________________
ઉપોદ્ઘાત નિ ૫૦૭
૨૩૩
ત્યારપછી ભગવંત સુભૌમ જાય છે. ત્યાં પણ ભિક્ષાચર્થેિ નીકળ્યા ત્યારે દેવે તેને આવરીને - શરીરમાં પ્રવેશીને સ્ત્રીઓને અંજલિ કરે છે પછી ત્યાં પણ સ્ત્રીઓ વડે માર ખાય છે.
ભગવંત ત્યાંથી પણ નીકળી ગયા. પછી સુક્ષેત્ર નામક ગામ છે, ત્યાં જાય છે. જ્યારે સ્વામી ભિક્ષાને માટે નીકળ્યા. ત્યારે સંગમ દેવે તેમનામાં પ્રવેશ કરીને વિષકનું રૂપ વિકવ્યું. ત્યાં હસે છે, ગાય છે અને અટ્ટહાસ્ય કરે છે. સ્ત્રીઓ સામે આંખ મીંચકારે છે. વિદુષક જેવા ચાળા કરે છે. અશિષ્ટ બોલે છે. ત્યાં પણ ભગવંતને માર પડ્યો.
ત્યાંથી પણ ભગવંત નીકળી ગયા. પછી મલય ગામે ગયા. તેને નિયુક્તિકાર જણાવતા કહે છે –
• નિયુક્તિ-૫૦૮ :
મલયગામે, પિશાચરૂપ અને શિવરૂપ હસ્તિelષ ગામે કર્યું. ઓઘસંજ્ઞા, પ્રતિમા, સ્મશાનશક, યમપ્રચ્છા. [એટલા પદો છે.]
• વિવેચન-૫૦૮ :
ત્યાંથી મલય ગામે ગયા ત્યાં સંગમ દેવે શરીરમાં પ્રવેશીને પિશાયનું રૂપ વિકવ્યું. ભગવંતનું ઉન્મત્ત રૂપ વિકુવ્યું. અવિરતિકપણું દેખાતાં લોકોએ પકડીને ત્રાસ ગુજાર્યો.
પછી સંગમદેવે ત્યાં બાળકોને બીવડાવ્યા, ઢેફા વગેરેથી માર્યા. ઈત્યાદિ વડે બાળકો પડતાં-આખડતા નાચવા લાગ્યા. જઈને ગામમાં કહ્યું. તેથી લોકોએ આવીને ભગવંતને માર્યો.
પછી ભગવંત ત્યાંથી પણ નીકળી ગયા. હતિશીષ ગામે ગયા. ત્યાં ભિક્ષાને માટે નીકળ્યા. ત્યારે દેવે ભગવંતને શિવ રૂપે વિકુવ્ય. પછી તેમનું પ્રચિલ-લિંગને સ્તબ્ધ કર્યું. (કઠણ કરી, ઉભું કર્યું એ પ્રમાણે જ્યારે અવિરતિક જોયા, ત્યારે ઉઠ્ઠાણા કરીને પીટાવ્યા.
ભગવંત વિચારે છે કે – આ મારી અતિ ગાઢ અપભાજના કરાવે છે અને આહાર પણ અનેષણય કરી દે છે. તેથી હવે હું ગામના પ્રવેશ કરીશ જ નહીં, ગામની બહાર જ રહીશ.
બીજા આચાર્યો કહે છે - પંચાલ દેવના રૂપે વિકુળં. ત્યારે ખરેખર ! પંચાલ ઉત્પન્ન થયો. પછી ગામથી બહાર નીકળ્યો. જ્યાં મહિલા વર્ગ હતો ત્યાં વિકૃત લિંગ કરીને ઉભો રહ્યો. ત્યારે સંગમ દેવે ભગવંતની ઘણી જ હેલના કરવી. જે કારણે શક વડે પૂજાયો, તે રીતે સ્થિત રહ્યા. અર્થાત્ લોકમાં લિંગપૂજા પ્રવર્તી.
ત્યારપછી ભગવંત એકાંતમાં રહે છે.
ત્યારે સંગમદેવ મશ્કરી કરે છે તમને સ્થાનથી ચલિત કરવાનું શક્ય નથી. હવે ગામ આવે એટલે જોજે.
૨૩૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ત્યારે શક્ર આવ્યો અને પૂછે છે – ભગવન્આપને સંયમ યાત્રા વર્તે છે, યાપનીય અવ્યાબાધ છે ? વિહાર પ્રાસુક છે ? વાંદીને ગયો -
• નિયુક્તિ-૫૦૯ :
તોસલીમાં, કુશિષ્યરૂપ, સંધિ છેદ કરતો, મને બહારથી ગએ મોકલેલ છે, વધ્ય છે, મહાભૂતિલ ઈન્દ્રાલિયાએ મૂકાવ્યા.
• વિવેચન-૫૦૯ -
ત્યારપછી ભગવંત તોસલી સંનિવેશે ગયા. બહાર પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યારે તે સંગમદેવ વિચારે છે કે આ ગામમાં જતો નથી, હવે આ અહીં રહેલાને ઉપસર્ગ કરું. પછી બાળકરૂપ વિકવીને સંધિ છેદ કરે છે, ઉપકરણો લઈ લે છે આદિ. જો કોઈ મારે તો કહે છે કે મને ન મારો, હું શું જાણું, મારા આચાર્યએ મને મોકલેલો છે. તેઓ પૂછે છે કે તે આચાર્ય ક્યાં છે? અહીં બહાર અમુક ઉધાનમાં છે. ત્યાં જઈ ભગવંતને મારે છે અને બાંધી દે છે. મારતા-મારતા લઈ જાય છે.
ત્યાં ભૂતિલ નામે ઈન્દ્રજાલિક હતો. તેણે સ્વાતિને કુંડગ્રામે જોયેલા હતા, ત્યારે તે છોડાવે છે અને કહે છે - આ સિદ્ધાર્થ રાજાના પુત્ર છે. ત્યારે તેને મુક્ત કરીને પમાવે છે. પછી બાળ સાધુને શોધે છે, પણ ક્યાંય દેખાતો નથી ત્યારે ખબર પડી કે આ કોઈ દેવનો ઉપસર્ગ હતો.
• નિયુક્તિ-૫૧૦ :
મોસહિત, સંધિ, સમાગધ, છોડાવે છે, સષ્ટિક, પિતાનો મિત્ર, તોસતી, સાત દોરડા, તુટી જવા, તોરલી, મુક્ત. [આટલા પદો છે.]
• વિવેચન-૫૧૦ -
ત્યારપછી ભગવંત મોસલી ગયા. ત્યાં પણ બહાર પ્રતિમા દયાને રહ્યા. ત્યાં પણ સંગમ દેવે બાળ સાધુનું રૂપ લીધું, સંધિમાગને શોધે છે અને પ્રતિલેખ કરે છે. ભગવંત પાસે બધાં ઉપકરણો વિદુર્વે છે ત્યારે લોકો બાળસાધુને પકડે છે અને પૂછે છે – તું અહીં શું શોધે છે ? ત્યારે બાળસાધુ ઉતરે આપે છે કે – મારા ધમચિાર્યને રાત્રિના કાંટા ન લાગે શોધું છું જેથી રાત્રે ખાતર પાડવામાં તેમને તકલીફ ન પડે.
તે તારો આચાર્ય કયાં છે ? એમ પૂછીને ભગવંત પાસે જાય છે. તેની ફરતે બધું જુએ છે. ભગવંતને પકડીને લાવે છે.
ત્યાં સુમાગધ નામનો ચણિક છે, જે ભગવંતના પિતાનો મિત્ર હતો, તે ભગવંતને છોડાવે છે.
ત્યાંથી ભગવંત તોરલી જાય છે. ત્યાં પણ તે પ્રમાણે જ પકડે છે. વિશેષ એ કે- દોરડા વડે બાંધવાનો પ્રયત્ન કરે છે. ત્યાં તેમનું દોરડું તુટી જાય છે. એ પ્રમાણે સાત વખત દોરડું બાંધવા છતાં તુટી ગયું.
ત્યારે તોસલિકાય ક્ષત્રિયો પાસે લઈ જાય છે. તે કહે છે કે – આને છોડી દો, આ ચોર નથી, નિર્દોષ છે. પછી તે બાળ સાધુને શોધે છે, શોધવા છતાં દેખાતો