________________
૧૧૯
૧૨૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
ઉપોદ્યાત નિ - ૮૨૯ સામાયિક પામે છે. શયન આદિમાં પણ તેમજ જાણવું.
• વિવેચન-૮૨૯ :
ઉમુક્ત-પરિત્યજેલ, અનુભુક્ત-અપરિત્યજેલ અને તજતો કેશ-અલંકારોને, અહીં સ ના ગ્રહણથી કટક, કેયુરાદિ લેવા. ચારમાંથી કોઈપણ સામાયિક પામે છે. એ પ્રમાણે શયન આદિમાં પણ ગમે પણ અવસ્થામાં એ પ્રમાણે જ યોજના કરવી. - X - X -
ઉપોદ્ઘાત નિયુક્તિમાં બીજી દ્વાર ગાથામાં હવે પુ દ્વાર કહે છે – • નિયુક્તિ-૮૩૦ -
સમ્યકત્વ સર્વગત હોય, શ્રત અને સાત્રિમાં સર્વ પર્યાયો ન હોય, દેશવિરતિને આશ્રીને બંનેનો નિષેધ કરવો જોઈએ.
• વિવેચન-૮૩૦ -
કયા દ્રવ્ય અને પર્યાયિોમાં સામાયિક હોય છે ? સર્વદ્રવ્ય-પર્યાય રચિના લક્ષણવથી સમ્યકત્વ સર્વગત હોય છે. શ્રુત સામાયિક અને ચારિત્ર સામાયિકમાં બધા વિષયોના પર્યાયો નથી. કેમકે શ્રતનો અભિલાય વિષય છે. જ્યારે દ્રવ્ય અબિલાય અને અનભિલા પર્યાય યુકતપણે છે ચારિત્રની પણ સર્વ દ્રવ્ય અસપર્યાય વિષયતાનું પ્રતિપાદન થયો છે. દેશ વિરતિને આશ્રીને બંને પણ-સર્વ દ્રવ્ય-પચયિનો પ્રતિષેધ કરવો જોઈએ. કેમકે બધાં દ્રવ્ય વિષય પણ નહીં, બધાં પચયિ વિષય પણ નહીં એવું દેશવિરતિ સામાયિક છે, એમ ભાવના કરવી.
[શંકા] આ સામાયિક વિષય ઉર્જા દ્વારમાં પ્રરૂપિત છે જ, તો કરી શા માટે કહ્યો ? (સમાધાન] વિ તત્ એ પ્રમાણે, ત્યાં સામાયિક જાતિ માત્ર કહી, વિષય અને વિષયના અભેદથી. અહીં વળી સામાયિકના મિ દ્વારે જ દ્રવ્યd-ગુણવ નિરૂપિતના ય ભાવથી વિષયનું અભિધાન છે. - X - હવે સામાયિક “કઈ રીતે” પ્રાપ્ત થાય ? તેમાં ચતુર્વિધ મનુષ્યાદિ સ્થાનમાં પ્રાપ્તિમાં તેના ક્રમની દુર્લભતા જણાવતા કહે છે –
• નિયુક્તિ-૮૩૧ -
મનુષ્યપણું, ક્ષેત્ર, જાતિ, કુળ, આરોગ્ય, આયુ, બુદ્ધિ, શ્રવણ, વાહ, શ્રદ્ધા અને સંયમ. એ બધું લોકમાં દુર્લભ છે.
• વિવેચન-૮૩૧ - વિવેયન-૮૩માં સાથે છે.)
ગાથાર્થ કહો.] બીજા કહે છે - ઈન્દ્રિય, લબ્ધિ, નિર્વતના, પર્યાપ્તિ, નિરૂપત, ક્ષેમ, ધાત, આરોગ્ય, શ્રદ્ધા, ગ્રાહક, ઉપયોગ અને અર્થ.
• નિયુક્તિ-૮૩૨ -
ચોલ્લક, પાસા, ધાન્ય, જુગાર, રન, સ્વપ્ન, ચક્ર, ચર્મ, સુગ અને પરમાણુ એ દશ દેટાંતોથી મનુષ્ય જન્મની દુર્લભતા બતાવી.
• વિવેચન-૮૩ર :
મનુષ્યવ, આર્ય, માતૃથી સમુસ્થિત જાતિ, પિતાથી સમુલ્થ કુલ, ન્યૂનાંગતા તે ૫, રોગનો અભાવ, જીવિત, પરલોક પ્રવણા બુદ્ધિ, ધર્મસંબંધી શ્રવણ, અવગ્રહ
• તેની અવધારણા અથવા શ્રવણ અવગ્રહ કે યતિ અવગ્રહ, શ્રદ્ધા-ચિ, સંયમ - અનવઘ અનુષ્ઠાનરૂપ. આ સ્થાનો લોકમાં દુર્લભ છે. આ બધું મળતાં વિશિષ્ટ સામાયિકનો લાભ થાય છે.
આ દુર્લભ છે - ઈન્દ્રિયલબ્ધિ અર્થાત્ પંચેન્દ્રિય લબ્ધિ. ઈન્દ્રિયોની નિર્વતના. પતિ - સ્વવિષય ગ્રહણ સામર્થ્ય લક્ષણા, નિરૂપહત ઈન્દ્રિયપણું, ગ . વિષયની સ્વસ્થતા, ઘાત • ભિક્ષા, આરોગ્ય-નિરોગતા, શ્રદ્ધા • ભકિત કે ભાવના, ગ્રાહકગુ, ઉપયોગ-શ્રોતાની તેમાં અભિમુખતા, અર્ચઅચિવ અને ધર્મ. આ ગાથા કદાચ બીજા કર્તાની છે.
જીવ મનુષ્યત્વ પામીને ફરી તે જ દુ:ખે કરીને પામે છે. કેમકે ઘણાં અંતરાયોથી અંતરિતપણે હોય છે. બ્રાદત ચવર્તાના મિત્ર બ્રાહ્મણને ચોલ્લક ભોજનવતુ અહીં કથાનક છે -
(૧) શહાદત્તને એક કાપેટિક મળેલ. ઘણી આપત્તિવાળી અવસ્થામાં સર્વત્ર સહાય કરી. બ્રહ્મદત્તને રાજ્ય પ્રાપ્ત થયું. બાર વર્ષનો રાજ્યાભિષેક થયો. કાપેટિકને
ત્યાં પ્રવેશ પણ ન મળ્યો. ત્યારે તેણે ઉપાય વિચાર્યો - જોડાંને વજ રૂપે બાંધીને વિજવાહક સમાન સામે ચાલ્યો. રાજાએ તેને જોયો. ઉતરીને જોયો. બીજા કહે છે - કાપટિકને દ્વારપાલને ખુશ કરતા બાર વર્ષો ગયા. ત્યારે રાજા મળ્યા. ત્યારે રાજા તેને જોઈને સંભમમાં પડ્યો. આ બિચારો મારા સુખ-દુ:ખનો સહાયક છે. હું તેની આજીવિકા બાંધી આપુ. ત્યારે રાજાએ પૂછયું - તને શું આપું? તે બોલ્યો - કર ભોજન આપો. એટલે કે કર વડે જે ભોજન, જેમાં ઘરે ઘરે ચાવતું સર્વ ભારતમાં ભોજન કરવાનું અને
જ્યારે બધે ભોજન થઈ જાય ત્યારે ફરીથી તારા ઘેરચી શરૂ કરીને જમીશ રાજાએ પૂછ્યું - આટલાથી શું થાય? હું તને દેશ આપી દઉં, તેથી સુખ છત્રછાયામાં શ્રેષ્ઠ હાથીના સ્કંધે બેસીને જઈશ. કાર્પટિક બોલ્યો, મારે આવા આડંબરનું શું કામ છે? ત્યારે તેને કરભોજન દીધું. પહેલાં દિવસે રાજાના ઘેર જમ્યો. તેણે કાપરિક યુગલને દીનાર આપી. એ પ્રમાણે તે ક્રમથી બધાં રાજકુળમાં જમતા ૩૨,૦૦૦ રાજ્ય કુલમાં જે ભોજિકા - પ્રામાધિપતિઓ, તેના નગરમાં અનેક કુલ કોટિ, તે નગરનો અંત ક્યારે આવે? પછી ગામો, પછી આખું ભરતબ એમ કરતાં કદાચ દૈિવયોગે તેનો અંત આવે, પણ જે મનુષ્યપણાથી બુટ થાય તો ફરી મનાય જન્મ ન પામે.
(૨) પાશક - ચાણક્ય પાસે સોનું ન હતું. ક્યા ઉપાયથી સુવર્ણ ઉપાર્જન કરું ? તે માટે યંત્ર પાસાઓ કર્યા. કોઈ કહે છે - દેવે દીધેલ વરદાન હતું કોઈ એક દક્ષ પુરુષને શિક્ષિત કર્યો. દીનારનો થાળ ભર્યો. તે પુરુષ કહે છે - જો કોઈ મને પાશકમાં જીતે તો તે આ ચાળો ગ્રહણ કરે. જો હું જીતું તો એક દીનાર જીતીશ. [લઈશ તેની ઈચ્છાથી યંત્ર પાસા પાડતું હતું તેથી જીતવો શક્ય ન હતો. કદાચ તેને કોઈ જીતી પણ લે [તેમ બને પરંતુ જો માનુષ્ય લાભ ગુમાવે તો કરી મનુષ્ય જન્મ મળવો મુશ્કેલ છે.
(3) ધાન્ય • ભરતક્ષેત્રમાં જેટલા ધાન્ય છે, તે બધાં એકઠા કરાય. તેમાં એક પ્રસ્થ પ્રમાણ સરસવ નાંખવામાં આવે, તે બધા ભેગા કરાય પછી હલાવી