________________
3/-૪૯૪
અધિષ્ઠિત હોવાના કારણે, ત્રણેલોનાં અતિ મહાન મનના આનંદને ઉત્પન્ન કરનારા છે. લાંબા ગ્રીષ્મકાળના તાપથી સંતપ્ત મયુરોને જેમ પ્રથમ વર્ષધારાનો સમૂહ શાંતિ પમાડે, તેમ અનેક જન્માંતરોમાં ઉપાર્જિત મહાપુન્ય સ્વરૂપ તીર્થંકર નામકર્મના હૃદયથી અરિહંતો ઉત્તમ હિતોપદેશ થકી સજ્જડ રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, સંશ્લિષ્ટ પરિણામાદિ બદ્ધ અશુભ ઘોર પાપર્કોથી થતાં ભવ્ય જીવોના સંતાપનો નાશ કરનારા હોય છે.
સર્વને જાણનાર હોવાથી સર્વજ્ઞ છે. અનેક જન્મોથી ઉપાર્જિત મહાપુન્ય સમૂહથી જગતમાં અતુલ્ય, અદ્ભૂત બળ-વીર્ય-ઐશ્વર્ય-સત્વ પરાક્રમયુક્ત દેહવાળા હોય છે. તેમના મનોહર દેદીપ્યમાન પગના અંગુઠાના અગ્રભાગનું રૂપની પાસે, જેમ દશે દિશામાં પ્રકાશીત, પ્રગટ પ્રતાપી ોિના સમૂહથી સર્વે ગ્રહો-નક્ષત્રો આદિની શ્રેણીને તેજહીન બનાવે છે, તેમ તીર્થંના શરીરના રૂપ-તેજથી સર્વે વિધાધર, દેવાંગનાદિ, દેવો, સૌભાગ્ય-કાંતિ-દીપ્તિ-લાવણ્ય અને રૂપની સમગ્ર શોભા નિસ્તેજ થઈ જાય છે.
ЧЕ
સ્વાભાવિક એવા યાર, કર્મક્ષયથી અગિયાર, દેવે કરેલા ઓગણીશ એમ ૩૪અતિશયો એવા શ્રેષ્ઠ, નિરૂપમ, અસાધારણ હોય છે, જેના દર્શનથી ભવનપતિ, વ્યંતર, જ્યોતિ, વૈમાનિક, અહમિન્દ્ર, ઇન્દ્ર, અપ્સરા કિન્નર, નર, વિધાધર, સુરઅસુર સહિત જગતના જીવોને આશ્ચર્ય થાય છે કે અરે ! આપણે અત્યાર સુધી ક્યારેય ન જોયેલ એવું આજે જોયું- અતુલ, મહાન, અચિંત્ય ગુણોનો પર આશ્ચર્ય સમૂહ એજ વ્યક્તિમાં છે.
આવા શુભ પરિણામથી તે સમયે અત્યંત ગાઢ, સતત ઉત્પન્ન પ્રમોદવાળા થયા, હર્ષ અને અનુરાગથી સ્ફુરાયમાન તાં નવા-નવા પરિણામોથી પરસ્પર હર્ષના વયનો બોલવા લાગ્યા. વિહાર કરી ભગવંત ચાલ્યા, ત્યારે આત્મનિંદા કરતા પરસ્પર કહેવા લાગ્યા કે ખરેખર આપણે ધિક્કારપાત્ર છીએ. અધન્ય છીએ, પુન્યહીન છીએ. સંક્ષોભ હૃદયવાળા તે મૂર્છા પામ્યા, મુશ્કેલીથી ભાનમાં આવ્યા, તેમના ગાત્રો ખેંચાવાથી અતિ શિથિલ થઇ ગયા. શરીર સંકોય વો, હાથ પગ લંબાવવા, પ્રસન્નતા બતાવવી, આંખમાં પલફારા થવા. શરીરની ક્રિયા બંધ પડી ગઈ. ન સમજાય તેવા સ્ખલિત મંદ મંદ શબ્દો બોલવા લાગ્યા. મંદ મંદ હુંકાર સાથે લાંબા ઉષ્ણ નિસાસા મૂક્વા લાગ્યા. અતિ બુદ્ધિશાળી પુરુષો જ તેના મનનો યથાર્થ નિર્ણય કરી શક્યા.
જગતના પ્રાણી વિચારવા લાગ્યા કે કેવા તપના સેવનથી આવી શ્રેષ્ઠ ઋદ્ધિ મેળવી શકાતી હશે ? તેમની ઋદ્ધિ સમૃદ્ધિના દર્શનથી આશ્ચર્ય પામી પોતાના વક્ષઃ સ્થળ ઉપર હસ્તતલ સ્થાપતા મનને યમત્કાર પમાડનાર મોટું આશ્ચર્ય ઉત્પન્ન કરતા હતા. ગૌતમ ! આવા અનંતગુણવાળા શરીરી, આદરથી ગ્રહણ કરાતા નામવાળા ધર્મતીર્થને પ્રવર્તાવનારા અરિહંતના ગુણસમૂહરૂપી રત્નનિધાનનું વર્ણન ઇંદ્ર, અન્ય કોઇ ચારજ્ઞાની, મહાઅતિશયાવળા છદ્મસ્થ પણ રાતદિવસ હજારો જીલ્મોથી કરોડો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org