________________
ઉપોદ્દાત નિ - ૭૧૫,૭૧૬
રેષ્ઠ છે. તેનાથી અતિશય વગરનાને વંદન કરવાનો જ અભાવ પ્રાપ્ત થાય, તેથી વિધિ જણાવે છે - વ્યવહારથી વંદન કરાય છે, જે પહેલા પ્રવજિત થયા હોય - ૪ -
વ્યવહારના બલવાનપણાને ભાણકાર જણાવે છે – • ભાષ-૧૨૩ + વિવેચન :
વ્યવહાર પણ બળવાનું જ છે. જેથી છવાસ્થ પણ પૂર્વરત્નાધિક ગુર આદિને વંદે છે, કેવલિ પણ વંદે છે. શું હંમેશાં વંદે ? ના, જ્યાં સુધી આ કેવલી છે, તેવું જ્ઞાત હોય ત્યાં સુધી વદે છે. આને ધર્મ જાણવો કે જેમાં વ્યવહારનય બલાતિશય લક્ષણ છે. * * આશાતના પ્રસંગને કહે છે -
• નિયુક્તિ -૩૧૭ -
અહીં જિન-વચનથી સૂત્ર આuતનાનો ઘણો દોષ હોવાથી વ્યાખ્યા કરતાં [બોલu] જ્યેષ્ઠને વંદન કરવું જોઈએ.
• વિવેચન-૭૧૭ :
અહીં વ્યાખ્યા પ્રસ્તાવ વંદનાધિકારમાં તીર્થકરે કહેલ હોવાથી તથા વંદન ના કરવાથી સૂત્ર આશાતનાના ઘણાં દોષત્વથી, બોલતા જયેઠને અતિ વ્યાખ્યાન સામર્થ્યવાળાને વંદન કર્યું તે કર્તવ્ય છે.
એ પ્રમાણે જ્ઞાન-ઉપસંપદા વિધિ કહી. દર્શન-ઉપસંપદા વિધિ પણ એમ જ છે. તુવ્યયોગ - ક્ષેમપણાથી એમ જાણવું. દર્શન પ્રભાવક શાસ્ત્રનું પરિજ્ઞાન એ જ દર્શનઉપસંપદા છે. હવે ચાસ્ત્રિ ઉપસંપદા -
• નિયુક્તિ-૭૧૮ + વિવેચન :
ચાસ્ત્રિ વિષયક ઉપસંપદા બે ભેદે છે - વૈયાવચ્ચ વિષયક અને તપ વિષયક પોતાના ગયછી બીજા ગચ્છમાં જવામાં મુખ્ય કારણરૂપ આ સંપદા છે. સીદાવું આદિ કારણે બીજા ગચ્છમાં ગમન થાય છે. આ શબ્દથી અન્ય ભાવાદિ ગ્રહણ કરવા.
• નિયુક્તિ-૩૧૯ -
વૈયાય અને તે રીતે તેમાં પણ તરિક આદિ વિભાષા છે. અવિકૃષ્ટ કે વિકૃષ્ટ તપસ્વી ઉપસંપદા સ્વીકારવા આવે ત્યારે આચાર્ય પોતાના ગચછને પૂછીને ઉપસંપદા આપે.
• વિવેચન-૭૧૯ :
અહીં ચારિને માટે આચાર્યના કોઈ વૈયાવચ્ચપણાને સ્વીકારે છે. તે કાળથી ઈવકચિક અને ચાવકયિક હોય છે. આચાર્યના પણ વૈયાવચ્ચકર હોય કે ન હોય, તેમાં આ વિધિ છે - જો વૈયાવચ્ચકર ન હોય તો લવાય જ, જો વૈયાવચ્ચકર હોય અને તે ઈન્ગરિક હોય કે યાવકયિક પણ હોય. એ રીતે આવનારમાં પણ આ બે ભેદ હોય જ. તેમાં જે બંને યાવકચિક હોય તો જે લબ્ધિમાન હોય તેને વૈયાવચ્ચકર કરાય. બીજાને ઉપાધ્યાયાદિને આપવો. જે બંને લધિયુક્ત હોય તો વસનારને રાખવો, બીજા ઉપાધ્યાયાદિને આપવો. હવે જો તે બીજો ન ઈચ્છે તો તેને [32/4]
૫o
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ રાખવો અને વસનારને પ્રીતિપૂર્વક બીજાને આપી દેવો. હવે પૂર્વનાને ઉપાધ્યાયાદિ ન ઈચ્છે, તો આગંતુકને વિદાય જ આપવી. હવે વસનારો યાવકયિક અને આગંતુક ઈવરકથિક હોય, તો અહીં પણ એ પ્રમાણે જ ભેદો કરવા યાવતુ આગંતુકને વિદાય દેવી વિશેષ એ કે વસનારને ઉપાધ્યાયાદિ વડે ન ઈચ્છે તો પણ પ્રીતિ વડે વિશ્રામણા કરાય છે.
હવે જો વસનારો ઈવરકથિક અને આગંતુક ચાવકથિક હોય તો આ વાસ્તવ્યને અવધિકાળ સુધી ઉપાધ્યાયાદિને આપવો. બાકી પૂર્વવતું. હવે જો બંને ઈવરિક હોય તો એક ઉપાધ્યાયાદિને આપે, બાકી પૂર્વવતું. અથવા બેમાંથી એકને અવધિકાળ સુધી રાખવો. એ પ્રમાણે યથાવિધિ વિભાષા કરવી. વૈયાવચ્ચ ઉપસંપદા કહી, ધે તપની ઉપસંપદા
ચાત્રિ નિમિતે કોઈ તપને માટે ઉપસંપદા લે. તે તપસ્વી બે ભેદે - ઈત્વરિક અને ચાવકચિક. ચાવકયિક ઉત્તરકાલે અનશનકત છે ઈવરિક બે ભેદે છે - વિકૃષ્ટ તપસ્વી અને અવિકૃષ્ટ તપસ્વી. અમાદિ કd વિકૃષ્ટ તપસ્વી અને ઉપવાસ, છ આદિ કd અવિકૃષ્ટ તપસ્વી. તેની વિધિ - - અવિકૃષ્ટ ક્ષપકને આચાર્ય પૂછે – તું પારણે કેવો રહે છે ? તે જો કહે - ગ્લાન જેવો. તો તેને કહેવું કે તારે તપ ન કરવો, સ્વાધ્યાય - વૈયાવચ્ચમાં યજ્ઞ કર. - x - બીજા કહે છે - વિકૃષ્ટ ક્ષપક પારણાકાલે ગ્લાન જેવો થાય તો પણ ઈચ્છવા યોગ્ય જ છે જો માસક્ષમણાદિ ક્ષેપક હોય તો રાખવો જ. તેમાં પણ આચાર્ય ગચ્છને પૂછે - શું આ ક્ષેપકને ઉપસંપદા આપીશું ? જો ન પૂછે તો સામાચારી વિરાધના થાય. તેઓને ક્ષાપકની ઉપધિનું પડિલેહણાદિ કરવા કહે, તો પણ તેઓ ન કરે. જો પૂછે અને તેઓ એમ કહે કે – આપણી પાસે એક ક્ષપક છે, તેનું તપ પર થાય, પછી આને ઉપસંપદાવાળો કરીશું. તો તેને રાખવો. જો સાધુઓ ના પાડે તો તેનો ત્યાગ કરવો ગચ્છ બંનેની જા આપે તો બીજાને રાખવો. તેની વિધિપૂર્વક ઉદ્વર્તનાદિ કરવા. જો પ્રમાદ કે અનાભોગ વડે ન કરે, તો આચાર્ય એ પોત શિષ્યોને પ્રેરણા કરવી.
ચાસ્ત્રિ ઉપસંપદા વિધિ વિશેષ પ્રતિપાદના માટે કહે છે – • નિયુક્તિ -૩૨૦ :
જે નિમિતે ઉપસંપતૃ કરાય, તે નિમિત્તને આગંતુક ન આચરે તો તેની સારણા કરવી કે ત્યાગ કરવો અથવા તેનું કાર્ય પૂર્ણ થયે તેને યાદ કરાવવું અથવા તેને છોડી દેવો.
• વિવેચન-૭૨૦ :
જે નિમિતે ઉપસંપન્ન હોય, ‘તુ' શબ્દથી બીજા સામાચારીમાં કંઈપણ ગ્રહણ કરે, તે વૈયાવૃત્યાદિ ન કરતો જ રહે તો કાર્યાર્થેિ તેને પ્રેરણા કરવી, વિનીત હોય તો તેનો ત્યાગ કરવો. જો કરતો પણ હોય તો પણ -x • કાર્ય પૂર્ણ થતાં કે પ્રયોજન ન રહેતા તેને યાદ કરાવાય છે - તારું કાર્ય પૂરું થયું છે અથવા તેને વિદાય કરાય