાનું વસ્ત્ર માંગે છે પણ તે આપતો નથી. રાજકુળમાં તેનો વિવાદ લઈ ગયા.
બંનેની સ્ત્રીઓ દ્વારા કર્તન કરાયું,
વસ્ત્ર જેવું હતું તેને આપ્યું.
બીજા કહે છે – માથામાં ભરાયેલ તાંતણો જોયો, એકને માથે ઉનનો હતો, બીજાના માતે સુતરનો, તેના આધારે જેનું જે વસ્ત્ર હતું તે તેને આપ્યું. આ તે કારણિકની ઔત્પાતિકી બુદ્ધિ જાણવી.
(૬) સર્ટ - કોઈ મળનો ત્યાગ કરતો હતો ત્યારે ત્યાં બે સરટ બે કાકીડાનો કલહ ચાલતો હતો. તે જ્યાં બેઠો હતો તેની નીચે બિલ હતું. એક કાકીડો તેમાં પ્રવેશ્યો, પૂછડાનો સ્પર્શ થયો. તે ઘેર ગયો તેના મનમાં એવું ભરાઈ ગયેલું કે કાકીડો પેટમાં બેસી ગયેલ છે. અધૃતિથી તે દુબળો થવા લાગ્યો. વૈધે પૂછ્યું – જો સો રૂપિયા આપ તો કાઢી દઉં. પછી તેણે ઘડામાં કાકીડો નાંખ્યો. લાખ વડે લેપન કર્યુ. વિરેચન આપ્યું. મલત્યાગથી કાકીડો નીકળી ગયો તે બતાવ્યો. આ તે વૈધની ઔત્પાતિકી બુદ્ધિ. * X “ x
(૭) શા - કાગડો, ચનીક [બુદ્ધ અનુયાયી] એ બાળસાધુને પૂછ્યું – શું
આર્હતો સર્વજ્ઞો છે ? ગાઢ રીતે હા પાડી, ૬૦,૦૦૦ કાગડા અહીં બેન્નાતટ નગરે વસે છે. જો ઓછા હોય તો બહાર ગયા હશે, વધારે હોય તો પ્રાથૂર્ણક મહેમાન કાગડા આવ્યા હશે. આ તે બાળસાધુની ઔત્પાતિકી બુદ્ધિ.
બીજું - વણિકે નિધિ જોયો, પોતાની સ્ત્રીની પરીક્ષા કરી કે તેણી રહસ્ય ધારી રાખે છે કે નહીં. તે બોલ્યો – સફેદ કાગડો અધિષ્ઠાન - પૃષ્ઠ ભાગમાં પ્રવેશ્યો, તે સ્ત્રીએ તેની સખીને કહ્યું, ચાવત્ તે રાજાએ સાંભળ્યું. રાજાએ પૂછતાં વણિકે સાચો વૃત્તાંત કહ્યો. રાજાએ તેને મંત્રીપદ આપ્યું.
આ તે વણિની ઔત્પાતિકી બુદ્ધિ.
(૮) ઉચ્ચાર-મળ. બ્રાહ્મણની પત્ની તરુણી હતી. બીજે ગામ લઈ જવાતાં ધૂર્તની સાથે આસક્ત બની. તેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો. બ્રાહ્મણે કહ્યું – આ પત્ની મારી છે, ધૂર્વે કહ્યું મારી છે. મંત્રીએ તે સ્ત્રીને પૂછ્યું – તારા પતિને શું ખવડાવેલું? સ્ત્રી બોલી - તલના લાડુ તેને વિરેચન અપાયું બ્રાહ્મણની વિષ્ટામાં તલ નીકળ્યા, તેથી ધૂર્તને મારીને હાંકી કાઢ્યો – આ તે કારણિકની ઔત્પાતિકી બુદ્ધિ.
(૯) હાથી - વસંતપુરમાં રાજા મંત્રીની શોધમાં હતો. તેણે ઘોષણા કરાવી કે – જે આ મહા મોટા હાથીનું વજન કરી આપશે તેને હું લાખ મુદ્રા આપીશ. એક પુરુષ એક નાવમાં હાથીને લઈને અથાગ પાણી હતું. ત્યાં સુધી લઈ ગયો. પાણીમાં નાવ જેટલી ડૂબી ત્યાં નિશાની કરી. હાથીને ઉતારીને નિશાની સુધી નાવ ડૂબે ત્યાં
૨૦૩
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
સુધી કોષ્ઠ-પત્થરો નાંખ્યા પછી તે કાષ્ઠ અને પત્થરનું વજન કરી લીધું. રાજાએ તેનું સન્માન કરી મંત્રી બનાવ્યો.
૨૦૪
આ તેની ઓત્પાતિકી બુદ્ધિ.
બીજા એવું કહે છે કે ગાયનો માર્ગ, શીલા વડે નષ્ટ થયો, પીઠ ઉપરથી પડેલને લાવ્યા ઈત્યાદિ (આ દષ્ટાંતમાં અમે કંઈ સમજ્યા નથી.
(૧૦) ઘયણ - આ નામનો સર્વ રહસ્યને જાણનારો એક ભાંડ હતો. કોઈ વખત રાજા દેવીના ગુણગાન કરે છે. તેણી ખૂબ જ નિરોગી છે ઈત્યાદિ. તે ઘયણે કહ્યું – આવું હોઈ શકે નહીં. રાજાએ પૂછ્યું – કેમ ન હોય ? તે ભાંડ બોલ્યો – સામે પુષ્પ કે કેસરા મૂકો તો ખબર પડે. રાજાને તે પ્રમાણે જિજ્ઞાસા થઈ. રાણી હંમેશાં અધોવાયુ છૂટે ત્યારે સુગંધી પુષ્પાદિ રાજા સામે મૂકી દેતી, તેથી રાજાને દુર્ગન્ધની ખબર પડતી ન હતી. રાજાએ પુષ્પદૂર કરતાં જાણી ગયો કે હકીકત શું છે ? ત્યારે રાજા હસ્યો. બહુ આગ્રહ કરતાં રાજાએ કારણ કહ્યું. રાણીએ ભાંડને દેશનિકાલની આજ્ઞા કરી. ત્યારે જોડાનો ભાર ઉપાડીને ઉપસ્થિત થયો. ગામેગામ ઉડ્ડાહણ થવાના ભયથી તેને રોકી લીધો.
આ તે ધયણ ભાંડની ઔત્પાતિકી બુદ્ધિ.
(૧૧) ગોલક - નાકમાં લાખનો ગોળો પેસી ગયેલો. તપાવેલી લોઢાની સળીથી ઓગાળીને કાઢી નંખાયો, આ ઓગાળનારની ઔત્પાતિકી બુદ્ધિ.
(૧૨) સ્તંભ - રાજા મંત્રીની શોધમાં હતો, ઘોષણા કરાવવામાં આવી. તળાવની મધ્યમાં રહેલ સ્તંભને જે કિનારે રહીને ગાંઠો બાંધી દે, તેને લાખ મુદ્રા આપવામાં આવશે. ત્યારે કોઈકે કિનારે ખીલો બાંધ્યો, ત્યાં દોરી બાંધી, પાળે પાળે ફરીને ફરતો બાંધી દીધો, સ્પર્ધા જીતી ગયો. તેને મંત્રી બનાવ્યો. આ તેની ઔત્પાતિકી બુદ્ધિ.
(૧૩) ક્ષુલ્લક - બાળ સાધુ. કોઈ પરિવ્રાજિકાએ કહ્યું કે કોઈ જે કરે તે કર્તવ્ય હું પણ કરી બતાવું, તેવી હું કુશલકમાં છું. કોઈ બાળ સાધુ ભિક્ષા માટે નીકળેલ, તેણે આ ઘોષણા સાંભલી, તેણે તે પડહો રોકી લીધો અર્થાત્ આ પડકાર ઝીલી લીધો. તે સાધુ રાજકુળમાં ગયો. તેને જોયો. પરિવ્રાજિકા બોલી - ક્યાંથી શરૂ કરું ? ક્ષુલ્લકે સાગારિક [મેહન, પુરુષ લિંગ] બતાવ્યું. પરિવ્રાજિકા કઈ રીતે બતાવે ? ક્ષુલ્લક જીતી ગયો. પછી તેણે મૂત્ર કરતાં કમળ આલેખ્યું. પરિવ્રાજિકા તેમ કરવા અસમર્થ હતી, ક્ષુલ્લક જીતી ગયો.
આ તે ક્ષુલ્લકની ઔત્પાતિકી બુદ્ધિ.
(૧૪) માર્ગસ્ત્રી - કોઈ પુરુષ તેની પત્નીને લઈને યાન વડે બીજે ગામ જઈ રહ્યો હતો. તે શરીર ચિંતાને માટે ઉતર્યો. તેની પત્નીના રૂપમાં કોઈ વ્યંતરી તેની
પાછળ પડી ગઈ. પોતાની પત્ની પાછળ આવીને રડવા લાગી. બંને સ્ત્રી તેની પત્ની
હોવાનો દાવો કરવા લાગી. વિવાદ રાજમાં ગયો. ત્યારે મંત્રીએ કહ્યું કે દૂર રહીને હાથ પ્રસારી આ પુરુષને સ્પર્શ કરી શકે, તે તેની પત્ની. ત્યારે વ્યંતરીએ ઘણે દૂરથી હાથ લંબાવી સ્પર્શ કર્યો, તેનાથી જાણી લીધું કે આ કોઈ દેવી છે. આ તે મંત્રીની