________________
૮૬
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ
મૂકીને પોત-પોતાના સ્થાનમાં ચાઇયા જાય છે. પેલા મધ-મદિરા ખાવાના લોલુપી જેટલામાં ઘંટી પાસે પહોંચે અને તેના ઉપર પ્રવેશ કરે તે સમયે હે ગૌતમ ! જે પૂર્વે પકાવેલા માંસના ક્ટાઓ ત્યાં મૂકેલા હોય તેમજ જે મધ-મદિરાથી ભરેલા ભોજનો ત્યાં ગોઠવી રાખેલા હોય વળી મધથી લિપેલા શિલાઓના પડ હોય તો તે દેખીને તેઓને ઘણો જ સંતોષ, આનંદ, મોટી તુષ્ટિ, મહાપ્રમોદ થાય છે.
એ પ્રમાણે મધ-મદિરા પકાવેલ માંસ ખાતા ખાતા સાત, આઠ, પંદર દિવસો પસાર થાય છે. તેટલામાં રત્નદ્વીપ નિવાસી મુનષ્યો એકઠા મળીને કેટલાંક બન્નર, કેટલાંક બીજા આયુધો ધારણ રેલા હોય, તેઓ પેલી વજ્રશીલાને વીંટાઈને સાત આઠ પંક્તિઓ ઘેરી વળે છે. રત્નદ્વીપવાસી બીજા કેટલાંક તે શીલા પડને ઘંટુલાના ઉપર એકઠું થાય તેમ ગોઠવે છે, જ્યારે બે પડ એક્ઠા કરવામાં આવે છે ત્યારે હે ગૌતમ ! એક ચપટી વગાડીને તેના ત્રીજા ભાગના કાળમાં તેની અંદર સપડાયેલામાંથી એક કે બે માંડ માંડ બહાર છટકી જાય છે. પછી તે રત્નદ્વીપવાસી વૃક્ષસહિત મંદિર અને મહેલો ત્યાં બનાવે છે. તે જ સમયે તેઓના શરીરનો વિશનાશકાળ ઉત્પન્ન થાય છે.એ પ્રમાણે હે ગૌતમ ! તે વજ્રશીલાના ઘંટીના બે પડ વચ્ચે ભીંસાઈને પિસાતા પિસાતા જ્યાં સુધી સર્વ હાડકાં દબાઈને બરાબર ન પીસાય તેમજ ચૂર્ણ ન થાય ત્યાં સુધી તે અંડગોલિક દબાઈને બરાબર ન પીસાઈ તેમજ ચૂર્ણ ન થાય ત્યાં સુધી તે અંડગોલિક મનુષ્યોમાં પ્રાણો છૂટા પડતાં નથી. તેઓના અસ્થિઓ વજ્રરત્નની જેમ દુઃખે ીને દબી શાય તેવા મજબુત હોય છે. ત્યાં આગળ તેઓને વજ્રશીલાના બે પડ વચ્ચે ગોઠવી કાળા બળદો જોડી અતિપ્રયત્નથી રેંટ, ઘંટી, ઋણ રેતી-ચુનાની ચીની જેમ ગોળ ભમાડાય છે.
એક વર્ષ સુધી પીસવાનો પ્રયત્ન ચાલુ હોવા છતાં તેના મજબુત અસ્થિના ટા થતાં નથી. તે સમયે તેવા પ્રકારનું અત્યંત ઘોર દારુણ શારીસ્કિ અને માનસિક મહાદુઃખની વેદનાનો આરો અનુભવ કરતા હોવા છતાં પ્રાણો પણ ચાલ્યા ગયા છતાં તેમના અસ્થિ ભાંગતા નથી. બે વિભાગ થતાં નથી, દબાતા નથી, ઘસાતા નથી, પણ સંઘિસ્થાનો સર્વે વિખૂટા પડીને જર્જરીભૂત થાય છે. પછી બીજા સામાન્ય પથ્થરની ઘંટીની માફક બહાર સરી પડતા લોટની જેમ કંઈક ઓગળી આદિ અગ્રાવયવના અસ્થિખંડ જોઈને તે રત્નદ્વીપવાસી લોકો આનંદ પામીને શીલાના પડો ઉંચા ઉંચકીને તેની અંડગોલિકા ગ્રહણ કરીને તેમાં જે નિરસભાગ હોય તે અનેક ઘનસમૂહ ગ્રહણ કરીને વેચી નાંખે છે. હે ગૌતમ ! આ વિધાનથી તે રત્નદ્વીપ નિવાસી મનુષ્યો અંતરંગ ગોલિકાઓ ગ્રહણ કરેલ છે.
ભગવન્ ! તે બિચારા તેવા પ્રકારનું અત્યંત ઘોર દારુણ તીક્ષ્ણ દુઃસહ દુઃખસમુહને સહેતા આહાર-જળ વિના એક વર્ષ સુધી કેવી રીતે પ્રાણને ધારણ કરી રાખતા હશે ? હે ગૌતમ ! પોતે કરેલા ર્મના અનુભવથી, એનો વિશેષાધિકાર જાણવાની ઈચ્છાવાળાએ પ્રશ્ન વ્યાકરણ સૂત્રના વિશેષાધિકાર જાણી લેવું. [૯] ભગવન્ ! ત્યાંથી મરીને સુમતિનો જીવ ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org