________________
ઉપોદ્ઘાત નિ
-
૩૮૨,૮૩, ભાષ્ય-૧૩૫
મતની ઉત્પત્તિ થઈ.
еч
- વિવેચન-૧૩૫ ઃ
ગાચાર્ય કહ્યો. હવે આ મતની ઉત્પત્તિ દર્શાવે છે. * ભાષ્ય-૧૩૬ -
અંતરંજિકા નગરીમાં ભૂતગૃહ ચૈત્યમાં બલશ્રી રાજાના કાળમાં શ્રીગુપ્તાચાર્યના રોહગુપ્ત શિષ્ય. પરિવાક પોટ્ટશાલે વાદ માટે ઘોષણા કરી. • વિવેચન-૧૩૬ :
કથાનકથી અર્થ સમજવો, તે આ પ્રમાણે - અંતરંજિકા નામે નગરી હતી. ત્યાં ભૂતગૃહ નામે ચૈત્ય હતું, ત્યાં શ્રીગુપ્ત નામે આચાર્ય હતા. ત્યાં બલશ્રી નામે રાજા હતો. તે શ્રીગુપ્ત સ્થવિરની સાથે એક રોહગુપ્ત નામે શિષ્ય હતો. અન્યગામે રહેલ.
પછી તે ઉપાધ્યાયને વંદન કરવાને આવે છે. કોઈ પરિવ્રાજક લોઢાના પટ્ટથી પેટ બાંધીને, હાથમાં જંબુ વૃક્ષની ડાળી લઈને ચાલી રહ્યો હતો. તેને પૂછતાં તે કહે છે – જ્ઞાન વડે પેટ ફાટી જાય છે, માટે લોઢાના પટ્ટ વડે બાંધેલ છે. જંબૂ શાખા એટલે લીધી છે કે મારો કોઈ પ્રતિપાદિ જંબુદ્વીપમાં નથી.
ત્યારે પછી તેણે પટહ વગડાવ્યો – પરપ્રવાદી કોઈ રહ્યા નથી. તેથી લોકોએ તેનું પોટ્ટશાલ નામ કર્યુ. તે પટહ રોહગુપ્તે રોકી લીધો. તેણે કહ્યું – હું વાદ કરીશ. ત્યારે તે પ્રતિષેધિત થયો. આચાર્ય પાસે જઈને કહે છે કે – મેં એક પટહને રોકેલ છે. આચાર્યએ કહ્યું – ખોટું કર્યુ. તે વિધાબલિ છે. વાદમાં પરાજિત થવાથી વિધા વડે ઉપસ્થિત થાય છે. તેની પાસે આ સાત વિધાઓ રહેલી છે –
- ભાષ્ય-૧૩9 -
વિંછી, સર્પ, ઉંદર, હરણી, ભૂંડણ, કાગડી અને સમડી, આ વિધાઓ વડે તે પરિવાક કુશળ છે.
• વિવેચન-૧૩૭ :
વિંછી-વિંછીપ્રધાન વિધા લેવી એ રીતે સર્પ, ઉંદર, મૃગી - હરણીરૂપે ઉપઘાતકારિણી, એમ જ ભુંડણ, કાકવિધા, પોતકી વિધા અર્થાત્ સમળી વિધા. આ વિધાઓ વડે તે પરિવ્રાજક નિપુણ છે. રોહગુપ્તે પૂછ્યું – હવે તેના નિગ્રહ માટે શું કરવું? ત્યારે તે આચાર્યએ કહ્યું – પાઠ કરતાં જ સિદ્ધ થાય એવી આ સાત
પ્રતિપક્ષી વિધા ગ્રહણ કર. તે આ છે
—
* ભાષ્ય-૧૩૮ -
મયુરી, નકુલી, બિડાલી, વ્યાઘી, સીંહી, ઘુવડી અને બાજણ. આ સાત વિધા પરિવાજકના મથાં માટે તું ગ્રહણ કર.
• વિવેચન-૧૩૮ -
ગાથાર્થ કહ્યો. તેને અભિમંત્રિત કરેલ રજોહરણ પણ આપ્યું. જો અન્ય પણ કોઈ પ્રયોગ કરે તો ત્યારે રજોહરણ ઘુમાવજે તેનાથી અજય્ય બનીશ. ઈન્દ્ર વડે પણ
જીતવાને માટે શક્ય નથી. ત્યારે તે વિધાઓ ગ્રહણ કરીને સભામાં ગયો. તેણે
Εξ
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
પોટ્ટશાલ માટે કહ્યું – આ શું જાણે છે ? ભલે તે જ વાદ શરૂ કરે. પરિવ્રાજક વિચારે છે - આ લોકો નિપુણ હોય છે. તેથી તેમના જ સિદ્ધાંતોને ગ્રહણ કર્યું. જેમકે રાશિ બે છે – જીવ અને અજીવ.
ત્યારે રોહગુપ્તે વિચાર્યુ કે આણે અમારો જ સિદ્ધાંત ગ્રહણ કર્યો. તેથી તેને બુદ્ધિથી પરાજિત કરું. તેણે ત્રણ રાશિ સ્થાપી – જીવ, અજીવ અને નોજીવ. તેમાં જીવો - સંસારમાં રહેલા, અજીવ-ઘટ આદિ. નોજીવ-ગરોળીની પૂછડી વગેરે. જેમકે દંડને આદિ, મધ્યમ, અંત છે. ભાવો ત્રણ ભેદે છે. એ પ્રમાણે તેણે પોટ્ટુશાલને નિરુત્તર કરી દીધો.
ત્યારે તે પરિવ્રાજકે રોપાયમાન થઈ વૃશ્વિકા વિધા મૂકી. ત્યારે રોહગુપ્તે મયુરવિધા મૂકી. તેનાથી વૃશ્ચિકો હણાયા. પછી તેણે સર્પ વિધામૂકી, રોહગુપ્તે નકુલી વિધા મૂકી. એ રીતે ઉંદર સામે બીલાડી, હરણ સામે વાઘ, ભુંડ સામે સિંહ, કાક સામે ઘુવડ, સમડી સામે બાજણ વિધા મૂકી. એ પ્રમાણે હરાવી ન શકતા પોટ્ટશાલે ગર્દભી વિધા મૂકી. તે વિધાને રજોહરણ વડે હણી. પછી પરિવ્રાજકની હીલના કરીને કાઢી મૂક્યો.
પછી રોહગુપ્ત પરિવ્રાજક્ને હરાવીને આચાર્ય પાસે ગયો. કહ્યું કે – કઈ રીતે જીત્યો. આચાર્ય બોલ્યા કે – તો પછી ઉઠતાં કેમ ન બોલ્યો કે રાશિઓ ત્રણ હોતી નથી, આનો બુદ્ધિથી પરાજય કરવા મેં આમ કહેલ હતું. હજી પણ જઈને કહી દે. પણ તેને એ વાત ન સ્વીકારી, ક્યાંક મારું અપમાન થાય તો? વારંવાર આચાર્યએ કહ્યું. રોગગુપ્ત બોલ્યો – એમાં શું દોષ છે? જો રાશિ ત્રણ કહીએ તો? રાશિ ત્રણ જ છે.
આચાર્યએ કહ્યું – હે આર્ય ! અસદ્ભાવ અને તીર્થંકરાશાતના છે, તો પણ રોહગુપ્ત ન માન્યો. પછી તે આચાર્ય સાથે વાદ કરવા લાગ્યો. ત્યારે આચાર્યએ રાજકુલે જઈને કહ્યું – તે મારા શિષ્યએ ખોટો સિદ્ધાંત કહેલ છે. અમારા મતે રાશિ બે જ હોય છે. ત્યારે રોહગુપ્ત તેથી વિમુખ થયો. રાજાને કહ્યું કે – હવે તમે અમારો
વાદ સાંભળો. રાજાએ તે વાત સ્વીકારી. પછી તે બંનેએ રાજસભામાં નગરજનો સામે વાદ આરંભ્યો.
—
એ પ્રમાણે એક-એક દિવસ કરતાં છ માસ થયા. ત્યારે રાજા બોલ્યો, મારું રાજ્ય સીદાય છે. ત્યારે આચાર્યએ કહ્યું – મારી ઈચ્છાથી મેં આટલો કાળ લીધો. હવે જુઓ કાલના દિવસે આવીને તેનો નિગ્રહ કરીશ. ત્યારે પ્રભાતમાં કહે છે કુત્રિકાપણમાં પરીક્ષા કરો [વસ્તુ લાવો.] ત્યાં બધાં દ્રવ્યો હોય છે. ત્યાંથી જીવ, અજીવ અને નોજીવ લાવો. ત્યારે દેવતાએ જીવ અને અજીવ આપ્યા પણ નોજીવ હતા નહીં. એ પ્રમાણે ૧૪૪ પ્રશ્નો વડે તેમણે રોહગુપ્તનો નિગ્રહ કર્યો. આ જ અર્થ ના ઉપસંહાર માટે કહે છે -
* ભાષ્ય-૧૩૯ -
શ્રીગુપ્તાચાર્યે રોહગુપ્ત [ugક] ની સાથે ૧૪૪ પ્રશ્નો વડે અને કુમિકાપણમાં દૃષ્ટાંતો બતાવી છ માસ સુધી વાદ કરી તેને જીત્યો.