________________
ઉપોદ્ઘાત નિ - ૩૭૪૫
કારણ છે કહ્યું છે -
-
ЧЕ
• નિર્યુક્તિ-૭૪૬ :
તેનાથી પ્રવૃત્તિ, નિવૃત્તિ, સંયમ, તપ, પાપકર્મનું અગ્રહણ, કર્મનું અલગ થવું અને શરીરીપણાનું કારણ છે. • વિવેચન-૭૪૬ :
શુભાશુભ ભાવના જ્ઞાનથી શુભમાં પ્રવૃત્તિ અને અશુભમાં નિવૃત્તિ થાય તે પ્રવૃત્તિ નિવૃત્તિ સંયમ અને તપનું કારણ છે. તેમાં નિવૃત્તિ કારણત્વમાં પણ સંયમનું - અપૂર્વ કર્મના આવવાના નિરોધમાં પ્રાધાન્ય બતાવે છે. તેના સહિત જ વસ્તુતઃ તપ સફળ થાય - ૪ - ૪ - સંયમ અને તપથી પાપ કર્મનું અગ્રહણ અને કર્મ વિવેક થાય તથા પ્રયોજન કહે છે – સંયમમાં અનાશ્રવ ફળ છે. તપમાં કર્મ નિર્જરાફળ છે.
–
- x - અશરીરતા પણ પામે છે. એ ગાચાર્ય કહ્યો.
હવે વિવક્ષિત અર્થનો અનુવાદ કહે છે –
• નિયુક્તિ-૭૪૭,૭૪૮ :
કર્મનો પ્રભાવ શરીર માટે થાય, અશરીરતા અનાબાધપણા માટે થાય, અબાધાથી અવેદના થાય, અવેદનાથી અનાકુળપણું, તેનાથી નિરોગી થાય. નિરોગીપણાથી અચલતા, તેથી શાશ્વતતા થાય. શાશ્વત ભાવને પામેલો અવ્યાબાધ સુખ પામે છે.
• વિવેચન-૭૪૭,૭૪૮ -
કર્મનો પૃથભાવ એ અશરીરતાનું કારણ છે - ૪ - ૪ - [ઈત્યાદિ ગાયાર્થ મુજબ જાણવું. વિશેષ આ −] નિમિત્ત - કારણથી મેં આ આરંભેલ છે. અવેન - વેદના રહિત જીવ થાય છે. - ૪ - ૪ - આ રીતે પરંપરાથી અવ્યાબાધ સુખને માટે સામાયિકનું શ્રવણ થાય છે. કારણ દ્વાર ગયું.
-
હવે પ્રત્યય દ્વારની વ્યાખ્યા કરાય છે • નિયુક્તિ-૭૪૯ :
પ્રત્યય નિક્ષેપો પૂર્વવત્, દ્રવ્યમાં તપ્ત અડદાદિ છે. ભાવમાં અવધિ આદિ
ત્રણ પ્રકારનો પ્રત્યય ભાવમાં છે, અહીં ભાવ પ્રત્યય લેવો.
• વિવેચન-૭૪૯ :
પ્રત્યય એટલે પ્રતીતિ, વિશ્વાસ થવો તે. તેનો નિક્ષેપ-ન્યાસ. નુ શબ્દ અનંતરોક્ત કારણ અને નિક્ષેપનું સામ્ય દર્શાવે છે. તેથી પ્રત્યયનો નિક્ષેપ નામ આદિ ચાર ભેદે થાય. નામ અને સ્થાપના સરળ છે. દ્રવ્યવિષય તપ્ત અડદ આદિ છે. દ્રવ્યો જ પ્રતીતિ કરાવનાર હોવાથી અથવા દ્રવ્ય દ્વારા પ્રત્યય થાય છે તે દ્રવ્ય પ્રત્યય. ભાવથી વિચારતા અવધિ આદિ ત્રણ પ્રકારે ભાવ પ્રત્યય છે. કેમકે તેને બાહ્ય લિંગ-કારણની અપેક્ષા નથી. આદિ શબ્દથી મનઃપર્યવ અને કેવલ જ્ઞાન લેવા. મતિ અને શ્રુતમાં બાહ્યલિંગ કારણ અપેક્ષિત હોવાથી વિવક્ષા કરી નથી. - ૪ - તેથી કહે છે –
૬૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
• નિયુક્તિ-૭૫૦ :
કેવળજ્ઞાની હું છું એમ જાણી અરહંતો સામાયિકને કહે છે. તેઓ સર્વજ્ઞ છે, એવો વિશ્વાસ થવાથી ગણધરો સાંભળે છે.
• વિવેચન-૭૫૦ :
હું કેવળજ્ઞાની છું એવા સ્વ-પ્રત્યયથી અરહંત પ્રત્યક્ષ જ સામાયિકના અર્થને પામીને સામાયિકને કહે છે. શ્રોતાના-ગણધરાદિના હૃદયગત શેષ સંશય છેદીને તેમને સર્વજ્ઞપણાનો અવબોધ થાય છે. - ૪ - ૪ - ૪ - ૪ - તેવો પ્રત્યય જન્મવાથી ગણધરો સાંભળે છે. પ્રત્યય દ્વાર સમાપ્ત.
હવે લક્ષણ દ્વાર અવયવાર્થના પ્રતિપાદન માટે કહે છે. • નિર્યુક્તિ-૭૫૧,૭૫૨ :
નામ, સ્થાપના, દ્રવ્ય, સાદૃશ્ય, સામાન્ય, આકાર, ગતિઆગતિ, વિવિધ પ્રકારે, નિમિત્ત, ઉત્પાદ, નાશ, વીર્ય અને ભાવ આ લક્ષણો સંક્ષેપથી કહ્યા. અથવા ભાવલક્ષણ સહણા આદિ ચાર ભેદે છે.
• વિવેચન-૭૫૧,૭૫૨ :
જેના વડે લક્ષ્ય કરાય તે લક્ષણ - પદાર્થ સ્વરૂપ, તે બાર ભેદે છે. તેમાં નામલક્ષણ તે બીજાથી જુદા પાડી આપે તે, આ વર્ણાનુપૂર્વી. સ્થાપના લક્ષણ - ન કાર આદિ વર્ણોનો આકાર વિશેષ. દ્રવત્ લક્ષણ - જ્ઞશરીરાદિ અતિક્તિ જે જે દ્રવ્યનું બીજાથી વ્યવચ્છેદક સ્વરૂપ જેમકે ગતિ આદિ ધર્માસ્તિકાયાદિનું લક્ષણ છે. આ જ કંઈક માત્ર વિશેષથી સાદૃશ્ય, સામાન્ય આદિ લક્ષણ ભેદથી નિરૂપણા કરાય છે. તેમાં –
સાદૃશ્ય - આ ઘટ જેવો પાટલિપુત્રનો ઘટ છે. સામાન્ય લક્ષણ - જેમકે - સિદ્ધોનું સિદ્ધત્વ સદ્રવ્ય જીવમુક્ત આદિ ધર્મોથી સામાન્ય છે આકાર - બાહ્ય ચેષ્ટા રૂપ છે, તેના વડે અભિપ્રેતને જાણે છે. - X - જેમકે આકાર વડે - ઇંગિત ગતિ, ચેષ્ટા, વાણી વડે આદિથી અન્તર્ગત મન ગ્રહણ કરાય છે. ગતિ આગતિ લક્ષણ - x - અનુકૂળ ગમન તે ગતિ, પાછું ફરવું કે પ્રાતિકાથી આગમન તે આગતિ, ગતિ અને આગતિ વડે કે તે જ લક્ષણ તે ગત્યાગતિ લક્ષણ. તે ચાર ભેદે છે –
(૧) પૂર્વપદ વ્યાહત, (૨) ઉત્તરપદ વ્યાહત, (૩) ઉભયપદ વ્યાહત, (૪) ઉભયપદ અવ્યાહત.
તેમાં પૂર્વપદ વ્યાહતનું દૃષ્ટાંત - ભગવન્! જીવ નૈરયિક છે? નૈરયિક જીવ છે? - x - ઉત્તરપદ વ્યાહતનું દૃષ્ટાંત - ભગવન્! જીવે છે તે જીવ કે જીવ જીવે છે. - x - ઉભયપદ વ્યાહતનું દૃષ્ટાંત - ભગવન્! ભવસિદ્ધિક નૈરયિક છે કે નૈરયિક ભવસિદ્ધિક છે? - ૪ - ઉભયપદ અવ્યાહતનું દૃષ્ટાંત - ભગવન્! જીવ જીવે છે કે જીવે તે જીવ છે? ગૌતમ! જીવ નિયમા જીવે છે. જીવે તે પણ નિયમા જીવ છે. - ૪ - લોકમાં પણ ગત્યાગતિ લક્ષણ આ રીતે છે । - - X - જીવ સચેતન ઈત્યાદિ - ૪ -
નાનાભાવ - ભિન્નતા, તે રૂપ લક્ષણ. તે ચાર ભેદે છે – દ્રવ્યથી, ક્ષેત્રથી,