________________
ઉપોદ્દાત નિ પ૨૮ થી પ૩૩
૪૯ - વત્સા નગરીમાં ગૌચરીના અભિગ્રહયુકત છ માસમાં પાંચ દિવસ ઓછો તપ પીડા પાખ્યા વિના કર્યો.
- બાર ઉપવાસ સહિત મહાત્મા એવા મૌની ભગવંતે એક બિકી પ્રતિમા અઠ્ઠમભક્ત વડે એકૈક છેલ્લી રાત્રિએ કરી.
- ભગવંતે રર૯ છઠ્ઠ કર્યા. તથા ચોથ ભકત તપ કે નિત્ય ભક્ત [એકાસણુ ભગવંતે કદાપી કર્યું નહીં
• વિવેચન-પ૨૮ થી પ૩૩ -
- નિશે નવ ચૌમાસી તપ, તથા છ બેમાસીતપ ઉપવાસ કર્યો. વિાન શબ્દ પરોક્ષ-આત આગમ વાદના સૂચક છે. બાર માસક્ષમણો અને ૩૨ અર્ધમાસક્ષમણના ઉપવાસ ભગવંતે કર્યા.
- નિશે એક છમાસી, બે બિમાસીના ઉપવાસ કર્યો. તથા અઢી માસથી નિષ એવો તપ-ઉપવાસ અથવા અઢી માસી બે વખત કરી. અહીં = શબ્દ ક્રિયાના અનુકર્ષણાર્થે કહ્યો છે અને બે જ દોઢમાસી અથતિ સાર્ધમાસી તપસ્વી રહ્યા.
- ભદ્રા અને મહાભદ્ર પ્રતિમા અને પછી સર્વતો ભદ્રા પ્રતિમાએ ભગવંત રહ્યા. ‘અનુબદ્ધ' એમ જોડવું. આ ત્રણે પ્રતિમાનું અનુક્રમે દિવસ પ્રમાણ આ પ્રમાણે - બે, ચાર અને દશ દિવસ હય. અનુબદ્ધ - સતત.
- ગૌચરી સંબંધી અભિગ્રહ, તેના વડે યુક્ત તપ તે પાંચ દિવસ ન્યૂન છ માસ કર્યો, તેમાં અપીડિત રહ્યા. વસા એટલે કૌશાંબીમાં રહીને.
- દશ અને બે અર્થાત્ બાર સંખ્યાથી આ મહાત્મા મૌન રહીને એક સમિકી પ્રતિમા - X • આરાધી. કઈ રીતે ? અમભક્ત અતિ ત્રણ રાત્રિના ઉપવાસ વડે. યત - પ્રયનવાળા, એકૈક ચરમરાત્રિ નિપજ્ઞ.
– ૨૨૯ વખત છ તપ કર્યો. તે ભગવંતે કયારેય નિત્ય ભક્ત કે ચોથા ભક્ત કરેલો ન હતો. એ પ્રમાણે જાણવું.
• નિયુક્તિ-૫૩૪ થી ૫૩૬ :
- બાર વર્ષથી અધિક તપકાળ, જઘન્ય તપ છઠ્ઠનો હતો અને વીર ભગવંતના બધાં તપકર્મ નિર્જળ હતા.
- ભગવંતનો પારણાકાળ ૩૪૯ દિવસનો હતો. ઉકુટુકાસને રહીને ભગવંતે સેંકડો પ્રતિમા વહન કરી.
- dયાનો એક દિવસ, તેને ઉમેરીને, સર્વ સંકલના કરતાં જે પ્રાપ્ત થાય, તે મારી પાસેથી સાભળો.
• વિવેચન-૫૩૪ થી પ૩૬ -
- બાર વર્ષથી અધિક, ભગવંતનો દાકાળ હતો ત્યારે છ ભક્ત અતિ બે અહોરણ ઉપવાસ લક્ષણ રૂપ તે જઘન્ય તપ હતો તથા બધો જ તપકર્મ ભગવંતવીરે નિર્જળ-પાણી પીધા વિનાનો કરેલો.
૨૫૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ એમ કહેવાય છે કે - ક્ષીર આદિ દ્રવ આહાર ભોજન કાલે પ્રાપ્ત હોય તે સિવાય પાણીનો પરિભોગ કર્યો નહીં.
પારણાનું કાલમાન પ્રતિપાદિત કરવા કહે છે -
- ૩૪૯ દિવસનો ભગવંતનો પારણાકાળ હતો તથા ઉત્કટક નિષધા - સ્થિતિ પ્રતિમા સેંકડો વહન કરી.
- પ્રવજ્યા સંબંધી એવો દિવસ તે પહેલો. અહીં ઉકત લક્ષણ દિવસગણમાં ઉમેરીને સંકલિત કરતાં જે પ્રાપ્ત થાય, તે સાંભળો.
• નિર્યુક્તિ-પ૩૭,૫૩૮ - - - બાર વર્ષ અને સાડા છ માસ ભગવંત વીરવરનો આ છઠસ્થ પર્યાય હતો. તેિમ ગાથાર્થ કહ્યો.]
- એ પ્રમાણે તમોગુણમાં તે મુનિ મહાવીરે અનુક્રમે વિચરણ કરતાં ઘોર પરીષહની સેનાને અધ્યાસિત-સહન કરી.
• વિવેચન-૫૩૭,૫૩૮ :- (નિયુક્તિ દીપિકામાં વિસ્તૃત વિવેચન છે.] - ગાથાર્થ મુજબ નિર્યુક્તિનું વિવેચન ઇંતિકારે કરેલ છે.
- ઉકત પ્રકારે તપોગુણોમાં ત, ક્રમથી, બિકાલાવસ્થામાં જગત છે, તેમ માનતા હોવાથી મુનિ, વિચરતા-વિચરતા, રૌદ્ધ એવી પરીષહોની સેનાને મહાવીરે સહન કરી.
• નિયુક્તિ-પ૩૯ :
અનંત જ્ઞાાન ઉત્પન્ન થયું, છાશસ્થિક જ્ઞાન નષ્ટ થયું. રાશિના સંપાd, મહારોન વન ઉધાનમાં ગયા.
• વિવેચન-૫૩૯ :
- ઉત્પન્ન • પ્રગટ થયું, ૩મનંત - શેયના અનંતપણાથી અને સંપૂર્ણ ડ્રોય વિષયપણાથી કેવળ એટલે અનંત.
- છાડાસ્થિક જ્ઞાન [મત્યાદિ ચાર નષ્ટ થતાં. - સત્રિમાં મહસેનવન ઉધાનમાં પહોંચ્યા. કેમ ? તે કહે છે -
ભગવંતને જ્ઞાનરનની ઉત્પત્તિ પછી તુરંત જ ચારે પ્રકારના દેવો પણ આવી ગયા હતા. ત્યાં પ્રdજ્યા સ્વીકારનાર કોઈ વિધમાન ન હતું. એ પ્રમાણે ભગવંતે જાણીને વિશિષ્ટ ધર્મકથનને માટે પ્રવૃત ન થયા. ત્યારપછી ત્યાંથી બાર યોજનમાં મધ્યમા નામે નગરી હતી, ત્યાં સોમિલાર્ય નામે બ્રાહ્મણ હતો. તે યજ્ઞ કરવાને ઉધત થયેલો અને તેમાં અગિયાર ઉપાધ્યાયો નિશ્ચે આવેલા હતા. તે અગિયારે ચરમશરીરી હતા. તેથી તેને જાણીને જ્ઞાનોત્પત્તિ સ્થાનમાં મુહૂર્ત માત્ર દેવપૂજા એ આચાર છે, તેમ સમજીને અનુભૂત દેશના માત્ર કરીને અસંખ્યાત કરોડ દેવો વડે પરીવરીને, દેવોધોતથી સંપર્ણ પંથ-માર્ગને ઉધોત કરતાં અને દેવો દ્વારા પરિકલિત કમળો ઉપર ચરણોને મૂકતા-મૂકતા આ મયમાં નગરીના મહાસેનવન ઉધાનમાં પધાર્યા.