________________
ઉપોદ્ઘાત નિ ૫૨૫
સિદ્ધાર્થ વણિ, ખીલા ખેંચ્યા. • વિવેચન-૫૨૫ :
૨૪૩
ત્યારપછી ભગવત્ છમ્માણી નામક ગામે ગયા. ત્યાં બહારના સ્થાને પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યારે ભગવંતની પાસે કોઈ ગોવાળ બે બળદ છોડીને ગામમાં ગયો. ગાયો દોહીને નીકળ્યો.
તે બંને બળદો અટવીમાં ચરવાના માટે ચાલ્યા ગયા.
ત્યારપછી તે ગોવાળે આવીને પૂછ્યું, હે દેવાર્યક ! તે બંને બળદ ક્યાં ગયા ? ભગવંત મૌન જ રહ્યા. ત્યારે તે પકુિપિત થયેલા ગોવાળે ભગવંતના કાનમાં વાંસના
ખીલાઓ નાખી દીધા. એક એક કાનમાં નાંખ્યો અને બીજો ખીલો બીજા કાનમાં નાંખ્યો. જ્યારે તે બંને ખીલા કાનમાં એકબીજાને ચોંટી ગયા, ત્યારે બહારના ભાગના ખીલા કાપી નાખ્યા. જેથી બીજો કોઈ તે ખીલાને બહાર ખેંચીને કાઢી ન શકે. કેટલાંક કહે છે – એક જ ખીલો હતો, જે બીજા કાનથી નીકળ્યો ત્યારે બીજી બાજુથી તેને ભાંગી નાંખેલો હતો–
ત્રિપૃષ્ઠ રાજાએ બંને કાનમાં તપેલું સીસું રેડાવેલું તે કારણે ભગવંત મહાવીરના કાનમાં કટશલાકિકા - ચોરના ખીલા નંખાયા.
ભગવંતે તેના દ્વારા વેદનીય કર્મ ઉદીર્ણ થયા.
ત્યાંથી ભગવંત મધ્યમા પાપામાં ગયા. ત્યાં સિદ્ધાર્થ નામે વણિક્ હતો. તેના ઘેર ભગવંત ગયા, તેનો મિત્ર ખરક નામે વૈધ હતો. તે બંને સિદ્ધાર્થના ઘેર હતા. ભગવંત ભિક્ષાર્થે ગયા.
વણિકે વંદના અને સ્તુતિ કરી. વૈધએ તીર્થંકરને જોઈને કહ્યું – અહો ! આ ભગવત્ સર્વ લક્ષણથી સંપૂર્ણ છે, તો સશલ્ય કેમ જણાય છે. ત્યારે તે વણિકે સંભ્રાંત થઈને કહ્યું – જોને ક્યાં શલ્ય છે ? વૈધે નિરખતા કાનમાં શલ્ય જણાયું.
તે વણિકે મિત્રને કહ્યું કે – આ શલ્ય દૂર કરવું જોઈએ. તે મહાતપસ્વી હોવાથી આપણને પુન્ય થશે.
ભગવંત નિષ્પતિ કર્યા હોવાથી ચિકિત્સાને ઈચ્છતા નથી. ત્યારે ભગવંતને જ્યારે ઉધાનમાં પ્રતિમા ધ્યાને રહેલા જોયા, તે બંને મિત્રો ઔષધિ લઈને ગયા. ત્યાં ભગવંતને તૈલ વડે માલીશ કર્યો - મર્દન કર્યુ. પછી ઘણાં મનુષ્યો વડે યંત્રિત કરીને, આક્રાંત કર્યા. પછી સાણસીથી પકડીને ખીલા ખેંચ્યા. ત્યારે લોહી સહિત શલાકા ખેંચાઈ. તે બંને ખીલા ખેંચવાથી ભગવંતની રાડ ફાટી ગઈ. તે રાડ વડે મનુષ્યો ઉછળી પડ્યા. તે ઉધાન મહાભયંકર થઈ ગયું. દેવકુળ પણ ભયંકર થઈ ગયું. ત્યારપછી સંરોહણી ઔષધી વડે ઘા રુઝાવી દીધાં અને ત્યાં જ ભગવંતને ગુણકારી થયું. પછી વંદન કરી, ક્ષમા માંગીને બંને ગયા.
બધાં ઉપસર્ગોમાં કેટલાં ઉપસર્ગો દુર્વિષહ હતા ?
કટપૂતના વડે કરાયેલો સીત ઉપસર્ગ, કાળચક્ર અને આ શલ્યને બહાર
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
ખેંચવા તે ર્વિષહ હતા અથવા જઘન્યમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ કટપૂતનાનો શીત ઉપસર્ગ હતો, મધ્યમોમાં ઉત્કૃષ્ટ તે સંગમે મૂકેલ કાલચક્ર હતું અને ઉત્કૃષ્ટોમાં ઉત્કૃષ્ટ તે આ શલ્યનું ઉદ્ધરણ હતું.
૨૪૮
આ પ્રમાણે ગોવાળથી ઉપસર્ગ શરૂ થયા, ગોવાળ વડે પૂરા થયા.
ખીલા ઠોકનાર ગોવાળ સાતમી નરકે ગયો. ખરક વૈધ અને સિદ્ધાર્થ વણિક બંને દેવલોકે ગયા. જો કે તેમણે તીવ્ર વેદના ઉદીરેલ હતી, પણ શુદ્ધ ભાવ હોવાથી સ્વર્ગે ગયા.
• નિયુક્તિ-૫૨૬ :
કૃભિક ગ્રામની બહાર, ઋજુવાલિકાના કિનારે, શ્યામ ખેડૂત, શાલવૃક્ષ નીચે, જીર્ણ ચૈત્ય નજીક, છટ્ઠ તપ, ઉત્ક્રુટુંક આસને, કેવળજ્ઞાન થયું. • વિવેચન-૫૨૬ :
ત્યાંથી ભગવંત શૃંભિક ગામે ગયા. ત્યાંથી બહાર કોઈ જીર્ણ ચૈત્યની સમીપે,
- x - ઋજુ વાલિકા નદીના કિનારે, ઉત્તરીય કૂબે, શ્યામાક ગૃહપતિના કાષ્ઠકરણ ક્ષેત્રમાં, શાલવૃક્ષની નીચે, ઉત્કટુક નિષધા વડે, ગોદોહિક આસને આતાપના વડે આતાપના લેતા, નિર્જળ છૐ ભક્ત વડે. વૈશાખ સુદ-૧૦ના દિવસે હસ્તોત્તર નક્ષત્રમાં ચંદ્રાંનો યોગ થતા પ્રાચીનગામિની છાયા અભિનિવૃતા પૌરુષીના પ્રમાણ પ્રાપ્તિમાં ધ્યાનાંતકિામાં વર્તતા ભગવંતને એકત્વવિતર્ક વ્યતિક્રાંત થઈ અને સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિ પ્રાપ્ત ન થયેલ ત્યારે શ્રેષ્ઠ એવા કેવળજ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયા.
હવે તપ વડે કેવળજ્ઞાન થયું, તે કારણે ભગવંતે જે તપની સેવના કરી - જે તપો આદર્યા, તેને જણાવે છે.
• નિયુક્તિ-૫૨૭ :
વીરવર મહાનુભાવ વડે જે તપ છાસ્થકાળમાં આચરાયા, તેને યથાક્રમે હું વણવીશ.
• વિવેચન-૫૨૭ :
વીવર મહાનુભાવે જે તપ છાસ્યકાળમાં આચરેલા છે, જે-તે નિત્યસંબંધથી અનુક્રમે - જે ક્રમથી ભગવંતે આચર્ચા - આરાધ્યા છે તે ક્રમથી હું કહીશ. તે આ
પ્રમાણે –
• નિયુક્તિ-૫૨૮ થી ૧૩૩ :
– નવ સૌમાસી, છ બે માસી ઉપવાસ કર્યા. બાર માસ ક્ષમણ, બોતેરપંદર ઉપવાસ [અર્ધમાસ ક્ષમણ] કર્યા.
—
• એક છમાસી, બે ત્રણ માસી, બે અઢીમાસી, બે દોઢ માસીના ઉપવાસ ભગવંતે કર્યા હતા.
– ભદ્રા અને મહાભદ્રા પ્રતિમાં, ત્યારપછી સર્વતો ભદ્ર પ્રતિમા અનુક્રમે બે, ચાર અને દશ દિવસે પારણા વિના સતત આરાધી.