________________
ઉપોદ્દાત નિ ૫૦૨ થી પ૦૬
૨૩૫
ત્યારે ડાંસને વિકુવ્ય, જેનું મુખ વજ જેવું હતું. ભગવંતના શરીરને તેઓ ખાવા લાગ્યા. એક પ્રહાર વડે લોહીને બહાર કાઢી દે છે.
જ્યારે તે પ્રમાણે પણ ચલિત ન કરી શક્યો, ત્યારે સંગમ દેવે ધીમેલો વિકર્વી. - x - તે ધીમેલો તેની તીક્ષ્ણ તુંડ વડે અતીવ ડરતી હતી.
જેમ જેમ સંગમ ઉપગોં કરે છે, તેમ તેમ ભગવંત તીવ ધ્યાનથી આત્માને ભાવિત કરે છે.
સંગમ તે રીતે પણ સમર્થ ન થયો ત્યારે નોળીયાઓને વિકુળં. તે તીણ દાઢો વડે ખાવા-ડસવા લાગ્યા. ખંડ-ખંડ કરે છે.
પછી વિષ અને રોષપૂર્ણ એવા ઉગ્ર વિષવાળા અને દાહ જ્વરને કરનારા એવા સપને વિદુર્ગા (અને ઉપસર્ગ કર્યો.]
તેઓ પણ ભગવંતને ચલિત ન કરી શકયા, ત્યારે ઉંદરોને વિકર્યો છે. તે શરીરને બટકા ભરી, ત્યાં મુગાદિનું વિસર્જન કરવા લાગ્યા. તેનાથી અતુલ વેદના થવા લાગી.
તે રીતે પણ ચલિત ન કરી શકતા પછી હાથીનું રૂપ વિકવ્યું. તે હાથીરૂપ વડે ભગવંતને શુંઢથી ગ્રહણ કરીને સાત-આઠ તાડ આકાશમાં ઉકાળીને પછી દંતકુશલો વડે ઝીલે છે. પછી ભૂમિમાં પછાડે છે, ચરણ તલ વડે મર્દન ભગવંતના શરીરનું મર્દના કરે છે.
જ્યારે તે પ્રમાણે પણ ભગવંતને ચલિત કરી ન શક્યો ત્યારે સંગમ દેવ હાથણીને વિકર્વે છે, જેમ કામદેવશ્રાવકમાં કહેવાયું છે, તેમ તેનાથી ઉપસર્ગ કરે છે. જુઓ ઉપાસકદશામાં કામદેવ)
તે પ્રમાણે પણ ભગવંતને ચલાયમાન ન કરી શક્યો, ત્યારે વાઘના રૂપને વિકર્ષે છેતે વાઘ દાઢ અને નખ વડે શરીરને ફાડે છે. ક્ષારવાળા મૂગથી સીંચે છે. [અત્યંત પીડિત કરે છે.]
તે રીતે પણ ભગવંતને ચલિત કરવા સમર્થ ન બન્યો ત્યારે સંગમ દેવે રાજા સિદ્ધાર્થનું રૂપ વિકવ્યું. તેઓ કરુણ કટથી વિલાપ કરતા કહે છે – હે પુત્ર ! ચાલ, અમારો ત્યાગ ન કર. એ પ્રમાણે મોહમયી વાણી બોલે છે.
ત્યારપછી ત્રિશલા વડે તેવી વાણી બોલાય છે. [અર્થાત્ સંગમ દેવ તેવી વિદુર્વણા કરે છે.].
ત્યારપછી સોઈયો વિકર્ષે છે. કઈ રીતે ? તે પછી છાવણી વિકર્ષે છે. તે ચોતરફથી વીંટળાયેલ હતી. ત્યાં સોઈયો પ્રતર આદિ પ્રાપ્ત ન થતાં ભગવંતના બંને પણ મળે અગ્નિ સળગાવે છે. તેમના બંને પગ ઉપર પિઠરિકા કરીને રસોઈ પકાવવાનો આરંભ કરે છે..
જ્યારે આના વડે પણ ભગવંતને ચલાયમાન ન કરી શક્યો ત્યારે ચાંડાલને વિકર્ષે છે, તે તેવા પાંજરાને બાહામાં, ગળામાં, બંને કાનોએ લગાડે છે, તે પક્ષીઓ
૨૩૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ચાંચ વડે ભગવંતને ખાય છે, વિંધે છે, ત્યાં વિષ્ટા આદિનું વિસર્જન કરે છે. [તો પણ ચલિત ન થયા.]
ત્યારપછી ખરઘાત વિદુર્વે છે, તેના વડે મેરુ પણ ચલિત થઈ જાય. તો પણ તેનાથી ભગવંત ચલિત ન થયા તેના વડે ઉડાડી-ઉડાડીને ભગવંતને નીચે પાડે છે. ત્યારપછી કલંકલિકા નામનો વાયુ વિકર્ષે છે. જેના વડે ચકરડાને જેમ ભમાડાય તેમ ભમાડે છે અથવા નંદાવર્ત ફેરવાય છે. તે પ્રમાણે ભગવંતને ચલિત ન કરી શક્યો ત્યારે સંગમે ત્યારપછી કાળચકની વિકુર્વણા કરી ઉપસર્ગ કર્યો.
કાળચકને ગ્રહણ કરીને ઉંચે આકાશતળમાં જઈ, હમણાં હું તમને મારી નાંખ છું એમ કહીને કાળચક મૂક્યું.
આ કાળચક વજ સમાન મેરુ પર્વતનો પણ ચૂરો કરી શકે છે, તેના પ્રહાર વડે ભગવંત બંને હાથના અગ્ર નખો સુધી ડુબી ગયા.
તો પણ ભગવંતને ચલિત કરવા સમર્થ ન બન્યો, ત્યારે વિચારે છે કે – આમને મારવા શક્ય નથી. તો હવે અનુકૂળ ઉપસર્ગ કરું.
ત્યારે સંગમદેવ પ્રભાત વિદુર્વે છે. લોકો બધાં ભ્રમણ કરવાને પ્રવૃત્ત થયા. હે દેવાર્ય ! હજી ઉભા છો ? [પ્રભાત થઈ ગયું
ભગવંત જ્ઞાન વડે જાણે છે – ત્યાં સુધી પ્રભાત ન ગણાય, જ્યાં સુધી સ્વાભાવિક પ્રભાત થયેલ ન હોય. આ વીસમો ઉપસર્ગ.
બીજા આચાર્ય કહે છે - હું આપનાથી સંતુષ્ટ થયો છું. ભગવદ્ ! બોલો, આપને શું આપું ? તમારા શરીરને સ્વર્ગમાં લઈ જવું કે મોક્ષમાં લઈ જવું ? ત્રણે લોક તમારા પગમાં પાડી દઉં.
એ એક પણ પ્રકારે ભગવંતને ચલિત કરવા સમર્થ ન બન્યો ત્યારે સારી રીતે પાછો ગયો. હવે કાલે ઉપસર્ગ કરીશ. - x -
• નિયુક્તિ-૫૦૭ :
તાલુકાના માર્ગે જdi ચોર મળ્યા. મામો-મામો કહેવું. પાણે ત્યાં આંખ મરાવતી, પછી સુભોમ ગામે, અંજલિ, સુક્ષેત્રમામે, વિટરૂપ.
• વિવેચન-૫os :
ત્યારપછી ભગવંત વાલુકા નામના ગામ તરફ ગયા. ત્યાં માર્ગમાં ૫૦૦ ચોરો સંગમે વિકવ્ય. માર્ગમાં રેતી પાથરી દીધી. પછી તે ચોરોએ તેમને “મામો આવ્યો • મામો આવ્યો” એમ કરીને મશ્કરી કરી, પછી ભગવંતના ખભે ચડી બેઠાં વજ જેવું શરીર કરવા લાગ્યા, જેનાથી પર્વતો પણ ફૂટવા માંડે. [તો પણ ભગવંત ધ્યાનથી ચલિત ન થયા.].
ત્યારપછી ભગવંત વાલુકા ગયા. ત્યાં ભિક્ષાર્થે નીકળ્યા. ત્યાં દેવે તેમને આવરીને પીઓ સામે આંખ મીચકારસ્વી આદિ કરે છે ત્યાં તરુણી સ્ત્રીઓ ભગવંતને મારે છે. તેથી નીકળી ગયા.