________________
૨૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/ર
ઉપોદ્ઘાત નિ • ૫૮૩
૨૩ • નિર્યુક્તિ-૫૮૩ -
દેવાનુવૃત્તિ, ભકિત, પૂજા, સ્થિરીકરણ, જીવોની અનુકંપ, સાતા ઉદય, દાનગુણ, તીર્થની પ્રભાવના એટલા ગુણો થાય.
• વિવેચન-૫૮૩ :
જેમ દેવો ભગવંતને પૂજે છે, તેમ તેની અનુવૃત્તિ થાય, ભગવંતની ભક્તિ અને પૂજા થાય. નવા શ્રાવકોનું સ્થિરિકરણ થાય, કહેનાર જીવની અનુકંપા થાય. સાતા વેદનીય બંધાય. ઈત્યાદિ - ૪ - હવે દેવમાત્ય દ્વાર - ભગવંત પહેલી સંપૂર્ણ પોિિસ ધર્મ કહે. તેની મધ્યે દેવમાત્ર એટલે બલિ પ્રવેશે. [શંકા તે કોણ કરે ?
• નિયુક્તિ -૫૮૪,૫૮૫ -
રાજા, મંત્રી, તેના ભાવે નગરજન કે જનપદ કરે. દુર્બળ છીએ ખાંડેલ, બળવાને છડેલ, દુલ કલમ [ચોખા] તે પણ અઢક પ્રમાણ, તે શ્રીમંતને ત્યાં વીણવા આપીને પાછા લાવેલ હોય, અખંડ અને અસ્ફટિત હોય, ફલક સહિત હોય, તેનો બલી કરવો, દેવો પણ તેમાં જ ગંધ આદિને નાંખે છે. [તેવા બલી લાવે.].
• વિવેચન-૫૮૪,૫૮૫ -
ચક્રવર્તી આદિ રાજા, મજાનો મંત્રી, તે ન હોય તો નગરવાસી વિશિષ્ટ લોક સમુદાય કે ગામાદિમાં જનપદ - તેનો નિવાસી લોક તે કરે તે દુબળી સ્ત્રી વડે ખાંડેલ, બળવાન સ્ત્રી વડે છડેલ (વીણેલા ચોખા હોય. ચાર પ્રસ્થ પ્રમાણ એટલે એક આઢક [ચાર મણ] હોય - X • તેને ઈશ્વર આદિને ઘેર વીણવા આપે, તેને જ પાછા લાવે. વળી તે ચોખા અખંડ સંપૂર્ણ હોવા જોઈએ, અસ્ફટિત-ધારી વગરના હોય, પાટીયું મૂક્યા છતાં ન ભાંગેલ હોય, તેનો બલિ થાય. દેવો પણ તેમાં જ બલિ-ગંધાદિ નાંખે. આ રીતે તે અહીં નિપજ્ઞ બલિ દેવો સહિત રાજાદિ લઈને, વા»િ નાદપૂર્વક, દિશા મંડલોને પૂરતા, પૂર્વ ધારેલી આવે ત્યારે ભગવંત પણ દેશના દેતા વિરમે છે.
• નિયુક્તિ -૫૮૬,૫૮૩ -
પૂર્વ દ્વારેથી બલિના પ્રવેશ કાળે ધર્મ પ&િથના બંધ રહે છે. રાજાદિ ત્રણ પ્રદક્ષિણા કરે છે, તેનું અર્ધ બલિ દેવો લઈ લે છે. આધુનુિં આ રાજાદિ છે, બાકીનું સામાન્ય લોકો લે છે. બધાં રોગ બલિથી શાંત થાય છે અને નવા રોગ છ માસ સુધી ઉત્પન્ન થતાં નથી.
વિવેચન-૫૮૬,૫૮૭ :
ગાથાર્થ કહ્યો. વિશેષ આ પ્રમાણે –] બલિનો પ્રવેશ પૂર્વ દ્વારેથી થાય છે. બલિ પ્રવેશ થવાના કાળે ભગવંત ધર્મ કથન રોકે છે. રાજાદિ જે કોઈ બલિ લઈને પ્રવેશે તે ભગવંતને ત્રણ પ્રદક્ષિણા આપે છે, તે બલિ ભગવંતના પગની આગળ પાડે છે. પડ્યા પહેલાં જ અડધા દેવો લઈ લે છે. બાકીના અડધાનું અડધૂનો અધિપતિ રાજા હોય. બાકીના અડધા સામાન્ય લોક લે છે. તેનો એક દાણો પણ માથા ઉપર મૂકતા રોગ શાંત થાય, ઈત્યાદિ - x • x - આ બલિનો ક્ષેપ થયા પછી ભગવંત
પ્રથમ પ્રકારના અંતરમાં ઉત્તરના દ્વારેથી નીકળી ઈશાન ખૂણામાં દેવછંદકમાં યથાસુખ સમાધિથી રહે છે. ભગવંત જાય પછી બીજી પૌરષીમાં કોઈ ગણધર ધર્મ કહે છે.
ભગવંત કેમ ન કહે ? ગણધર કહે તેમાં કયા લાભ છે ? • નિયુક્તિ-૫૮૮ + વિવેચન :
ભગવંતને ખેદ વિનોદ - પરિશ્રમમાં વિશ્રામ થાય. શિષ્યના ગુણોની પ્રખ્યાપના કરેલ થાય છે. શ્રોતાઓને ઉભયમાં વિશ્વાસ થાય છે કે જેમ ભગવંતે કહ્યું તેમ ગણઘર પણ કહે છે અથવા ગણધર ત્યારપછી ભગવંતના કથનના અનુવાદી છે, તેવો વિશ્વાસ બેસે છે તથા શિષ્ય અને આચાર્યનો ક્રમ દેખાડયો તેમ થાય છે. આચાર્ય પાસે બેસીને યોગ્ય શિષ્યથી તેના અન્વર્યનું આખ્યાન તે કર્તવ્ય છે - ગણધર કહે તેમાં આટલા લાભ થાય છે. ગણધર ક્યાં બેસે ? તે કહે છે -
• નિયુક્તિ-પ૮૯,૫0 -
રાજાએ લાવેલ સીંહાસન કે પાદપીઠે બેસી ઇ કે બીજા કોઈ ગણધર બીજી પોરિસિમાં દેશના આપે. ગણધરો અસંખ્યાત ભવો કહે છે અથવા બીજાએ પૂછેલ સર્વ કહે છે. અતિશયાદિ રહિત પુરષ આ છSાસ્થ છે તેમ ન જાણે.
• વિવેચન-પ૮૯,પ૦ :
(ગાથાથી પાદપીઠ-ભગવંતની પાદપીઠે, મા - સાધુ આદિ સમુદાય લક્ષણ ઘારવાનું શીલ જેનું છે તે. તે ગણધારી કઈ રીતે કથન કરે ? સંખ્યાતીત અર્થાત્ અસંખ્યાત. સાહg - કહે છે. અસંખ્યાત ભવોમાં જે થયું કે થશે તે. અથવા બીજાએ પૂછેલ સર્વ વસ્તુને કહે છે. આના વડે સંપૂર્ણ અભિલાય પદાર્થ પ્રતિપાદનનું સામર્થ્ય કહ્યું. સનત્તશય - અવધિ આદિ અતિશય હિત. - x -
( આ પ્રમાણે સામાન્યથી સમવસરણ વક્તવ્યતા કહી. હવે આ કહે છે - સમવસરણ થયા પછી દેવનો જયકાર શબ્દ મિશ્રિત દિવ્ય દંદુભિ શબ્દ સાંભળી વિકસિત નયનથી આકાશમાં દેવાંગના સમેત દેવ વૃંદને યજ્ઞપાટક નજીક આવેલ લોકોને સંતોષ થયો ઓ ! દેવો આવ્યા.
• નિર્યુક્તિ-૫૧ + વિવેચન :
તે દિવ્ય ઘોષ સાંભળીને મનુષ્યો યજ્ઞપાટકે સંતુષ્ટ થયા. યજ્ઞ વડે લોકોને પૂજો તે યાજ્ઞિક. અહો ! કદાચ દેવો અહીં આવે છે. અહીં ‘કદાચ' શબ્દથી “ચાન્યમ ગમન” પણ કરે, તેમ કહ્યું. ૧૧-વેદવિદોનું કથન -
• નિર્યુક્તિ-૫૨ થી ૫૯૪ -
અગિયારે પણ ગણધરો, બધાં ઉtત્ત વિશાળ કુળ વાવાળા, મધ્યમ પાપાપુરીમાં યજ્ઞવાટકમાં આવ્યા. અનુક્રમે તેમના નામો આ છે - ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધમાં, મંડિતયુગ, મૌર્યપુત્ર, અર્કાપિત, અલભ્રાતા, મેતાર્ય, પ્રભાસ એ ૧૧ વીર પ્રભુના ગણધર થશે.
• વિવેચન-પ૯૨ થી ૫૯૪ - -x- બધાં ગણઘરો પ્રધાનજાતિવાળા, પિતા-દાદા આદિ અનેક વડે સમાકુલ