________________
ઉપોદ્ઘાત નિ - ૮૦૪ થી ૮૦૬
સંક્રમણને વિષય કરીને ક્યાં - કર્યું સામાયિક તે વિચારવું જોઈએ. અવયવાર્થ તો પ્રતિદ્વારે સ્વયં જ કહેશે. તેમાં ઉર્ધ્વ લોકાદિ ક્ષેત્રને આશ્રીને સમ્યકત્વાદિ સામાયિકોના લાભાદિ ભાવ –
૧૦૯
• નિયુક્તિ-૮૦૭ :
સમ્યકત્વ અને શ્રુતસામાયિકની પ્રાપ્તિ ઉર્ધ્વ, અધો અને તીંછલિોકમાં, વિરતિ મનુષ્યલોકમાં, દેશવિરતિ તિર્યંચોમાં હોય છે.
• વિવેચન-૮૦૭ :
સમ્યકત્વ અને શ્રુતસામાયિકની પ્રાપ્તિ ત્રણે લોકમાં હોય છે. અહીં આવી ભાવના છે - ઉર્ધ્વલોકમાં મેરુ અને અસુરલોકાદિમાં જે જીવો સમ્યકત્વ પામે તેમને શ્રુતજ્ઞાન પણ હોય ત્યારે તે સમ્યક્ ત થાય. એ રીતે અધોલોકમાં પણ મહાવિદેહમાં અધોલૌકિક ગામોમાં અને નરકોમાં જે પામે છે, એ પ્રમાણે તીર્થાલોકમાં પણ છે. સર્વ વિરતિ સામાયિકનો લાભ મનુષ્યલોકમાં જ થાય છે. બીજે નહીં. - x - ક્ષેત્ર નિયમ તો વિશિષ્ટ શ્રુતવિદો જ જાણે છે. દેશવિરતિ સામાયિક લક્ષણના લાભના વિચારમાં તિર્યંચોમાં હોય, કેટલાંક મનુષ્યોમાં પણ હોય.
• નિર્યુક્તિ-૮૦૮ :
પૂર્વપતિષક વળી ત્રણે લોકમાં નિયમથી ત્રણેના હોય. ચારિત્ર બે લોકમાં
નિયમા અને ઉર્ધ્વલોકમાં ભજના હોય છે.
• વિવેચન-૮૦૮ :
ગાથાર્થ કહ્યો. હવે દિશાનું સ્વરૂપ પ્રતિપાદનાર્થે કહે છે -
• નિયુક્તિ-૮૦૯
--
નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, તાપક્ષેત્ર, પ્રજ્ઞાપક અને સાતમી ભાવદિશા તે અઢાર પ્રકારે છે.
• વિવેચન-૮૦૯ :
નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્યદિશા છે તે જઘન્યથી ૧૩ પ્રદેશિક અને દશ દિશાથી ઉત્પન્ન દ્રવ્ય છે. તેમાં એકૈક પ્રદેશ વિદિશાનો તે ચાર, મધ્યમાં એક, ચારે દિશામાં બબ્બે એ રીતે ૧૩ પ્રદેશ થાય. - ૪ - ૪ - ઉત્કૃષ્ટથી તે અનંત પ્રદેશિક છે. ક્ષેત્રદિશાના અનેક ભેદો છે – મેરુ મધ્યે આઠ પ્રાદેશિક રુચકથી બહાર બે આદિ ઉત્તર શ્રેણિમાં શકટોદ્ધિ સંસ્થાનવાળી ચાર દિશા, ચાર અંતરાલ કોણમાં અવસ્થિત એક પ્રદેશિકા છિન્નાવલિ સંસ્થાનવાળી ચારે વિદિશા, ઉર્ધ્વ ચતુઃપ્રદેશિક ચતુરા દંડ સંસ્થાને એક, નીચે પણ એ જ પ્રકારે બીજી છે. વૃત્તિકારશ્રી તેના સાક્ષી પાઠમાં ત્રણ ગાથા પણ ઉક્તાર્થ નોંધે છે. સ્થાપના દર્શાવે છે –
-
આ દિશાઓના નામો આ પ્રમાણે છે ઐન્દ્રી [પૂ], આગ્નેયી, યમા [દક્ષિણ], નૈતી, વારુણી [પશ્ચિમ], વાયવ્ય, સૌમ્યા [ઉત્તર], ઈશાન, વિમલા [ઉધ્વ], તમા [અઘો] એ દશ દિશા જાણવી. વિજયદ્વારને અનુસરતી ઐન્દ્રી આદિ દિશા
પ્રદક્ષિણા ક્રમે જાણવી. તેમાં આઠ તીર્દી અને ઉર્ધ્વમાં વિમલા તથા અધોમાં તમા
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ દિશા છે. તાપક્ષેત્ર દિશા – તાપ એટલે સૂર્ય, તેને આશ્રીને ક્ષેત્ર દિશા તે અનિયત છે. જેને જ્યાંથી સૂર્ય ઉગે, તેમને તે પૂર્વ દિશા થાય. પૂર્વથી પ્રદક્ષિણા ક્રમે બાકીની દિશા જાણવી. પ્રજ્ઞાપક દિશા – વક્તા જે દિશાની સામે હોય તે પૂર્વ દિશા અને બાકીની દિશા પ્રદક્ષિણા ક્રમે નિયમથી જાણવી. સાતમી ભાવદિશા - તે અઢાર પ્રકારે જ છે. જેમકે - આ અમુક જાતનો સંસારી જીવ છે, એવું જેના વડે દર્શાવાય તે ભાવ દિશા છે. તે અઢાર ભેદ આ પ્રમાણે છે .
.
-
પૃથ્વી, પ્, તેઉં, વાયુ, મૂળ, સ્કંધ, અગ્ર, પર્વબીજ, બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિયવાળા, તિર્યંચ, નાક અને દેવ સમૂહ, સંમૂર્ચ્છમજ, કર્મભૂમિજ, અકર્મભૂમિજ અને અંતÁિપજ મનુષ્યો એ અઢાર ભાવદિશા કહેવાય.
અહીં નામ, સ્થાપના, દ્રવ્ય દિશાનો અધિકાર નથી. બાકીની દિશા વિશે અનુક્રમે સામાયિકના પ્રતિપધમાનક કે પૂર્વપત્તિપન્ન કહેવા. તેમાં ક્ષેત્રદિશાને આશ્રીને કહે છે –
• નિયુક્તિ-૮૧૦ :
પૂર્વાદિ મહાદિશાઓમાં પ્રતિપધમાનક હોય છે, વળી પૂર્વ-પ્રતિપન્ન તો બીજી દિશાઓમાં પણ હોય છે.
♦ વિવેચન-૮૧૦ :
૧૧૦
પૂર્વાદિ મહાદિશાઓમાં વિક્ષિત કાળમાં બધાં સામાયિકોના પ્રતિસ્પધમાનકો હોય છે, વિદિશામાં હોતા નથી. કેમકે તેમાં એકપ્રદેશિકપણાથી જીવની અવગાહનાનો ભાવ છે. - ૪ - ૪ - પૂર્વ પ્રતિપન્નક વળી અન્યતર દિશામાં હોય છે જ. પુનઃ શબ્દ જ કાર અર્થમાં છે.
તાપક્ષેત્ર પ્રજ્ઞાપક દિશામાં વળી આઠમાં અને ચારેમાં પણ સામાયિકોના પૂર્વ પ્રતિપન્ન હોય છે. પ્રતિધમાનકો સંભવે છે. અધો અને ઉર્ધ્વ બે દિશામાં સમ્યકત્વ અને શ્રુત સામાયિકને માટે એમ જ છે દેશવિરતિ અને સર્વવિરતિ સામાયિકના પૂર્વ પ્રતિપન્નક સંભવે છે, પણ પ્રતિપધમાનક હોતા નથી. - ૪ - ૪ - ભાવ દિશામાં એકેન્દ્રિયોમાં પ્રતિષધમાનક હોતા નથી. પૂર્વપ્રતિપન્ન પણ ન હોય. વિકલેન્દ્રિયોમાં સમ્યકત્વ અને શ્રુતસામાયિકના પૂર્વપ્રતિપન્ન સંભવે છે, પ્રતિધમાન ન સંભવે. પંચેન્દ્રિય તિર્યંચમાં સર્વવિરતિ સિવાયના પૂર્વપ્રતિપન્ન હોય, પ્રતિપધમાનમાં ભજના. વિવક્ષિત કાળે નાક, દેવ, અકર્મભૂમિજ, અંતર્તીપજ મનુષ્યોમાં સમ્યકત્વ અને શ્રુતના પૂર્વપ્રતિપન્નક હોય છે જ બીજાની ભજના. કર્મભૂમિજ મનુષ્યોમાં ચારે સામાયિકમાં પૂર્વ પ્રતિપન્ન હોય જ, પ્રતિષધમાનકની ભજના. સંમૂર્ત્તિમમાં ઉભયનો
અભાવ છે. - ૪ -
હવે કાળદ્વાર - કાળ ત્રણ ભેદે છે. ઉત્સર્પિણી કાળ, અવસર્પિણીકાળ ઉભયના અભાવે અવસ્થિતકાળ. તેમાં ભરત અને ઐરવતમાં વીશ કોટિકોટિ સાગરોપમ પ્રમાણ કાળચક્ર ભેદથી ઉત્સર્પિણી-અવસર્પિણીગત પ્રત્યેક છ ભેદે હોય છે. તેમાં અવસર્પિણીમાં સુષમસુષમા નામે ચાર કોડાકોડી સાગરોપમના પ્રમાણના પ્રવાહથી