________________
ઉપોદ્ઘાત નિં ૫૩૯
૫૧
[અહીં નવે કમળોમાં કઈ રીતે પગ મૂકે, બે સિવાયના કમળો કઈ રીતે દેખાય, કમળ કેવા હતા ? ઈત્યાદિ વર્ણન ચૂર્ણિમાં ખાસ જોવું.)
• નિયુક્તિ-૫૪૦ ઃ
દેવ અને મનુષ્યોના રાજા વડે પૂતિ, પ્રાપ્ત ધર્મવર ચક્રવર્તીત્વ, બીજું સમોસરણ મધ્યમા પાપા નગરીમાં થયું.
• વિવેચન-૫૪૦ :
તે જ ભગવંત દેવ અને મનુષ્યોના રાજા વડે પૂજાને પ્રાપ્ત થયા. કેમ ? શ્રેષ્ઠ ધર્મનું ચક્રવર્તીત્વ અર્થાત્ પ્રભુત્વ પામ્યા. ફરી બીજું સમોસરણ રચાયું. - X - ક્યાં ? મધ્યમા પાપા નગરીમાં, અહીં જ્ઞાનોત્પત્તિ સ્થાનકૃત્ પૂજાની અપેક્ષાથી બીજું, એમ જાણવું.
નિર્યુક્તિ-૫૪૧ :
ત્યાં સૌમિલ આર્ય બ્રાહ્મણ, તેના યાગકાલે, પ્રચુર જન અને જાનપદ યજ્ઞપાટમાં આવેલા હતા.
૭ વિવેચન-૫૪૧ :
મધ્યમા પાપામાં સોમિલાર્ય બ્રાહ્મણ હતો. તેના દીક્ષા કાળમાં અર્થાત્ યાગ કાળમાં વિશિષ્ટ નગરવાસી લોક સમુદાય અને સામાન્ય લોકો, જનપદમાં થનાર તે જાનપદા અર્થાત્ દેશના લોકો યજ્ઞ પાટે આવેલા.
• નિર્યુક્તિ-૫૪૨ + વિવેચન :
યજ્ઞપાટકની ઉત્તર બાજુએ એકાંતમાં અને અલગ, પછી દેવો અને દાનવેન્દ્રોએ જિનેન્દ્રનો મહિમા કર્યો. અથવા કરતા હતા.
આ જ અર્થને કંઈક વિશેષતાથી ભાષ્યકાર કહે છે –
• ભાષ્ય-૧૧૫ + વિવેચન :
ભવનપતિ, વ્યંતર, જ્યોતિક અને વિમાનવાસીઓએ સર્વ ઋદ્ધિ વડે હેતુભૂતપણે પર્ષદા સહિત જ્ઞાનોત્પત્તિ મહિમા કર્યા.
હવે સમોસરણ વક્તવ્યતાને પ્રપંચથી કહે છે -
• નિયુક્તિ-૫૪૩ :
(૧) સમોસરણમાં, (૨) કેટલા, (૩) રૂપ, (૪) પૃચ્છા, (૫) ઉત્તર, (૬) શ્રોતાના પરિણામ, (૭) દાન, (૮) દેવમાલ્ય, (૯) માલ્યાનયન તીર્થમાં. આ પ્રમાણે દ્વાર ગાથા કહી છે.
• વિવેચન-૫૪૩ :
(૧) સમોસરણ વિધિનું કથન - જે દેવો જે પ્રાકારાદિ, જેવા પ્રકારે કરે છે તે. (૨) ભગવંત કેટલી સામાયિક કહે છે અને મનુષ્યાદિ સ્વીકારે છે તે. અથવા કયા ભૂ ભાગથી અપૂર્વ કે અદૃષ્ટ સમોસરણમાં સાધુ વડે અવાય છે (૩) ભગવંતનું રૂપ, (૪) કયા ઉત્કૃષ્ટ રૂપપણાથી ભગવંતને પ્રયોજન છે એ પ્રમાણે પૃચ્છા અને
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
કાર્યોત્તર વક્તવ્ય. અથવા એક સાથે કેટલાં લોકો હૃદયગત સંશયને પૂછે છે. (૫) વ્યાકરણ - ભગવંતનું વક્તવ્ય, એક સાથે સંખ્યાતીત લોકો પૂછે તો પણ ભગવંત ઉત્તર આપે છે તે અથવા પ્રશ્ન-ઉત્તર એ એક જ દ્વાર છે.
૨૫૨
(૬) શ્રોતામાં પરિણામનું વક્તવ્ય. જેમકે સર્વે શ્રોતાને ભગવંતની વાણી પોતાની ભાષામાં પરિણમે છે. (૭) દાન-વૃત્તિદાન અને પ્રીતિદાન ચક્રવર્તી આદિ કેટલું આપે છે – તીર્થંકરની પ્રવૃત્તિનું કથન કરનારને, તેની વક્તવ્યતા (૮) દેવમાલ્ય - ગંધ પ્રક્ષેપથી દેવો સંબંધી જે માલ્ય - બલી આદિ. કોણ કરે ? કેટલું પરિમાણ ? (૯) માલ્યાનયનની જે વિધિ છે, તેની વક્તવ્યતા અને પૌરુષી અતિક્રાંત થતા
તીર્થ - ગણધર દેશના કરે છે.
ગાયા સમુદાયાર્થ કહ્યો, હવે પ્રતિદ્વારે અવયવાર્ય કહેશે - - ૪ - ૪ - આ સમોસરણમાં, શું ભગવંત જ્યાં ધર્મ કહે, ત્યાં જ નિયમથી થાય કે ન તાય, તે શંકા નિવારવા પહેલું દ્વાર વર્ણવે છે
-
• નિયુક્તિ-૫૪૪ :
જ્યાં આપૂર્વ સમોસરણ, જ્યાં મહર્ષિક દેવો જાય, વાયુ-ઉદક-પુષ્પ વાદળ,
-
ત્રણ પ્રકારો અને આભિયોગિક દેવો.
• વિવેચન-૫૪૪ :
જે ક્ષેત્રમાં અપૂર્વ સમોસરણ હોય તથા જ્યાં ભૂત સમોસરણ ક્ષેત્રમાં મહદ્ધિક દેવો આવે, ત્યાં રેણુ આદિ નિવારવા વાયુ, ભાવિ રેણુના સંતાપને નિવારવા જળના વાદળ, પૃથ્વીની વિભૂષાર્થે પુષ્પ વાદળ, ત્રણ ગઢો તે બધું આભિયોગિક દેવો કરે છે. પચીના સમોસરણમાં નિયમ નથી. એ રીતે સામાન્ય સમોસરણ કરણ વિધિ કહી, હવે વિશેષ વિધિ કહે છે -
-
• નિર્યુક્તિ-૫૪૫
મણિ, સુવર્ણ, રત્નથી ચિત્રિત ભૂમિભાગ, ચોતરફ સુગંધી, એક યોજનના
-
અંતરમાં દેવો વિવિધ રચનામય કરે છે.
• વિવેચન-૫૪૫ :
ચંદ્રકાંતાદિ મણિ, દેવ કંચન, ઈન્દ્રનીલાદિ રત્નો કે સ્થળથી ઉત્પન્ન મણી, જળથી ઉત્પન્ન રત્નો વડે ચિત્રિત, ભૂભાગ બધી દિશામાં સુગંધી ગંધયુક્ત, દેવો યોજન પરિમાણમાં વિવિધરૂપે કરે છે. - X + X * • નિયુક્તિ-૫૪૬+વિવેચન :
બિંટ સહિત, સુગંધી, જલજ-ચલજ દિવ્ય પુષ્પોની જેમ અતીવ પ્રસરતી ગંધવાળા, પંચવર્તી પુષ્પોની વર્ષા કરે છે. - x -
• નિયુક્તિ-૫૪૭ થી ૫૫૦ :
મણિ કનક રત્નૌથી જ્વેલ તોરણો ચારે બાજુથી વિકુ છે. તે તોરણો છત્રો, પુતલીઓ, મગરમુખ, ધ્વજા, સ્વસ્તિકાદિ સહિત જાણવા.