________________
ઉપોદ્ઘાત નિ - ૫૩૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
• વિવેચન-પ૩૪ -
ગતિમાં પડતા આત્માને ધારે તે ધર્મ. તેના ઉદયથી રૂપ થાય તેવું સાંભળનારા માને છે. જો રૂપવંત પણ ધર્મ કરે છે, તો બાકીનાએ સારી રીતે કરવો જોઈએ એવી શ્રોતાની બુદ્ધિ છે. સુરૂપ આદેય વાક્ય થાય. શ્રોતાના રૂપના ગર્વનો છેદનાર થાય છે. તેથી ભગવંતનું રૂપ પ્રશંસીએ છીએ.
ભગવંત દેવાદિ બધાંના સંશયને એક સાથે કઈ રીતે છેદે ? • નિયુક્તિ-૫૩૫ + વિવેચન :
અસંખ્યાત કાળે પણ સંખ્યાતીત સંશયીઓ - દેવાદિના સંશયો ન છેદાય. કારણ કે ક્રમ વ્યાકરણ દોષ છે. ભગવંત એક સાથે છેદે છે. એક સાથે ઉત્તર આપવાના ગુણને પ્રતિપાદિત કરવા કહે છે –
• નિયુક્તિ-૫૩૬ :
સર્વ સવોમાં અવિષમત્વ, ઋદ્ધિવિશેષ અને અકાલહરણ, સર્વજ્ઞ પ્રતિ વિશાસ, અચિંત્ય ગુણસંપદા, એક સાથે થાય. (આ પદો છે...
• વિવેચન-૫૩૬ :
બધાં જીવોમાં એક સાથે કથનથી ભગવંતનું તુલ્યત્વ પ્રગટે છે. કેમકે રાગદ્વેષરહિતના તુલ્યકાળ સંશયીના એકસાથે જિજ્ઞાસામાં કાળ ભેદ કથનથી લગદ્વેષ ગોચર ચિત્તવૃત્તિ પ્રસંગ છે. સામાન્ય કેવલીને તેવો પ્રસંગ આવે. તેમને આવી દેશના કરણનુપપત્તિ નથી. આ ભગવંતની ઋદ્ધિ વિશેષ છે કે જે એકસાથે બધાં સંશયીના સંપૂર્ણ સંશયનો છેદ કરે છે. એકસાથે સંશયો દૂર થવાથી આ ભગવંતનું અકાલહરણ છે. કેમકે ક્રમથી કાનમાં કોઈક સંશયીના સંશયો અનિવૃત્ત હોય અને મરણ થઈ જાય, પણ ભગવંત જીવોને સંશય નિવૃત્યાદિ ફલરહિત થતાં નથી. તથા સર્વજ્ઞનો વિશ્વાસ પણ તેમને આ રીતે થાય છે. - X - X • તથા ભગવંત અચિંત્ય ગુણસંપદાવાળા છે. જે કારણે આ ગુણો છે તેથી એકસાથે કહે છે. હવે શ્રોતાના પરિણામની આલોચના કરતા કહે છે - X - X -
• નિયુક્તિ-૫૩૭ :
વષ ઉદકના જે રીતે વર્ણાદિ ભાજન વિશેષથી થાય છે, તેમ બધામાં પણ સ્વ ભાષાથી જિન ભાષા પરિણમે છે.
• વિવેચન-૫૭ :
વૃષ્ટિનું કે અન્ય જળ, જે રીતે ભાજનના વિશેષપણાથી વર્ણ આદિવાળું થાય છે. કાળી સુગંધી માટીમાં સ્વચ્છ, સુગંધી અને રસવાળું થાય છે, ઉખભૂમિમાં વિપરીત થાય છે. એ રીતે બધાં પણ શ્રોતાને જિનવાણી સ્વભાષામાં પરિણમે છે. તીર્થકરની વાણીનો સૌભાગ્ય ગુણ કહે છે –
• નિર્યુક્તિ -પ૩૮ :
સાધારણ, અદ્વિતીયા, તેનો ઉપયોગ, ગ્રાહકની ગિરા, શ્રોતા કંટાળે નહીં, વણિકની કિd દાસીનું દૃષ્ટાંત છે.
• વિવેચન-પ૩૮ :
અનેક પ્રાણીને સ્વભાષાપણે પરિણમવાથી અને નરકાદિ ભયથી રાણવથી તે ભાષા સાધારણ છે. અદ્વિતીયા છે. શ્રોતાને તેનો જ ઉપયોગ છે. ભાષા વાણીની પ્રાહિકા છે. ઉપયોગમાં હોવા છતાં શ્રોતાને કંટાળો આપનાર નથી. આ અનિ જાણવા - x - એક દેટાંત આપે છે –
એક વણિકને એક વૃદ્ધા કાઠિડી દાસી હતી. તે સવારે લાકડા લેવા ગઈ, ભુખ અને તરસથી થાકીને મધ્યાહે આવી, ઘણાં થોડાં લાકડાં લાવી. તેને મારીને, ભુખી-તરસી એવી તેને ફરી મોકલી. તે ઘણાં લાકડાનો ભાર વહેતી પૌરુષીએ જઈને આવતી હતી. જ્યેષ્ઠ માસ હતો. તેના ભારામાંથી એક કાષ્ઠ પડી ગયું. તેણીએ વળીને લીધું. તે સમયે તીર્થકર યોજનવ્યાપી સ્વરથી દેશના દેતા હતા. તે વૃદ્ધા તે રીતે નમેલી જ વાણી સાંભળવા લાગી. ગરમી, ભુખ, તરસ, પરિશ્રમને ભૂલી ગઈ. સૂર્યાસ્ત સમયે તીર્થકર ધર્મ કહીને, ઉભા થયા, વૃદ્ધા પણ ગઈ. એ પ્રમાણે -
• નિયુક્તિ-૫૩૯ :
શ્રોતા બધુ આયુ ખપી જાય ત્યાં સુધી સતત જિનદેશના સાંભળે તો પણ શીતઉષણ, ભુખ, તરસ, પરિશ્રમ, ભયને ન ગણકારે
• વિવેચન-૫૩૯ :
ભગવંત દેશના દે ત્યારે શ્રોતાનું આખુ આયુષ્ય ભગવંતની સમીપે વર્તતા ખપી જાય અને જે સતત જિન દેશના સાંભળે તો પણ શીતાદિ ઉક્તને ન ગણકારે
• હવે દાનદ્વારને આશ્રીને કહે છે – ભગવંત જે નગરોમાં વિચરે, તેના સમાચાર જે લાવે તેને મળતું દાન શું ? –
• નિર્યુક્તિ-પ૮૦ થી ૫૮૨ :
ચકી વૃત્તિદાનમાં ૧ લાખ સોનૈયા આપે અને પ્રગતિદાનમાં ૧૨ કરોડ સોનૈયા આપે. આટલું જ દીન વાસુદેવ રજdના પ્રમાણથી આપે છે, માંડલિકો. ૧૨,૫૦૦ વૃત્તિદીન અને ૧ર લાખ પતિદાન આપે છે. બીજા શ્રેષ્ઠી આદિ ભક્તિ અને વૈભવને અનુરૂપ આપે છે. જિનનું આગમન સાંભળીને નિયુકત કે અનિયુકતને યથાયોગ્ય આપે છે.
• વિવેચન-૫૮૦ થી પ૦૨ -
વૃત્તિ - આજીવિકાથી નિયુક્ત પુરુષ. - x • પ્રીતિદાન એટલે જે ભગવંતના આગમનનું નિવેદન કરે તેને પરમ હર્ષથી અપાય અને તે નિયુક્ત પુરુષ કરતાં અન્ય હોય. તેમાં વૃત્તિ એ નિયત વાર્ષિક દાન છે. જ્યારે પ્રીતિદાન અનિયત છે. * * * જેમાં ચક્રવર્તી સુવર્ણનું, વાસુદેવ ચાંદીનું અને માંડલીક રાજા રૂપિયાનું દાન આપે છે, તેમ જાણવું. શું આ જ મહાપુરુષો આપે ? ના, ભક્તિ અને વૈભવ મુજબ શ્રેષ્ઠી આદિ પણ આપે તેમાં ઈભ્ય - મહાધનવાનું. મારે શબ્દથી નગર, ગામના ભોગિકાદિ જાણવા. ક્યારે આપે ? જિનનું આગમન સાંભળીને. કોને ? નિયુક્ત કે અનિયુક્તને. તેમને આ રીતે આપતા શા ગુણ થાય ?