________________
ઉપોદ્ઘાત નિ ૫૧૦
નથી. ત્યારે ખબર પડે છે કે આ કોઈ દેવમાયા હતી.
• નિયુક્તિ-૫૧૧
૨૩૯
સિદ્ધાર્થપુર ગયા, ચોર માા, અશ્વવર્ણિક્ કૌશિકે છોડાવ્યા, વજ્રગામ, ચાલ્યા. અનેષણા જામી, બીજે દિને જાણ્યું, ઉપશાંત છે.
• વિવેચન-૫૧૧ :
[આટલા પદો છે, પદનો અર્થ આ કથાથી જાણવો–
પછી ભગવંત સિદ્ધાર્થપુર ગયા. ત્યાં પણ દેવે તેમને ચોર પણે કરાવ્યાં. લોકો ચોર સમજી ભગવંતને પકડી ગયા. ત્યાં કૌશિક નામે ઘોડાનો વ્યાપારી હતો. તેણે કુંડપુરે ભગવંતને જોયેલા હતા. તેણે છોડાવ્યા.
ત્યાંથી ભગવંત વજ્રગામમાં ગયા, ગોકુળમાં તે દિવસે ક્ષણ હોવાથી બધે જ ખીર બનાવેલી હતી. તે સંગમ દેવે ઘણાં જ ઉપસર્ગો કરીને રહ્યો. ભગવંતે વિચાર્યુ કે – છ માસ ગયા. તે દેવ ગયો લાગે છે અમ માનીને ભિક્ષાર્થે ચાલ્યા. પણ દેવ જેવી અનેષણા કરે છે, ત્યારે સ્વામી ઉપયોગવાળા થઈને જુએ છે. તેથી ભગવંત અડધું ચાલીને પાછા આવે છે અને બહાર જ પ્રતિમા ધ્યાને રહી જાય છે.
સંગમ દેવ પણ સ્વામીને અવધિ [વિભંગ ?] જ્ઞાન વડે અવલોકે છે. શું તે ભગ્ન પરિણામી થયા કે નહીં? ત્યારે ભગવંતને પૂર્વવત્ જ શુદ્ધ પરિણામવાળા જોયા. ત્યારે તેવા જોઈને સંગમદેવ વિચારે છે કે આમને ક્ષોભિત કે ચલિત કરવા શક્ય નથી. જે છ માસે ચલિત ન થયા, તે દીર્ઘ કાળે પણ ચલિત કરવા શક્ય નથી. ત્યારે ભગવંતને પગે પડીને કહે છે - જે શક્રએ કહ્યું હતું તે સત્ય છે. ભગવન્ ! મને બધાં માટે ક્ષમા કરો. હું ભગ્ન પ્રતિજ્ઞ થયો છું અને આપ સમાપ્ત પ્રતિજ્ઞાવાળા થયા છો.
• નિયુક્તિ-૫૧૨,૫૧૩ :
જાઓ, ભિક્ષા માટે ચાલો, હું કંઈ નહીં કરું. મને કંઈ કહેવાની જરૂર નથી, ત્યાં જ ઘરડી ગોવાલણે ખીર વહોરાવી, વસુધારા થઈ.
છ માસનો અનુભ દેવે કર્યો, ઉપરાર્ગો કર્યા. વજ ગામમાં અચલિત જોઈને, વીર ભગવંતને વાંદીને પાછો ફર્યો.
• વિવેચન-૫૧૨,૫૧૩ :
જ્યારે સંગમે કહ્યું કે હવે આપ વિચરો, હવે હું ઉપસર્ગ નહીં કરું, ત્યારે ભગવંત કહે છે કે – ઓ સંગમ ! હું કોઈના કહેવાથી કે ઈચ્છાથી ભ્રમણ કરતો નથી કે રોકાતો પણ નથી.
ત્યારપછી બીજે દિવસે ત્યાં જ ગોકુળમાં ચાલતા, કોઈ વૃદ્ધ ગોવાલણે પર્યુષિત [વાસી] ખીર વડે પ્રતિલાભિત કર્યા. ત્યાં પંચ દિવ્યો પ્રગટ થયા. કોઈ કહે છે – તે દિવસે ખીર વડે લાભ પ્રાપ્ત ન થયો, તેથી બીજે દિવસે મળશે એમ ધારીને તૈયાર કરીને પ્રતિલાભિત કર્યા.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
આ તરફ સૌધર્મકલ્પમાં બધાં દેવો, તે દિવસ સુધી ઉદ્વિગમનથી રહેલા હતા. સંગમદેવ સૌધર્મ કો ગયો. ત્યાં શક્રએ તેને જોઈને અવળુ મુખ કરી લીધું અને બોલ્યો કે – ઓ દેવો ! સાંભળો. આ દુરાત્મા [સંગમ દેવ છે. તેણે અમારા કે અન્ય દેવોના ચિત્તની શાંતિ રાખી નથી. કારણ કે તેણે તીર્થંકરની આશાતના કરી છે, તેનું અમારે કોઈ કામ નથી. તેની સાથે કોઈએ વાત કરવી નહીં, તેને તત્કાળ દેશનિકાલ કરો.
૨૪૦
ત્યારે કાઢી મૂકાયેલો સંગમદેવ દેવીની સાથે મેરુ પર્વતની ચૂડાએ યાનક વિમાન વડે આવીને રહ્યો. બાકીના દેવોને ઈન્દ્રએ રોકી લીધા. તેની સાગરોપમની સ્થિતિ છે. તે નિર્યુક્તિકાર કહે છે –
• નિયુક્તિ-૫૧૪ * વિવેચન :
દેવે નિકાલ કરેલ તે મહર્ષિક, ઈન્દ્રનો સામાનિક દેવ દેવલોકથી ભ્રષ્ટ થઈને મેરુ પર્વતની ચૂલિકાએ વિમાન વડે આવીને પોતાની સ્ત્રી સાથે પરિવરીને ત્યાં રહ્યો. બાકીનું સાગરોપમ આયુષ્ય ત્યાં પુરું કરશે. ઈન્દ્રના દ્વારા નિષેધ કરવાથી તેના ભક્ત દેવો દેવલોકમાં જ રહ્યા.
• નિયુક્તિ-૫૧૫,૫૧૬ -
આલભિકામાં વિદ્યુતકુમારેન્દ્ર જિનેશ્વરની ભક્તિથી વાંદીને જાય છે, ભગવંતની સાતા પૂછે છે, બોલે છે કે – હે પ્રભુ ! આપે ઘણાં ઉપસર્ગો જીતી લીધા છે, હવે થોડાં જ બાકી છે.
શ્વેતાંબિકામાં હરિસહ, શ્રાવસ્તીમાં સ્કંદ પ્રતિમાને શક્ર પ્રભુ પ્રત્યે નમાવે
છે, લોકોને પ્રતિમા અવતરણ દ્વારા વંદન કરાવે છે.
• વિવેચન-૫૧૫,૫૧૬ :
ત્યારપછી ભગવંત વિહાર કરી આલંભિકાએ ગયા.
ત્યાં વિધુતકુમારેન્દ્ર હરી આવ્યો. ત્યારે તેણે વંદન કરીને ભગવંતનો મહિમા કર્યો. પછી કહ્યું કે – હે ભગવન્! હું આપની શાતા પૂછું છું. ઉપસર્ગો ઘણા બધા પુરા થયા, હવે થોડાં જ બાકી છે. આપને હવે થોડા કાળમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થવાનું છે. ત્યાંથી ભગવંત શ્વેતાંબી નગરી ગયા. ત્યાં વિધુત્ક્રુમારેન્દ્ર હરિસ્સહ ભગવંતને શાતા પૂછવાને આવ્યો.
ત્યાંથી ભગવંત શ્રાવસ્તી ગયા. બહાર પ્રતિમા ધ્યાને રહ્યા.
ત્યાં કંદ પ્રતિમાનો લોકમાં ઘણો જ મહિમા હતો. શક્રએ અવધિ જ્ઞાન પ્રયોજ્યું તેટલામાં સ્કંદ પ્રતિમાને પૂજા કરતા અને ભગવંતનો આદર ન કરતાં લોકોને જુએ છે. તેથી નીચે આવ્યો.
તે પ્રતિમા અલંકૃત હતી, રથમાં વળગી ગઈ. ત્યારે શક્રએ તે પ્રતિમામાં પ્રવેશીને ભગવંત હતા તે માર્ગે પ્રસ્થાન કર્યુ.
લોકો સંતુષ્ટ થઈને કહે છે – દેવ સ્વયં જ ચાલ્યા છે. જ્યાં સ્વામી હતા ત્યાં