________________
ઉપોદ્ઘાત નિં- ૭૫૫ થી ૭૫૮
જ પ્રતિપાદન છે. કેમકે તેનું વ્યવહારમાં હેતુપણું છે. - ૪ - ૪ - ૪ - અથવા વિશેષથી નિશ્ચય તે વિનિશ્વય - ગોપાલ - સ્ત્રી આદિને અવબોધ. કોઈ વિદ્વત્સન્નિબદ્ધ નથી. તે અર્થ બધાં દ્રવ્યોમાં જાય છે. - x - ૪ - ૪ - ઈત્યાદિ, વ્યવહાર નચ કહ્યો.
૬૩
(૪) હમણાં ઉત્પન્ન તે પ્રત્યુત્પન્ન અર્થાત્ વર્તમાન અથવા પ્રતિ પ્રતિ ઉત્પન્ન તે પ્રત્યુત્પન્ન અર્થાત્ ભિન્ન વ્યક્તિ સ્વામિક. તેને ગ્રહણ કરવાના સ્વભાવવાળું તે પ્રત્યુત્પન્ન ગ્રાહી, ઋજુસૂત્ર કે ઋજુશ્રુત નાવિધિ જાણવી. તેમાં ઋજુ-વર્તમાન અતીત અનાગત વક્રના ત્યાગથી વસ્તુ અખિલ ઋજુ, તેમાં જાય તે ઋજુસૂત્ર અથવા વક્રથી વિપરીત જે અભિમુખ છે તે. શ્રુત તે જ્ઞાન, તેની અભિમુખ તે ઋજુશ્રુત. તે બાકીના જ્ઞાનોને સ્વીકારતું નથી. - ૪ - ૪ - તે અતીત કે અનાગતને સ્વીકારતું નથી અને પરકીય વસ્તુ પણ સ્વીકારતું નથી. વર્તમાન સ્વ વસ્તુને જ સ્વીકારે છે. તે લિંગાદિ ભેદથી ભિન્ન સ્વરૂપને સ્વીકારતું નથી. - X + X + X -
(૫) જેના વડે આક્રોશ થાય તે શબ્દ. તેના અર્થના પરિગ્રહથી અને ભેદ ઉપચારથી નય પણ શબ્દ જ છે. તેથી કહે છે – આ નામ, સ્થાપના, કે દ્રવ્યકુંભ નથી તેમ માને છે. કેમકે તે કાર્ય કરતા નથી. લિંગ અને વચન ભિન્નતાને પણ તે સ્વીકારતો નથી. જેમકે – ઘડો અને ઘડી એ લિંગભેદથી અર્થભેદ થાય છે, માટે તેને એક માનતો નથી.
(૬) સમભિરૂઢ નયના મતે વસ્તુનું સંક્રમણ તે અવસ્તુ થાય છે જેમકે ઘટ એ વસ્તુ છે, તેનું કૂટ આદિમાં સંક્રમણ થતાં અવસ્તુ-અસત્ થાય છે. નયથી વિચારતા એકમાં વિવિધ અર્થનું સમ્ અભિરોહણ થવાથી તે સમભિરૂઢ કહેવાય છે. અહીં ભાવના આ પ્રમાણે છે – ઘટ, કુટ, કુંભ ઈત્યાદિ શબ્દો ભિન પ્રવૃત્તિ નિમિતપણાથી ભિન્ન અર્થ ગોચર જ મનાય છે. વળી વ્યુત્પત્તિથી ઘટ, કુંભ આદિ જુદા છે, જુદા અર્થમાં પ્રયોજાય છે.
વ્યંજન - શબ્દ, અર્થ - શબ્દશી કહેવા યોગ્ય પદાર્થ, તદુભય - શબ્દાર્થ લક્ષણ. એવંભૂત - યથાર્ભ નય વિશેષિત કરે છે - શબ્દ અર્થથી વિશેષિત કરાય છે, અર્થ શબ્દથી વિશેષિત કરાય છે. જેમકે ચેષ્ટા વડે ઘટ અને ઘટ શબ્દથી ચેષ્ટાને વિશેષિત કરે છે. તેથી જો સ્ત્રીના મસ્તકે રહેલ ચેષ્ટાવાન્ અર્થ ઘટ શબ્દ વડે કહેવાય ત્યારે જ તે ઘટ છે. અન્યથા તે જ વસ્તુ ચેષ્ટાના અયોગમાં અઘટપણે કહેવી. એ પ્રમાણે નૈગમાદિ નયો મૂળ જાતિભેદથી સંક્ષેપ લક્ષણ કહ્યા. હવે તેની પ્રભેદ સંખ્યા કહે છે –
• નિયુક્તિ-૭૫૯ :
એક એક નયના સો-સો ભેદ ગણતાં ૭૦૦ નસો થાય છે અને બીજા એક મત પ્રમાણે નસો ૫૦૦ થાય છે.
• વિવેચન-૭૫૯ :
અનંતર કહેલ તૈગમાદિ નયોના એક એકના સ્વભેદ અપેક્ષાથી ૧૦૦ ભેદો
ગણતાં ૩૦૦ ભેદો થાય છે. બીજા મતે શબ્દાદિ ત્રણના એકત્વથી આ ભેદો ૫૦૦
૬૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ થાય છે. પ શબ્દથી નૈગમનયનો સંગ્રહ અને વ્યવહારમાં સમાવેશ કરતાં ૬૦૦ ભેદો થાય, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દ એ ચારેને મૂળનય ગણવાથી ૪૦૦ ભેદો થાય, વૈગમથી ઋજુસૂત્ર સુધીના નયોને દ્રવ્યાસ્તિક રૂપે અને શબ્દાદિને પર્યાયાસ્તિકરૂપે ગણવાથી બે જ ભેદ થતાં ૨૦૦ પેટા ભેદો પણ થાય.
• નિયુક્તિ-૭૬૦ :
આ નયો વડે દૃષ્ટિવાદમાં સૂત્ર અને અર્થ કથનરૂપ પ્રરૂપણા છે. અહીં વળી તેનો સ્વીકાર નથી. અહીં પ્રાયઃ ત્રણ વડે અધિકાર છે.
• વિવેચન-૬૦ :
નૈગમાદિ નયોના ભેદ સહિતથી દૃષ્ટિવાદમાં સર્વ વસ્તુની પ્રરૂપણા કરાય છે અને સૂત્રાર્થ કથન થાય છે. - ૪ - હાલ કાલિક સૂત્રોમાં તે નય વડે અવશ્ય વ્યાખ્યા
કરાતી નથી. પણ શ્રોતાની અપેક્ષાથી પ્રાયઃ પહેલાં ત્રણ નયો વડે વ્યાખ્યાન કરવામાં
આવે છે. હવે - ૪ - આ ત્રણ નયોની અનુજ્ઞા શા માટે ? તે જણાવે છે –
• નિર્યુક્તિ-૭૬૧ * વિવેચન :
જિનમતમાં નયથી રહિત કોઈ જ સૂત્ર કે અર્થ નથી. તેથી ત્રણ નય નો પરિગ્રહ કરાય છે. બાકીના નય નો પ્રતિષેધ આચાર્ય અને શિષ્યોની વિશિષ્ટ બુદ્ધિભાવને આશ્રીને છે. વિમલમતિ શ્રોતાને આશ્રીને વળી કહે છે, નય વિશારદને ગુરુ કહેવાય છે. નય દ્વાર કહ્યું. હવે સમવતાર દ્વાર કહે છે આ નયોનો સમવતાર ક્યાં છે? ક્યાં અનવતાર છે ?
-
• નિર્યુક્તિ-૭૬૨ :
કાલિક સૂત્ર મૂઢ નયવાળું છે, તેથી અહીં નયોનો સમવતાર થતો નથી. પૃથમાં સમતતાર છે, પૃથમાં સમવતાર નથી.
• વિવેચન-૭૬૨ :
જેમાં મૂઢ નયો છે, તે મૂઢનયિક અથવા અવિભાગમાં રહેલ તે મૂઢ. એવા
તે મૂઢ નયો જેમાં છે તે મૂઢ નયિક. શ્રુતમાં કાલિક શ્રુત તે પહેલી અને છેલ્લી પોરિસિમાં ભણાય છે. તેમાં નયો ન સમવતરે. તો તેનો સમવતાર કેમાં
થાય? અપૃથકત્વ, ચરણ-ધર્મ-સંખ્યા અને દ્રવ્ય એ ચાર અનુયોગના પ્રતિસૂત્ર અવિભાગથી વર્તે, તેમાં નયોના વિસ્તારથી વિરોધાવિરોધના સંભવ વિશેષાદિથી સમવતાર છે. પૃથકત્વમાં નથી કેટલો કાળ અપૃથકત્વ રહ્યું, ક્યારથી પૃથકત્વ થયું ? તે કહે છે –
• નિયુક્તિ-૭૬૩ :
આર્ય વજ્ર સુધી કાલિક સૂત્રના અનુયોગો પૃથક્ ન હતા. ત્યાર પછીથી લઈને કાલિકસૂત્ર અને દૃષ્ટિવાદમાં અલગ અનુયોગ થયો.
• વિવેચન-૭૬૩ t«
જ્યાં સુધી વજ્રસ્વામી ગુરુ હતા, તે મહામતિ સુધી કાલિકાનુયોગ અપૃથક્ હતા, કેમકે ત્યારે સાધુની બુદ્ધિ તીક્ષ્ણ હતી. અહીં કાલિક સૂત્રનું ગ્રહણ, તેનું