________________
ઉપોદ્ઘાત નિ - ૭૯૧, ભાષ્ય-૧૫૦
• વિવેચન-૧૫૦ :
-
-
અધ્યયન પણ ત્રણ ભેદે છે સૂત્ર વિષયક, અર્થવિષયક અને તદુભય વિષયક. અપિ શબ્દથી સમ્યકત્વ સામાયિક પણ ઔપશમિકાદિ ભેદથી ત્રણ પ્રકારે છે. આ ઉપોદ્ઘાત નિર્યુક્તિથી સંપૂર્ણ અધ્યયન વ્યાપ દર્શાવતા કહે છે ચતુર્વિશતિસ્તવાદિ અન્ય અધ્યયનોમાં આ જ નિયુક્તિ હોય છે. - X - x - હવે સ્ય દ્વારનું પ્રતિપાદન કરે છે તે કોને હોય?
-
• નિર્યુક્તિ-૭૯૭ -
જેનો આત્મા સંયમ, નિયમ અને તપમાં સ્થિત હોય, તેને સામાયિક હોય છે, એમ કેવલીએ કહેલું છે.
• વિવેચન-૯૭ :
૧૦૭
જેનો સામાનિ - સન્નિહિત, અપ્રવસિત, આત્મા, સંયમ - મૂલ ગુણોમાં, નિયમ-ઉત્તરગુણોમાં, ત૫સ્ - અનશનાદિરૂપ હોય એવા પ્રકારના અપ્રમાદીને સામાયિક હોય છે, એ પ્રમાણે કેવલી વડે કહેવાયેલ છે.
• નિર્યુક્તિ-૭૯૮
જે ત્રસ, સ્થાવર સર્વભૂતોમાં સમાન છે, તેને સામાયિક થાય છે, એ
-
પ્રમાણે કેવીએ કહેલ છે.
• વિવેચન-૭૮૯ :
સમ - મધ્યસ્થ, આત્માની માફક જુએ છે. સર્વભૂત - સર્વપ્રાણી, ત્રસ - બેઈન્દ્રિયાદિ, સ્થાવર - પૃથ્વી આદિ, - ૪ - - હવે ફલ પ્રદર્શનદ્વારથી –
• નિર્યુક્તિ-૭૯૯ -
સાવધયોગ પરિવર્જનાર્થે સામાયિક પરિપૂર્ણ પ્રશસ્ત છે. તે ગૃહસ્થ ધર્મથી પ્રધાન જાણી, વિદ્વાનો આત્મહિત અને મોક્ષ માટે કરે.
• વિવેચન-૭૯૯ :
સાવધયોગનો ત્યાગ કરવાને માટે સામાયિક પરિપૂર્ણ પવિત્ર છે આ જ ગૃહસ્થ ધર્મથી પ્રધાન છે. એમ જાણીને વિદ્વાનો આત્મોપકારક અને મોક્ષના હેતુ માટે પણ દેવલોકાદિની પ્રાપ્તિ માટે નહીં, સામાયિક કરે. આના દ્વારા નિયાણાનો ત્યાગ કહ્યો. પરિપૂર્ણ સામાયિક કરવાની શક્તિના અભાવે ગૃહસ્થ પણ ગૃહસ્થ સામાયિક કરે છે – રેષિ અંતે સામાડ્યું. આદિ. તેને બધું ત્રિવિધ-ત્રિવિધે પચ્ચક્ખાણ કરવામાં શો દોષ છે ? તે કહે છે. પ્રવૃત્ત કર્મ આરંભની અનુમતિથી અનિવૃત્તિને લીધે કરવાનો અસંભવ છે. તથા ભંગ પ્રસંગ દોષ લાગે કહે છે –
• નિયુક્તિ-૮૦૦ :
“હું સર્વ સાવધ તજું છું'' એમ બોલી જેને સર્વ સામાયિક નથી તે સર્વ વિરતિવાદી દેશથી અને સર્વથી બંનેથી ચૂકે છે.
• વિવેચન-૮૦૦ :
સર્વ શબ્દથી સર્વ સાવધ યોગને ત્રિવિધ ત્રિવિધે પચ્ચખે છે. આ પ્રમાણેની
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ નિવૃત્તિ પ્રગટ કરીને, જેને સર્વ વિરતિ નથી. કેમકે પ્રવૃત્ત કર્મના આરંભની અનુમતિનો સદ્ભાવ છે, તે સર્વ વિરતિ વાદી દેશ અને સર્વ વિરતિ બંનેને ચૂકે છે. કેમકે ‘પ્રતિજ્ઞાત’ને કરેલ નથી.
આગમમાં ત્રિવિધ ત્રિવિધે ગૃહસ્થ પ્રત્યાખ્યાન કહેલ છે, તે કેવી રીતે ? તે સ્થૂળ સાવધયોગ વિષયક છે. અહીં વૃત્તિકાશ્રી ભાષ્યની ત્રણ ગાથા દ્વારા ઉક્ત કથનની સાક્ષી આપે છે. પછી લખે છે કે – તો પણ પરલોકના ગૃહસ્થ સામાયિક
કરવી જોઈએ. કેમકે તે પણ વિશિષ્ટ ફલ સાધકપણે છે.
• નિયુક્તિ-૮૦૧
૧૦૮
:
સામાયિક કરતો એવો શ્રાવક શ્રમણ સમાન થી થાય છે. તે - તે કારણોથી વારંવાર સામાયિક કરવું જોઈએ.
• વિવેચન-૮૦૧ :
સામાયિક જ કરતો એવો શ્રાવક શ્રમણ જેવો થાય છે, કારણ કે પ્રાયઃ અશુભયોગરહિતત્વથી અર્થાત્ કર્મવેદક છે માટે વારંવાર સામાયિક કરવું.
• નિર્યુક્તિ-૮૦૨
ઘણાં પ્રકારના શબ્દાદિ વિષયમાં હંમેશાં જીવ ઘણો પ્રમાદી છે. એ કારણથી ગૃહસ્થે વારંવાર સામાયિક કરવું જોઈએ.
• વિવેચન-૮૦૨ :
જીવ પ્રમાદની બહુલતાવાળો છે. વધુ: અનેક પ્રકારે પણ, ઘણાં પ્રકારના શબ્દાદિમાં પ્રમાદવાન અને એકાંતે અશુભબંધક જ છે. તેથી - આ કારણથી તેનો પરાજય કરવા માટે વારંવાર સામાયિક કરે અર્થાત્ મધ્યસ્થ થાય.
હવે સંક્ષેપથી સામાયિકવાળાના મધ્યસ્થ લક્ષણ –
• નિયુક્તિ-૮૦૩ :
જે રાગમાં વર્તતો નથી, દોષમાં વર્તતો નથી, બંનેના મધ્યમાં વર્તે છે,
તે મધ્યસ્થ ગણાય છે, બાકીના બધાં અમધ્યસ્થ છ
• વિવેચન-૮૦૩ :
ગાથાર્થ કહ્યો. હવે ક્યાં કયું સામાયિક હોય છે ? તે કહે છે –
• નિર્યુક્તિ-૮૦૪ થી ૮૦૬ :
ક્ષેત્ર, દિશા, કાળ, ગતિ, ભવ્ય, સંજ્ઞી, ઉચ્છવાસ, દૃષ્ટિ, આહાર, પ્રાપ્તિ, સુતેલ, જન્મ, સ્થિતિ, વેદ, સંજ્ઞા, કષાય, આયુ, જ્ઞાન, યોગ, ઉપયોગ, શરીર, સંસ્થાન, સંઘયણ માન, વેશ્યા, પરિણામ, વેદના, સમુદ્ઘાત, કર્મ, નિર્લેપ્ટન, ઉત્તન, આશ્રવકરણ, અલંકાર, શયન, આસન, સ્થાન અને સંક્રમણને આશ્રીને ક્યાં કર્યું સામાયિક થશે ?
• વિવેચન-૮૦૪ થી ૮૦૬
આનો સમુદાયાર્થ ક્ષેત્રથી આહારકને આશ્રીને આલોચવો જોઈએ કે ક્યાં કયું સામાયિક હોય? તથા પર્યાપ્ત આદિ સ્થાન સુધીના દ્વારોને આશ્રીને અને