________________
ઉપોદ્ઘાત નિ - ૮૨૨
પામીને આકાર ભાવ કે પ્રતિબિંબ ભાગ નીલલેશ્યા સંબંધી પ્રાપ્ત કરે છે.
એ પ્રમાણે યાવત્ નીલલેશ્યા કાપોતલેશ્યાને પામીને યાવત્ તે નીલલેશ્યા જ છે, કાપોતલેશ્યા નથી. ત્યાં જઈને ઉત્સર્વે છે અથવા અપસર્પે છે અર્થાત્ આકારભાવ અને પ્રતિબિંબ ભાગ કાપોતલેશ્યા સંબંધી પામે છે - x - ઈત્યાદિ પૂર્વવત્. એ પ્રમાણે કાપોતલેશ્યા તેજોલેશ્યાને પામીને, તેજોલેશ્યા પાલેશ્યાને પામીને, પાલેશ્યા શુક્લલેશ્યાને પામીને જાણવા. ભાવાર્થ પૂર્વવત્ છે. - ૪ - ૪ - ૪ - તેથી સમ્યકત્વ અને શ્રુત સામાયિક બધાં અવસ્થિત કૃષ્ણાદિ દ્રવ્યલેફ્સામાં નાસ્કાદિ પણ પામે. શુદ્ધ તેજોલેશ્યાદિમાં તે તે દ્રવ્યને આશ્રીને થતાં આત્મ પરિણામ લક્ષણોમાં ત્રણેમાં ચારિત્ર છે. બાકી પૂર્વવત્.
હવે પરિણામદ્વારનો અવયવાર્થ કહે છે –
૧૧૭
• નિયુક્તિ-૮૨૩
વધતાં પરિણામમાં તે ચારમાંથી કોઈપણ સામાયિક પામે છે. એ પ્રમાણે અવસ્થિત પરિણામમાં જાણવું, પણ ઘટતાં પરિણામમાં ન પામે.
• વિવેચન-૮૨૩ :
--
પરિણામ એટલે અધ્યવસાય વિશેષ. તેમાં શુભ, શુભતરપણે વધતાં પરિણામમાં સમ્યકત્વ સામાયિકાદિમાં ચારેમાંથી કોઈપણ પામે. એ પ્રમાણે અવસ્થિત શુભ પરિણામમાં પણ ચારેમાંથી કોઈપણ સામાયિક પામે. ક્ષીણ થતાં શુભ પરિણામમાં કોઈ સામાયિક ન પામે. પૂર્વપ્રતિપન્ન ત્રણે પરિણામોમાં હોય છે. હવે વેદના સમુદ્દાત અને કર્મદ્વાર કહે છે –
• નિર્યુક્તિ-૮૨૪
--
બંને પ્રકારના વેદનીયમાં તે ચારમાંથી કોઈપણ સામાયિક પામે અને સમુદ્ઘતિ રહિતમાં પણ એમ જ છે. પૂર્વ પ્રતિકમાં ભજના જાણવી. • વિવેચન-૮૨૪ - [નિયુક્તિ દીપિકામાં ઘણું લાંબું વિવેચન છે. સાતા કે અસાતારૂપ બંને વેદનામાં ચારમાંથી કોઈપણ પ્રાપ્ત કરે. પૂર્વ પ્રતિપન્ન હોય જ છે. અસમુદ્દાતમાં પણ એ પ્રમાણે જ પામે ઈત્યાદિ. કેવલિસમુદ્ઘાતાદિ સાતે ભેદમાં ન પામે. પણ પૂર્વ પ્રતિપન્નક સમુદ્ઘાતમાં વિચારતા આરંભમાં ભજના-સેવના-સમર્થના કરવી. અર્થાત્ પૂર્વપ્રતિપન્ન હોય. સમુદ્ઘાતના સાત ભેદ – કેવલિ, કષાય, મરણ, વેદના, વૈક્રિય, તૈજસ અને આહારક સમુદ્ઘાત, એ સાત વીતરાગે કહેલાં છે. અહીં સમુદ્ઘાતમાં પણ બે અથવા ત્રણ સામાયિકના પૂર્વપ્રતિપત્રક કહેવા.
હવે નિર્લેપ્ટનદ્વાર પ્રતિપાદનાર્થે કહે છે –
• નિયુક્તિ-૮૨૫ :
દ્રવ્યથી અને ભાવથી નિર્જરા કરતો ચારેમાંથી કોઈપણ સામાયિક પામે. નરકમાં અનુવર્તતાને પહેલી બે અને ઉર્તન પછી ચાર કે ત્રણ કે બે સામાયિકને તે જીવ પામે.
• વિવેચન-૮૨૫ :
- X - દ્રવ્યનિર્જરા - કર્મપ્રદેશોના વિસંઘાતરૂપ. ભાવનિર્જરાક્રોધાદિ હાનિરૂપ
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
છે. બધી કર્મ નિર્જરામાં ચારેને પામે. વિશેષથી જ્ઞાનાવરણ નિર્જરતો શ્રુત સામાયિક પામે, મોહનીયની નિર્જરામાં બાકીની ત્રણે પામે. અનંતાનુબંધીને અનુભવતો સામાયિક ન પામે. બાકી કર્મોમાં બંને પ્રકારે હોય. ઉદ્ધર્તના - નરકમાંથી નીકળતો. - x - ત્યાં રહેલો આધ બે સામાયિક પામે, પૂર્વ પ્રતિપન્ન હોય. ઉદ્ધર્તીને તો ચાર કે ત્રણ પણ પામે.
૧૧૪
• નિર્યુક્તિ-૮૨૬ :
તિર્યંચમાં રહેલો ત્રણ સામાયિક અને નીકળીને ચાર પણ કદાચ પામે. મનુષ્યમાં રહેલો ચાર અને નીકળીને ચાર, ત્રણ કે બે સામાયિક પામે. • વિવેચન-૮૨૬ ઃ
ગર્ભવ્યુત્ક્રાંતિક નિર્ણયોમાં સંજ્ઞીમાં રહેલો આધ ત્રણ સામાયિકને આશ્રીને પ્રાપ્ત કરનાર થાય અને પ્રતિપન્ન હોય છે. ઉર્વીને મનુષ્યાદિમાં આવતા કદાયિત્ ચાર થાય, ત્રણ થાય, બે સામાયિકને આશ્રીને બંને પ્રકારે થાય છે. મનુષ્યમાં રહેલને ચારેની પ્રાપ્તિ થાય છે, પૂર્વ પ્રતિપન્નક હોય છે. ઉદ્ઘર્દીને ત્રણ કે બે તિર્યંચ, નાક,
દેવમાં આવતા બંને પ્રકારે થાય.
• નિયુક્તિ-૮૨૭ :
દેવોમાં રહેલને બે સામાયિક અને નીકળ્યા પછી ચારે સામાયિક પામે. ઉર્તતા [વામાં] સર્વે પણ નાકાદિ કોઈ સામાયિક પ્રાપ્ત ન કરે. • વિવેચન-૮૨૭ :
દેવોમાં રહેલાને આધ બે સામાયિકને આશ્રીને બંને પ્રકારે હોય. ઈત્યાદિ પૂર્વવત્. ઉદ્ધર્તતા હોય ત્યારે અપાંતરાલગતિમાં બધાં પણ દેવો આદિ કંઈપણ પામતા નથી. પૂર્વપ્રતિપન્નને બંને પણ હોય છે.
હવે આશ્રવ કરણ દ્વાર પ્રતિપાદનાર્થે કહે છે –
• નિયુક્તિ-૮૨૮ :
નિશ્રાવયતો જીવ તે ચારમાંથી કોઈપણ સામાયિક પ્રાપ્ત કરે અને આશ્રવક તથા નિશ્રવકને ચારે સામાયિક પૂર્વપત્તિપન્ન હોય.
• વિવેચન-૮૨૮ :
નિશ્રાવયન્ એટલે જેમાંથી સામાયિક અંગીકાર થાય, તેના આવક કર્મની નિર્જરા કરતો. બાકીના કર્મો બાંધવા છતાં પણ આત્મા ચારમાંથી કોઈ એક સામાયિકને પામે છે. જ્યારે આશ્રવક અર્થાત્ બંધક પૂર્વપ્રતિપત્રક હોય છે. અથવા નિઃશ્રાવક, વા શબ્દનો વ્યવહિત સંબંધ છે. નિર્વેષ્ટન દ્વારથી આમાં શું તફાવત છે ? નિર્વેષ્ટન અને નિઃશ્રાવક બંને સમાન હોવા છતાં નિર્વેષ્ટનમાં કર્મપ્રદેશના વિસંઘાતપણાથી ક્રિયા કાલ ગ્રહણ થયો. નિઃશ્રવણમાં તો નિર્જરારૂપત્વથી નિષ્ઠાકાળ છે અથવા તેમાં સંવેપ્ટન વક્તવ્યતા અર્થથી કહેલી છે. અહીં તે સાક્ષાત્ કહેલી છે.
હવે અલંકાર, શયન, આસન, સ્થાન, ચંક્રમણ દ્વાર કહે છે – • નિર્યુક્તિ-૮૨૯ :
કેશ અને અલંકાર મૂકેલ અને ન મૂકેલ તથા મૂતો ચારમાંથી કોઈ પણ