________________
૮૫
૪-૬૮
ભગવદ્ ! ક્યા કારણથી? ગૌતમ ! તેઓ જીવતા હોય ત્યાં સુધી તેની ગોલિક ગ્રહણ કરવા કોઈ સમર્થ નથી. જ્યારે તેમના દેહમાંથી ગોલિક ગ્રહણ ક્વે છે. ત્યારે ઘણાં મોટા પ્રકારના મોટા સાહસથી નિયંત્રણા કરવી પડે છે. બકર પહેરેલા, તલવાર, ભાલા, ચકો, હથિયાર સર્જેલા એવા ઘણાં શૂરવીર પુરુષો બુદ્ધિના પ્રયોગથી તેમને જીવતા જ પડે છે. જ્યારે તેમને પચ્છે છે ત્યારે જે પ્રકારના શારીરિક અને માનસિક દુઃખો થાય છે, તે સર્વે નારના દુઃખ સાથે સરખાવી શક્રય.
ભગવન્! તે અંતરંગ ગોલિકાને કોણ ગ્રહણ કરે છે ? હે ગૌતમ ! તે લવણ સમુદ્રમાં રત્નદ્વીપ નામે અંતદ્વીપ છે, પ્રતિસંતાપદાયક સ્થળથી તે દ્વીપ ૩૧૦૦ યોજન દૂર છે, તે રન્નાદ્વીપવાસી મનુષ્યો તેને ગ્રહણ ક્રે છે. ભગવન કેવી રીતે ગ્રહણ કરે ? ક્ષેત્રના સ્વભાવથી સિદ્ધ થયેલા પૂર્વ પુરુષોની પરંપરા પ્રમાણે પ્રાપ્ત ક્રેલા વિધાનથી તેમને પકડે છે. ભગવન તે વિધિ કેવા પ્રકારનો છે ?
ગૌતમ તે રબદ્વીપમાં ર૦, ૧૯, ૧૮, ૧૦, ૮, ૭ ધનુષ્ય પ્રમાણવાળા ઘટીના આઝરના શ્રેષ્ઠ વજશીલાના સંપુટો હોય છે. તેને છૂટ પાડીને તે રન્નાદ્વીપવાસી મનુષ્યો પૂર્વપુરુષોથી સિદ્ધ ક્ષેત્ર સ્વભાવથી સિધ્ધ તૈયાર રેલા યોગથી ઘણાં મસ્યો મધુ ભેગા મેળવીને અત્યંત રસવાળા ક્રીને પછી તેમાં પકાવેલા માંસના ટુકડા તેમજ ઉત્તમ મધ-મદિરા વગેરે પદાર્થો નાખે છે. આવા તેમને ખાવા યોગ્ય મિશ્રણો તૈયાર રીને વિશાળ લાંબા મોટા વૃક્ષોના કષ્ઠોથી બનાવેલા યાનમાં બેસીને અતિસ્વાદિષ્ટ પુરાણા મદિરા, માંસ, મત્સ્ય, મધ વગેરેથી પરિપૂર્ણ ઘણાં તુંબડા લઈને પ્રતિસંતાપદાયક નામના સ્થળ પાસે આવે છે. જ્યારે ગુફાવાસી અંડગોલિક મનુષ્યોને એક તંબડું આપીને તેમજ અભ્યર્થના પૂર્વક પહેલાં કાષ્ઠ યાનને અતિશય વેગપૂર્વક ચલાવીને રત્નદ્વીપ તરફ દોડી જાય છે.
અંડગોલિક મનુષ્યો તે તુંબડામાંથી મધ માંસ વગેરેનું મિશ્રણ ભક્ષણ ક્ટ છે અને અતિશય સ્વાદિષ્ટ લાગવાથી ફરી મેળવવા માટે તેઓની પાછળ છૂટાછવાયા થઈને દોડે છે. ત્યારે હે ગોતમ ! જેટલામાં હજુ ઘણાં નજીક ન આવી પહોંચે તેટલામાં સુંદર સ્વાદવાળા મધ અને ગંધવાળા દ્રવ્યોથી સંસ્કૃતિ પુરાણા મદિરાનું એક તુંબડું માર્ગમાં મૂકીને ફરી પણ અતિત્વરિત ગતિએ રનદ્વીપ તરફ ચાલ્યા જાય છે. વળી અંડગોલિક મનુષ્યો તે અતિશય સ્વાદિષ્ટ મધ અને ગંધવાળા દ્રવ્યોથી સંસ્કારિત તૈયાર રેલા જૂની મદિરા માંસ વગેરે મેળવવા માટે અતિદક્ષતાથી તેની પીઠ પાછળ દોડે છે. ફરી પણ તેમને આપવા મધથી ભરેલ તુંબડું મૂકે છે.
એ પ્રમાણે હે ગૌતમ ! મધ, મદિરાના લોલુપી બનેલા તેમને તુંબાના મધમદિરા વગેરેથી લોભાવતા લોભાવતા ત્યાં સુધી દોરી લગાવવામાં આવે છે કે જ્યાં આગળ વર્ણવેલાં ઘંટી આકરવાળા વજૂશીલના સંપુટો રહેલા છે. જેટલામાં ખાધના લોભથી તેઓ તેટલી ભૂમિ સુધી આવે છે. તેટલામાં જે નજીકમાં વજશીલા સંપુટનો ઉપરનો ભાગ જે બગાસુ ખાતા પુરુષના આશ્રર સરખો છૂટો પ્રથમથી ગોઠવેલ હોય છે. ત્યાં જ મધ-મદિરાથી ભરેલા બાકી રહેલા ઘણાં તુંબડાઓ તેમને દેખતાં જ ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org