________________
૨૦
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ સર્વે સુક્ત પુન્યના નાશક, અપાર દુર્ગતિમાં ભ્રમણ ક્રાવનાર, શારીરિક માનસિક દુઃખ પૂર્ણ અંતરહિત સંસારમાં અતિ ઘોર વ્યાકુળતા ભોગવવી પડે. કેટલાંન્ને કદરૂપતા મળે, દારિદ્ર, દુર્ભગતા, હાહાકારક વેદના, પરાભવ પામે તેવું જીવિત, નિર્દયતા, કરુણાહીન, કૂર, દયાહીન, નિર્લજતા, ગૂઢ હૃદય, વક્રતા, વિપરીતચિતતા, રાગ, દ્વેષ, મોહ, ઘનઘોર મિથ્યાત્વ, સન્માર્ગનાશ, અપયશપ્રાપ્તિ, આશા ભંગ અબોધિ, શલ્યરહિતતા આ બધું ભાવોભાવ થાય છે.
આ રીતે પાપશલ્યના એકાઈક અનેક પર્યાયો લ્યા. ર૭થી ૩૦] એક વખત શલ્ય હૃદયીને બીજા અનેક ભવોમાં સર્વે અંગો અને ઉપાંગો વારંવાર શલ્ય વેદનાવાળા થાય છે. તે શલ્ય બે પ્રકારનું હેલું છે – સૂક્ષ્મ, બાદર. તે બંનેના પણ ત્રણ-ત્રણ પ્રકારો છે – ઘોર, ઉગ્ર, ઉચ્ચતર, ઘોર માયા ચાર ભેદે છે. જે ઘોર ઉગ્ર માનયુક્ત હોય તેમજ માયા, લોભ, ક્રોધયુકત પણ હોય. એમ જ ઉગ્ર અને ઉચ્ચતરના પણ ચાર ભેદો સમજવા. સૂક્ષ્મ, બાદર ભેદભેદ સહિત આ શલ્યોને મુનિ એકદમ ઉદ્ધાર કરી જલ્દી મટી નાખે. પરંતુ ક્ષણવાર પણ મુનિ શલ્યવાળો ન રહે.
૩િ૧, ૩રી જેમ સર્પનું બચ્ચું નાનું હોય, સરસવ પ્રમાણ માત્ર અગ્નિ ચોડો હોય, વળગે તો વિનાશ પમાડે છે. તેના સ્પર્શ પછી વિયોગ ક્રી શકતો નથી. તેજ રીતે અલ્પ, અભતર પાપ શલ્ય ના ઉદ્ધરેલ હોય તો ઘણો સંતાપ આપનાર અને શેડો ભવોની પરંપરા વધારનાર થાય છે.
૩િ થી છી ભગવન્! દુખે ઉદ્ધરી શકાય તેવું, દુખદાયી આ પાપશલ્ય કેમ ઉદ્ધરવું, તે પણ ઘણાં જાણતા નથી. હે ગૌતમ! આ પાપશલ્ય સર્વથા મૂળથી ઉખેડી દેવાનું ઘેલ છે. ગમે તેવું દુર શલ્ય હોય તેને અંગોપાંગ સહિત ભેદી નાંખવાનું જણાવેલ છે.
- પહેલું સમ્યગદર્શન, બીજું સગડ઼ાન, બીજું સમ્યક ચાસ્ત્રિ આ ત્રણે એકરૂપ થાય, જીવ જ્યારે શલ્યનો ક્ષેત્રીભૂત બને છે અને પાપ-શલ્ય અતિ ઉંડાણ સુધી પહોંચેલું હોય, દેખાતું ન હોય, હાડદ્ધ સુધી ગયેલું અને અંદર રહેલું હોય, સર્વે અંગોપાંગમાં ખેંચી ગયેલ હોય, અંદર-બહારના ભાગો પીડા ક્રતું હોય, તેવા શલ્યને મૂળમાંથી ઉખેડી નાંખવું જોઈએ.
ફિ૮ થી ૦] કિયા રહિત જ્ઞાન નિરર્થક છે, જ્ઞાન રહિત ક્રિયા પણ સફળ થતી નથી, જેમ દેખતો લંગડો અને દોડતો આંધળો દાવાનળમાં બળી મર્યા. તેથી હૈ ગતમાં બંનેના સંયોગે કર્યસિદ્ધિ થાય છે. એક ચક્ર કેપેડાનો રથ ન ચાલે. જ્યારે આંધળો ને લંગડો બંને એરૂપ બન્યા અતિ લંગડાએ માર્ગ બતાવ્યો તે રીતે આંધળો ચાલ્યો, તો બંને દાવાનળવાળા વનને વટાવી ઇચ્છેલા નગરે નિર્વિને સલામત પહોંચ્યા. તેમ જ્ઞાન પ્રકાશ આપે, તપ આત્મશુદ્ધિ કરે અને સંયમ ઇંદ્રિય અને મનને આડે માર્ગે જતાં રોકે છે. આ ત્રણેનો યથાર્થ સંયોગ થાય તો મોક્ષ થાય છે, અન્યથા મોક્ષ થતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org