________________
૮૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
ઉપોદ્દાત નિ - ૭૭૫,૭૭૬ છે. ત્યારપછી વજસ્વામી શ્રમણગણથી પરીવરીને એક પતિ ચડવાનું આવ્યુ. અહીં ભક્ત પ્રત્યાખ્યાન કરીશું.
ત્યારે એક બાળ સાધુને કહ્યું – તું પાછો જા. તે જવા ઈચ્છતો નથી. ત્યારે તે એક ગામમાં તેને વિમોહિત કરી ભુલવાડ્યો. પછી પર્વતે આગળ વધ્યા. બાળ સાધુ તેમના ગતિમાર્ગથી જઈને, તે વડીલોને સમાધિ ન થાય, તે માટે તેની જ નીચેના ભાગે શિલાતલે પાદપોપગત અનશને રહ્યો. ત્યારે તાપ વડે જેમ માખણ ઓગળી જાય તેમ થોડાં જ કાળમાં કાલગત થયો. દેવોએ તેના કાળધર્મનો મહોત્સવ કર્યો.
ત્યારે આચાર્ય બોલ્યા - બાળ સાધુએ પોતાનો અર્થ સાધી લીધો છે. પછી તે સાધુઓ બમણાં શ્રદ્ધા-સંવેગ પૂર્વક બોલ્યા - જે બાલકે તેનો અર્થ સાધ્યો, તો આપણે શું તેના કરતાં સુંદરતર ન કરીએ ? તેટલામાં પ્રત્યનીકા દેવી, તે સાધુને શ્રાવિકારૂપે ભક્ત-પાન વડે નિમંત્રે છે. હવે તમારે પારણું છે, પારણું કરો. ત્યારે આચાર્યએ જાણ્યું કે- આ અપ્રીતિક અવગ્રહ છે. ત્યારપછી બીજા ગિરિ ઉપર ગયા. ત્યાં દેવીનો કાયોત્સર્ગ કર્યો. તે દેવી આવીને બોલી – અહો ! મારો ઉપર અનુગ્રહ થશે, અહીં રહો. ત્યારે સમાધિ પૂર્વક કાળધર્મ પામ્યા. પછી ઈન્દ્ર વડે રથચી વંદન કરાયું. રથ વડે પ્રદક્ષિણા કરી. ઈત્યાદિ - X - X - તેથી તે પર્વત રયાવર્ત પર્વત કહેવાય છે.
તે ભKતના કાળધર્મ પછી અર્ધનારાય સંઘયણ અને દશમું પૂર્વ વિચ્છેદ પામ્યા. [દશ પૂર્વો વ્યચ્છિન્ન થયા.]
તે વજસેન જેને મોકલેલ, તે ભ્રમણ કરતાં સોપારક નગરે ગયો. ત્યાં શ્રાવિકા જીવાજીવની જ્ઞાતા અને ઈશ્વરી હતી. તેણી વિચારે છે – કઈ રીતે જીવીશું ? કોઈ આઘાર પણ નથી. ત્યારે લાખ મુદ્રા વડે તે દિવસે ભોજન બનાવ્યું અને વિચાર્યું કે - અહીં અમે સર્વકાળ ઉર્જિત જીવ્યા. હાલ અહીં જ દેહબલિકા વડે વૃત્તિ કાવી [મરી જવી કોઈ આધાર વહે છે નહીં. લાખ મુદ્રાથી નિષ્પન્ન આહારમાં ઝેર ભેળવી, જમીને, નમસ્કાર ધ્યાનપૂર્વક કાળ કરીશું. તે માટે સજ્જ થયા. પણ હજી વિષ ભેળવેલ ન હતું. તે વજસેન સાધુ ચાલતાચાલતા ત્યાં પહોંચ્યા.
ત્યારે તે શ્રાવક-શ્રાવિકા હર્ષિત અને સંતુષ્ટ થઈને તે સાધુને તે પરમ જ્ઞ વડે પ્રતિલાભિત કર્યા. પરમાર્થને સાધે છે. તે સાધુ બોલ્યા- તમે ભક્ત પ્રત્યાખ્યાન કરશો નહીં. મન વજસ્વામીએ કહેલું કે- જ્યારે તું લાખ મુદ્રાથી નિષ્પન્ન ભિક્ષાને પામીશ, ત્યારપછી પ્રભાતે જ સુકાળ થશે. ત્યારે ત્યાંથી નીકળજે. તે વખતે શ્રાવિકાઓ અટકાવવાથી રહી ગયા. એ જ દિવસે વહાણ વડે ચોખા આવ્યા. ત્યારે આજીવિકાનો આધાર થયો. તે સાધુ ત્યાં જ રહ્યા. સુભિક્ષ [કાળ] થયો. તે બધાં શ્રાવકોએ તેમની પાસે દીક્ષા લીધી. પછી વજસ્વામીની પાટ પરંપરામાં વંશ સ્થિર થયો.
આ તરફ આર્ય રક્ષિાત દશપુર જઈને બધાં સ્વજન વનિ દીક્ષા આપી. માતા, [32/6]
બહેને પણ દીક્ષા લીધી તેના જે પિતા, તે પણ અનુરાગથી તેમની સાથે રહેવા લાગ્યો. પણ પિતાજી લજ્જાને કારણે વેશ સ્વીકારતા નથી. હું શ્રમણ પ્રવજ્યા કઈ રીતે લઈશ? અહીં મારી દીકરી, પત્ની આદિ બધાં સ્વજન છે, તેમની આગળ નગ્ન કઈ રીતે રહી શકું?
આચાર્યએ તેમને ઘણી વાર કહ્યું - દીક્ષા લઈ લો. તે કહેતા – જો સરખા વસ્ત્ર, કુંડિકા, છત્ર, ઉપામહ, જનોઈ રહેવા દે તો દીક્ષા લઉં. આર્ય રક્ષિત સૂરિએ તે કબૂલ કર્યું. તેના પિતાએ દીક્ષા લીધી. તે ફરી ચરણ-કરણ-સ્વાધ્યાયમાં અનુવd તેમ કરીશ. પછી તે કટીપટ્ટક (ધોતી], છત્ર, ઉપામહ, કુંડિકાને મૂક્તા ન હતા. બાકી બધાંનો ત્યાગ કર્યો.
અન્ય કોઇ દિવસે ચૈત્યને વાંદવા ગયા. આચાર્યએ પૂર્વે બાળકોને બોલાવીને કહેલું કે - આ છત્રીધારીને છોડીને બધાંને વંદન કરજો. ત્યારે તે પિતા મુનિ વિચારે છે કે - આ મારા પુત્ર-પૌત્રોને વંદન કરે છે, મને કેમ નથી કરતાં ? ત્યારે તે બોલ્યા કે - કેમ હું પ્રવજિત નથી ? બાળકો બોલ્યા- પ્રવજિતને છબ ક્યાંથી હોય ? માટે નથી વાંદતા. ત્યારે પિતા મુનિએ વિચાર્યું કે આ બધાં પણ મને તિરસ્કારે છે, માટે છત્રીનો ત્યાગ કરું.
ત્યારે પુત્ર આર્ય રક્ષિત]ને કહ્યું - હે પુત્ર ! આ છત્રીનું શું કામ છે ? ત્યારે તે કહે છે – કંઈ નથી. જો તાપ પડશે તો ઉપર વસ્ત્ર રાખીશું. પછી ફરી બાળકોને શીખવ્યું કે - આ કુંડિકાવાળાને છોડીને બધાંને વંદન કરજો. એ પ્રમાણે થતાં પૂર્વવત્ આર્ય રક્ષિતે કહ્યું - માત્રક વડે સંજ્ઞા ભૂમિ જવું. એ પ્રમાણે યજ્ઞોપવિત પણ છોડાવી દીધી. પછી આચાર્યએ કહ્યું - આપણને કોઈ અહીં જાણતું નથી કે આપણે બ્રાહ્મણ છીએ, એ પ્રમાણે તેને તે બધું જ છોડાવી દીધું. પછી બાળકોને શીખવ્યું કે પે'લા કટીપટ્ટક [ધોતી] વાળાને છોડીને બધાંને વંદન કરજો. ત્યારે પિતા મુનિએ કટીપટ્ટ ન છોડ્યો અને કહી દીધું કે- કંઈ નહીં, તમે ન વાંદતા, મને બીજા વંદન કરશે.
તેટલામાં કોઈ સાધુએ ભોજનના પ્રત્યાખ્યાન કર્યા, મૃત્યુ પામ્યા. ત્યારે કટીપક છોડાવવાને આચાર્યએ કહ્યું - જે આ મૃતકનું વહન કરશે તેને મહાફળ પ્રાપ્ત થશે. પહેલાંથી જ સાધુને એવી સંજ્ઞા કરી રાખેલી કે – તમે બોલજો - રામે આને વહન કરીશું. તેથી આચાર્યને સ્વજન વર્ગ કહેવા લાગ્યો કે - અમે આ મૃતકને વહન કરશે - અમે વહન કરશું. તેઓ કલહ કરવા લાગ્યા. આચાર્ય પાસે આવ્યા. આચાર્યએ કહ્યું - અમારો સ્વજન વર્ગ કેમ નિર્જર ન પામે. તમે જ કહો કે - અમે વહન કરીશું.
ત્યારે તે સ્થવિર કહે [પિતા મુનિ છે – હે પુત્ર ! શું આમાં ઘણી નિર્જરા થાય ? આચાર્ય બોલ્યા - થાય. ત્યારે તે બોલ્યા - તો હું મૃતક લઈ જઈશ. આચાર્યએ કહ્યું - અહીં ઉપસર્ગ ઉત્પન્ન થશે. બાળકો નગ્ન પણ કરી દેશે. તે સંહને કરવાનું સામર્થ્ય હોય તો જ મૃતકનું વહન કજો. પણ જો સહન કરી ન શકો તો