________________
૬૮
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ
થાય કે ન પણ થાય કેમ કે ગમનાગમનાદિ અનેક અન્ય વ્યાપારનાં પરિણામમાં આસક્ત થયેલા ચિત્તથી કેટલાંક પ્રાણીઓ તે પૂર્વના પરિણામને ન છોડતા અને દુર્ગાનના પરિણામમાં ઢલોક કળ વર્તે છે. ત્યારે તેના ફળમાં વિસંવાદ થાય છે
જ્યારે વળી કોઈક પ્રકારે અજ્ઞાન, મોહ, પ્રમાદાદિના દોષથી અણધાર્યા એકેન્દ્રિયાદિ જીવોના સંઘટ્ટન કે પરિતાપનાદિ થઈ ગયા હોય અને પછી અરેરે આ અમારાથી ખોટું કાર્ય બની ગયું. એમ ક્વા સજ્જડ, રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ અને અજ્ઞાનમાં અંધ બની ગયા છીએ. પરલોકમાં આ કાર્યના કેવા ઝવા ફળ ભોગવવા પડશે એનો પણ વિચાર આવતો નથી. ખરેખર અમે રકમ અને નિર્દય વર્તન જનારા છીએ.
આ પ્રમાણે પશ્ચાત્તાપ ક્રતા અને અતિ સંવેગ પામેલા આત્માઓ સારી રીતે પ્રગટ પણે ઈરિયાવહિય સૂત્રથી દોષોની આલોચના કરીને, નિંદા કરીને, ગુરુ સાક્ષીએ ગહ ક્રીને પ્રાયશ્ચિતનું સેવન ક્રીને શ૫ રહિત થાય છે. ચિત્તની સ્થિરતાવાળો અશુભકર્મના ક્ષય માટે જે કંઈ આત્મહિત માટે ઉપયોગવાળો થાય,
ત્યારે તેને પરમ એકાગ્ર ચિત્તવાળી સમાધિ પ્રાપ્ત થાય. તેનાથી સર્વ જગતના જીવ, પ્રાણી, ભૂત, સત્વોને જે ઈષ્ટફળ હોય તેવી ઇષ્ટફળની પ્રાપ્તિ થાય.
તે કારણે હે ગૌતમ ! ઈરિયાવહિય પ્રતિકમ્યા વિના ચૈત્યવંદન, સ્વાદયાયાદિ. કોઈ પણ અનુષ્ઠાન ન ક્રવું જોઈએ. જો યથાર્થ ફળની અભિલાષા રાખતા હો તો આ કારણે ગૌતમ ! એક કહેવાય છે કે પંચમંગલ મહાગ્રુત ધ – નવક્રર સૂત્ર, અર્થ, તદુભય સહિત સ્થિર-પરિચિત ક્રીને ઈરિયાવહી ભણવી.
[પહ૩] ભગવદ્ ! કઈ વિધિથી ઈરિયાવહિય સૂત્ર ભણવું જોઈએ? ગૌતમ ! પંચમંગલ મહાશ્રુતસ્કંધની વિધિ પ્રમાણે ભણવું જોઈએ. - [૫૪] ઈરિયાવહિય ભણીને પછી કહ્યું સૂત્ર ભણવું? ગૌતમ ! શસ્તવ વગેરે ચૈત્યવંદન ભણવું જોઈએ.
પરંતુ શક્રસ્તવ એક અઠ્ઠમ અને પછી ૩ર-આયંબિલ ક્વવા જોઈએ. અરહંત સ્તવ અર્થાત અરિહંત ચેઈઆણે. એક ઉપવાસ અને તેના ઉપર પાંચ આયંબિલ ક્રીને, ચતુર્વિશતિ સ્તવ લોગસ્સ એક છઠ્ઠ, એક ઉપવાસની ઉપર પચ્ચીસ આયંબિલ ક્રીને, શ્રુતસ્તવ, પુખરવરદીવડું સૂત્ર એક ઉપવાસ ઉપર પાંચ આયંબિલ ક્રીને વિધિપૂર્વક ભણવું જોઈએ.
એ પ્રમાણે સ્વર, વ્યંજન, માત્રા, બિંદુ, પદરચ્છેદ, પદ, અક્ષરથી વિશુદ્ધ, એક પદના અક્ષર બીજામાં ભળી ન જાય. તેમ તેવા બીજા ગુણો સહિત કહેલાં સૂત્રોનું અધ્યયન કરવું.
આ ધેલી વિધિથી સમગ્ર સૂત્રોનું-અર્થોનું અધ્યયન ક્રવું. જ્યાં જ્યાં કોઈ સંદેહ થાય ત્યાં ત્યાં તે સૂત્રને ફરી ફરી વિચારવા, વિચારીને નિશૈક્ષણે અવધારી નિસંદેહ વા.
પિલ્પ આ પ્રમાણે સૂત્ર, અર્થ, ઉભય સહિત ચૈત્યવંદન આદિ વિધાન ભણીને પછી શુભતિથિ, wણ, મુહૂર્ત, નક્ષત્ર, યોગ, લગ્ન તેમજ ચંદ્રબળનો યોગ થયો હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org