________________
3/-૫૮૬ થી ૫૮૯
૬૭
ભક્તિના ભારથી નિર્ભર તેમજ નિજગુણ ગ્રહણ ક્વામાં ખેંચાયેલા ચિત્તવાળા ભવ્યાત્માને મોટો હર્ષ ઉત્પન્ન થાય છે.
[૫૯] આ પંચમંગલ મહાશ્રુતસ્કંધ નવકારનું વ્યાખ્યાન મહાવિસ્તારથી, અનંતગમ અને પર્યાયો સહિત સૂત્રથી ભિન્ન એવા નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ દ્વારા
અનંત જ્ઞાન-દર્શનધર તીર્થો એ જે રીતે વ્યાખ્યા કરી હતી. તે રીતે સંક્ષેપથી
તું હતું. પરંતુ કાળની પરિહાની થવાના દોષથી તે નિર્યુક્તિઓ, ભાષ્યો, ચૂણિઓ વિચ્છેદ પામી. આવો સમય-કાળ વહી રહેલો હતો ત્યારે મહાઋદ્ધિ, લબ્ધિસંપન્ન, પદાનુસારી લબ્ધિધર વજ્રસ્વામી નામક બાર અંગરૂપ શ્રુતના ધારક ઉત્પન્ન થયા તેમણે પંચમંગલ મહાશ્રુત સ્કંધનો આ ઉદ્ધાર મૂળ સૂત્રની મધ્યે લખ્યો.
ગણધર ભગવંતોએ મૂળ સૂત્રને સૂત્રપણે, ધર્મતીર્થંકર અરહંત ભગવંતોએ અર્થપણે જણાવ્યો. ત્રણ લોક્થી પૂજિત વીર જિનેન્દ્ર. આને પ્રરુપ્પુ એવો વૃદ્ધ
આચાર્યનો સંપ્રદાય છે.
[૫૧] અહીં જ્યાં જ્યાં પદો પદોની સાથે જોડાયેલા હોય અને સળંગ સૂત્રાલાપક પ્રાપ્ત ન થાય ત્યાં શ્રુતધરોએ લહીયાઓએ ખોટું લખ્યું છે, એવો દોષ ન આપવો. પરંતુ જે કોઈ અચિંત્ય ચિંતામણી અને કલ્પવૃક્ષ સમન મહાનિશીથ શ્રુતસ્કંધની પહેલાંની લખેલ પ્રત હતી. તેમાં જે ઉધઈ આદિ જીવાતોથી ખવાઈને ટુક્ડાળી પ્રત બની ગઈ. ઘણાં પત્રો સડી ગયા તો પણ અત્યંત અતિશયવાળા મોટા અર્થથી ભરપૂર આ મહાનિશીથ શ્રુતર્દ્ધ છે. તે સમગ્ર પ્રવચનના પરમ સાભૂત, શ્રેષ્ઠ મહત્ત્વપૂર્ણ, મહા અર્થગર્ભિત છે.
એમ જાણીને પ્રવચનના વાત્સલ્યથી અનેક ભવ્યજીવોને ઉપકારક થશે તેમ માનીને તથા પોતાના આત્મહિતાર્થે હરિભદ્ર સૂરિએ જે આદર્શમાં દેખ્યું, તે સર્વે પોતાની મતિથી શુદ્ધિ ીને લખ્યું છે. બીજા પણ આયાર્યો સિદ્ધસેન દિવાકર, વૃદ્ધવાદી, યક્ષસેન, દેવગુપ્ત, યશોવર્ધન, ક્ષમાશ્રમણના શિષ્ય રવિગુપ્ત, નેમિચંદ્ર, જિનદાસગણિ, ક્ષમક, સત્યર્ષિ આદિ યુગ પ્રધાન શ્રુતધરોએ તેમને બહુમાન્ય
રેલ છે.
[૫૨] ગૌતમ ! પૂર્વે ક્હી ગયા તેમ વિનય ઉપધાન સહ પંચમંગલ મહાશ્રુતસ્કંધ નવકારને પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી વડે સ્વર, વ્યંજન, માત્રા, બિંદુ, પદાક્ષરોથી શુદ્ધ રીતે ભણી. તેને હૃદયમાં સ્થિર પરિચિત કરી, મહાવિસ્તારથી સૂત્ર અને અર્થો જાણ્યા પછી શું ભણવું ?
ગૌતમ ! પછી ‘ઈરિયાવહિય' સૂત્ર ભણવું જોઈએ?
ગૌતમ ! આપણો આ આત્મા જ્યારે જ્યારે જવા-આવવાની ક્રિયાનાં પરિણામમાં પરિણત થયો હોય, અનેક જીવો, પ્રાણો, ભૂતો અને સત્વોને અનુપ્રયોગથી કે પ્રમાદથી સંઘટ્ટન, ઉપદ્રવ, ક્લિામણા કરીને પછી તેનું આલોચન, પ્રતિક્રમણ કરવામાં ન આવે અને સમગ્ર ર્મના ક્ષય માટે ચૈત્યવંદન, સ્વાધ્યાય, ધ્યાન આદિ કોઈ પણ અનુષ્ઠાન કરવામાં આવે તે સમયે એકાગ્ર ચિત્તવાળી સમાધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org