SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ કુશીલ સંસર્ગીનો ત્યાગ ક્રવાનો છે. જે તેનો ત્યાગ ન તો સંયમ જ ટતું નથી. તો સુંદર મતિવાળા સાધુએ તે જ આચરવું, તેની જ પ્રશાંસા #વી, તેની જ ઉન્નતિ સ્વી તેની જ સલાહ આપવી. તે જ આચરવું કે જે ભગવંતે ધેલાં આગમમાં હોય. આ પ્રમાણે સૂત્રનું અતિક્રમણ કરીને જેમ સુમતિ લાંબા સંસારમાં રખડ્યો, તેમજ બીજ પણ સુંદર વિદુર, સુદર્શન, શેખર, નિલભદ્ર, સંભોમય, ખગધારી, તેનશ્રમણ, દુન્તિ દેવ, ક્ષિતમુનિ, વગેરે થઈ ગયા. તેની કેટલી સંખ્યા હેવી ? માટે આ વિષયનો પરમાર્થ જાણીને કુશીલ સંસર્ગ સર્વથા વર્ણવો. ફિ૮ ભગવન્! શું તે પાંચે સાધુઓને કુશીલરૂપે નામિલ શ્રાવકે ગણાવ્યા તે પોતાની સ્વેચ્છાથી કે આગમશાસ્ત્રની યુક્તિથી? ગૌતમ ! બિચારા શ્રાવને તમે કહેવાનું સામર્થ્ય શું હોય? જો કોઈ પોતાની સ્વચ્છંદ મતિથી મહાનુભવ સુસાધુના અવર્ણવાદ બોલે તે શ્રાવક જ્યારે હરિવંશના ક્લતિલક મરક્ત રત્ન સમાન શ્યામ તિવાળા બાવીશમાં ધર્મ તીર્થક્ટ અરિષ્ટનેમિ નામે હતા. તેમની પાસે વંદન નિમિત્તે ગયેલા હતા. તે હકીક્ત આચારાંગ સૂત્રમાં અનંતગમપર્વવના જ્ઞાતા કેવલી ભગવંતે પ્રરૂપેલી હતી. તેને યથાર્થ ધારણરૂપે હૃદયમાં અવધારણ કરેલી. ત્યાં ત્રીશ આચારોની પ્રજ્ઞાયના રેલી છે. તે આચારોમાંથી જે કોઈ સાધુ કે સાધ્વી કોઈ પણ આચારનું ઉલ્લંઘન કરે તે ગૃહસ્થ સાથે સરખામણી કરવા લાયક ગણાય. જો આગમથી વિરુદ્ધ વર્તન કરે, આચરે, પુરુષે તો અનંત સંસારી થાય, તેથી હે ગૌતમ ! જેણે એક મુખવસ્ત્રિજ્ઞનો અધિક પરિગ્રહ કર્યો તો તેના પાંચમાં મહાવતનો ભંગ થયો. જેણે સ્ત્રીના અંગોપાંગ દેખ્યા, ચિંતવ્યા પછી તેને આલોચ્યા નહીં. તો તેણે બ્રહ્મચર્યની ગતિની વિરાધના ક્રી. તે વિરાધનાથી જેમ એક ભાગમાં બળેલા વસ્ત્રને બળેલું વસ્ત્ર કહેવાય તેમ અહીં ચોથા મહાવ્રતનો ભંગ કહેવાય. જેણે પોતાના હાથે અણ દીધેલી રાખ લઈ લીધી. તેના ત્રીજા મહાવતનો ભંગ થયો. જેણે સૂર્યોદય થયા પહેલાં સૂર્યોદય થયો એમ ક્યું. તેના બીજા મહાવતનો ભંગ થયો. જે સાધુએ સજીવ જળથી સંક્રમણ ર્ક્સ બીજફાય ચાંપ્યા, વસ્ત્રથી વનસ્પતિનય સંઘટ્ટો થયો, વિજળીનો સ્પર્શ થયો, અજયણાથી ફડફડાટ અવાજ કરતા મુહપતિથી વાયુ કાયની વિરાધના ક્રી. તે બધાંને પહેલું મહાવ્રત ભાંગ્યું. એમ તેના પાંચ મહાવ્રતનો ભંગ થયો. તેથી હે ગૌતમ ! આગમ યુક્તિથી આ સાધુઓને શીલ જણાવેલા છે, કારણ કે ઉત્તર ગુણોનો ભંગ પણ ઇષ્ટ નથી તો પછી મૂલગુણોનો ભંગ તો સર્વથા અનિષ્ટ જ ગણાય હે ભગવન્! તો શું આ દષ્ટાંત વિચારીને જ મહાવતો ગ્રહણ કરવા? ગૌતમ! આ વાત યથાર્થ છે. ભગવન્! ક્યા કારણે ? ગૌતમ ! સુબ્રમણ કે સુશ્રાવક આ બે જ ભેદો ધેલા છે. બીજો ભેદ કહેતો નથી. અથવા ભગવંતે શાસ્ત્રોમાં જે પ્રમાણે ઉપદેશેલ છે, તે પ્રમાણે સુશ્રમણપણાનું પાલન ક્રવું. તે જ પ્રમાણે સુશ્રાવક્વણું યથાર્થ રીતે પાલન ક્રવું જોઈએ. પરંતુ શ્રમણે પોતાના શ્રમાણપણામાં અતિચાર ન લાગવા દેવા જોઈએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy