________________
અધ્ય-૧, નમસ્કાર નિ
૧૮
૧૬૯
મારું દુકૃત મિથ્યા થાઓ. હું અપકાયમાં જમીન ઉપર ન પડ્યો. સમ્યગુર્દષ્ટિ દેવીએ તેણીને ભગાડી દીધી. દેવતા પ્રભાવથી તે પ્રમાણે જ પ્રદેશ પ્રાપ્ત થયો.
બીજા કોઈ કહે છે - તે સાધુ કોઈ ગામમાં ભિક્ષાને માટે ગયેલ. ત્યાં તે વ્યંતરીએ તે સાધુનું રૂપ છાદન કરીને તે રૂપે માર્ગમાં તળાવમાં સ્નાન કરે છે, બીજાએ તે જોયું. ગુરુને વાત કરી. આવશ્યક-પ્રતિક્રમણકાલે આલોચના કરે છે, ત્યારે ગુરુ કહે છે - હે આર્ય! બધી જ આલોચના કરો. તે મુખાનંતકાદિમાં ઉપયોગવાળો કહે છે - હે ક્ષમાશ્રમણ ! મને સ્મરણમાં નથી. ગુએ સામે કહ્યું – જે ન હોય તો, આલોચના માટે ઉપસ્થિત ન હોય તેવાને આચાર્યો પ્રાયશ્ચિત આપતા નથી. તે સાધુ વિચારે છે – શું કઈ રીતે થયું ? તે વ્યંતરી ઉપશાંત થતાં બોલી - એ તો મેં કરેલ હતું. તેણી શ્રાવિકા થઈ, બધું જ કથન કર્યું.
આ ત્રણ ભેદે અપશસ્ત છે. તે પ્રશસ્તની આ નિરતિ ગાથા છે – અશુભ કલિમલ અને પ્રાણીના અનિષ્ટ માંસમાં જે રંજન પામે છે, તેને પણ કહેવાય છે, જેમાં તે સમસ્થ ગાય છે. તે અપશસ્ત છે.
પ્રશસ્ત રાગ અરહંત આદિ વિષયક છે. અરહંતમાં જે રાગ હોય, બ્રહ્મચારી સાધુમાં જે રણ હોય, તે અરાગી સાધુનો પ્રશસ્ત રણ છે.
એવા પ્રકારના રોગને દૂર કરવો જોઈએ - X - X - સરાગ સંયતને કૂવો ખોદવાના ઉદાહરણથી પ્રાણત્ય કહ્યું.
હવે દોષ કે તે કહે છે – જેનાથી, જેમાં કે જેના વડે દૂષિત થવાય છે તે દૂષણ કે દોષ છે. જેના વડે અપ્રીતિ થાય તે હેપ.
આ હેપ પણ નામાદિ ચાર ભેદે છે તે રાગવતુ જાણવા. તો પણ દિશા માત્રથી નિર્દેશ કરીએ છીએ. નોઆગમથી દ્રવ્યદ્વેષ જ્ઞશરીર ભવ્ય શરીર વ્યતિકિત કમી દ્રવ્યદ્વેષ અને નોકર્પદ્રવ્યદ્વેષ છે. કર્મભટ્વેષ યોગ્ય આદિ ભેદથી ચાર પ્રકારે જ પુદ્ગલો છે. નોકર્પદ્રવ્યદોષ તે દુષ્ટ વ્રણ-ઘા વગેરે છે. ભાવàષ તે હેષકર્મ વિપાક, તે પ્રશસ્ત અને અપશસ્ત બે ભેદથી છે. પ્રશસ્ત હેપ અજ્ઞાનાદિ વિષયક છે. તેથી જ અજ્ઞાન અવિરતિ ઈત્યાદિ દ્વેષ કરે છે.
અપશસ્ત વેષ સમ્યકત્વાદિ વિષયક છે. તેનું ઉદાહરણ -
નંદ નામે નાવિક હતો. ગંગાનદીમાં લોકોને પાર ઉતારતો હતો. ત્યાં ધર્મરુચિ નામના આણગાર, તેની નાવથી ઉતર્યા. લોકો મૂલ્ય આપીને ગયા. સાધુને નાવિકે રોક્યા, ભિક્ષાની વેળા વીતી ગઈ. તો પણ સાધુને છોડ્યા નહીં. ઉષ્ણ રેતીમાં તરસથી પીડાવા છતાં તેમને મુક્ત ન કર્યા. ત્યારે રોષાયમાન થયેલા તે સાધુ દૃષ્ટિ વિષ લબ્ધિવાળા હતા. તેણે બાળી નાંખ્યો.
ત્યાં મરીને તે નંદ નાવિક સભામાં ગરોળી થયો. સાધુ પણ વિચરતા તે ગામે ગયા. ભોજનપાન ગ્રહણ કરીને ભોજન કરવા માટે તે સભામાં ગયા. તે ગરોળીએ જોયા. તે જોતાની સાથે જ કુદ્ધ થયો. ભોજનનો આરંભ કર્યો ત્યાં તે ગરોળો કચરો પાડવા લાગ્યો. સાધુ બીજે સ્થાને ગયા. ત્યાં પણ એમ જ કર્યું. એ પ્રમાણે ક્યાંય પણ ભોજન સ્થાન ન પામતા તે સાધુએ તે ગરોળા સામે જોયું. કોણ રે ! આ નંદ
૧૩૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ નામે અમંગલ નાવિક છે ? ત્યાં જ બાળી નાંખ્યો. જ્યાં સમુદ્રમાં ગંગા પ્રવેશે છે, ત્યાં પ્રતિ વર્ષે અન્ય-અન્ય માર્ગથી વહે છે. પહેલાંના લોકો તેને મૃતગંગા કહે છે.
તે ગરોળો ત્યાં હંસરૂપે જન્મ્યો. સાધુ પણ માઘ માસમાં સાથે સાથે પ્રભાતે આવે છે. તે હંસે તેમને જોયા. તે પાણી વડે પાંખોને ભરીને સાધુને પાણી ઉડાડે છે. ત્યાં પણ સાધુએ તેનો વિનાશ કર્યો.
પછી તે નંદનો જીવ જનક પર્વત સિંહ થયો. તે સાધુ પણ સાર્થની સાથે ત્યાં જાય છે. તેમને જોઈને સિંહ ઉભો થયો. સાર્થ ભાંગ્યો. તે સિંહ આ સાધને મૂકતો નથી, ત્યાં પણ સાધુએ તેને બાળી નાંખ્યો.
મરીને તે સિંહ વારાણસીમાં બટુક થયો. ત્યાં પણ ભિક્ષાર્થે જતાં સાધુને બીજા બાળકરૂપથી સામે પત્થર મારે છે, ધૂળ ઉડાડે છે, ત્યારે સાધુ રોષિત થઈને તેને બાળી નાંખે છે. ત્યાં જ તે બટુક રાજા થયો.
રાજ જાતિસ્મરણથી પોતાના બધાં શુભ પૂર્વજન્મો યાદ કરે છે. હવે જો મારશે તો ઘણું મોડું થઈ જશે. તેથી સાધુની જાણ માટે એક સમસ્યા વહેતી મૂકે છે. જે આ સમસ્યાને પૂરી કરશે. તેને હું અડધું રાજ્ય આપીશ તેમ ઘોષણા કરી, સમસ્યા પદ છુ કરે છે – “ગંગામાં નંદ નાવિક, સભામાં ગરોળો, મૃતગંગા કિનારે હંસ, અંજનક પર્વત સિંહ, વારાણસીમાં બટુક અને ત્યાંથી આવીને રાજા થયો છે. એ પ્રમાણે ગોવાળો બોલે છે.
તે સાધુ વિચરતા ત્યાં પધાર્યા. બગીચામાં રહેલ છે. આરામિક એ સમસ્યા પદ બોલતો હતો. સાધુએ પૂછતાં તેણે પદ કહ્યું. સાધુએ કહ્યું - હું આ પદ પુરું કરીશ. “આ બધાંનો જે ઘાતક છે તે અહીં જ આવેલ છે.” આરામિક તે પદ લઈને રાજાની પાસે ગયો. સજા સાંભળીને મૂછ પામ્યો. રાજાએ કહ્યું - તે હણાશે. આરામિક બોલ્યો - કાવ્યના કતને હણો, હું જાણતો નથી. લોકના કલિકારક આ શ્રમણે મને તે પદ આપ્યું છે.
રાજાએ આશ્વસ્ત થઈને પૂછ્યું – તને કોણે આપ્યું ? તેણે કહ્યું - એક શ્રમણે. રાજા ત્યાં પોતાના માણસોને મોકલે છે. જો તમે આજ્ઞા આપો તો હું રાજા • વંદન કસ્તાને આવું છું, આવ્યો. પછી શ્રાવક થયો. સાધુ એ પણ આલોચના અને પ્રતિક્રમણ કર્યો. પછી તેઓ સિદ્ધ થયા.
આવા પ્રકારના હેપને રાગની જેમ યોજવો જોઈએ. આ રાગ અને દ્વેષ ક્રોધાદિ અપેક્ષાથી નયો વડે વિચારવો જોઈએ - નૈગમના સંગ્રહ અને વ્યવહારના અંતર્ગતવણી સંગ્રહાદિ વડે જ વિચાર છે. તેમાં સંગ્રહ - ચાપીતિ જાતિ સામાન્યથી કોધ અને માન એ હેષ છે. માયા અને લોભ એ પ્રીતિ જાતિ સામાન્યથી રાગ છે. વ્યવહારનયના મતે ક્રોધ, માન અને માયાએ હેપ છે, કેમકે માયા પણ પરોપઘાત અર્થે છે. પ્રવૃત્તિદ્વારથી અપતિ જાતિનો તભવ છે. લોભ તે રગ છે.
જુસૂગનયના મતે પતિ રૂપવી ક્રોધ જ પરણુણ હેપ છે. માન આદિની ભજના છે. કઈ રીતે ? જો માન રવ અહંકારમાં પ્રયોજાય ત્યારે આત્મામાં બહુમાન પ્રીતિના યોગથી રણ છે, જો તે જ પરગુણ તેલમાં યોજાય તો અપ્રીતિરૂપત્વથી તે