________________
e૨
ઉપોદ્ઘાત નિ - ૭૭૬ આપ્યો. તેમની પાસે ગયા. ત્યારે ભદ્રગુપ્ત સ્થવિતે સ્વપ્ન આવ્યું - કોઈ આગંતુક માસ પગમાંથી ભરેલ ખીર પીને આશ્વાસિત થયો. પ્રભાતે સાધુઓને કહે છે. તેઓ અન્ય-અન્યને કહે છે. ગુરુ કહે છે - તમે જાણતા નથી, હમણાં મારો ગ્રાહક આવશે અને તે બધાં જ સૂત્રાર્થો ગ્રહણ કરશે.
ગુરુ પોતે બાહિરિકામાં આવીને રહ્યા. ત્યારે વજને આવતા જુએ છે. પૂર્વે સાંભળેલ કે આ વજ છે. ખુશ થઈને સ્વીકાર્યો. ત્યારે તેમની પાસે વજસ્વામી દશ પૂર્વે ભણ્યા. તેની અનુજ્ઞા નિમિત્તે જ્યાં ઉદ્દેશો કરાયો ત્યાં જ અનુજ્ઞા કરી એમ કરીને દશપુરે આવ્યા. ત્યાં અનુજ્ઞા આરંભી. તેટલામાં તે જૈભક દેવોએ અનુજ્ઞા ઉપસ્થાપિત કરી. દિવ્ય ચૂર્ણ અને પુષ્પો લાવ્યા. આ જ અર્થને નિયંતિકાર કહે છે–
• નિયુક્તિ -૩૬૭ -
જેમની અનુજ્ઞાથી દશપુર નગરમાં વાચકd - આચાર્યત્વ પણ થયું, જંભક દેવોએ મહોત્સવ કર્યો, તે પદાનુસારી [લબ્ધિવંત વજસ્વામીને મારા નમસ્કાર થાઓ.
• વિવેચન-૭૬૭ :
અન્ય કોઈ દિવસે સિંહગિરિએ વજસ્વામીને ગણ સોંપીને ભક્ત પ્રત્યાખ્યાન કર્યું, દેવલોકે ગયા. વજસ્વામી પણ ૫૦૦ અણગાર સાથે પરિવરીને વિચારવા લાગ્યા. તેઓ જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં ઉદાર શબ્દોથી પ્રશંસા પામતા પરિભ્રમણ કરે છે - અહો ભગવન્! અહો ભગવદ્ તેઓ ભવ્યજનોને વિબોધન કરતાં વિચરે છે.
આ તરફ પાટલીપુત્ર નગરમાં ધન શ્રેષ્ઠી હતો. તેની પુત્રી અતિ રૂપવતી હતી. તેની યાનશાળામાં રહેલાં સાધવીઓ વારંવાર વજસ્વામીના ગુણોની સ્તવના કરતા. સ્વભાવથી જ લોક કામિતકામક છે. શ્રેષ્ઠીપની વિચારે છે કે જો તે મારા પતિ થાય તો હું ભોગો ભોગવું. નહીં તો આ ભોગનું કંઈ કામ નથી. તે આવે તો સારું • x • સાદેવીઓએ તેને કહ્યું કે તે પરણે નહીં. ત્યારે શ્રેષ્ઠી પુત્રી બોલી કે - જો તે લગ્ન નહીં કરે તો હું પણ દીક્ષા લઈશ. વજસ્વામી વિચરતા પાટલીપુત્ર પહોંચ્યા.
ત્યારે તેનો રાજા પરિવાર સહિત અહં પૂર્વક નીકળ્યો. તે સાધુઓ થોડા-થોડાં આવતા હતા. તેમાં ઘણાં ઉદારશરીરી પણ હતા. રાજા પૂછે છે – શું આ વજસ્વામી છે ? તેઓ કહેતા - નથી, આ તેના શિષ્ય છે. એવું છેલ્લા વૃંદ સુધી બન્યું. તેમાં પ્રવિરલ સાધુ સહિત જોયા. રાજાએ વંદના કરી. તે ઉધાનમાં શ્રેષ્ઠીપુત્રી લોકોની પાસે સાંભળીને હું કઈ રીતે જોઈશ એમ વિચારે છે. બીજા દિવસે પિતાને વિનંતી કરી - મને વજસ્વામી સાથે પરણાવો, નહીં તો હું આપઘાત કરીશ.
ત્યારે તેણીને સર્વાલંકાર વિભૂષિતા કરી, અનેક કોટિ ધન સહિત લઈ ગયો. વજસ્વામીએ ધર્મ કહ્યો. તે ભદંત ક્ષીરાગ્નવલબ્ધિક હતા. લોકો બોલ્યા - અહો ! સુસ્વરો ભગવંત સર્વગુણ સંપન્ન છે. પણ રૂપવિહીન છે. જો રૂપવાનું હોત તો સર્વગુણ સંપત્તિ થાત. ભદંત વજ એ તેમના મનોગત ભાવને જાણીને ત્યાં લાખ પાંખડીવાળું કમળ વિકુવ્યું. તેના ઉપર બેઠા. અતિ સૌમ્ય રૂપ વિકુવ્યું, જેવું દેવોનું હોય. લોકો
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ આવયા અને બોલ્યા - આ એમનું સ્વાભાવિક રૂપ છે, તેઓ સાતિશય હોવાથી હવે વિરૂપ રહે છે તેમ પ્રાર્થવું નહીં. રાજા પણ બોલ્યો - અહો ! ભદંત, આવા પણ છે. ત્યારે અણગારના ગુણોને વર્ણવે છે. ઈત્યાદિ - X - X -
ત્યારે શ્રેષ્ઠીને બોલાવીને ભગવંતે વિષયોની નિંદા કરી, જો મને ઈચ્છતા હો તો પ્રવજ્યા લો, ત્યારે પ્રdજ્યા લીધી.
આ જ અર્થને હૃદયગત કરીને કહે છે – • નિર્યુક્તિ -૩૬૮ :
જે કન્યાને માટે ધનશ્રેષ્ઠીએ યૌવનમાં નિમંત્રણા કરી, (ક્યાં ?) કુસુમ નામની વ્યક્તિ પાટલિપુત્ર નગરીમાં, તે વજસ્વામીને હું નમું છું.
• વિવેચન-૭૬૮ -
ગાથાર્થ કહ્યો. વિશેષ વૃતિ આ પ્રમાણે – તે ભગવંતે પદાનુસારીપણાથી વિસ્મૃત થયેલ મહા પરિજ્ઞા અધ્યયનથી આકાશગામિની વિધાનું ઉદ્ધરણ કર્યું. તેથી તે ભદંત આકાશગામિની લબ્ધિ સંપન્ન થયા. તે કહે છે –
• નિયુક્તિ-૭૬૯ -
મહાપરિજ્ઞાથી જેણે આકાશગામિની વિધા ઉદ્ધરી, તેવા છેલ્લા કૃતઘર આર્ય વજસ્વામીને હું વંદુ છું.
• વિવેચન-૭૬૯ :
આકાશગમ - આકાશ માર્ગે ગમન જેમાં છે તે વિધા. માર્ચ - સર્વ હેય ધમાંથી દૂર રહે તે આર્ય - x • હવે બીજી અધિકૃત વિધાનો નિષેધ જણાવવા માટે ઈત્યાદિથી - x • આમ કહે છે –
• નિયુક્તિ -390 -
કહે છે કે - આ વિધા વડે જંબૂદ્વીપને પર્યટન કરી શકે અને માનુણોત્તર પર્વતે જઈને રહી શકે, એવો આ મારી વિધાનો વિષય છે.
• વિવેચન-૭૩૦ :- x - ftvહેત - પર્યટન કરે, ના - પર્વત, બાકી ગાથાર્થ મુજબ, • નિર્યુકિત-૩૭૧ -
તેઓ કહે છે - આ વિધા પ્રવચનોપકારાર્થે ધારણ કરવી, મારી આ વિધા કોઈને આપવી નહીં, કેમકે હવે ઋદ્ધિક મનુષ્યો થશે.
• વિવેચન-૭૦૧ -
ગાથાર્થ કહ્યો. હવે શેષ કથાનક કહે છે - તે ભદંત એ પ્રમાણે ગુણ વિધા યુત વિયરતા પૂર્વના દેશથી ઉત્તરાપથ ગયા. ત્યાં દુકાળ હતો. માર્ગો પણ નષ્ટ થયેલા. ત્યાં સંઘ એકઠો થયો. તેનો વિસ્તાર કરવા પટવિધાથી પણ વિકર્વી, સંઘને બેસાડયો. ત્યાં શય્યાતર આર્ય વજ પાસે આવ્યો. દાંતરડા વડે પોતાની શિખા-ચોટલી છેદીને બોલ્યો - હું પણ તમારો સાધર્મિક છું. તે પણ પટ ઉપર ચડી ગયો. પછી બધાંને લઈને ઉડીને પુરિકા નગરી ગયા, ત્યાં સુકાળ હતો. ત્યાં શ્રાવકો ઘણાં હતા,