________________
ઉપોદ્દાત નિ - ૭૨૦
પર
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/ર
છે. સંયતની ઉપસંપદા કહી. હવે ગૃહસ્થની ઉપસંપદા કહે છે - તેમાં સાધુની આ સામાચારી છે. - X - X -
• નિયુકિત-૩૧
ત્રીજી મહાવતના રક્ષણને માટે, અકાળ પણ અનુજ્ઞા ન આપેલ બીજાના અવગ્રહાદિમાં રહેવું કે બેસવું ન કહ્યું.
• વિવેચન-૭૨૧ :
થોડાં પણ કાળ માટે ન કો. શું ? ન અપાયેલા બીજાના અવગ્રહ આદિમાં રહેવું - કાયોત્સર્ગ કરવો કે બેસવું. શા માટે ? અદત્તાદાન વિરતિ નામના વ્રતના રક્ષણ માટે. તેથી ભિક્ષાભ્રમણાદિમાં પણ વ્યાઘાત સંભવમાં ક્વચિત સ્વામી વડે રહેવાની અનુજ્ઞા મળે તો વિધિપૂર્વક રહેવું. અટવી આદિમાં પણ વિશ્રામ કરવા ઈચ્છે તો પૂર્વસ્થિતની અનુજ્ઞા લઈને રહેવું. - ૪ -
દશવિધ સામાચારી કહી, હવે ઉપસંહાર કરતા કહે છે - • નિયુક્તિ-૭૨,૩ :
એ પ્રમાણે આ દશવિધ સામાચારી સંક્ષેપથી કહી [કોણે ?] સંયમ, તપ, યુકત નિર્મન્થ મહર્ષિઓએ. આ સામાચારી આચરતા, ચરણ-કરણ યુદ્ધ સાધુઓ અનેક ભવના સંચિત અનંત કર્મોને ખપાવી દે છે.
• વિવેચન-૩૨૨,૩૨૩ :
ગાથાર્થ કહો. વિશેષ આ - હવે પદવિભાગ સામાચારી પ્રસ્તાવ છે. તે કા વ્યવહાર રૂપ બહુ વિસ્તૃત છે, સ્વસ્થાનથી જાણવી. આ સામાચારી ઉપક્રમ કાળ કહ્યો. હવે યયાયુક ઉપક્રમકાળ કહે છે તે સાત ભેદે છે –
• નિયુક્તિ -૩૨૪ -
અધ્યવસાનથી નિમિત્તથી આહારમાં, વેદનામાં, પરાઘાતમાં, માં, શ્વાસોચ્છવાસ નિરોધમાં એમ સાત ભેદે સોપક્રમ આયુનો ક્ષય થાય છે.
• વિવેચન-૭૨૪ :
અધ્યવસાન એ જ નિમિત તે અધ્યવસાન નિમિત્ત અથવા અધ્યવસાન ત્રણ ભેદે - રણ, સ્નેહ, ભય, તેમાં. તથા દંડ આદિ નિમિતથી, પ્રયુર આહારવી, ચટ્ટા આદિ સંબંધી વેદનામાં, ખાડામાં પડવું આદિ પરાઘાતથી, ભુજંગાદિ સંબંધી સ્પર્શથી, પ્રાણ અને અપાનના વિરોધમાં. આયુ ભેદાય છે.
રાગના અધ્યવસાનમાં આયુ તુટે તેનું દષ્ટાંત - કોઈનું ગાયનું હરણ કરાયું, તેથી આરક્ષકો પાછળ પડ્યા, તેઓ નિવાર્યા. તેમાં એક તરણ અતિશય દિવ્યરૂપધારી “વૃષિત' ગામમાં પ્રવેશ્યો. તેને માટે તરણી પાણી લાવી. તેણે પાણી પીધું. તરણી તેનામાં આસકત થઈ. તરણ ઉઠીને ગયો. તરણી તેને જોત-જોતી ત્યાં જ રહી.
જ્યારે તરણ દેખાતો બંધ થયો ત્યારે તે રીતે ઉભી ઉભી જ નથી સમૂઢ મનવાળી તેણી મૃત્યુ પામી. એ રીતે રાગથી આયુ તુટે.
એક વણિકને તરણ સ્ત્રી હતી. તે બંને પરસ્પર અતિ અનુકત હતા ત્યારે
તે વેપાર માટે ગયો. પાછા ફર્યા ત્યારે તેના મિત્રોએ કહ્યું – શું જોયું છે કે તેણીને અનુરાગ છે કે નહીં ? ત્યારે એક મિત્રે આવીને તે તરણ સ્ત્રીને કહ્યું – તારો પતિ મૃત્યુ પામ્યો છે. તે બોલી - શું આ વાત સત્ય છે ? તેણીએ ત્રણ વાર એમ પૂછ્યું, પછી તેણી મૃત્યુ પામી. વણિકને તે વાત કરી, વણિક પણ મરી ગયો.
દ્વારિકામાં વાસુદેવ રાજા હતો. તેના પિતા વસુદેવ અને માતા દેવકી હતા. તેણીએ કોઈ મહિલાને પુત્રને દુધ પાવા આપ્યો. જોઈને ધૃતિ થઈ. ત્યારે વાસુદેવે પૂછ્યું - મા ! કેમ અવૃતિ કરે છે ? મા બોલી - મેં એકપણ પુત્રને દુધ પીવડાવ્યું નથી. વાસુદેવે કહ્યું – અધૃતિ ન કર. હમણાં દેવાનુભાવથી તમને પુગ સંપત્તિ કરું છું. દેવતા આરાધી, તેણીને કહ્યું કે- તને એક દિવ્યપુરષ જેવો પુત્ર થશે. તે પ્રમાણે જ પુત્ર જન્મ્યો. તેનું ગજસુકુમાલ નામ રાખ્યું. તે બધાં યાદવોમાં પ્રિય હતો, સુખસુખે રમતો હતો. સોમિલ બ્રાહ્મણની સ્વરૂપવાન કન્યા સાથે તેનો વિવાહ ગોઠવાયો. ભગવંત અરિષ્ટનેમિ પાસે ધર્મ સાંભળી તેણે દીક્ષા લીધી. ભગવંત સાથે ગયો પે'લા બ્રાહ્મણને અપીતિ જન્મી. કાળક્રમે ફરી ભગવંત સાથે દ્વારિકા આવ્યો. [અહીં દીક્ષાની રએ જ કેવળજ્ઞાનની વાત નથી.] શ્મશાનમાં પ્રતિમા ધ્યાને રહ્યો. બ્રાહ્મણે તેને જોઈને કોપથી મસ્તકમાં પાળી બાંધી, તેમાં અંગારા ભચ. ગજસુકુમાલે સમ્યપણે તે સહન કરતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. અંતકૃત કેવલી થયો. વાસુદેવે ભગવંતને નમીને બાકીના સાધુને વાંદીને પૂછ્યું - ગજસુકુમાલ મુનિ કયાં છે શ્મશાનમાં - x • x • કાર્ય સાધી ગયા. વાસુદેવે પૂછ્યું – તેને કોણે માય ? ભગવંતે કહ્યું - જે તને નગરમાં પ્રવેશતા જોશે ત્યારે શીઘ તેનું મસ્તક ફૂટી જશે તેણે માર્યો. બ્રાહ્મણે પાછા કરતા વાસુદેવને જોયા, ભયથી સંભ્રાંત એવા તેનું માથું ફાટી ગયું.
એ પ્રમાણે ભયના અધ્યવસાનમાં આયુ તુટે છે. નિમિત્તથી આયુ તુટે છે, તેમ કહ્યું. તે નિમિત્તના અનેક પ્રકાર જણાવતાં કહે છે –
• નિયુક્તિ -૭૨૫,૦ર૬ :- દંડ, ચાબુક, શસ્ત્ર, દોરડાં, અગ્નિ, પાણીમાં બુડવુંપર્વતાદિથી પડવું, ઝેર, સર્ષ, ઠંડી, ગરમી, અરતિ, ભય, ભૂખ, તૃષા અને રોગ (એ સોળ નિમિત્તો છે તથા મૂત્ર-મળ નિરોધ, જિણજિણ, ઘણીવાર ભોજન, વર્ષણ, ધોલણ અને પીલણ આ આયુષ્યના ઉપક્રમો છે.
• વિવેચન-૩૫,૩૨૬ :
ગાથાર્થ કહ્યો, વિશેષ આ પ્રમાણે-] - x • ચાન - સર્પ, ચંદનની જેમ ઘર્ષણ કરવું, અંગુઠા અને આંગળી વડે જૂને મસળવા માફક ધોલન, શેરડીની જેમ પીલાવું. તથા આહાર હોવા - ન હોવાથી આયુ તુટે છે. જેમ - એક બ્રાહ્મણ ક્ષણમાં અઢાર વખત ખાઈને શૂળ વડે મૃત્યુ પામ્યો. વળી બીજા ભુખથી મર્યા. માથાની, આંખની વેદના વડે પણ અનેક મૃત્યુ પામ્યા. પરાઘાત થતાં આયુ તુટે, જેમ કાદવ કે તટીમાં ખોદતા મરે, સ્પર્શથી - વસાના વિષ વડે કે સર્પ વડે સ્પર્શતા મરે અથવા બ્રહ્મદd ચકીની રીરન હતી. ચકી મર્યા પછી પુત્રએ તેણીને કહ્યું - મારી સાથે ભોગ