________________
(°
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ
અધ્યયન-૪ - કુશીલસંસર્ગ
Ap
*****-*-*-*-*
[૫૪] ભગવન્ ! તે સુમતિએ કુશીલ સંસર્ગ કેવી રીતે કર્યો હતો કે જેણે આવા મયં દુઃખ પરિણામી ભવસ્થિતિ અને કાર્યસ્થિતિવાળા અપાર ભવસમુદ્રમાં દુઃખથી સંતપ્ત થઈને ભ્રમણ શે? સર્વજ્ઞોક્ત અહિંસા લક્ષણવાળા ક્ષમા આદિ દશ પ્રકારના ધર્મને અને સમયક્ત્વને નહીં પામે? ગૌતમ ! તે આ છે
ભરત ક્ષેત્રમાં મગધ દેશમાં કુશ સ્થળ નગર હતું. તેમાં પુણ્ય-પાપ સમજનાર, જીવાજીવાદિ પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જેણે સારી રીતે જાણેલ છે, એવા મોટી ઋધ્ધિવાળા સુમતિ અને નાગિલ નામે બે ભાઈઓ શ્રાવક્દર્મ પાળતા હતા. કોઈ સમયે અંતરાય ક્ર્મના ઉદયથી તેમનો વૈભવ વિલય પામ્યો. પણ સત્વ અને પરાક્રમ તો પહેલાંના જ હતાં. અચીલિત સત્વ પરાક્રમી, અત્યંત પરલોક્ખીરુ, ડ-પટજૂઠથી વિમેલા, ભગવંત ઉપદિષ્ટ ચારે પ્રકારે દાનાદિ ધર્મ સેવતા હતા. કોઈની ખટપટ નિંદા ન તા, નમ્રતા સેવતા, સરળ સ્વાભાવી, ગુણરૂપ રત્નોના નિવાસસ્થાનરુપ, ક્ષમાના દરિયા, સજ્જનની મૈત્રી સેવનાર, ઘણાં દિવસો સુધી જેના ગુણો વર્ણવી શકાય, તેવા ગુણભંડારસમ શ્રાવકો હતા.
તેમના અશ્રુભર્મના ઉદયે તેમની સંપત્તિ અષ્ટાદ્દિા મહોત્સવાદિ ઇષ્ટદેવતાના ઈચ્છિત પૂજા સત્કાર, સાધર્મિક સન્માન, બંધુ વર્ગના વ્યવહારાદિ માટે
અસમર્થ થઈ.
[૬૫૫ થી ૬૬૦] કોઈ સમયે ઘેર પરોણા આવે તેને સારી શાતા નથી. સ્નેહી વર્ગોના મનોરથો પૂરી શકાતા નથી, મિત્ર સ્વજન કુટુંબી બાંધવ સ્ત્રી પુત્રો ભત્રીજાઓ સંબંઘ ઘટાડી દૂર ખસી ગયા ત્યારે વિષાદ પામેલા તે શ્રાવકોએ ચિંતવ્યું કે – પુરુષ પાસે જો વૈભવ હોય છે તો તે લોકો તેની આજ્ઞા સ્વીકારે છે. બાકી જળરહિત મેઘને વીજળી પણ દૂરથી ત્યાગે છે. એમ વિચારી તેઓ પરસ્પર કહેવા લાગ્યા. પહેલાં સુમતિએ નાગીલ ભાઈને હ્યું કે મન અને ધનરહિત ભાગ્યહીન પુરુષ એવા દેશમાં ચાલ્યા જેવું કે જ્યાં પોતાના સંબંધી કે આવાસો ન દેખાય. બીજાએ પણ ક્યું કે જેની પાસે ધન હોય તેની પાસે લોકો આવે છે. જેની પાસે અર્થ હોય તેને ઘણાં બંધુઓ હોય છે.
Jain Education International
[૬૬૧] આ પ્રમાણે તેઓ પરસ્પર એક્મતવાળા થયા અને તેમણે દેશત્યાગ ફરવાનો નિર્ણય ક્યોં કે આપણે કોઈ અજાણ્યા દેશમાં ચાલ્યા જઈએ, ત્યાં ગયા છતાં પણ લાંબાકાળથી ચિંતવેલા મનોરથો પૂર્ણ ન થાય તો અને દૈવ અનુકૂળ થાય તો પ્રવ્રજ્યાં અંગીકાર કરીએ. પછી કુશસ્થળ નગર છોડી વિદેશગમન નક્કી કર્યું.
[૬૬૨] દેશાંતર પ્રયાણ કરતાં તે બંનેએ માર્ગમાં પાંચ સાધુ અને છઠ્ઠો શ્રાવક જોયા. ત્યારે નાગિલે સુમતિને હ્યું કે હે સુમતિ ! જો જો આ સાધુનો સાથે કેવો છે, તો આપણે તેમની સાથે જોઈએ. તેણે કહ્યું, ભલે તમે થાઓ. પછી તેના સાર્થમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org