________________
ઉપોદ્દાત નિ - ૩૭૫,૭૭૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
રાજાએ અવલોકન કર્યું. અનલગિરિના પગલાં જોયા, રાજા વિચારે છે – કયા નિમિત્તે આવ્યો હશે? યાવત પે'લી દાસી પણ દેખાતી નથી. રાજા કહે છે - દાસીને તે ઉપાડી ગયો. હવે જાઓ પ્રતિમા છે કે નહીં તે જુઓ. સેવકોએ આવીને કહ્યું - પ્રતિમા છે.
ત્યારપછી રાજા પૂજાના સમયે આવ્યો. જુએ છે કે પ્રતિમાના પુષ્પો પ્લાન થઈ ગયા છે. પ્રતિમાની નિર્વણતા જોઈને જાણ્યું કે- આ તો પ્રતિમાનું પ્રતિરૂપક છે. મૂળ પ્રતિમાનું હરણ કરાયેલું છે. ત્યારે રાજાએ પધોતની પાસે દૂત મોકલ્યો, કહેવડાવ્યું કે - મારે દાસીનું કંઈ કામ નથી પણ મારી પ્રતિમા પાછી આપી દે. પ્રધોતે પ્રતિમા ન આપી. તેથી ઉદાયન રાજા જયેષ્ઠ માસમાં દશ રાજા સાથે જઈને પ્રધાંત ઉપર ચડાઈ કરી.
મરભૂમિને પાર કરતી વેળા આખું સૈન્ય તરસથી મરવા લાગ્યું રાજાને નિવેદન કર્યું. ત્યારે રાજાએ પ્રભાવતીને યાદ કરી, તે પ્રભાવતી દેવ આવે છે. તેણીએ ત્રણ પુષ્કરિણી બનાવી. આગળની, મધ્યની, પાછળની. ત્યારે બધાં આશ્વસ્ત થયા. પછી ઉજજૈની ગયા. ઉદાયને પ્રોતને કહ્યું કે લોકોને માવાથી શું લાભ ? તારી અને મારી વચ્ચે યુદ્ધ કરીએ, તને હાથી-ઘોડા-રથ કે પગે જેમ યે તેમ યુદ્ધ કરીએ.ત્યારે પ્રધાને કહ્યું કે - આપણે રથ વડે યુદ્ધ કરીએ. ત્યારે અનલગિરિ હાથી વડે તે આવ્યો. ઉદાયન રાજા રથ લઈને નીકળ્યો. ત્યારે રાજા બોલ્યો કે- શરતનો ભંગ કર્યો છે, તો પણ હવે તું બચવાનો નથી.
ત્યારપછી ઉદાયને રથ માંડલિક રાજાને આપ્યો. હાથીના વેગથી પધોતની પાછળ પડ્યો. હાથી જ્યાં જયાં પગ મૂકે છે, ત્યાં ત્યાં બાણ ફેંકે છે. હાથી પડી ન ગયો ત્યાં સુધી તેમ કર્યું. પછી પ્રધોતને બાંધી દીધો. તેના કપાળે અંકિત કરાવી દીધું – “ઉદાયન રાજાની દાસીનો પતિ” પછી પોતાના નગર તરફ ચાલ્યો. પણ પ્રતિમાઓ સાથે આવવાની ઈચ્છા ન કરી [અર્થાતુ ન આવી.] માર્ગમાં વર્ષ વડતું આવી, ત્યાં જ રહ્યા. ત્યાં દશે રાજાઓ ધૂળનો કિલ્લો બનાવીને રહ્યા. જેથી અવઢંદનો ભય ન રહે.
જે રાજા ઉદાયન જમતો તે જ પ્રધોતને અપાતું હતું. પર્યુષણામાં પ્રધોતને રસોઈયાએ પૂછયું - આજે શું જમશો ? ત્યારે પ્રધોત વિચારે છે - મને [ભોજનમાં ઝેર આપી] મારી નાંખશે તેવી પૂછે છે - આજે કેમ રસોઈનું પૂછ્યું ? સોઈયાએ કહ્યું - આજે પર્યુષણા (સંવત્સરી] છે, અમારા રાજાને ઉપવાસ છે. પ્રધાન બોલ્યો – મારે પણ ઉપવાસ છે. મારા પણ માતાપિતા સયત છે, મને યાદ ન રહ્યું કે આજે પર્યુષણા છે.
- રસોઈયાએ ઉદાયન રાજાને કહ્યું. રાજા બોલ્યો - હું જાણું છું કે આ ધૂતારો છે, પણ આને બંધનમાં રાખીશ તો મારી પર્યુષણા શુદ્ધ નહીં થાય. તેથી મુક્ત કરીને ક્ષમા કરી, સુવર્ણનો પટ્ટ બનાવીને પધોતના કપાળના અક્ષરો ઢાંકવા માટે બાંધી દીધો. તે દેશ પણ પ્રઘોતને આપી દીધો. ચાચી પબદ્ધ રાજાઓ થયા, પૂર્વે
મુગટબદ્ધ રાજાઓ હતા. વર્ષાઋતુ વીત્યા પછી ઉદાયનરાજા ગયો. ત્યાં જે વણિકM આવેલ, તે ત્યાં જ રહ્યો. ત્યારે તે દશપુર નગર થયું એ પ્રમાણે દશપુરની ઉત્પત્તિ જાણવી.
તે દશપુરમાં આર્યરક્ષિત ઉત્પન્ન થયેલ. તે રક્ષિતના પિતા જે કંઈ જાણતા હતા, તેટલું તેટલું તેને જણાવ્યું. પછી ઘેર ભણવાનું બને તેમ ન હતું. તેથી પાટલીપુણે રક્ષિત ભણવા ગયો. ત્યાં સાંગોપાંગ ચાર વેદો ભયો. સમસ્ત પારાયણ શીખ્યો અને શાસ્ત્રનો પાગ થયો. ચૌદ વિધાસ્થાન ગ્રહણ કર્યા. પછી દશપુરે આવ્યો. રાજકુલ સેવકોએ તે જાણીને રાજાને કહ્યું, રાજાના કહેવાથી નગરને પતાકાદિયકત કર્યું. રાજ સ્વયં અભિમુખ ગયો. તેણે ફિલતને જોતાં જ તેનો સકાર કર્યો. અગાસન આપ્યું. એ પ્રમાણે નગરના બધાંએ અભિનંદિત કર્યો. શ્રેષ્ઠ હાથી ઉપર બેસી પોતાને ઘેર આવ્યો.
ઘેર પણ બાહ્ય અને અત્યંતર પર્ષદાએ આદર કર્યો. તે પણ ચંદન કળશો વડે શોભિત કર્યું. ત્યાં બાહ્ય ઉપસ્યાનશાળામાં રહ્યો. અડધાં લોકો પાછા ગયા, ત્યારે વયસ્યો, મિત્રો આદિ બધાં આગંતુકોને મળ્યો. પરિજન અને લોકોએ અર્થ ને પાધ વડે પૂજ્યો. તેનું ઘર પણ દ્વિપદ, ચતુષ્પદ, સોનું, રૂપુથી ભરાઈ ગયું. ત્યારે વિચારે છે – માતા દેખાતા નથી. ઘરમાં ગયો. માતાનું અભિવાદન કર્યું, માતા બોલી - હે પુત્ર ! તારું સ્વાગત છે. પછી મધ્યસ્થ રહી.
રક્ષિતે કહ્યું - હે માતા ! તમે ખુશ નથી શું ? મારા આવવાથી નગરને વિસ્મય થયું, હું ચૌદ વિધાનો પારગામી થયો. માતા બોલી – પુત્ર ! મને કઈ રીતે સંતોષ થાય ? તું ઘણાં જીવોનો વધ કરવાનું ભણીને આવેલ છો. જેનાથી સંસાર વધવાનો છે, તેમાં હું શું ખુશ થાઉં? શું તું દૈષ્ટિવાદ ભણીને આવેલ છો ? (તે હું ખુશ થાઉં ?].
પછી તે વિચારે છે - તે ક્યાં ભણાશે ? તો હું જઈને ભણું. જેથી માતાને સંતોષ થાય. લોકોને ખુશ કરીને શું લાભ ? ત્યારે પૂછે છે - હે મા ! તે દષ્ટિવાદ
ક્યાં ભણાય? માતા કહે છે - સાધુની પાસે હોય, ત્યારે તે પદાર્થ ચિંતવવા લાગ્યો. ત્યારે તેને થયું કે - નામ જ સુંદર છે – “દષ્ટિવાદ” જો કોઈ શીખવે, તો હું ભણું. માતા-પિતા ખુશ થશે.
ત્યારે પૂછે છે - તે દૃષ્ટિવાદને જાણનાર ક્યાં મળે ? માતા બોલી – આપણા ઈશુગૃહમાં તોસલિબ નામે આચાર્ય છે. ક્ષિત બોલ્યો - કાલે ભણીશ. તું ઉત્સુક ન થા. ત્યારે તે સગિના દૃષ્ટિવાદ નામનો અર્થ ચિંતવતો ઉંધ્યો નહીં, બીજે દિવસે પ્રભાતમાં જ ચાલ્યો. તેના પિતાનો મિત્ર બ્રાહ્મણ ઉપનગર ગામમાં વસતો હતો. તેણે તે જોયેલ નહીં. હમણાં ક્ષણમાં જોઈશ. તે શેરડીના સાંઠા લઈને આવતો હતો, તેમાં નવ પ્રતિપૂર્ણ હતા, એકનો ખંડ હતો. ક્ષિત નીકળતો હતો ત્યારે તે સામે મળ્યો. તેણે પૂછ્યું - તું કોણ છે? હું રક્ષિત છું ત્યારે તેણે ખુશ થઈને સ્વાગત કરી બોલાવ્યો. - ૪ -