________________
ઉપોદ્દાત નિ - ૩૮૨,૩૮૩, ભાષ્ય-૧૩૦
૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
ખમાવ્યા. હવે આ જ અર્થનો ઉપસંહાર કરતા કહે છે –
• ભાષ્ય-૧૩0 -
શોતા નગરીના પોલાસ ઉધાનમાં અષાઢાચાર્યે યોગ કરાવતા તે દિવસે હદયરળથી મૃત્યુ પામી સૌધર્મકશે નલિનિગુભ વિમાનમાં ઉત્પન્ન થયા. રાજગૃહીમાં મૌર્યવંશી બલભદ્દે પ્રતિબોદયા.
• વિવેચન-૧૩૦ :
ગાથાર્થ કહ્યો વિશેષ આ - અષાઢ દેવે ઉત્પન્ન થઈને અવધિ જ્ઞાન વડે પૂર્વ વૃતાંત જાણીને શિષ્યોને યોગ પૂરા કરાવ્યા. દેવલોકે ગયા પછી તેમાં અવ્યકતગતવાળા તેમના શિષ્યો વિચરતા રાજગૃહી પહોંચ્યા ઈત્યાદિ પૂર્વે કથાનકમાં કહેલ છે, બીજો નિદ્ભવ કહ્યો. હવે ચોથો કહે છે –
• ભાષા-૧૩૧ -
વીર ભગવંત સિદ્ધિમાં ગયા પછી રર૦ વર્ષે મિથિલાપુરીમાં સામુછેદિક નામનો મત ઉતપન્ન થયો.
• વિવેચન-૧૩૧ - [ગાથાર્થ કહ્યો જે રીતે ઉત્પન્ન થયો, તે બતાવતા કહે છે – • ભાષ-૧૩ર :
મિથિલામાં લક્ષ્મીધર ચૈત્યમાં મહાગિરિના કૌડિન્યના આશ્ચમિક શિષ્યથી અનુવાદ પૂર્વમાં નૈપુણિક વસ્તુ ભણતાં સામુચ્છેદ મત ઉત્પન્ન થયો.] રાજગૃહીમાં ખંડરક્ષા દ્વારા પ્રતિબોધ પામ્યા.]
• વિવેચન-૧૩ર :
મિથિલા નગરીમાં લક્ષ્મીગૃહ ચૈત્યમાં મહાગિરિ આચાર્યના કૌડિન્ય નામે શિષ્ય હતા. તેમના શિષ્ય મિત્ર હતા. તે અનુપવાદ પૂર્વમાં ઔષણિક વસ્તુ ભણતા હતા. તેમાં છિન્ન છેદનક વક્તવ્યતામાં આલાવો આવ્યો. જેમકે - વર્તમાન સમય તૈરયિક વ્યુચ્છેદ પામે છે. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. એ પ્રમાણે દ્વિતીયાદિ સમયમાં પણ કહેવું.
અહીં તેને વિચિકિત્સા જન્મી - બધાં પ્રત્યુત્પન્ન સમયે જન્મેલ વિચ્છેદ પામે છે - એ પ્રમાણે કર્મનું અનુવેદન સુકૃત-દુકૃતોને કઈ રીતે થાય ? કેમકે ઉત્પાદ પછી બધાંનો વિનાશ થાય છે. તેણે આવી - આવી પ્રરૂપણા કરતા ગુરુએ કહ્યું - એક નયના મતથી આ સૂત્ર છે, મિથ્યાત્વમાં જઈશ નહીં. નિરપેક્ષ બાકીના પણ નયોને હદયમાં વિચાર, કાળપર્યાય માત્ર નાશમાં સર્વથા વિનાશ નથી, વસ્તુ સ્વ-પર પયયોથી અનંતધર્મથી યુકત છે. સૂત્રમાં પણ કહે છે - વસ્તુ દ્રવ્યાર્થપણે શાશ્વત છે, પયિપણે અશાશ્વત છે. તેથી અભિહિત એવા સમયાદિ વિશેષણથી સર્વનાશ થતો નથી. એવું બધું સમજાવવા છતાં પોતાના મતને છોડતો નથી.
પછી તે સામુચ્છેદ મતને વ્યક્ત કરતો કાંપીલ્યપુર ગયો. ત્યાં ખંડરક્ષા નામે શ્રાવકો હતા. તેઓ મૂાથી પાલિત હતા. તેઓએ આ મતવાળાને જમ્યા. તેઓએ
તેમને પકડ્યા, તેમને મારવા લાગ્યા. તે સાધુઓ ભયભીત થઈ બોલ્યા - અમે તો સાંભળેલ કે તમે શ્રાવકો છો, તો પણ સાધુને કેમ મારો છો ? તેઓ બોલ્યા - જે સાધુ હતા, તે તો તમારા સિદ્ધાંત પ્રમાણે વિચ્છેદ પામ્યા, હવે તમે તો બીજા કોઈ ચોર આદિ છો. ઈત્યાદિથી તેઓને બોધ પમાડ્યો. સમ્યકત્વ સ્વીકાર્યું.
• ભાષ્ય-૧33 -
વીરપભના સિદ્ધિગમન બાદ રર૮ વર્ષે “બે કિયા''નો મત ઉલુકા નદીના કિનારે ઉત્પન્ન થયો.
• વિવેચન-૧૩૩ :ગાથાર્થ કહ્યો. હવે જે રીતે ઉત્પન્ન થયો તે કહે છે – • ભાષ્ય-૧૩૪ -
ઉલકા નદીના કાંઠે ખેટક સ્થાનમાં મહાગિરિના શિષ્ય, ધનગુપ્તના શિષ્ય આર્યગંગથી બે ક્રિયા માં નીકળ્યો. રાજગૃહીમાં મહાતપના કાંઠે મણિનાગ યક્ષે પ્રતિબોધ કર્યો.
• વિવેચન-૧૩૪ -
ઉલકા નામે નદી હતી. તેના ઉપલક્ષથી જનપદ પણ તે જ કહેવાય છે. તે નદીના કાંઠે એક ખેટસ્થાનમાં, બીજું ઉલકાતીર નગરે, બીજા કહે છે તે જ ખેટમાં.
ત્યાં મહાગિરિના શિષ્ય ધનગુપ્ત નામે હતા, તેના પણ શિષ્ય ગંગા નામે આચાર્ય હતા. તે તે નદીના પૂર્વના કાંઠે હતા આચાર્ય તેના પશ્ચિમી કાંઠે હતા. પછી શરદકાળમાં આચાર્ય વંદન માટે નીકળ્યા. તેમને માથે ટાલ હતી. ઉલુકા નદી ઉતરતા તે ટાલ તાપ વડે બળવા લાગી, નીચે શીતળ પાણી વડે શીત હતું.
ત્યારે તેને વિચાર આવ્યો - સૂત્રમાં કહે છે કે એક જ ક્રિયા વેદાય છે, શીત કે ઉણ. હું બે ક્રિયા વેદુ છું. તેથી બે ક્રિયા એક જ સમયે વેદાય છે, ત્યારે આચાર્યને કહ્યું. આચાર્ય બોલ્યા- હે આર્ય! એવી પ્રરૂપણા કરતો નહીં. એક સમયે બે કિયા ન વેદાય. કેમકે મન સૂમ સમયને પકડી ન શકે. તેને સમજાવવા છતાં તેણે પોતાનો મત ન છોડ્યો.
તે ભ્રમણ કરતાં રાજગૃહે ગયો. મહાતપના કાંઠે પ્રભા નામે સરોવર હતું. ત્યાં મણિનાગ નામે યક્ષ, તેના ચૈત્યમાં રહેતો હતો. ગંગા આચાર્યે ત્યાં પર્ષદા મધ્ય કહ્યું - એક સમયે બે ક્રિયા વેદાય છે. ત્યારે મણિનાગ યક્ષે તે પર્ષદામાં કહ્યું – અરે દુષ્ટ શૈક્ષ ! અપ્રજ્ઞાપના કેમ કરે છે ? આ જ સ્થાને રહીને ભગવંત વર્ધમાનસ્વામીએ કહેલ છે કે – એક સમયે એક જ ક્રિયા વેદાય છે. શું તું તેનાથી વધુ હોંશિયાર થઈ ગયો છે ? આ બકવાદ બંધ કર, નહીં તો તને શિક્ષા કરીશ. મણિનાગે મારવા લેતા તે ભયથી પ્રતિબોધ પામ્યો, બોલ્યો કે હું ગુરુ પાસે જઈને પ્રતિક્રમવા ઈચ્છું છું.
પાંચમો નિહવ કહ્યો. હવે છઠ્ઠો બતાવે છે –
ભાગ-૧૩૫ - ભગવંત વીરના સિદ્ધિગમન બાદ ૫૪૪ વર્ષે આંતરંજિકાપુરિમાં બિરાણિક