________________
૧૩૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/ર
ઉપોદ્દાત તિ, • ૮૪
૧૩૩ અન્ય કોઈ દિવસે ગામભોજિક-મુખી આવ્યો. પુષશાલ અને ભદ્રા બંને ભ્રાંત થઈને તેને નમવા - અતિથિવત્ સેવા કરવા લાગ્યા.
તે પુત્ર વિચારે છે કે - હું આની જ પૂજા કરું, તો મારે ધર્મ થશે. પછી ગામ મુખીની સેવા આરંભી. પછી તે મુખીયાને બીજા કોઇને નમતો જોયો, તે બીજો પણ કોઈ બીજાને યાવત શ્રેણિક રાજાને નમતો જોયો. તેથી તે પુષશાલપુત્રે શ્રેણિક રાજાની સેવા-શુશ્રષાનો આરંભ કર્યો.
ભગવંત પધાર્યા. શ્રેણિકરાજા ઋદ્ધિ સહિત તેને વાંદવાને ગયો. ત્યારે તે પુત્ર ભગવંતને કહે છે - હું તમારી સેવા કરું ? ભગવંતે કહ્યું - જોહરણ અને પાનક, માત્રથી જ મારી સાથે રહી શકાય. તે પુણ્યશાલપુગ આ સાંભળીને બોધ પામ્યો. આ પ્રમાણે વિનયથી સામાયિકની પ્રાપ્તિ થાય છે.
(૬) વિર્ભાગજ્ઞાન - મગધ જનપદમાં શિવ નામે રાજા હતો. તેના ધન, ધાન્ય હિરણ્યાદિ રોજેરોજ વધતા હતા. તેને વિચાર આવ્યો. આ ધર્મનું ફળ છે કે મારે હિરાણ આદિ વધે છે. તો હું પુન્ય કરું આવતી કાલે ભોજન કરાવી, તેના વડે દાના આપી, પછી પુત્રને રાજયમાં સ્થાપી, વકૃત ધામમય ભિક્ષાભાજન, કડછી, ઉપકરણ આદિ લઈ દિશાપોક્ષિક તાપસોની મળે તાપસ થઈશ. છ અઠ્ઠમ કરી પડેલા હોવા પાંડુ પાદિ લાવીને આહાર કરીશ.
એ પ્રમાણે શિવરાજર્ષિએ કર્યું. કરતા-કરતા અમુક કાળે વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થયું. તે સંખ્યાત દ્વીપ સમુદ્રને જોવા લાગ્યો. પછી નગરમાં આવીને જેવા ભાવો ઉપલબ્ધ થયેલા તેની પ્રજ્ઞાપના કરવા લાગ્યો.
અન્ય કોઈ દિવસે સાધુઓ જોયા. તેમનો ક્રિયાકલાપ વિભંગાનુસાર જાણ્યા. ચાવતુ લોકના પ્રમાણને જાણીને વિશુદ્ધ પરિણામથી અપૂર્વકરણ કરતાં સામાયિક પામી, કેવલી થઈ, સંવૃત થયા.
(8) સંયોગ-વિયોગ વડે પણ સામાયિકની પ્રાપ્તિ થાય છે. જેમકે - બે મયુર વેપારી હતા. એક દક્ષિણ તરફ, બીજો ઉત્તર તરફ. તેમાં ઉત્તરનો વણિક દક્ષિણમાં ગયો. ત્યાં એક વણિક તેના જેવો હતો. તેણે તેનું પ્રાધૂ-મહેમાન ગતિ કરી. ત્યારપછી તે બંને નિરંતર મિત્ર થઈ ગયા. તેમણે વિચાર્યું કે આપણી સ્થિરતર પ્રીતિ થશે, જે આપણે પુત્ર કે પુત્રી જન્મે તો તેનો સંયોગ-વિવાહ કરાવીએ. ત્યારે દક્ષિણવાળા ઉતરવાળાની પુત્રીને વર્યો. બાલિકા આપી.
આ અરસામાં દક્ષિણ મથુરાનો વણિક મૃત્યુ પામ્યો. તેના સ્થાને તેનો પુત્ર બેઠો. કોઈ દિવસે તેણે સ્નાન કર્યું. ચારે દિશામાં ચાર સૌવર્ણિક કળશો સ્થાપ્યા. તેની બહાર રુપાના અને તેની બહાર તાંબાના, તેની પણ બહાર માટીના કળશોની સ્થાપના કરી. બીજી પણ સ્નાનવિધિ ચાવી.
પછી તેનો પૂર્વ દિશાનો સુવર્ણ કળશ નાશ પામ્યો. એ પ્રમાણે ચારે દિશાના પણ નાશ પામ્યા. એ પ્રમાણે બધાં કળશો નાશ પામ્યા. ઉડ્યા પછી નાનપીઠ પણ નાશ પામી. તેને ઘણો ખેદ થયો. નાટકીયાએ વાર્યા. એટલામાં તે ઘરમાં પ્રવેશ્યો, ભોજનવિધિ ઉપસ્થિત કરી. ત્યારે સુવર્ણ-રૂપામય ભાજનો ગોઠવ્યા. ત્યારે એકૈક
ભાજનનો નાશ થવાનો આરંભ થયો. ત્યારે તેણે નાશ પામતા નજરે જોયું. જે તેની મૂલપામી હતી. તે પણ નાશ થવા લાગી. ત્યારે તેણે ગ્રહણ કરી, જેવી ગ્રહણ કરી તેવી રહી, બાકીની નાશ પામી.
ત્યારપછી શ્રીગૃહમાં જઈને જોયું, બધી લક્ષ્મી પણ ખાલી થઈ ગઈ. જે નિધાનમાં દાટેલું, તે પણ નાશ પામ્યું. જે આભરણ હતા. તે પણ નાશ પામ્યા. જે
વ્યાજે આપેલા તેઓ પણ કહેવા લાગ્યા કે અમે તમને ઓળખતા નથી. જે દાસી વર્ગ હતો, તે પણ નાશ પામ્યો. ત્યારે તે વિચારે છે – અહો ! હું અધન્ય છું. ત્યારે તેને થયું કે – હવે હું દીક્ષા લઈ લઉં.
ત્યારપછી દીક્ષા લીધી. થોડું ભણીને ચાલ્યો. હાથમાં રહેલા ખંડને કુતૂહલથી જ્યાં જુએ છે, તેમ કરતાં ઉત્તર મયુરા ગયો. તે બધાં રત્નો શ્વશુકૂળે પહોંચી ગયેલા, કળશો પણ ત્યાં હતા. ઈત્યાદિ બધું જોયું -x-x-x- તે સાધુ પણ તેના ઘેર પ્રવેશ્યા. ત્યાં તે સાર્થવાહની પુત્રી પ્રથમ યૌવનમાં વર્તતા વીઝણો લઈને બેઠેલી.
ત્યારે તે સાધએ તે ભોજનના વાસણો જોયા. સાર્થવાહ ભિક્ષા લાવ્યો. ગ્રહણ કરીને સાધુ ઉભા રહ્યા. ત્યારે પૂછે છે – ભગવતુ ! કેમ આ બાલિકાને જોઈ રહ્યા છે ? ત્યારે તે કહે છે કે – મારે બાલિકાનું પ્રયોજન નથી, હું આ ભોજનના ભાંડ જોઈ રહ્યો છું. ત્યારે સાર્થવાહ પૂછે છે - અહીં આપનું આગમન ક્યાંથી થયું ? તે બોલ્યો - દાદા, પરદાદાથી આવ્યો. સાર્થવાહે કહ્યું - એમ નહીં, મને સદ્ભાવ કહો.
ત્યારે સાધુ કહે છે કે તે વખતે મારા નાન વખતે આ જ સ્નાનવિધિ ઉપસ્થિત કરાયેલી હતી. એ પ્રમાણે બધી જમણ-ભોજન વિધિ હતી, શ્રીગૃહ પણ ભરેલ હતું. નિધાનો પણ હતા. અદોટ પૂર્વ ધારકો આવીને આપી ગયા. સાધુ બોલ્યા – આ માસ હતા. કઈ રીતે?
ત્યારે સાધુ કહે છે – સ્નાનાદિ, જો વિશ્વાસ ન આવતો હોય તો આ છે ભોજનપાણીનો ટુકડો રાખો. ત્યાં તે ટુકડો જલ્દીથી બેસી ગયો. પછી પિતાનું નામ કહ્યું. ત્યારે જાણ્યું કે અહો! આ તો મારો જમાઈ છે. ત્યારે ઉભા થઈને મોટેથી રડતાં રડતાં બોલ્યો - આ બધું તે જ અવસ્થામાં રહેલ છે. આ તમારી પૂર્વે આપેલી કન્યા સ્વીકારે.
ત્યારે સાધુએ કહ્યું - પુરષ પહેલાં કામભોગનો ત્યાગ કરે છે અથવા કામભોગો પહેલા પુરપનો ત્યાગ કરે છે. ત્યારે તે સાર્થવાહ પણ સંવેગ પામ્યો. ક્યાંક મને પણ એ પ્રમાણે જ ભોગો છોડીને જશે. તે પ્રવજિત થયો.
ત્યારે એક મથુરવણિકે વિયોગથી સામાયિક પ્રાપ્ત કરી, બીજાએ સંયોગથી સામાયિક પ્રાપ્ત કરી.
(૮) વ્યસન - હવે વ્યસન વડે સામાયિકની પ્રાપ્તિ બતાવે છે - બે ભાઈઓ ગાડું લઈને જતા હતા. ચકોલંડિકા અને બે મુખવાળા સર્પ ગાડાના માર્ગમાં આવતો જોયો. મોટા ભાઈએ કહ્યું - ગાડાંને બાજુમાંથી વાળી દે. નાનાએ તેના ઉપરથી ગાડું ચલાવ્યું. તે સંજ્ઞીનીએ સાંભળ્યું. ચક્ર વડે છેદાઈ. તે ચક્કલંડિકા મરીને હસ્તિનાપુર નગરમાં સ્ત્રી થઈ.
તે મોટો ભાઈ પહેલાં મર્યો. મરીને તે સ્ત્રીના ઉદરમાં આવ્યો અને પુત્ર થયો.