________________
ઉપોદ્ઘાત નિ પ૧૫,૫૧૬
૪૧ જઈને વંદન કરે છે. ત્યારે લોકો આવર્મયા. આ દેવના પણ દેવ છે એમ સમજીને ભગવંતનો મહિમા કરતાં ત્યાં રહ્યા.
• નિયુક્તિ-૫૧૩ :
કૌશાંબીમાં ચંદ્ર અને સૂર્યનું અવતરણ વણારસીમાં શક, રાજગૃહમાં ઈશાન મિથિલામાં રાજ જનક અને ધરણ.
• વિવેચન-૫૧૭ :
ત્યારપછી ભગવંત કૌશાંબી ગયા. ત્યાં સૂર્ય અને ચંદ્રએ વિમાન સહિત આવીને ભગવંતનો મહિમા કર્યો અને સાત પૂછી. વાણાસીમાં શક્રએ સાતા પૂછી, રાજગૃહમાં ઈશાને સાતા પૂછી. મિથિલામાં જનક રાજાએ પૂજા કરી અને ધરણેન્દ્રએ પ્રિય પૃચ્છા કરી.
• નિયુક્તિ-૫૧૮ :
વૈશાલિમાં ભૂતાનંદ, સંસમારપુરમાં ચમરનો ઉત્પાત, ભોગપુરામાં ખજૂરીના કાંટા વડે મહેન્દ્ર ક્ષત્રિયે પીડા કરી.
• વિવેચન-પ૧૮ :
ત્યારપછી ભગવંત વિશાલા નગરીએ ગયા. ત્યાં ભગવંતે અગિયારમું વપરાત્ર ચોમાસું કર્યું.
ત્યાં ભૂતાનંદે સુખશાતા પૂછી, જ્ઞાનને વ્યાકૃત કર્યું.
ત્યાંથી ભગવંત સુંસુમારપુરે ગયા. ત્યાં ચમરનો ઉત્પાત થાય છે તે ચમનું ઉર્વલોકે ગમન જેમ ભગવતીમાં કહ્યું છે તેમ જાણવું.
ત્યાંથી ભગવંત ભોગપુર ગયા. ત્યાં માહેન્દ્ર નામના ક્ષત્રિયે ભગવંતને જોઈને ખજુરીના કાંટા વડે હું મારું” એમ વિચારી દોડ્યો.
આ સમયે સનકુમારેન્દ્ર આવ્યો. તે કહે છે – • નિયુક્તિ-પ૧૯ :
સનકુમારે વાયોં, નંદિગ્રામે પિતાના મિત્રો વાંધ, મેBક ગામે ગોવાળે મારા ઈન્દ્ર તેને ત્રાસ પહોંચાડ્યો.
- વિવેચન-૫૧૯ :
સતકુમારે આવીને માહેન્દ્ર ક્ષત્રિયને ત્રાસ આપી ભગાડી દીધો, ભગવંતની સુખશાતા આદિની પૃચ્છા કરી.
ત્યાંથી ભગવંત નંદીગ્રામ ગયા ત્યાં નંદી નામે ભગવંતના પિતાનો મિત્ર હતો, તેણે ભગવંતની પૂજા કરી.
ત્યાંથી ભગવંત મેંટિકા ગામે ગયા, ત્યાં ગોવાળે કુમગ્રિામમાં થયેલો તેવો ઉપસર્ગ આરંભતા શકએ આવી, તેને ત્રાસિત કરી ભગાડ્યો.
• નિયુક્તિ -૫૨૦,૫૨૧ -
કૌશાંબીમાં શતાનિક, અભિગ્રહ, પોષવદ એકમ, ચાતુમસ, મૃગાવતી, [31/16]
૨૪૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ વિજય, સગપ્ત અને નંદા, તવવાદી, ચંપા, દધિવાહન, વસુમતિ, વિજય, ધનાવહ, મૂલાશેકાણી, લોચન, સંપુલ, દાન, પdજ્યા (આટલાં પદો છે.]
• વિવેચન-પર૦,૫૨૧ -
ત્યારપછી ભગવંત કૌશાંબીમાં ગયા, ત્યાં શતાનિક નામે રાજ હતો. મૃગાવતી રાણી હતી. તવવાદી નામે ધર્મપાઠક હતો. સુગુપ્ત નામે અમાત્ય હતો. તેની પત્નીનું નામ નંદા હતું. તેણી શ્રમણોપાસિકા હતી. તે પણ શ્રાવિકા હોવાથી મૃગાવતીની સખી હતી.
તે જ નગરમાં ધનાવહ નામે શ્રેષ્ઠી હતો, તેને મૂલા નામે પત્ની હતી. એ પ્રમાણે તેઓ વકર્મમાં જોડાઈને રહેલા હતા.
ત્યાં સ્વામીએ પોષવદ એકમે આવો અદભુત, આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કર્યો - જે દ્રવ્યાદિથી ચાર પ્રકારે હતો -
દ્રવ્યથી - સૂપડાંના ખૂણામાં રહેલાં બાફેલા અડદ, ફોગથી ડહેલી - ઉંબરાની પહોળાઈ. કાળથી - ભિક્ષાયરો ચાલી ગયા પછીનો સમય, ભાવથી - રાજપુત્રી હોય, દાસત્વને પામેલી હોય, બેડીમાં બાંધેલી હોય, મસ્તકે મુંડિત હોય, રોતી હોય અને આઠ ભક્તની ત્યાગી - ત્રણ દિવસની ભૂખી હોય ચૂિર્ણિમાં • ભોજન ન કરેલી એટલું જ કહ્યું છે તે વહોરવે, તો મારે પારણું કરવું કશે, અન્યથા ન કશે. એવો અભિગ્રહ લઈ કૌશાંબી રહ્યા.
રોજેરો ભિક્ષાચર્યા માટે નીકળે છે. શા માટે ? બાવીશે પરીષહો ભિક્ષાયમાં ઉદીરાય છે. એ પ્રમાણે ચાર માસ કૌશાંબીમાં ગયા.
ત્યારપછી નંદાને ઘેર પ્રવેશ્યા, ત્યારે ભગવંત છે તેમ તેણીએ જાણ્યું. ત્યારે તે પરમ આદરથી ભિક્ષા લાવી ભગવંત નીકળી ગયા. તેણીને અધૃતિ થઈ. તેણીને દાસીએ કહ્યું - આ દેવાર્ય રોજેરોજ અહીં આવે છે. ત્યારે નંદાએ જાણ્યું કે નક્કી ભગવંતને કોઈ અભિગ્રહ છે. ત્યારપછી તેને સતત આવી અધૃતિ થવા લાગી (કે હવે શું કરવું ?
તેટલામાં સુગુપ્ત અમાત્ય આવ્યો. ત્યારે તે કહે છે - કેમ અવૃતિ કરો છો ? તેણી બોલી, અમાત્યને કહ્યું - તમારા અમાત્યપણાનું શું મહત્વ, જો આટલા કાળમાં સ્વામીને ભિક્ષા પ્રાપ્ત ન થાય. તમારા વિજ્ઞાનનું શું, જે આમનો અભિગ્રહ તમે ને જાણી શકો ? તેણે નંદાને આશ્વાસન આપ્યું - કાળે દિવસ થયા પછી જે કંઈ થાય, તે બધું બનતું કરી છુટીશ.
આ કથા પ્રવર્તતી હતી. તેટલામાં વિજયા નામે પ્રાતિહારિણી અટવી. તેણીએ મૃગાવતીને કહ્યું - તે કોઈ કારણથી આવેલી છે. તેણીએ તે વાત સાંભળીને મૃગાવતીને કહી. મૃગાવતી પણ તે સાંભળીને ઘણી દુઃખી થઈ તે ચેટક રાજાની પુત્રી ઘણી જ અધૃતિ કરવા લાગી.
રાજા આવ્યો અને પૂછે છે, ત્યારે કહે છે - તમારા રાજ્યથી મારે શું લાભ ?