________________
૮૪
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ
કક્યાં ઉત્પન્ન થશે? ગૌતમ ! પરમાધામી અસર થશે.
%િ] ભગવત્ ! ભવ્યજીવો પરમાધામી અસુરોમાં ઉપજે? ગૌતમ ! જે કોઈ સજડ રાગ, દ્વેષ, મોહ અને મિથ્યાત્વના ઉદયે સારી રીતે હેવા છતાં ઉત્તમ હિતોપદેશની અવગણના કરે છે, બાર અંગો આદિ શ્રુતજ્ઞાનને અપ્રમાણ કરે છે તથા શાસ્ત્રાના સભાવો અને રહસ્યને જાણતા નથી. અનાચારને પ્રશંસે છે. તેની પ્રભાવના ક્ય છે. જેમ સુમતિએ તે સાધુની પ્રશંસા, પ્રભાવના કરી કે – તેઓ સુશીલ સાધુ નથી ઇત્યાદિ તથા હ્યું કે જેવા તમે નિબુદ્ધિ છો તેવા તે તીર્થક્ય હશે. એમ બોલતા હે ગૌતમ ! તે મોટું તપ ક્રવા છતાં પરમાછામી અસુરપણે ઉપજ્યો.
ભગવન્! પરમાધામી દેવો ત્યાંથી મરીને કયાં ઉત્પન્ન થાય? ભગવદ્ ! તે સુમતિનો જીવ પરમાધામથી નીકળીને ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ ? મંદભાગી એવા તેણે અનાચારની પ્રશંસા તથા અભ્યદય વા સન્માર્ગના નાશને અભિનંધો. તે ર્મના દોષથી અનંત સંસાર ઉપાર્યો. તેના કેટલા ભવોની ઉત્પત્તિ ફ્લેવી? અનેક પુદ્ગલ પરાવર્ત કાળ સુધી ચારગતિરૂપ સંસારમાંથી જેનો નીકળવાનો આરો નથી. તો પણ સંક્ષેપથી તેના કેટલાંક ભવ કહું છું તે સાંભળ
આ જ જંબુદ્વીપને ચારે બાજુ ફરતો વર્તુળાકારનો લવણ સમુદ્ર છે. તેમાં જે સ્થળે સિંધુ મહાનદી પ્રવેશ ક્રે છે તે પ્રદેશની દક્ષિણે પપ-જોજન પ્રમાણવાળી વેદિકાના મધ્યભાગે વસા યોજન પ્રમાણ હાથીના કુંભસ્થળના આક્રરે સરખું પ્રતિસંતાપદાયક નામે સ્થળ છે. તે સ્થળ લવણ સમુદ્રના જળથી શા યોજન પ્રમાણ ઉંચું છે. ત્યાં અત્યંત ઘોર ગાઢ અંધારવાળી ઘડીયાલા સંસ્થાનના આકારવાળી ૪૬ ગુફાઓ છે. તે ગુફાઓમાં બન્ને બન્નેની વચ્ચે વચ્ચે જલચારી મનુષ્યો વાસ રે છે. તેઓ વઋષભનારાય સંઘયણવાળા, ભમહાબલ અને પરાક્રમવાળા ૧રા વેંત પ્રમાણ કયાવાળા, સંખ્યાન વષયવાળા, જેમને મધ-માંસ પ્રિય છે તેવા, સ્વભાવથી સ્ત્રીલોલુપ, અતિ ખરાબ વર્ણવાળા, સુમાર, અનિષ્ટ, કઠણ, ખરબચડાં દેહવાળા, ચંડાલના નેતા સમાન ધેલા ભયંક્ર મુખવાળા, સિંહસમાન ધોર દૃષ્ટિવાળા યમરાજ સમાન ભયાનક, કોઈને પીઠ ન બતાવનાર, વિજળી માફક નિષ્ઠુર પ્રહાર કરનાર, અભિમાનથી માંધાતા થયેલા, તેઓ અંગોલિક મનુષ્યો તરીકે ઓળખાય છે.
તેમના શરીરમાં જે અંતરંગ ગોલિક છે. તેને ગ્રહણ કરીને ચમરી ગાયના શ્વેત પૂંછડાના વાળથી તે ગોલિકા ગૂંથે છે. ત્યારપછી તે બાંધેલી ગોલિક્સને બંને કાન સાથે બાંધીને મહાકિંમતી, ઉત્તમ જાતિવંત રત્ન ગ્રહણ ક્રવા ઈચ્છતા સમુદ્રમાં પ્રવેશે છે. સમુદ્રમાંના જળ હાથી, ભેંશ, ગોંધા, મગર, મોટા મસ્સો, તંતુ, સંસમારાદિ દુષ્ટ વ્યાપદો તેને કોઈ ઉપદ્રવ ક્રતા નથી. તે ગોલિકના પ્રભાવથી ભય પામ્યા વિના સર્વ સમુદ્રજળમાં ભ્રમણ ક્રીને ઇચ્છાનુસાર ઉત્તમ જાતિવંત નોનો સંગ્રહ ક્રીને અખંડ શરીરે બહાર નીકળી આવે છે. તેઓને જે અંતરંગ ગોલિક હોય છે. તેના સંબંધથી તે બિચાસ હે ગૌતમ ! અનુપમ, અતિઘોર, ભયંક્ર દુ:ખ, પૂર્વભવમાં ઉપાર્જિત અતિ રૌદ્ર ર્મને આધીન બનેલા તેઓ અનુભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org