________________
ઉપોદ્ઘાત નિ - ૭૭૧
પણ ત્યાંનો રાજા બૌદ્ધધર્મોપાસક હતો. આપણા શ્રાવકો અને બૌદ્ધના ઉપાસકોને વિરુદ્ધપણે માલ્યારોહણ હોય છે. તેનો રાજા ફુલ આપતો નથી. પપણામાં પુષ્પો નહીં મળવાથી શ્રાવકો ખેદવાળા થયા.
તેથી બાળ-વૃદ્ધ બધાં વજસ્વામી પાસે આવ્યા. તેમને કહ્યું કે જો તમારા જેવા નાથ હોવા છતાં પ્રવચન માલિન્ચ થાય તો તમે જાણો. એમ ઘણાં પ્રકારે કહેતા, ઉડીને માહેશ્વરી પુરી ગયા. ત્યાં હુતાશન નામે વ્યંતરાયન હતું. ત્યાંથી પુષ્પોનો ઘડો ભર્યો. ત્યાં વજસ્વામીના પિતાના મિત્રનો બગીચો હતો, તે એકદમ બોલ્યો – આપને આવવાનું શું પ્રયોજન છે ? ત્યારે કહ્યું – પુષ્પ માટે. તે બોલ્યો આપ અનુગ્રહ કરો, વજ્રસ્વામીએ કહ્યું – તમે એકઠાં કરો, તેટલામાં આવું છું. પછી ચુલ્લ હિમવંતે શ્રી દેવી પાસે ગયા. શ્રીદેવીએ ચૈત્યના અર્ચન નિમિત્તે કમળ આપ્યુ, તે લઈને અગ્નિગૃહે આવ્યા. ત્યાં દેવે વિમાન વિપુલ્યું. તેમાં પુષ્પોનો કુંભ મૂક્યો. પછી વૃંભક દેવગણથી પરિવરીને દિવ્ય ગીત-ગંધર્વ-નિનાદ સહ આકાશ માર્ગે આવ્યા. તે પાના વૃંતમાં વજ્રસ્વામી બેઠા.
93
-
ત્યારે તે બોદ્ધ ઉપાસકો બોલ્યા – અમારે આ પ્રાતિહાર્ય ક્યાં ? અડધાં ફૂલો લઈને ગયા. ત્યાંથી નીકળી જિનાલયમાં ગયા. ત્યાં દેવોએ મહોત્સવ કર્યો. ત્યાં લોકમાં ઘણું બહુમાન થયું. રાજા પણ આવર્જિત થઈને શ્રમણોપાસક થયો. ઉક્ત અર્થ જ બુદ્ધના બોધને માટે કહે છે –
• નિર્યુક્તિ-૭૩૨ * વિવેચન :
માહેશ્વરી નગરીથી બાકીના પુષ્પો લઈને તે યુરિકાનગરી વ્યંતર દેવકુલ યુક્ત ઉધાનથી ગયા. કઈ રીતે ? આકાશતલને અતીવ ઉલ્લંઘીને, મહાનુભાગ એવા અચિંત્ય શક્તિ આર્ય વજ્ર એ પ્રમાણે વિચરતા શ્રીમાલે ગયા. એ પ્રમાણે યાવત્ આગમના ચાર અનુયોગ અપૃથક્ હતા.
• નિર્યુક્તિ-993
--
કરાતા તે અર્થે પછી વિચ્છેદ પામ્યા.
અપૃથક્ અનુયોગમાં ચાર દ્વારો એકમાં જ કહેવાતા. પૃથક્ અનુયોગ
=
• વિવેચન-૭૭૩ :
ચાર દ્વારો - ચરણાનુયોગ, ધર્માનુયોગ, કાલ-ગણિતાનુયોગ, દ્રવ્યાનુયોગ એક સાથે કહેવાતા હતા. પણ ચરણ આદિ તે અર્થો પૃથકત્વ અનુયોગ કરણથી વિચ્છેદ પામ્યા. હવે જેના વડે પૃથકત્વ કરાયુ તે જણાવે છે
• નિયુક્તિ-૭૭૪ :
દેવેન્દ્રોથી વંદાયેલા, મહાનુભાગ, આર્યરક્ષિતે હીનયુગ-કાળને પામીને ચારે અનુયોગોને અલગ વિભકત કર્યા.
• વિવેચન-૭૭૪ :
દુર્બલિકા પુષ્પમિત્ર જેવા પ્રાજ્ઞને પણ આ આનુયોગો અતિગૂઢ લાગતા હોવાથી અને સૂત્રાર્થ વિસ્તૃત થતો જાણીને, હીનયુગને જાણીને, શાસનના હિતને માટે
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ અનુયોગ અલગ-અલગ સ્થાપ્યા. ચાર ભાગ કર્યા. હવે આર્યરક્ષિત સ્વામીની ઉત્પત્તિને જણાવતાં કહે છે -
• નિર્યુક્તિ-૭૩૫,૩૭૬ :
આર્યરક્ષિતની માતા-દ્રોમા, પિતા-સોમદેવ, ભાઈ-ફલ્યુરક્ષિત, આચાર્ય તોસલિપુત્ર હતા. તેણે ભદ્રગુપ્તસૂરિ પાસે જુદા રહીને પૂર્વનો અભ્યાસ કર્યો,
પોતાના ભાઈને અને સ્વજનને દીક્ષિત કર્યા.
• વિવેચન-૭૭૫,૭૭૬ :
બંને ગાથાનો અર્થ કથાનકથી જાણવો. તે આ પ્રમાણે છે –
૭૪
તે કાળે - તે સમયે દશપુર નામે નગર હતું, તેમાં સોમદેવ બ્રાહ્મણ હતો, તેને રૂદ્ર સોમા નામે પત્ની હતી. તેનો પુત્ર રક્ષિત હતો, તેનો નાનો ભાઈ ફલ્ગુ રક્ષિત હતો. આર્યરક્ષિતની વાત પછી કરીશું.
દશપુર નગરની ઉત્પત્તિ - તે કાળે, તે સમયે ચંપા નગરીમાં કુમારનંદી નામે સ્ત્રી લોલુપ સોની રહેતો હતો. તે જ્યાં જ્યાં સ્વરૂપવતી કન્યા જુએ કે સાંભળે ત્યાં ૫૦૦ સુવર્ણ મુદ્રા આપીને તેને પરણતો હતો. એ પ્રમાણે તેણે ૫૦૦ કન્યાને એકઠી કરેલી. ત્યારપછી તે ઈર્ષ્યાળુએ એક સ્તંભ પ્રાસાદ કરાવ્યો, તે સ્ત્રીઓ સાથે રમણ કરવા લાગ્યો.
તેને નાગિલ નામે એક શ્રાવક મિત્ર હતો.
અન્ય કોઈ દિવસે પંચ શૈલકદ્વીપમાં રહેનારી બે વ્યંતરી સુરપતિના નિયોગથી નંદીશ્વરદ્વીપની યાત્રાને માટે નીકળી. તેનો વિધુત્માલી નામે પંચશૈલાધિપતિ પતિ હતો તે (માર્ગમાં) ૨ાવી ગયો. તેણી બંને વિચારવા લાગી કે કોઈને આપણે વ્યુાહિત કરીએ, જે આપણો પતિ થાય. ભટકતા-ભટકતા ચંપામાં કુમારનંદીને ૫૦૦ મહિલાના પરિવાર સાથે રમણ કરતો જોયો. તેણી બંનેએ વિચાર્યુ કે આ સ્ત્રીલોલુપ છે. આને વ્યુાહિત કરીએ. ત્યારે તે બંનેએ ઉધાનમાં જઈને પોતાને સોની સમક્ષ દર્શાવી.
ત્યારે સોનીએ તેમને પૂછ્યું – તમે બંને કોણ છો ? તે બોલી અમે બંને દેવીઓ છીએ. સોની તેનામાં મૂર્છિત થયો. તેની પાસે ભોગની પ્રાર્થના કરી. દેવીઓ બોલી – જો અમારાથી તારે ભોગ કાર્ય હોય તો પંચશૈલ દ્વીપે આવજે, એમ બોલીને ઉડી ગઈ સોની તે બંનેમાં મૂર્છિત થયો, રાજકુળમાં સુવર્ણ આપીને પટહ વગડાવ્યો - કુમારનંદીને જે પંચશૈલ લઈ જશે, તેને કોટિ ધન આપશે. કોઈ વૃદ્ધે તે પટહ ઝીલી લીધો. પ્રવહણ-વહાણ તૈયાર કર્યુ, માર્ગ માટે ભાથું ભર્યુ. દ્રવ્ય લઈ તે સ્થવિરે પોતાના પુત્રોને આપ્યુ. આપીને કુમારનંદીને લઈને યાન-વાહનથી નીકળ્યો.
જ્યારે સમુદ્રમાં ઘણે દૂર ગયો ત્યારે સ્થવિરે કહ્યું – કંઈ પણ દેખાય છે ? સોનીએ કહ્યું કે કંઈક કાળા વર્ણનું દેખાય છે. વૃદ્ધ નાવિકે કહ્યું – આ વડ છે, તે સમુદ્ર કૂળમાંથી પર્વત મૂળમાં જાય છે. આની નીચેથી આ વહાણ નીકળશે. ત્યારે તું અમૂઢ થઈ વડની ડાળે વળગી જજે. ત્યાં પંચશૈલથી ભારંડપક્ષી આવશે. તે યુગલને ત્રણ પગ હશે. જ્યારે તેઓ સૂઈ જાય ત્યારે વચ્ચેના પગમાં સારી રીતે