________________
ઉપોદઘાત નિ - ૩૭૫,૭૭૬
૮૦
રક્ષિતે કહ્યું કે હું તમારી પાસે આવ્યો છું. ત્યારે તે બ્રાહ્મણે કહ્યું. હું શરીર ચિંતાર્થે જઉં છું. આ શેરડીના સાંઠા માતાને આપીને કહેજે. - x - તેણી વિચારે છે - મારા પુત્રને સુંદર મંગલ થયું છે. તે નવ પૂર્વ અને થોડું વધારે ભણશે. રક્ષિત પણ વિચારે છે કે – મારે દૈષ્ટિવાદના નવાંગ અધ્યયનો ગ્રહણ કરવા. દશમું પૂરું નહીં. પછી ઈશુગૃહમાં ગયો. ત્યાં જઈને વિચારે છે - હું કઈ રીતે પ્રવેશ કરું ? હું વિધિથી અજાણ છે. જો અહીં આમનો કોઈ શ્રાવક હશે, તો હું તેની સાથે પ્રવેશ કરીશ. એક બાજુ ઉભો રહ્યો.
ત્યાં ઢઢર નામે શ્રાવક હતો, તે શરીરચિંતા કરીને ઉપાશ્રયે જતો હતો, ત્યારે તેવો દર રહીને કણ નધિડી કરી. એ પ્રમાણે તે ઢારે ઈય આદિ મોહ સ્વરથી કરી. રક્ષિત તો મેધાવી હતો, તેણે ધારી લીધું તે પણ તે જ ક્રમે ઉપાશ્રયે પહોંચ્યો. બધાં સાધુને વંદન કર્યું, પણ તે શ્રાવકે વંદન ન કર્યું. ત્યારે આચાર્યએ જાણ્યું કે આ નવો શ્રાવક છે. આચાર્યએ તેને પૂછ્યું - ધર્મનો બોધ ક્યાં પામ્યો ? રક્ષિત કહ્યું - આ શ્રાવક પાસેથી. સાધુઓએ કહ્યું- આ શ્રાવિકાનો પુત્ર છે, કાલે જ હાથી ઉપર બેસીને આવેલ છે. આચાર્યએ “કેમ ?' પૂછતા તેણે બધી વાત કરી.
તેણે કહ્યું કે હું દૃષ્ટિવાદ ભણવા માટે આપની પાસે આવેલ છે. આચાર્ય બોલ્યા - અમારી પાસે દીક્ષા લેનારને જ અમે ભણાવીએ છીએ. ક્ષિતે કહ્યું - હું દીક્ષા લઈશ. તે પણ પરિપાટી ક્રમથી ભણાવાય છે. રક્ષિત કહ્યું – ભલે, તેમ થાઓ. પરિપાટી ક્રમે ભણીશ. પરંતુ મને અહીં દીક્ષા લેવાનું યોગ્ય નથી. બીજે જઈએ. આ રાજા અને બીજા લોકો મારામાં અનુક્ત છે. પછી મને બળજબરીથી પાછો લઈ જશે. માટે બીજે જઈએ.
ત્યારે તેને લઈને બીજા સ્થાને ગયા. એ પહેલી શિષ્યનિષ્ફટિકા. પછી તે થોડાં જ કાળમાં અગિયાર અંગ ભણી ગયો. તોયલીપુત્ર આચાર્ય પાસે જેટલો દૃષ્ટિવાદ હતો, તે પણ આણે શીખી લીધો. તે વખતે આર્યવજ યુગપ્રધાન આચાર્ય સંભળાતા હતા. તેમની પાસે ઘણો દૃષ્ટિવાદ હતો. ત્યારે આર્યરક્ષિત ઉર્જની મધ્ય થઈ તેમની પાસે જવા નીકળ્યા. માર્ગમાં ભદ્રગુપ્ત સ્થવિરની પાસે પહોંચ્યા. આચાર્ય ભગવંતે પણ તેની ઉપબૃહણા કરી - ધન્ય છો, કૃતાર્થ છો. હું સંલિખિત શરીરી છું, મારી પાસે કોઈ નિયમક નથી. તું મારો નિયમિક શા. રક્ષિતે પણ સ્વીકાર્યું.
ભદ્રગુપ્તાચાર્યએ કાળ કરતાં પહેલાં કહ્યું કે- તું વજસ્વામીની સાથે રહેતો નહીં, અલગ ઉપાશ્રયમાં રહીને ભણજે. કેમકે જેઓ તેની સાથે એક સનિ પણ વસશે, તે તેની સાથે મૃત્યુ પામશે. રક્ષિતે તે વાત સ્વીકારી. ભદ્રગુપ્તાચાર્યે કાળ કર્યા પછી તે વજસ્વામી પાસે ગયા. પણ બહાર સ્થિરતા કરી. વજસ્વામીએ પણ સ્વપ્ન જોયું કે કોઈ આવીને તેમના પાત્રમાંથી ખીર પીધી, તેમાંથી] થોડીક બાકી રહી ગઈ. તેમણે પણ ભદ્રગુપ્તાચાર્ય માફક જ આ વાતને પરિણામિત કરી [કહી.].
આર્ય રક્ષિત આવ્યા. વજસ્વામીએ પૂછ્યું - ક્યાંથી આવો છો ? તોસલિપુત્ર આચાર્ય પાસેથી. કોણ ? આર્યરક્ષિત. બરાબર, સરસ. તારું સ્વાગત છે. ત્યાં ઉતર્યા
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ છો ? ક્ષિતે કહ્યું - બહાર. વજસ્વામીએ પૂછ્યું કે - બહાર રહીને કઈ રીતે ભણવું • ભણાવવું શક્ય બને ? શું તું નથી જાણતો ? ત્યારે આર્યરક્ષિતે કહ્યું - મને ક્ષમાશ્રમણ ભદ્રગુપ્તએ કહેલું કે- બહાર રહેજે. ત્યારે વજસ્વામીએ ઉપયોગ મૂક્યો ને જાણ્યું કે બરાબર છે. આચાર્યો કારણ વગર કંઈ ન બોલે. ભલે, બહાર રહે. ત્યારે ભણવાનું આરંભ થયું.
આર્ય રક્ષિત થોડાં જ કાળમાં નવ પૂર્વે ભણી ગયા. દશમું ભણવું શરૂ કર્યું. ત્યારે વજસ્વામીએ કહ્યું - “ચાવકો” કરો. તે આનું પરિકર્મ છે. તે સૂક્ષ્મ અને ગાઢ અંતવાળા હતા. ચોવીશ અવિકા ગ્રહણ કરી. આર્ય રક્ષિત તેટલું ભણ્યા. આ તરફ તેના માતા-પિતા શોકમગ્ન થઈ ગયેલા. ત્યારે આર્યરક્ષિતને થયું કે - “મને હતું હું ઉધોત કરીશ, પણ અંધકાર કરી દીધો.” ત્યારે માતા-પિતાએ પાછો બોલાવ્યો. તો પણ ન ગયા. ત્યારે નાના ભાઈ શુરક્ષિતને મોકલ્યો. ચાલ, તું આવ તો બધાં દીક્ષા લેશે. પણ આર્યરક્ષિતને વિશ્વાસ ન બેઠો. જો તે બધાં દીક્ષા લેવાના હોય તો તું પહેલાં દીક્ષા લે ત્યારે કૃષ્ણુરક્ષિતે દીક્ષા લીધી. તેને ભણાવ્યો.
- આરક્ષિત ‘યવિકો’ના અધ્યયનમાં ઘણાં કંટાળીને પૂછે છે ભગવન ! દશમાં પૂર્વમાં કેટલું બાકી રહ્યું ? ત્યારે વજસ્વામીએ બિંદુ અને સમુદ્ર તથા સરસવ અને મેરનું દટાંત આપ્યું. બિંદુમાત્ર ભણ્યો, સમુદ્ર જેટલું બાકી છે, ત્યારે આર્ય રક્ષિત વિષાદ પામ્યા, મારી આટલું પાર જવાની કયાં શક્તિ છે? ત્યારે પૂછે છે – ભદંતા હું જઉં ? આ મારો ભાઈ આવેલ છે, તે ભણશે, તેને ભણાવો. આ પ્રમાણે તે નિત્ય પૂછે છે. ત્યારે આર્ય વજએ ઉપયોગ મૂક્યો – શું આ કૃત મારી સાથે જ વિચ્છેદ પામશે ? ત્યારે તેમણે જાણ્યું કે- મારું આયુ થોડું છે, આ ફરી પાછો આવશે નહીં. તેથી મારી સાથે જ આ દશમું પૂર્વ વિચ્છેદ પામશે. તેથી આર્ય રક્ષિતને વિદાય આપી.
આર્ય રક્ષિત દશપુર પ્રતિ પ્રસ્થાન કર્યું. વજસ્વામી પણ દક્ષિણાપયે વિચારવા લાગ્યા. તેમને કફનો વ્યાધિ થયો. તેથી સાધુઓને કહ્યું કે મારા માટે સુંઠ લાવજો. તેઓ લાવ્યા. સુંઠને વજસ્વામીએ કાનમાં ભરાવી. ભોજન લઈને તેને ચુસીશ તેમ વિચાર્યું. પછી ભૂલી ગયા. વિકાલે આવશ્યક કરતા મુખવીકા વડે ચલિત થઈને પડી. તેમનો ઉપયોગ ગયો. અહો ! મને પ્રમાદ થઈ ગયો. પ્રમાદીને સંયમ ન હોય. તો મારે માટે શ્રેયકર છે કે હવે હું ભક્ત પ્રત્યાખ્યાન કરું એમ વિચારે છે.
તેટલામાં બાર વર્ષીય દુકાળ થયો. બધું ચોતરફથી છિન્ન થયું, માર્ગો ભાગી ગયા, નિરાધાર થયા. ત્યારે વજસ્વામી વિધા વડે લાવેલ આહા પ્રવજિતોને આપે છે અને કહે છે - આ પ્રમાણે બાર વર્ષ આહાર ભોગવો, ભિક્ષા પણ મળતી નથી. જો તમને લાગે કે સંયમ ગુણો વધે છે, તો ભોગવજો જો લાગે કે તેમ થતું નથી, તો ભક્તપત્યાખ્યાન કરજો. ત્યારે બધાં કહે છે - આવા વિધા પિંડને ભોગવીને શું લાભ ? અમે ભક્ત પ્રત્યાખ્યાન કરીશું.
આચાર્યએ પૂર્વે જ તે જાણીને વજસેન નામે શિષ્યને લેવા મોકલ્યો. કહ્યું કે જો તું લાખ મુદ્રાથી નિષ્પન્ન ભિક્ષા મેળવે તો જાણજે કે હવે દુકાળનો નાશ થયો