________________
ઉપોદ્ઘાત નિ • 9૯૧
૧૫
૧૦૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
પણ શ્રુતજ્ઞાનાત્મકવથી સર્વ દ્રવ્ય વિષયક જ છે. સમ્યકત્વ સામાયિક પણ સવ દ્રવ્યોના ગુણ અને પર્યાયો સહના શ્રદ્ધાન પવથી સર્વ વિષયક જ છે. હવે પ્રસ્તુત વાત - સામાયિક જીવ આદિના ભુદાસથી જીવ જ છે. તેના નયમત ભેદથી દ્રવ્યગુણ પ્રાપ્તિમાં સર્વે નયના આધાર દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક વડે સ્વરૂપ વ્યવસ્થા
• નિયુક્તિ-૩૨ -
દ્રવ્ય નયથી ગુણ યુકત જીવ એ સામાયિક છે, અને પર્યાયિ નયથી જીવનો ગુણ એ સામાયિક છે.
• વિવેચન-૩૯૨ - [આ વિવેચન તજ્જ્ઞ પાસેથી સમજવું..
જીવ એટલે આત્મા. ગુણો વડે પ્રતિપન્ન - આશ્રિત. ગુણ એટલે સમ્યકત્વ આદિ. દ્રવ્યાર્થિક નયથી સામાયિક એ જ વસ્તુતઃ “આત્મા જ સામાયિક” છે. ગુણો - તેનાથી વ્યતિરિક્ત અનવગમ્ય માનવથી હોતા નથી. તેની પ્રતિપત્તિ એ તેની ભ્રાંતિ છે. તે જ સામાયિકાદિ ગુણો પર્યાયાર્થિક નયતા છે. • x • ગુણથી અતિરિક્ત જીવ હોતો નથી. તેથી ગુણ જ સામાયિક છે તેમ માનવું, પણ જીવને સામાયિક ન માનવો.
હવે પયયાર્થિક જ પક્ષના સમર્થન માટે કહે છે – • નિયુક્તિ-૩૯૩ -
ગુણો ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને પરિણમે છે, પરંતુ દ્રવ્યો ઉત્પાદિ થતાં નથી. દ્રવ્યથી ઉત્પન્ન થયેલા ગુણો છે, પણ ગુણોથી ઉત્પન્ન થયેલા દ્રવ્યો નથી.
• વિવેચન-૩૯૩ -
ઉત્પન્ન થાય અને વ્યય પામે. આના વડે ગુણો ઉત્પાદ વ્યયરૂપે પરિણમે છે. ઘ શબ્દ જ કાર અર્થે છે. તેનો પ્રયોગ આ રીતે- દ્રવ્યો નહીં પણ ગુણો જ ઉત્પાદ અને વ્યયરૂપે પરિણમે છે. માટે ગુણો જ છે - પાંદડાના લીલા અને લાલ વણદિવ4. તે સિવાય કોઈ ગુણી છે જ નહીં. કેમકે ગુણીમાં ઉત્પાદ-વ્યય-પરિણામ રહિતતા છે. દ્રવ્યથી પ્રભવતા ગુણો ન હોય, ગુણથી પ્રભવતા દ્રવ્યો ન હોય. કારણત્વ અને કાર્યવ ન હોવાથી દ્રવ્યોનો જ અભાવ થાય. [ઈત્યાદિ બધું તજજ્ઞ પાસેથી જાણવું.]
એ પ્રમાણે પાયાર્થિક મતે સ્વમત - “ગુણો જ સામાયિક" એમ સ્થાપતા દ્રવ્યાર્થિક નય કહે છે - દ્રવ્ય જ પ્રધાન છે, ગુણો નહીં.
• નિયુક્તિ -૩૯૪ -
જે જે દ્રવ્ય જે જે ભાવરૂપે પ્રયોગ અને વિયસારૂપે પરિણામે તે દ્રવ્ય છે. જિનેશર તે દ્રવ્યોને તે ભાવે જાણે છે, પર્યાયમાં જ્ઞાન આથતિ જાણપણું નથી.
• વિવેચન-૭૯૪ - [નિયુક્તિ દીપિક આધારિત જ નોંધ્યું છે.]
અરિહંત પરમાત્મા જે-જે દ્રવ્ય જે જે ભાવરૂપે પ્રયોગથી કે સ્વાભાવિક રૂપે પરિણમે છે, તે દ્રવ્યોને તે તે ભાવે-પરિણામે જાણે છે, અપર્યાયમાં પરિજ્ઞા નથી. માટે પચયિ વિશિષ્ટ દ્રવ્ય પ્રમાણભૂત છે. તેથી સમતાયુક્ત આત્મા જ સામાયિક છે. એ
જ તવરૂપ છે.
એ પ્રમાણે ઉભયનયને જાણીને શિષ્ય પૂછે છે - અહીં તત્વ શું છે ? સામાયિક ભાવ પરિણત આત્મા જ સામાયિક છે. તેથી જે સતુ છે, તે દ્રવ્ય-પર્યાય ઉભયરૂપ છે. તેથી આગમમાં કહ્યું છે -
• નિયુક્તિ--
જે જે દ્રવ્ય જે જે ભાવરૂપે પ્રયોગ અને સ્વાભાવિક રૂપે પરિણમે છે, તે દ્રવ્ય છે. જિનેશ્વરો તેને તે રૂપે જાણ છે. અપયયિમાં જ્ઞાન નથી.
• વિવેચન-કલ્પ :
જે જે દ્રવ્ય જે-જે આધ્યાત્મિક અને બાહ્ય ભાવોમાં પ્રયોકથી કે વિરાસાથી પરિણમે છે આદિ ભાવાર્થ પૂર્વવત. તે તે પરિણામથી જ જિનવર જાણે છે. આદિ - x - કેવલીએ તેમ જાણેલ છે. હવે કતિવિધ દ્વાર -
• નિર્યુક્તિ-૩૯૬ -
સામાયિક ત્રણ ભેદે છે – સમ્યકત્વ, શ્રત અને ચારિત્ર્ય. ચા»િ બે ભેદ છે – અગારિક અને અણગારિક
• વિવેચન-૭૯૬ - મૂર્ણિ અને દીપિકાનું વિવેયન કંઈક વિશેષણી છે.]
સામાયિક શબ્દનો અર્થ પૂર્વે કહ્યો. ત્રણ ભેદ કહ્યા. ‘વ’ શબ્દ સ્વગત ભેદે છે – ગારિક અને અણગા.િ તે બે ભેદે છે – નિસર્ગથી અને અધિગમથી. અથવા દશ ભેદે છે – પ્રત્યેકના પથમિક, સાસ્વાદન, ક્ષાયોપથમિક, વેદક અને ક્ષાયિક ભેદથી. અથવા ત્રણ ભેદે છે – ક્ષાયિક, ક્ષાયોપયમિક અને ઔપથમિક અથવા કાક, રોચક અને વ્યંજક ભેદથી છે.
શ્રુત એટલે શ્રુતસામાયિક, તે સૂત્ર, અર્થ અને ઉભયરૂપ ત્રણ ભેદે છે. અક્ષર, અનક્ષરાદિ ભેદથી અનેકવિધ છે.
ચાાિ સામાયિક - ક્ષાયિકાદિ ત્રણ ભેદે છે અથવા સામાયિક, છેદોષસ્થાય, પરિહાર વિશુદ્ધિ, સૂમસં૫રાય અને યયાખ્યાત ભેદથી પાંચ પ્રકારે છે. અથવા ગૃહીત સંપૂર્ણ વિકલ્પ બે ભેદે છે – આમાર સામાયિક અને આણગાર સામાયિક, • x • અTT:- વૃક્ષો, તેના વડે કરેલ તે અગાર-ગૃહ, તે જેને છે તે • આગારિક. દેશવિરતિના વિવિધરૂપથી આ અનેક ભેદે છે. આણગાર- સાધુ, તેનું આ તે આગાકિ.
[શંકા સમ્યકત્વ અને શ્રત સામાયિક છોડીને ચાસ્ત્રિ સામાયિકનું સાક્ષાત અભિધાન શા માટે ? (સમાધાન ચાસ્ત્રિ સામાયિક હોતાં તે બંને સામાયિક નિયમાં હોય, તે જણાવવાને માટે છે અથવા ચરમવથી આના ભેદો કહેવાથી, બાકી બંનેના પણ કહેવા. તેમ જણાવવા માટે છે.
હવે ભાણકૃત શ્રુત સામાયિકની વ્યાખ્યા • ભાષ્ય-૧૫o :
અધ્યયન કણ ભેદે છે - સૂત્ર, અર્થ અને તદુભય. બાકીના પણ અધ્યયનોમાં એ જ નિયુકિત છે.