________________
ઉપોદ્ઘાત નિ - ૩૬૩
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
પ્રાધાન્ય બતાવે છે અન્યથા સર્વાનુયોગ અપૃચકવ જ હતા. ત્યારપછીથી પૃથકવ થયું. આ આર્ય વજ કોણ હતાં? તેમાં સ્તવ દ્વારમાં તેની ઉત્પત્તિ કહે છે -
• નિર્યુક્તિ -૩૬૪ -
dભવન સંનિવેશથી નીકળ્યા. છ માસમાં જેઓ પિતાને અર્પણ કરાયા, છકાયમાં ચનાવાળા, માતા સહિત એવા તેમને વાંદુ છું.
• વિવેચન-૭૬૪ - ગાથાર્થ કહ્યો. અવયવાર્ય કથાનકથી જાણવો. તે આ પ્રમાણે -
વજસ્વામી પૂર્વભવમાં દેવરાજ શકના વૈશ્રમણ સામાનીક હતા. આ તરફ ભગવંત વર્ધમાનસ્વામી પૃષ્ઠચંપા નગરીના સુભૂમિભાગ ઉધાનમાં પધાર્યા. ત્યાં શાલ નામે રાજ અને મહાશાલ નામે યુવરાજ, તે બંનેની બહેન યશોમતી, તેનો પતિ પિઠર, તે બંનેને ગાગલીકુમાર નામે પુત્ર હતો. ત્યારે શાલ ભગવંત પાસે ધર્મ સાંભળીને કહે છે - હું મહાશાલને રાજ્યમાં અભિષેક કરીને પછી આપના ચરણકમળમાં દીક્ષા લઈશ. તેણે જઈને મહાશાલને કહ્યું કે તું રાજા બન, હું દીક્ષા લઈશ. તે બોલ્યો – હું પણ દીક્ષા લઈશ, જે રીતે તમે અહીં અમારા મેઢી પ્રમાણ છો, તે રીતે દીક્ષામાં પણ રહેશો. ત્યારે ગાગલીને કાંપિલ્યપુરથી લાવીને રાજાપણે અભિષેક કર્યો. તેની માતા જે કંપિલપુર નગરે પીઠર રાજપુગને અપાયેલ, તેને પણ ત્યાં લાવ્યા. પછી તે બંને ભાઈઓએ સહરાપુરુષવાહિની બે શિબિકા કરાવી, ચાવ તે બંનેએ દીક્ષા લીધી. તે બંનેની બહેન યશોમતી શ્રાવિકા થઈ. તે બંને ભાઈ મુનિઓ પણ અગિયાર અંગોને ભસ્યા.
અન્યદા ભગવતુ રાજગૃહે પધાર્યા. ત્યાંથી ભગવંત નીકળીને જ્યારે ચંપાનગરી તરફ જઈ રહ્યા હતા, ત્યારે શાલ અને મહાશાલ મુનિએ ભગવંતને પૂછ્યું કે – અમે બંને પૃષ્ઠચંપા જવા ઈચ્છીએ છીએ. કદાચ ત્યાં કોઈપણ તેઓમાંથી દીક્ષા લે અથવા સમ્યકત્વનો લાભ પામે. ભગવંત જાણતા હતા કે- ત્યાં કોઈ બોધ પામનાર થશે. ત્યારે તે બંનેની સાથે બીજા ગૌતમસ્વામીને મોકલ્યા અને ભગવંત પોતે ચંપાનગરી ગયા.
- ગૌતમસ્વામી પણ પૂઠાંપા ગયા. ત્યાં સમવસ, ગાગલી, પિઠર અને યશોમતી નીકળ્યા, તે બદાં પરમ સંવેગવાળા હતા. ધર્મ સાંભળીને ગાગલીયો પોતાના પુત્રનો રાજા રૂપે અભિષેક કર્યો. માતા-પિતા સહિત દીક્ષા લીધી. ગૌતમસ્વામી તે બધાંને લઈને ચંપાનગરી ચાલ્યા. તે શાલ અને મહાશાલમુનિને ચંપાનગરી જતાં હર્ષ હતો કે કોઈને સંસાર પાર ઉતાર્યા. તે વખતે શુભ અધ્યવસાયથી બંનેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે ગાગલી આદિને પણ વિચાર આવ્યો કે મને આ બંનેએ રાજ્ય આપ્યું. ફરી પણ ધર્મમાં સ્થાપ્યા, સંસારથી પણ છોડાવ્યા. એમ વિચારતા શુભ અધ્યવસાયથી તે ત્રણેને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એ પ્રમાણે તે બઘાં ઉત્પન્ન જ્ઞાનવાળા ચંપાનગરી ગયા, ભગવંતને પ્રદક્ષિણા દઈને, તીર્થને પ્રણામ કરીને કેવલિની પર્ષદામાં ગયા. [32/5]
ગૌતમસ્વામી પણ ભગવંતને પ્રદક્ષિણા દઈ, પગે પડીને ઉભા થઈને કહે છે - તમે બધાં ક્યાં જાઓ છો ? આ ભગવંતને તમે વંદન કરો. ત્યારે ભગવંત બોલ્યા - ગૌતમ ! કેવલીની આશાતના ન કરો. ત્યારે નિવારાયેલા ગૌતમે ક્ષમા માંગી. સંવેગને પામ્યા. વિચારે છે કે – હું ક્વલી થઈને સિદ્ધિ નહીં પામું શું ? આ તરફ ભગવંતે પૂર્વે કહેલ કે- હે ગૌતમ! જે અષ્ટાપદ જઈને ચૈત્યોને વાંદે, તે ધરણીગોચર [મનુષ્ય તે જ ભવે સિદ્ધ થાય છે. દેવો પણ પરસ્પર તે જ વાત કરે છે કે – જો નિશે ધરણીગોચરો અષ્ટાપદ ચડી જાય, તે મનુષ્ય તે જ ભવે મોક્ષે જાય છે. ત્યારે ગૌતમસ્વામી ચિંતવે છે કે – હું અષ્ટાપદ તીર્થે જઉં.
ત્યારે ભગવંત ગૌતમના હૃદયાકૂત જાણીને અને તાપસો પણ બોધ પામશે જાણવાથી, ભગવંતે કહ્યું - હે ગૌતમ ! તું અષ્ટાપદ ચૈત્યે વંદન કરવાને જા. ત્યારે ગૌતમ હર્ષિત-સંતુષ્ટ થઈને, ભગવંતને વાંદીને અષ્ટાપદે ગયો. ત્યાં અષ્ટાપદમાં જનવાદ સાંભળીને ત્રણ તાપસો પ્રત્યેક ૫૦૦ના પરિવારવાળા હતા, તે અષ્ટાપદ ચડવા ઉધમી થયેલા. તે આ પ્રમાણે - કૌડિન્ય, દd યાને શેવાલ. તેમાં કૌડિન્ય પરિવાર સહિત એક-એક ઉપવાસ કરીને અને પછી કંદમૂળ અને સચિત્તનો આહાર કરતો હતો. તે અષ્ટાપદની પહેલી મેખલાએ પહોંચેલો. દત પણ છ-છ તપ વડે પડેલા પાંડુગાદિનો આહાર કરતો હતો. તે બીજી મેખલાએ અટકેલો અને શેવાલ અમ-અટ્ટમ તપ કરતો સ્વયં મ્યાન થયેલ શેવાલનો આહાર કરતો હતો, તે ત્રીજી મેખલાએ રહી ગયો.
આ તરફ ગૌતમસ્વામી મોટા શરીરવાળા, તરણ સૂર્યના કિરણો જેવા તેજવાળા અષ્ટાપદે જઈ રહ્યા હતા. તેમને આવતા જોઈને તેઓ બોલ્યા- આ સ્થૂળકાય શ્રમણ અહીં કઈ રીતે ચડશે ? જો આપણે મહાતપસ્વી, શુક અને રક્ષ છઈએ તો પણ ચડી શકતા નથી. ગૌતમસ્વામી જંધાયારણ લબ્ધિ વડે ભૂતાતંતુ (કદાચ-સૂર્યના કિરણો ની નિશ્રાએ ઉપર ચડવા લાગ્યા. એટલામાં તેઓ અવલોકે છે કે આ આવી રહ્યા છે, એટલામાં તો આ દેખાતો પણ નથી. એ પ્રમાણે ત્રણે તાપસો ગૌતમસ્વામીની પ્રશંસા કરે છે. વિસ્મય પામેલા તેઓ તેને અવલોકતા ઉભા રહે છે. જ્યારે ગૌતમસ્વામી નીચે ઉતરે ત્યારે અમે તેના શિષ્યો થઈશું.
ગૌતમસ્વામી પણ ચૈત્યોને વાંદીને ઈશાન દિશા ભાગમાં પ્રવીશિલાપકે ઉત્તમ અશોકવૃક્ષની નીચે રાત્રિ વાસ કરવા રહ્યા.
આ તરફ શકનો લોકપાલ વૈશ્રમણ ચૈત્યવંદન કરવા આવેલો. તે ચૈત્યોને વાંદીને ગૌતમસ્વામીને વંદે છે. ત્યારે તેને ગૌતમસ્વામી ધર્મકથા અવસરે સાધુના ગુણોને કહે છે. જેમકે ભગવંતના સાધુઓ અંત આહારી, પ્રાંત આહારી વગેરે હોય છે. ત્યારે તે વૈશ્રમ ચિંતવે છે - આ ભગવંત આવા સ્વરૂપના સાધુ ગુણોને વવિ છે, તેની પોતાની શરીરની સુકુમાતા જેવી છે તેવી દેવોને પણ નથી. ત્યારે ગૌતમે તેમને શંકાશીલ જોઈને પુંડરીક નામક અધ્યયનની પ્રરૂપણા કરી. તે આ પ્રમાણે -
પંડરીકિણી નગરી હતી, ત્યાં પુંડરીક નામે રાજા અને કંડરીક નામે યુવરાજ