________________
૭૬
મહાનિશીયછેદસૂત્ર-અનુવાદ જે વિભુષા કુશીલ છે, તે પણ અનેક પ્રકારે છે – શરીરને અસ્વંગન ક્રવું, ચોળાવવું, લેપો કરાવવા, અંગમર્દન રાવવું, સ્નાન વિલેપન જવા, મેલ ઘસીને દૂર કરવો, તંબોલ ખાવું, ધૂપ દેવડાવવો, સુગંધી વસ્તુથી શરીર કે વસ્ત્રો વાસિત રવા, દાંત ઘસવા, લીસા વા, ચહેરો સુશોભિત બનાવવો, પુષો કે તેની માળા પહેરવી, વાળ ઓળવા, પગરખાં, પાવડી વાપરવા, અભિમાનથી ગતિ ક્રવી-બોલવું-હસવુંબેસવું-ઉઠવું-પડવું-ખેંચવું-શરીરની વિભૂષા દેખાય તેમ કપડા પહેરવા, દાંડો લેવો, આ બધાં શરીર વિભૂષા કુશીલ સાધુ સમજવા.
આ કુશીલ સાધુઓ પ્રવચનની ઉડાહણા - ઉપઘાત ક્રાવનાર, જેનું ભાવિ પરિણામ દુષ્ટ છે તેવા અશુભ લક્ષણવાળો, ન જોવાલાયક, મહાપાપડ્મ, વિભૂષા કુશીલ સાધુ હોય છે.
આ પ્રમાણે દર્શનકુશીલ પ્રણ પૂર્ણ થયું. ૬૨૬] મૂલગુણ અને ઉત્તરગુણમાં ચાસ્ત્રિકુશીલ અનેક ભેદે જાણવા. તેમાં પાંચ મહાવ્રત અને રાત્રિભોજન છછું એમ મૂલગુણો લ્યા. તે છમાં જે પ્રમાદ રે, તેમાં પ્રાણાતિપાત એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિરૂપ એકેન્દ્રિય જીવો, બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિયવાળા જીવોનો સંઘો રવો, પરિતાપ ઉપજાવવો, ક્લિામણા કરવી.
મૃષાવાદ બે ભેદે – સુક્ષ્મ અને બાદર, તેમાં “પયન ઝા મ” કોઈ સાધુ દિવસે ઉંઘતો હતો. બીજાએ ક્યું ! દિવસે કેમ ઉંધે છે? પેલો કહે – હું ઉંઘતો નથી. ફરી તેને નિંદ્રા આવી, ફરી બીજા સાધુએ પૂછ્યું ફરી પહેલો ક્યું કે ના ઉંઘતો નથી, આ સુક્ષ્મ મૃષાવાદ.
મેઈ સાધુએ ભોજન સમયે કહ્યું – ભોજન કરો. તેણે જવાબ આપ્યો કે મારે પચ્ચખાણ છે – એમ બોલી તુરંત ખાવા લાગ્યો. બીજા સાધુએ પૂછયું. હમણાં પચ્ચખાણ છે તેમ કહી, ફરી ભોજન રે છે ? ત્યારે તે હે કે શું મેં પ્રાણાતિપાતાદિ પાંચ મહાવ્રતનું વિસંત પચ્ચશ્માણ નથી? આ રીતે છળપ્રયોગથી સુક્ષ્મ મૃષાવાદ.
સુમમૃષાવાદ અને ન્યાલીક આદિ બાદર મૃષાવાદ.
વણ આપેલ ગ્રહણ ક્રવું, તેના બે ભેદ – સુક્ષ્મ અને બાદર. તેમાં તૃણ, ઢેફા, રાખની કુંડી આદિ લેવા તે સુક્ષમ અદત્તાદાન. અણ ઘડેલ કે ઘડેલ સુવર્ણાદિ લેવા રૂપ બાદર અદત્તાદાન જાણવું.
તથા મૈથુન-દિવ્ય અને ઔદારિક. તે પણ મન, વચન, કાયાથી ક્રણ ક્રાવણ, અનુમોદન એમ ભાંગાથી અઢાર ભેદ જાણવું તેમજ કર્મ સચિત-અચિત ભેદોવાળું ઈત્યાદિ જાણવું.
માંડલીમાં પરિગ્રહ બે ભેદે – સુક્ષ્મ અને બાદર, વસ્ત્રપાત્રનું મમત્વભાવથી રક્ષણ ક્રવું. બીજાને વાપરવા ન આપવા તે સુમ પરિગ્રહ. હિરણ્યાદિ ગ્રહણ કરવા કે ધારણ કરી રાખવા. માલિકી સખાવી, તે બાદર પરિગ્રહ જાણવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org